SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ દ્ધ જીવન તા. ૧૬-૧૦ અને તેથી આ બાબતમાં કોણ સાચું અને કોણ ખોટું તેને અંતિમ - નિર્ણય થ અશકય છે. , . આ ગમે તે હોય, એમ છતાં પણ, આપણા દેશમાં માંસાહાર એટલે વ્યાપક અને ભિન્ન ભિન્ન જાતિઓને સ્પર્શે છે કે તેને વિસ્તાર ધ્યાનમાં લેતાં દેશભરમાં ચાલી રહેલી પશુહિંસાને કાયદાકાનૂનથી અટકાવી ન જ શકાય. આ માટે લેકમાનસમાં કરુણાવૃત્તિને પ્રબળપણે જાગૃત કરવી જોઈએ અને આજે છે તે કરતાં ઘણો વધારે બળવાન, વ્યાપક અને સરકાર ઉપેક્ષા કરી ન શકે એટલો ઉગ લેકમત પેદા કરવો જોઈએ. આમ ન બને ત્યાં સુધી દેશની અદ્યતન પરિસ્થિતિ લક્ષમાં લેતાં આજને તબક્ક પશુવધ સામે કાનૂન પ્રતિબંધ મૂકવાનું કે મૂકાવવાનું શકય નથી તેમ જ ઈષ્ટ પણ નથી. આમ છતાં પણ ભારત સરકારે દેશની અંદર માંસાહારને ઉત્તેજન આપવાની જે નીતિ અંગીકાર કરી છે અને પરદેશી હૂંડિયામણ વધારે ને વધારે મેળવવાના હેતુથી મત્સ્ય તથા માંસની દેશમાંથી મોટા પ્રમાણમાં નિકાસ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવાનો આગામી પંચવર્ષીય યોજનામાં વિચાર સૂચવાઈ રહ્યો છે તે સામે . . અહિંસાલક્ષી પ્રજાજનેએ પ્રચંડ વિરોધ ઉઠાવવો જોઈએ. કારણ કે : ' પશુસૃષ્ટિ વિશે ભારતીય માનસનું આજ સુધી જે સમભાવનું - અને કરુણાપરાયણ વલણ રહ્યું છે અને જે બુનિયાદી સંસ્કાર તેની સંસ્કૃતિના મૂળમાં રહેલ છે તેને ભારત સરકારની આ નવી નીતિ પડકારરૂપ છે. દ્રવ્ય કમાવાના અનેક માર્ગો છે, અને હુંડિયામણ મેળવવાના અનેક રસ્તાઓ છે, પણ અન્ય ચીજોની માફક પશુ- પક્ષીઓ પણ કેવળ આયાતનિકાસનું જડ સાધન બની ન જાય અને એ રીતે ભારતીય સંસ્કૃતિનું એક મૂળ તત્ત્વ કરુણા, દયા, સજીવ સૃષ્ટિને સમભાવથી જોવા વિચારવાની વૃત્તિ નાબુદ ન થાય એ જોવાની ભારત સરકારની ખાસ ફરજ છે. ભારત સરકાર અહિંસાને તેના સર્વ અર્થમાં વરેલી છે એમ માની લેવાને લેશમાત્ર કારણ નથી; માંસભેજી પ્રજાજનોને માટે જરૂરી માસ પૂરું ન પાડે એવી પણ સરકાર પાસેથી કોઈ અપેક્ષા કરતું જ નથી; પણ પિતાના આર્થિક લાભની ખાતર પ્રજામાનસમાં માંસની લોલુપતાને જાગૃત કરવામાં આવે અને પશુઓની મોટા પાયા ઉપર કતલ કરીને તેની પરદેશ નિકાસ કરવામાં આવે તે અસહ્ય છે. પશુપ્રાણીને માનવસમાજ સાથે સહઅસ્તિત્વને લેશમાત્ર અધિકાર નથી અને એ તે કેવળ માનવીના ઉપગ અને ઉપભેગને વિષય છે––આ વિચાર ભારતીય સંસ્કૃતિ કે ભારતીય સભ્યતાને માન્ય નથી. . ભારત સરકારની પશુધને અને માંસાહારને ઉત્તેજન આપતી નીતિની શ્રી દલસુખ માલવણિયાએ પિતાના લેખમાં ઘણી સખત ટીકા કરી છે અને સમ્રાટ અશોકની અહિસાપરક ઉધોષણાનો, રાજા કુમારપાળની અમારી ઘોષણાને, અકબર જહાંગીરના હિસાનિષેધક શાહી ફરમાનેને ઉલ્લેખ કરીને પશુવધ સંબંધમાં કાનૂની પ્રતિબંધની તરફેણ કરી છે અને આ તરતમાં શકય ન હોય તે ધીમે ધીમે ક્રમશ: પણ હિંસાની નાબૂદી સિદ્ધ કરવા માટે જરૂરી પગલાં ભરવા ભારત સરકારને અનુરોધ કર્યો છે, અને આપણા વિચારો ન સાંભળે, ધ્યાનમાં ન લે એવાં ‘નકામાં માણસોને’ ફરીથી ન ચૂંટવા આગ્રહ કર્યો છે. રાજા કુમારપાળ અને આજના સાશકોના માન સમાં, જૈનોને જે સમયે અને જે પ્રદેશ ઉપર ખૂબ પ્રભાવ હત ' ' ' તે સમયના ગુજરાતમાં અને આજના ભારતમાં ઘણો ફરક છે. ગાંધીજીને યાદ કરીને ભારત સરકાર અહિંસાને વરેલી છે એમ કહેવું , " તે વધારે પડતું છે અને અહિંસાને વરેલી હોય તે પણ તે અહિ સાની ભાવના માનવસમાજથી બહુ આગળ વધી નથી એ આપણે સમજી લેવું જોઈએ. આજની પ્રજાના માનસને ઝેક પશુહિંસા તરફ વધારે ને વધારે ઢળતું જાય છે એ આજની વાસ્તવિકતા છે તે પણ આપણા ધ્યાનની બહાર હોવું ન ઘટે અને આ પ્રશ્નને કેન્દ્રમાં રાખીને કોઈ ચૂંટણી થઈ નથી કે થવાની નથી. તે પછી આજે ચૂંટાયેલા અને હવે પછી ચૂંટાનારા ધારાસભ્યો આપણી આ વાત ધ્યાનમાં ન લે તે તેમને ‘નકામા ગણવા કે વર્ણવવા તે લોકશાહીને અનુરૂપ નથી, દિલની અસહિષ્ણુતા દાખવવા બરાબર છે. પ્રતિકુળ વાતાવરણની અવગણના કરીને કોઈ કાનૂન કરવામાં આવે તે તેથી કદી સ્થાયી સિદ્ધિ પ્રાપ્ત થતી જ નથી. બળવાન લેકમતને મૂર્ત રૂપ આપવું એ જ માત્ર કાયદાને આશય હોવો જોઈએ. કાયદાઓ વાસ્તવિક પરિસ્થિતિને પૂરતો ખ્યાલ રાખીને ઘડાવા જોઈએ. તેની ઉપેક્ષા કરીને જ્યારે કોઈ કાયદો કરવામાં આવે છે ત્યારે તે કાયદો ખરા અર્થમાં અમલી બની શકતા નથી. એવા કાયદાના હેતુ સામે જોરદાર પ્રત્યાઘાતો પેદા થાય છે અને કાયદાને અર્થશૂન્ય બનાવી દે છે. આજે સામાજિક ક્ષેત્રે લોકમતના પીઠબળ સિવાયના જે જે કાયદાઓ થયા છે તે મોટાભાગે કાયદાની નોંધપોથીમાં જ પૂરાયલા રહે છે એમ કહેવામાં કોઈ અત્યુકિત નથી. શ્રી વત્સલાબહેને દલસુખભાઈના આ વિચારોને પકડીને પોતાના જવાબમાં લાંબી ચર્ચા કરી છે જે પ્રસ્તુત વિષયની ચર્ચાના અનુસંધાનમાં કેવળ બીનજરૂરી છે અને અપ્રસ્તુત જેવી લાગે છે. નિરામિષાહારની પ્રથા અંગે બીજા પણ થડા મુદ્દાઓ અહીં વિચારી લેવા અનુચિત કે અસ્થાને નહિ લેખાય. અહિંસા એ વિકસિત મન, બુદ્ધિ અને હૃદયથી મુકત એવા માનવીના સામાજિક ચિન્તનનું અને સારાસાર વિવેકનું સહજ પરિણામ છે. અહિંસા અને કરુણા એક જ વિચારણાની બે અવિભાજય બાજુ છે. નિરામિષાહાર આ વિચારણામાંથી પેદા થતી એક સ્વાભાવિક ફલશ્રુતિ છે. આમ હોવાથી નિરામિષાહારને અહિંસાનું સર્વસ્વ માની લેવામાં આવે તેના જેવી ભૂલભરેલી બીજી કોઈ સમજણ હોઈ ન શકે. અહિંસાએ માનવીમાં સંપૂર્ણપણે સાકાર થવા માટે તેના જીવનના સર્વ અંગોને, એટલું જ નહિ પણ, તેનાં મન, વાણી અને કર્મને આરપાર સ્પર્શવાનું છે. જેટલું મહત્ત્વ માનવીના પશુસૃષ્ટિ સાથેના અહિંસક સંબંધનું છે તેટલું જ બલકે તેથી પણ વધારે મહત્ત્વ માનવીના માનવી સાથેના અહિંસાપરક વ્યવહારનું છે. જેટલું મહત્વ તેના બાહ્યાચારનું છે તેટલું જ...કદાચ તેથી પણ વધારે— મહત્ત્વ તેનાં અહિંસાપૂત મન અને વાણીનું છે. તે પછી જીવનના અન્ય અંગઉપાંગોમાં અહિંસાની ઉપેક્ષાપૂર્વકનું નિરામિષાહારનું પાલન–તે અહિંસાની અત્યંત અધુરી સમજણ અને અધુરું આચરણ સૂચવે છે. મોટા ભાગે માણસની અહિંસાની ઉપાસના એકાંગી હોય છે. તેના વિકાસ અને સમજણ મુજબ તે અહિંસાને લગતી એક બાબત ઉપર ઘણો ભાર મૂકે છે અને તેવી જ બીજી બાબતની અજ્ઞાનવશાત અથવા લોભવશાત અથવા સ્વાર્થવશાત ઉપેક્ષા કરે છે. દા. ત. જેને જેમને અહિંસાની બાબતમાં જ્યાં ત્યાં આગળ ધરવામાં આવે છે તેઓ નિરામિષાહારી હોય છે, પણ તેમાંના કેટલાક શારીરિક સ્વાસગ્યપ્રાપ્તિ અર્થે અથવા તાકાત વધારવા માટે લીવર એકસ્ટ્રકટનાં ઈજેકશન કે કોડલીવર ઓઈલ લેતા હોય છે અથવા પ્રાણીજન્ય ઔષધનું અનુપાન કરતા હોય છે. વળી તેઓ પહેરવેશમાં રેશમી કાપડનો ઉપયોગ કરતા હોય છે. આવી જ રીતે કેટલાક જૈને હિસાજન્ય પદાર્થોને જેમ કે મેતી અથવા રેશમનો વ્યાપાર (જ બાબતને શ્રી વત્સલાબહેને પોતાના લખાણમાં ફરી ફરીને ઉલેખ કર્યો છે અથવા તે મરેલા ઢેરના ચામડાના બનાવેલ ચંપલોને તથા ચરબીને તેમ જ પ્રાણીજન્ય ઔષધોને તથા શકિતવર્ધક સીરપનો વ્યાપાર કરતા હોય છે. ' આ સંબંધમાં સ્પષ્ટતા કરવાની જરૂર છે કે એક તે નિરામિષાહારનો ત્યાગ જેટલો સહેલો છે એટલે આ બધી ચીજોને ઉપયોગ અથવા વ્યાપાર છોડવો સહેલો નથી. કારણ કે નિરામિષાહારની
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy