________________
*
તા. ૧૬-૧૦-૧
'પ્રબુદ્ધ
એ ચિન્તનમાંથી અહિંસાની વિચારણાનો જન્મ થયા છે. પરિણામે કોઈ પણ હિંસક પ્રક્રિયાથી બચવું એટલે કે કોઈની હિંસા ન કરવી એટલા નિષેધાત્મક ધર્મ માત્ર નહિ, પણ દયા કરવી એટલે કે અન્યને બચાવવું, તેને રક્ષણ આપવું—એવા વિધાયક ધર્મ પણ દરેક અહિંસા• લંક્ષી માનવીને પ્રાપ્ત થાય છે. અને આ બચાવવાની—રક્ષણ આપવાની—પ્રક્રિયામાં જ્યાં નાની અને માટી હિંસા વચ્ચે નિમ્ન કોટિના જીવાની અને ઉપરની કોટિના જીવાની હિંસા વચ્ચે—પસંદગીના કરવાના પ્રશ્ન ઊભા થાય ત્યાં નિન્મ કોટિના જીવાના ભાગે ઉપરની કોટિના જીવાને બચાવવા અને આ ક્રમમાં સર્વથી વધારે વિકસિત એવા માનવીને મુખ્યતા આપવી—આવા વિલક્ષણ ધર્મ અહિંસાધર્મીને પ્રાપ્ત થાય છે.
દાખલા તરીકે માનવીના સુખ અને સ્વાસ્થ્ય ખાતર આરોગ્યબાધક યા તો ખેતીવિરોધક ઉપદ્રવી જીવજન્તુઓનો નાશ કરવા, તરસ્યાને પાણી પાવું, ભુખ્યાને અન્ન આપવું, માંદાને દવાદારૂ પૂરાં પાડવાં, આથી આગળ વધીને સર્પ કોઈ માનવીને કરડવા જતા હાય, કોઈ હિંસક પ્રાણી માનવી ઉપર આક્રમણ કરતું હોય અને એ સર્પ કે હિંસક પ્રાણીને અટકાવવાનો બીજો કોઈ ઉપાય ન હોય ત્યાં સર્પ કે હિંસક પ્રાણીને મારીને પણ માનવીને બચાવવા આમ અણ છૂટકે હિંસા કરવાનો ધર્મ અહિંસાની વિચારણામાંથી પ્રાપ્ત થાય છે.
અહિં પણ અહિંસાની સુક્ષ્મ વિચારણા પેાતાની જાતને બચાવવી અને અન્યને બચાવવા એ બે વચ્ચે રહેલા મહત્ત્વના તફાવત તરફ આપણું ધ્યાન ખેંંચે છે. ઉપર જણાવેલ સંયોગામાં અન્ય માનવીને બચાવવા માટે નિમ્ન કોટિના જીવની હિંસા ધર્મરૂપે આપણને પ્રાપ્ત થાય છે, પણ પોતાની જાતને માટે કોઈની પણ હિંસા ન થાય એ પણ અહિંસાના સુક્ષ્મ ચિન્તનમાંથી ફલિત થાય છે. જ્યાં મારે મારો પોતાના જ વિચાર કરવાના હોય ત્યાં હું અને અન્ય સર્વ જીવા સરખા છીએ અને તેથી મારી જાતને બચાવવા અથવા તો મારા સુખ સગવડને સુરક્ષિત રાખવા હું કોઈ પણ જીવની હિંસા કરૂં એ સ્વાભાવિક ભલે હોય પણ એ ધર્મ કદિ હોઈ ન શકે. અહિંસાનો આદર્શ આટલેથી જ અટકતો નથી પણ એથી આગળ જઈને એમ કહે છે કે માત્ર માનવીને જ નહિ પણ પશુને બચાવવા ખાતર પણ અહિંસાના આદર્શ ઉપાસકે પોતાના જીવનું બિલ દાન આપવા તૈયાર રહેવું જોઈએ. રવશમાં ગાયને મારવાને ઉદ્યચુકત થયેલા સિંહને પોતાના દેહ અર્પણ કરીને ગાયને બચાવવા તત્પર થયેલા રઘુકુળદીપક રાજા દિલીપનું દ્રષ્ટાંત અને કપાતને બચાવવા માટે પાતાના પ્રાણનું અર્પણ કરનાર શીબી રાજાનું દ્રષ્ટાંત—(જૈન કથાશાસ્ત્રમાં આને મળતું મેઘરાજાનું દ્રષ્ટાંત છે.)–આ બંને દૃષ્ટાંતા પૌરાણિક સાહિત્યમાંથી આપણને પ્રાપ્ત થાય છે; અને સાચી બનેલી ઐતિહાસિક ઘટના તરીકે આનો આપણે કદાચ સ્વીકાર ન કરી, તે પણ અહિંસાનું પાલન કઈ હદ સુધી તેના ઉપાસકે કરવાનું છે તેને લગતી અંતિમ સીમાનું સૂચન આ બે દ્રષ્ટાંત દ્વારા રજૂ થાય છે. દુનિયાના અન્ય ધર્મસાહિત્યમાં અનુક પાસૂચક આવી કલ્પના મળવી અશકય છે. અહિંસાધર્મના ઉપાસકે આત્મરક્ષણ અને અન્યના રક્ષણ અંગે કલ્પવામાં આવેલી આ ભિન્ન ભિન્ન ધર્મોની ઉપપત્તિ ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે.
-
અહિંયા પ્રતિષ્ઠાયાં વૈઃ । જ્યાં અહિંસાની પ્રતિષ્ઠા થાય— જેના રોમે રોમે મૈત્રી, કરુણા અને મુદિતાની ભાવના સ્કુરાયમાન હાય, જેનાં મન, વાણી અને કર્મ અહિંસાપ્રેરિત હોયત્યાં પરસ્પર વૈર અનુભવતા જીવા પાતાનાં બૈર ભુલી જાય છે–ભગવાન પતંજલિનું આ સૂત્ર ઉપર વર્ણવી તેવી ઉત્કટ કોટિની અહિંસાને લક્ષમાં રાખીને રચાયેલું છે. વૈરવિસ્મરણ સૂચવતાં અનેક દ્રષ્ટાંત ગાંધીજીના ચરિત્રમાંથી આપણને જોવા જાણવા મળે છે.
ઉપરની વિચારણામાંથી બીજી એક બાબત ફલિત થાય છે. આપણામાં રૂઢ થયેલી અહિંસાવિષયક વિચારણા કોઈ પણ જીવતા
જી. વન
પ્રાણીની હાનિને જેટલું મહત્ત્વ આપે છે. તેટલું મહત્ત્વ તેને જીવતા જીવત ઈજા પહોંચાડવાના અથવા પીડા આપવાની પ્રક્રિયાને આપતી નથી. પરિણામે પશુને કપાતું જોતાં જાણતાં આપણને કંપારી છૂટે છે; તેના ઉપર ત્રાસ વર્તતા જોતાં જાણતાં આપણે એવી ધૃણા અનુ ભવતા નથી—ઉલટું એવા ત્રાસ આપવામાં આપણે જ "ઘણી વાર નિમિત્ત થતા હોઈએ છીએ. આ પણ આપણી કેવળ અધુરી સમજણનું જ પરિણામ છે.
૧૧૭
ત્રીજી બાબત એ છે કે માનવી સાથેના આપણા વ્યવહારમાં આપણે મોટા ભાગે એ ભુલી જઈએ છીએ કે માનવીને શરીર છે તેમ જ મન પણ છે. અને તેથી તેના શરીરના ઘાત કરતાં કે તેને ઈજા પહોંચાડતાં આપણને કમકમાં આવે છે, પણ તેની સાથેના વ્યવહારમાં કાળાંધાળાં કરીને તેની મિલ્કતને નુકસાન પહોંચાડતાં અને તેના મનને અસહ્ય આધાતો આપતાં આપણને કશે! આંચકો આવતો નથી. અહિંસાની દ્રષ્ટિએ માનવીના દેહનું જેટલું મહત્ત્વ છે તેટલું જ—અથવા તેથી પણ વધારે—મહત્ત્વ માનવીના મનનું છે. આ વાતની ઉપેક્ષા અહિંસાને જેણે જીવનમાં ઉતારવી છે તેનાથી થઈ ન જ શકે.
આ પાયાની વિચારણા રજૂ કર્યા બાદ હવે આપણે વત્સલાબહેને તેમજ અન્ય વિવેચકોએ ઊભા કરેલા મુદ્દાઓની ચર્ચા વિચા રણા કરીએ. શ્રી. વત્સલાબહેન પોતાના ચર્ચાપત્રના પ્રારંભમાં વેદો અને સંસ્કૃતિઓમાં માંસાહારના ઉલ્લેખ હોવાનું જણાવે છે. આવા ઉલ્લેખો તે સમયના અન્ય ધર્મશાસ્ત્રોમાં, પુરાણામાં અને સંસ્કૃત નાટકોમાં પણ મળે છે. આ ઉપરથી એટલું ફલિત થાય છે કે તે તે કાળમાં માંસાહારી પ્રચલિત હતો. પણ આ બાબતના કોણ વિરોધ કરે છે કે ઈનકાર કરે છે? ખાનપાનના ક્ષેત્રમાં અહિંસાદ્રષ્ટિની ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. આપણે ઉપર જોયું તે મુજબ એક કાળે અન્ય પ્રજાજનો માફ્ક આપણી પ્રજા પણ કેવળ માંસભાજી હતી. તેમાંથી ધીમે ધીમે એક બાજુએ જેમ જેમ ખેતી વધતી ગઈ અને બીજી બાજુએ જેમ જેમ પશુદયાનાં ખ્યાલ વ્યાપક બનતો ગયો તેમ તેમ માંસાહારથી નિવૃત્ત થવાની ભાવના વેગ પકડતી ગઈ. આ ભાવનાના પ્રચાર અને પ્રસારના પરિણામે દેશના જૈન, વૈષ્ણવો, અમુક વિભાગના બ્રાહ્મણા, અમુક પ્રદેશમાં વસતા મેોટા મોટા જનસમુદાયો આજે નિરામિષાહારપૂર્વક જીવનનિર્વાહ કરી રહ્યા છે. બીજો કેટલાક એવા સમુદાય છે કે જે પ્રસંગવશાત્ માંસાહાર કરે છે, પણ તેમનું ચાલુ જીવન નિરામિષાહાર ઉપર જ નિર્ભર છે. વળી દેશમાં એવાં કેટલાય કુટુંબા છે કે જેમાં કેટલાય વૃદ્ધો, વિધવાઓ અને કદિ કદિ સધવાઓ પણ કેવળ ધાર્મિક દ્રષ્ટિએ માંસાહાર કરતા હોતા નથી, પણ અન્ય કુટુંબીજના માંસાહાર કરતા હોય છે. અમુક લોકો અગિયારસ જેવા અમુક ધાર્મિક મહત્ત્વના દિવસે માંસાહારનો ત્યાગ કરે છે. આ દેશમાં જે હિન્દુઓ ચાલુ માંસાહાર કરે છે તેઓ પણ જાણે કે પોતે આ કંઈક ખોટું કરી- રહ્યા છે એવી લાગણી હંમેશા અનુભવતા હોય છે અને તેના સર્વથા નહિ તો અંશત: ત્યાગને તેમનું મન મોટા ભાગે ઝ ંખતું હોય છે. આ ઉપરથી ચાર બાબત ફલિત થાય છે (૧) ભારતીય પ્રજાના એક મહત્ત્વના સમુદાય શુદ્ધ નિરામિષાહારી છે. (૨) પ્રજાના ઘણા ભાગ પ્રસંગવશાત માંસાહારી છે, પણ ચાલુ નિરામિષાહારી છે, (૩) ઘણા મોટા ભાગના મનનો ઝોક નિરામિષાહાર તરફ ઢળેલા છે, પણ નબળાઈને લીધે તે માંસાહાર છેડી શકતા નથી: (૪) માંસાહાર ઉપર જ નિર્ભર એવા પ્રજાસમુદાય પ્રમાણમાં અલ્પ છે. આથી વિષરીત વિધાન શ્રી વત્સલાબહેને અને તેના સમર્થનમાં કાકાસાહેબે એ મતલબનું કર્યું છે કે આ દેશનો પ્રજાના ઘણા મોટો ભાગ માંસાહારી છે. આ વિધાન સાથે હું સહમત થઈ શકતો નથી. અલબત્ત, વસ્તીપત્રકમાં આ બાબતની કોઈ અલગ નોંધ કરવામાં આવતી નથી
J