SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન વિચારકા અખર રેંટિયાને અપનાવી રહ્યા છે ત્યારે મારું મંતવ્યુ અને અનુભવ એમનાથી જુદાં પડે છે. આજે કદાચ આમાં હું એકલા પડતા હોઉં તે પણ મને જે સ્પષ્ટ દર્શીન લાગે છે તે આ પ્રસંગે હૃદય ઠાલવતાં કહી રહ્યા છેં. મુ. નારણદાસભાઇને જવાબ આના જવાબ મેં તા. ૧૧-૧૧-૬૦ ના રોજ મુ. નારણદાસભાઇ ઉપર લખેલેા, જેમાંને ઉપયેાગી ભાગ નીચે મુજ્બ હતા : “ ખાદી વિષે લખવાને હુ અધિકૃત છું કે નહિ તે વિષે મારા મનમાં શકા છે, કારણ કે તે બાબતમાં આપ, ઢેબરભાઇ, શંકરલાલભાઇ, વજુભાઇ વગેરે વષૅથી વિચાર કરતા રહ્યા છે. ખાદી અંગે મારી એવી કોઇ ઉપાસના નથી એ મારે કબૂલ કરવુ જોઇએ. એમ છતાં આપે જ્યારે માગણી કરી છે ત્યારે આ વિષયમાં મને જે સૂઝે છે તે ટૂંકાણમાં નમ્ર ભાવે આપની સમક્ષ રજૂ કરું છું. “પર પરાગત રેંટિયા યરવડા ચક્ર-ચાતર વહેતા થવા છતાં ગાંધીજીને તેથી સ ંતેષ નહાતા. તેમને લાગતુ હતુ કે ચાલુ રેંટિયામાં જરૂરી સુધારાવધારા કરીને તેની ઉત્પાદનશિકત તત્કાલ જે હતી તેથી ચારપાંચ ગણી વધારવામાં ન આવે ત્યાં સુધી રેંટિયે અને તેના તરમાંથી પેદા થતી ખાદી પ્રગ્નજીવનમાં ટકી શકે નહિ અને તેથી અમુક સરતા પુરી પડે અને ઉત્પાદન સારા પ્રમાણમાં વધે તેવા રેંટિયા પેદા કરવા માટે એક લાખ રૂપિયાનું ઇનામ તેમના તરફથી જાહેર કરવામાં આવેલું. આ હરીકાઇએ અંબરચરખાનું નિર્માણ કર્યું, જે દરેક ગાંધીવાદીએ આવકારવુ જોઇએ એમ મને લાગે છે. અખર ચરખા શરૂ થયે। ત્યારે આ ક્લાકમાં તે ઉપર સરેર!શ છ આંટી ઊતરતી હતી. આજે તેની રચનામાં સુધારા વધારા કરીને ૨૦ આંટી તેટલા જ સમયમાં ઊતરી શકે તેટલે તેમાં વિકાસ થઇ શકયા છે. “મારી સમજણ મુજબ ખાદી પાછળ એ ત્રણ ખ્યાલે રહેલા હતાં; (૧) ગામડાંના લોકો વસ્રની બાબતમાં સ્વાવલખી અને, (૨) મિલના ઉદ્યાગ કેન્દ્રીકૃત વ્યવસાય છે તેવુ શકય તેટલું વિકેન્દ્રીકરણ થાય, (૩) આજની વ્યાપક અને ચિન્તાજનક બેકારી હળવી કરવામાં ખાદી ઉત્પાદન શક્ય તેટલું મદદરૂપ થાય. “આજે મિલનું કાપડ અત્યંત વ્યાપક પ્રમાણમાં વપરાય છે તે ધ્યાનમાં લેતાં તેના અનુસંધાન સિવાય ખાદીના વિચાર કરવા તે વ્યવહારુ નથી. મિલનું કાપડ વાપરતા લેાકાની કાપડ અંગે જે અપેક્ષાએ છે તે ખાદી દ્વારા જેટલા વધારે પ્રમાણમાં આપણે પૂરી પાડી શકીએ તેટલા પ્રમાણમાં લેાકાને આપણે ખાદી તરફ વાળી શકીએ. અંબર ચરખાના આગમનથી તેમ જ ખાદીને મળતી સબસીડીને લીધે ઉપરના ખ્યાલાને તેમ જ તેને 'લગતી લેાકેાની અપેક્ષાઓને પહોંચી વળવાનું વધારે ને વધારે શક્ય બનતુ રહ્યું છે એમ મને લાગે છે. આ રીતે અખચરખાને પ્રાત્સાહન આપવાની અને સબસીડી આપીને ખાદીને લેાકગમ્ય કરવાની ખાદી કમિશનની નીતિ મને જરા પણ વાંધાપડતી લાગતી નથી. “ ગાંધી–ઉપાસનાની દૃષ્ટિએ અથવા તે કાંતવામાંથી શુ આવક થાય છે તેનું જેમના જીવનમાં ખાસ મહત્વ નથી, પણ આપણા રાજારાજના જીવનમાં કંઇક શ્રમપૂર્વકની ઉત્પાદનની પ્રક્રિયાને સ્થાન હાવુ જોઇએ—આવી વિચારણા ધરાવતા લાકા માટે પર પરાંગત રેંટિયા બરાબર છે, પણ જેને રેંટિયા, દ્વારા તા. ૧-૧-૧ રાજી મેળવવી છે તેણે અખરચરખા તરફ વળ્યે જ છૂટકો છે. અખર ચરખાની રચના જરૂર જટિલ છે, પણ જટિલ રચના સિવાય ઉત્પાદન વધારવાનું શકય નથી, અને કારીગર માટે તે કાણું નથી અને સરકારના પૂરા ટકા હોય તે સમયાન્તરે ગામડાં સુધી અખરચરખાને જરૂર પહોંચાડી શકાશે એમ મને લાગે છે. આ રીતે વિચારતાં પરપરાગત રેંટિયાના સ્થાને અંબરચરખા ગાઢવાતા જાય એ ઇષ્ટ છે અને ખાપુએ જ્યારે આવા રેંટિયાની, એક લાખ રૂપિન યાની જાહેરાત કરીને, હિમાયત કરી ત્યારે તેમના મનમાં પણ આવી જ કલ્પના હાવી જોઇએ. “ સબસીડીના ટેકા ઉપર કોઇ ઉદ્યોગ લાંમાં વખત ચલાવી કે નભાવી ન શકાય એ વિચાર ખરેખર છે, પણ આજે લગભગ પદર કરોડ સુધી પહાંચેલુ ખાદીનુ ઉત્પાદન અને ખારથી પર લાખ માણસોને તે દ્વારા અપાતુ રાજીનું સાધન એ સબસીડીમાંથી પેદા થયેલા લાભ જેવા તેવા નથી. અંબરચરખા સૂતર-ઉત્પાદનમાં આજે જે વિક્રમ સાધ્યા છે તે વિક્રમ જો અખર ચરખાના સરેરાશ ઉત્પાદનમાં પરિણમશે તે સખસીડીનું પ્રમાણ સારા પ્રમાણમાં ઘટાડી શકાશે અને પછી તે મિલ ઉપર પણ અમુક અંકુશ મૂકી શકાશે અને ખાદીને વધારે વ્યાપક બનાવી શકાશે. “ આપના પ્રવચનમાં ‘સૂતરને બદલે ખાદી અને કાંતે તે પહેરે' એવી જે વ્યવસ્થા એક કાળે ખાદીભંડારાએ સ્વીકારી હતી તેની આપ પ્રશંસા કરી છે. પણ મારી યાદ મુજબ એ વ્યવસ્થા અને નિયંત્રણુ યુદ્ધના સમયનું અને ખાદીની ત ંગી હળવી કરવાના વિચારમાંથી જન્મ્યું હતું. આજે યુદ્ધ નથી; ખાદીની તંગી નથી. આવા સમયે જો આપ સૂચવે! છે તેમ સૂતરને ખલે ખાદી અને કાંતે તે પહેરે' એ નીતિ સ્વીકારવામાં આવે તે તેનુ પરિણામ ખાદીને જ નાબુદ કરવામાં આવવાનું ઉપર જણાવેલા દિવસેમાં આપે સૂચવેલી નીતિએ ચાલુ ખાદી પહેરતા અનેક લાકોને ખાદી છેડવાની ફરજ પાડી હતી. ભૂતકાળની કોઇ પણ અર્થવ્યવસ્થામાં કે ગ્રામવ્યવસ્થામાં આવી નીતિને અમલ નજરે પડતા નથી અને ભવિષ્યમાં આવી નીતિ વ્યવહારુ બનવાની કક્રિ પણ શકયતા દેખાતી નથી. પહેલાના કાઇ પણ વખતમાં કાંતનારા કાંતતા હતા, વણનારા વણુતા હતા, અને એ રીતે તૈયાર થતું કાપડ સામાન્ય જનતા વાપરતી હતી. એ કાળે શ્રમવિભાજન ઉપરજ આખું જીવન ગાવાયેલું હતુ અને આજે પણ એથી ખીજી રીતે ગાવાય એ શકય લાગતુ નથી. “અંબર ચરખા અને ખાદી ખરીદનારને અપાત સબસીડી અંગે અને ખાદી કમિશનની નીતિ અંગે આ મારા વિચાર છે. આપ આ બાબતમાં જે નવા પ્રકાશ પાડશે તે હું જરૂર અંતરથી આવકારીશ.” પૂરમાન દ પૃ પરમાનંદ ૧૬૫ વિષય સૂચિ અખર ચરખા અને ખાદી ખરીનારને આપવામાં આવતી ‘સબસીડી’ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિ સૈારાષ્ટ્રનું સ ંસ્કારકેન્દ્રઃ ભાવનગર શખવુ અગ્નિવિસર્જન શા માટે? સાર્વજનિક સમર્પણુ શા માટે નહિ ? ગુજરાતના આદ્યાગિક વિકાસની યાજના વૃદ્ધાવસ્થાનુ એક વિશ્લેષણ ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૬૭ પરમાનંદ ૧૬૮ પરમાનંદ ૧૭૧ ડૉ. જીવરાજ મહેતા ૧૭૨, આન્દ્રે પારો ૧૭૬
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy