SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં. B ૪૨૬ વાર્ષિક લવાજમ રૂા. ૪ @ प्रजुद्ध भवन શ્રી મુખઇ, જૈન યુવક સ’ઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૦ નયા પૈસા પ્રશુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૩: અક ૧૨ મુંબઇ, એકટાબર ૧૬, ૧૯૬૧, સામત્રાર આફ્રિકા માટૅ શિલિ’ગ ૮ તત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા ભારતની પ્રજાને એકતા માટે નહેરૂનું હૃદયસ્પર્શી આહ્વાહન અખિલ હિંદ મહાસભા સમિતિની બેઠક મળી હતી તે દરમિયાન મહાઅમાત્ય પંડિત નહેરુએ એક અત્યંત પ્રેરક અને ભાવાવેગભર્યું સંકલિત કરીને નીચે આપવામાં આવે છે. તંત્રી. ) રહેતા હોઈએ, આપણે હિંદુ હોઈએ, મુસલમાન હોઈએ કે શીખ હોઈએ, આપણે ઊંચી જ્ઞાતિના હોઈએ કે હલકી જ્ઞાતિના હોઈએ, પણ આપણામાંના કોઈ પણ એક માનવી ભારતના મિ વારસાની નિપજ નથી એમ કોણ કહી શકે તેમ છે? આપણે સૌ આ વારસાની ૪ પેદાશ છીએ. (ઓકટોબર માસના પહેલા અઠવાડિયા દરમિયાન મદુરા ખાતે પાંચમી તારીખના રોજ રાષ્ટ્રીય એકતાના ઠરાવ ઉપર આપણા વ્યાખ્યાન આપ્યુ હતું. દૈનિક પત્રોમાં તે ત્રૂટક છૂટક છપાયું છે તેને “દેશના ભાગલા થવાના ભયંકર પરિણામા નજરે નિહાળ્યા બાદ અને તેની માઠી અસરો હજુ પણ આપણે ભાગવી રહ્યા છીએ તે જોતાં હવે પછી ગમે તે બને તો પણ આવી કોઈ પણ અલગતાની વાતને આપણે સહન કરી શકીએ તેમ છે જ નહિ, આંતરિક યુદ્ધ થાય તે પણ આ બાબત હવે સહી ન જ શકાય. આ મુદ્દા ઉપર કોઈ બાંધછોડ થઈ ન જ શકે. દરેક જણ યાદ રાખે કે ભારતની એકતા અવિભાજ્ય છે, અવિનાશી છે. આપણે ત્યાં કેટલાક લોકો અલગ રાજ્ય અને એવી વાતા હળવા દિલે કરી રહ્યા છે. પણ આજના ભારતમાંથી કાપીને કોઈ પણ અલગ રાજ્ય ઊભા કરવામાં આવે તે તેનાં પરિણામ શું આવે તેનું તેમને ભાન નથી. ભારતમાંથી અમુક પ્રદેશ અલગ તારવીને પાકીસ્તાન ઊભું કરવામાં આવ્યું. આપણે તેનાં અનિષ્ટ પરિણામો ભાગવ્યાં છે અને હજુ પણ ભાગવી રહ્યા છીએ. આપણે તેમાંથી માંડ માંડ ઉંગર્યા છીએ, ભૌતિક અર્થમાં નહિ—અલબત્ત એ અર્થમાં તે આપણે જરૂર ઉગર્યા છીએ જ—પણ આપણે સાંસ્કૃતિક, નૈતિક, તમે કહો તો તે અર્થમાં પણ આપણે માંડ માંડ ઊગર્યા છીએ, ઊંચે આવ્યા છીએ. . ભારતના આથી વધારે ભાગલા થતાં જેમાંથી ભારત કદિ ઊંચું જ ન આવે એ રીતે ભારત ભાંગીને છિન્ન ભિન્ન થઈ જશે." એકતાને મજબૂત કરવાની મીઠી મીઠી વાતો કરતા પણ સાથે સાથે નજીવી બાબતો ઉપર અંદર અંદર ઝઘડો કરતાં કોંગ્રેસીઓને ઉદ્શીને નહેરુએ કહ્યું કે “આ બાબતમાં તમને હું ફરી ફરીને ચેતવણી આપું છું. તમારા માથે ઘણી મોટી જવાબદારી રહેલી છે. તેથી ચૂંટણીમાં કોંગ્રેસને ટેકો મેળવીને ઊભા રહેવા માટે ટિકિટો મેળવવાની બાબતમાં ઝઘડી કરવાનું તમને શાભે નહિ, પાલવે નહિ, પરવડે નહિ. ભારતની એકતાને હાનિ પહોંચાડતાં પહેલાં, હું ઈચ્છું કે, આવી હજારો ટિકિટો ફાડી નાખવામાં આવે અને કચરાની ટોપલીને હવાલે કરવામાં આવે. “ ભારતને ટકી રહેવા માટે—ભારતને ટકાવી રાખવા માટે-~ એકતાની સૌથી વધારે જરૂર છે. આ એકતાને જાળવવાની આપણી લડતમાં આપણે જીતવાના જ છીએ, સફળતા મેળવવાના જ છીએ. ભારતને એકત્ર રાખે એવા તેની પાસે એક મહાન વારસા છે. આ માત્ર કોંગ્રેસ સાથે જ સંબંધ ધરાવતી બાબત નથી. આ બાબત સાથે પ્રત્યેક ભારતવાસીને સીધું લાગે વળગે છે. પણ કોંગ્રેસ સાથે જોડાયેલા આપણને ભારતની એકતા માટે પ્રયત્ન કરતા રહેવાની પરંપરાના વારસા મળ્યા છે અને તેથી તેની જવાબદારી આપણા શિરે અન્ય કરતાં ઘણી વધારે રહે છે અને તેને ટકાવી રાખવા માટે આપણે વધારે સખ્ત રીતે કામ કરવાનું રહે છે. આજે આપણા ભારતમાં આપણે દક્ષિણમાં રહેતા હોઈએ કે ઉત્તરમાં “બહાદુર રજપૂતા, જેઓ પોતાને સૂર્યવંશી અથવા ત ચંદ્રવંશીના નામે ઓળખાવે છે તેઓ ખરી રીતે જે સ્કીથિન અને હુણ્ણા બહારથી હિંદુસ્તાનમાં આવ્યા અને હિંદની પ્રભાવશાળી સંસ્કૃતિના પ્રવાહમાં સમાઈ ગયા તેના વારસે છે. તેઓ ભારતના વાણાતાણામાં વણાઈ ગયા અને પોતાને સૂર્ય કે ચંદ્રના વંશજો તરીકે ઓળખાવવા લાગ્યા. આપણે સૌ ઓછા કે વધતા અંશે એક મિશ્ર પ્રજા છીએ. હજારો વર્ષની પ્રક્રિયાના પરિણામે તે તદ્દન અનિવાર્ય હતું. ખરી રીતે આમ બનવાના પરિણામે જ આપણે ભૂતકાળમાં મહત્તાના મહાન શિખરો સર કરી શકયા છીએ. ભારતે આટલા મેોટી મહત્તા પ્રાપ્ત કરી છે તે જ્ઞાતિની બહાર લગ્ન કરવાના પ્રતિબંધ ફરમાવતી કોમ અને જ્ઞાતિઓના સાંકડા વર્તુળમાં પૂરાઈ રહેવાથા બન્યું નથી. જે મંડળીએ પેાતાનાં નાનાં વર્તુળામાં લગ્નસંબંધાને મર્યાદિત કર્યા છે તે હંમેશાં - નબળા બનતા ચાલ્યા છે. મને કોઈ શક નથી કે આ બાબત વ્યવહારુ હોય કે ન હોય તે જુદા બાબત છે પણ—ભારતમાં આંતરજ્ઞાતિય લગ્નસંબંધો નિર્માણ થાય તે જ ભારતને એકત્ર કરવાના ખરો માર્ગ છે. આજે પણ આવા સંબંધો અવારનવાર નિર્માણ થયા કરે છે, પણ તેના વેગ બહુ ધીમા છે. આ બાબત વધારે વેગથી આગળ વધવી જોઇએ; પણ મને માલુમ પડે છે કે આજની પરિસ્થિતિ નીચે આવા લગ્નસંબંધો વધારે સંખ્યામાં થવાના બહુ સંભવ નથી. “ જ્ઞાતિપ્રથાથી યુકત એવી ભારતની સામાજિક રચના દેશમાં અંતરગત એકતા કેળવાતી અટકાવવાના હેતુથી જ ઊભી કરવામાં આવી છે, પણ આવી પ્રતિકુળતા હોવા છતાં ભારતની વિશિષ્ટ પ્રજ્ઞાના કારણે એકતાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. જ્ઞાતિપ્રથાનાં અલગતાજનક બળાનું અસ્તિત્વ સાથે સાથે એકતાની પ્રક્રિયાને આગળ વધતી અટકાવવામાં સફળ નીવડેલ નથી. આમ બની રહ્ય છે તે સમન્વયશીલ બુદ્ધિનું અથવા તો એકતાની ભાવનાનું પરિણામ હોય, અથવા તો આખી પ્રજાનું ભાવી એ પ્રકારે ઘડાવાનું હાય તેનું પરિણામ હોય—આને તમારે જે નામ આપવું હોય તે આપા આને લીધે જ આ એકતાસાધક પ્રક્રિયા આજ સુધી ચાલુ રહી છે. “ એકતા અને સમન્વયને જોર આપે એવા આગળ ધકેલતા આવેગ આપણા દેશમાં હંમેશાં વિદ્યમાન રહ્યો છે, પછી તે તાત્વિક
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy