________________
૧૨.
૧૧૪
વિચારણા કરી હાય છે અને હવે તેને સમજ પડી હોય છે કે તમારી સાથે ઝઘડો કરવામાં તે પોતે જ ખાટો હતા. બીજે દિવસે સવારે તે તમારૂં અભિવાદન કરે છે અને નામશેષ બનેલા ઝઘડા વિષે કોઈએ કોઈને કશું જ કહેવાપણું કે સાંભળવાપણું રહેતું નથી અથવા તો કોઈ એક અણધારી અણકલ્પી ઘટનાએ આખા સંઘર્ષને અર્થશૂન્ય બનાવી દીધા હોય છે. અગત્યના કાગળિયા કે જે ગુમાઈ જવા માટે તમારી નીચેના કોઈ કમનશીબ માણસને તમે દોષપાત્ર લેખ્યો હાય છે તે કોઈ અણચિન્હવી જગ્યાએથી મળી આવે છે અને તમને માલૂમ પડે છે કે પેલા ગરીબ માણસને તે સાથે કશી લેવાદેવા નહોતી.
આ જ નિયમ જાહેર ખાતાઓને લાગુ પડે છે. અલબત્ત, એવા સંયોગે હાય છે કે જ્યારે તત્કાળ પગલાં ભરવાનું અનિવાર્ય બની જાય છે. · wait and see'–જરા ધીરજ રાખો અને જુઓ, એ નિયમ હંમેશા અનુસરવા યોગ્ય છે એમ નથી. એવા પણ પ્રસંગા, કમનશીબે, કલ્પી શકાય છે કે જ્યારે આમ રાહ જોવાનું પરિણામ બહુ ઘાતક આવ્યું હોય છે. પણ એનો અર્થ એ નથી આ નિયમ હંમેશાને માટે અવ્યવહારુ હાવાના. સતત બદલાતા હાય એવા સંયોગામાં ઘણીવાર તત્કાળ નિષ્ક્રિય રહેવામાં જોખમ કે ભય જેવું કશું હોતું નથી. એમ પણ બનવા જોગ છે કે સંયાગાને એની મેળે કાર્ય કરવા દેતાં સ્વાભાવિક રીતે ઊભી થયેલી સમસ્યાના ઉકેલ આવી જાય છે. આવા કિસ્સાઓમાં આવેશ કરતાં ધીરજ અને રાહ વધારે કલ્યાણકારી નીવડે છે.
મગજ ગુમાવવાની પ્રક્રિયા ઉપયોગી નીવડવા સંભવ છે, પણ તે બે શરતે: એક તો મગજ ગુમાવવાનું કવચિત જ બનવું જોઈએ. જે માણસ હાલતાં ચાલતાં ખીજાઈ જાય છે, ક્રોધે ભરાય છે, તે માણસના ગુસ્સા તરફ કોઈ ધ્યાન આપતું નથી, જ્યારે સાધારણ રીતે જે ઠંડા મગજના હોય છે, અને જે બાલવા ચાલવામાં સાધારણ રીતે મધુર હોય છે તેવા માણસના ક્રોધ ભારે માટી અસર પેદા કરે છે. બીજું મગજ ગુમાવવાની પ્રસ્તુત પ્રક્રિયા ઈરાદાપૂર્વકની હોવી ઘટે. જે માણસ હાલતાં ચાલતાં મગજ ગુમાવે છે તે ભયજનક બનવાને બદલે વધારે હાસ્યાસ્પદ બને છે, તે વધારે પડતું કરી નાખે છે અને તેના મનમાં હોય તે કરતાં વધારે પડતું બાલી નાંખે છે. પણ જો તમે ઠંડા કલેજે ક્રોધાવિષ્ટ દેખાવાના નિર્ણય કરો તો અને જો આ કળા તમને સુસાધ્ય હોય તે તમને દરેક જણ નમતું આપતું જોઈને ભારે આશ્ચર્ય થવાનું.
ખરાબ સ્વભાવ હોવા તે જોખમી છે, સારો સ્વભાવ હોવા અને એમ છતાં ખરાબ સ્વભાવવાળા તરીકેની ખ્યાતિ હોવી—આવા સુયાગ ભારે અચંબો પમાડનાર નીવડે છે.
[મૂળ અંગ્રેજી : આન્દ્રે મેરો, અનુવાદક: પરમાનંદ ]
વિષયસૂચિ
સન્ત વિનાબાજીનું મંગળ પ્રવચન કટ કટુ (કાવ્ય)
કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુકતતાવાદ શિખરસ્થ વ્યકિતવિશેષ વિષે વિશેષ વિચારણા
આ વખતની પર્યુષણ વ્યાખ્યામાળા ધર્મની સફળા કે નિષ્ફળતા ? સ્વ. ભૈરોદાનજી શેઠિયા દાગ હેમરશિલ્ડ
પ્રબુદ્ધે જીવન
--
...
ઉશ્કેરાટમાં કોઇ નિર્ણય ન લ્યા !...
સંઘ સમાચાર
વિનેાબા
ગીતા પરીખ
પરમાનંદ
પરમાનંદ
પરમાનંદ
સાધકજી
દલસુખ માલવણિયા ચીમનલાલ ચકુભાઇ
આન્દ્રે મારો
ૐ ? ૐ ૐ
૧૦૭ ૧૦૯
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૩
૧૧૪
તા. ૧-૧૦-૬૧
સઘ સમાચાર
કાશ્મીરના પ્રવાસ અંગે રજૂ કરવામાં આવેલા વાર્તાલાપ
તા. ૨૩–૯–૬૧ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં તાજેતરમાં કાશ્મીરના પ્રવાસથી પાછા ફરેલા શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી હીરાબહેન પાઠકના કાશ્મીરના પ્રવાસ અંગે વાર્તાલાપ ાઠવવામાં આવ્યા હતા. શ્રી. પરમાનંદભાઈએ ભિન્ન ભિન્ન પ્રવાસસ્થળોની ટૂંક માહિતી આપી હતી અને કાશ્મીરમાં આવેલા અમરનાથની યાત્રાનું વિગતવાર વર્ણન કર્યું હતું. શ્રી હીરાબહેને પ્રસ્તુત પ્રવાસનાં છૂટાંછવાયાં સ્મરણા એક સાહિત્યકારની અદાથી રજુ કરીને તેમજ અમરનાથ અંગે પ્રવાસ દરમિયાન તેમને સ્ફુરેલાં બે ત્રણ કાવ્યો વાંચી સંભળાવીને શ્રી પરમાનંદભાઈના વકતવ્યમાં ઉપયાગી પુરવણી કરી હતી. આ વાર્તાલાપ લગભગ પાણાબે કલાક ચાલ્યો હતો અને શ્રોતાઓ માટે ખૂબ રસપ્રદ બન્યા હતા.
આભાર-નિવેદન
ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નિમંત્રણને માન આપીને મુંબઈ તળમાંથી તેમ જ દૂર દૂરના સ્થળોએથી પધારેલા વ્યાખ્યાતાઓના, નાજુક તબિયતનું જોખમ ખેડીને મુંબઈ આવી પર્યુષણ વ્યાખ્યાનમાળાની આઠે દિવસની વ્યાખ્યાનસભા ઓના પ્રમુખસ્થાનને જેમણે શેાભાવ્યું હતું એવા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીના, ભારતીય વિદ્યાભવનમાં યોજાયલી બે વ્યાખ્યાનસભામાં વ્યવસ્થા અને શાન્તિ જાળવવામાં જેમણે સ્વયંસેવકો માકલીને સહકાર આપ્યા હતા તે કોંગ્રેસ સેવાદળના, વ્યાખ્યાનમાળામાં સંગીતની જરૂરી પુરવણી કરનાર શ્રી અજિત શેઠ, જ્યાબહેન, વસુબહેન તથા અન્ય ભાઈ ન્હેનાના, સંઘના તેમજ વાચનાલય, પુસ્તકાલયના ફાળામાં નાની મેોટી રકમો ભરીને સંઘની પ્રવૃત્તિઓ ગતિમાન રાખવામાં મદદરૂપ થનાર સંઘના સભ્યો, મિત્રા અને પ્રસંશકોના શ્રી જૈન યુવક સંઘ તરફ્થી અન્ત:કરણપૂર્વક આભાર માનવામાં આવે છે અને દર વર્ષે તેમના તરફથી આવા ટેકો અને સહકાર મળતો રહેશે. એવી આશા રાખવામાં આવે છે.
શ્રી પદ્મનાભ જૈનનું વિદાય—પ્રવચન
જાણીતા બૌદ્ધ દર્શન-વિશારદ શ્રી પદ્મનાથ જૈન બર્મા, સિયામ, ઈન્ડોનેશિયા, મલાયા, નેપાલ—આદિ પૌર્વાત્ય દેશના પ્રવાસ પૂરો કરીને ઓકટોબર માસની ચોથી તારીખે યુરોપ તરફ પાછા ફરી રહ્યા છે. તે તેમને શુવિદાય ઈચ્છવા માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ઓકટોબર માસની ત્રીજી તારીખ અને મંગળવારે સાંજના ૬-૧૫ વાગ્યે સંઘના કાર્યાલયમાં એક સન્માનસંમેલન યોજવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી પદ્મનાભ જૈન પેાતાના પ્રવાસ અનુભવા સંભળાવશે. આ સભા જાહેર જનતા માટે ખુલ્લી છે.
કાશ્મીરના પ્રવાસનું ચિત્રપટ
શ્રી. મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ઓકટોબર માસની તા. ૭મી, શનિવારે સાંજે ૬૩૦ વાગ્યે ન્યુ મરીન લાઈન્સ ઉપર નવી ઈન્કમ ટેકસ ઑફિસની પાછળ આવેલા ‘મનહર’માં કાશ્મીરના પ્રવાસને લગતું ચિત્રપટ, છબીઓ, ફોટાગ્રાફો, વગેરે સાહિત્ય સંઘના સભ્યો તથા તેમનાં કુટુંબીજનાને દેખાડવા માટે એક સંમેલન યોજવામાં આવ્યું છે. સભ્યોને આ પ્રસંગને લાભ લેવા વિનંતિ છે. વીલ્સન ડૅમ પર્યટન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. તરફ્થી મુંબઈથી લગભગ ૧૨૫ માઈલ દૂર આવેલ વીલ્સન ડૅમનું ઓકટોબર માસની ૨૧ તથા ૨૨ તારીખ એમ બે દિવસનું સંઘના સભ્યો અને તેમનાં કુટુંબીજન માટે એક પર્યટન ગાઠવવામાં આવનાર છે. આને લગતી વિગત નક્કી થઈ રહી છે. આમાં જોડાનાર વ્યકિતએ વ્યકિતદીઠ આશરે રૂપીયા ૨૦)આપવાના રહેશે. આ પર્યટનને લગતી વિગતવાર ખબર છાપીને હવે પછી સભ્યો ઉપર મોકલવામાં આવશે. આ દિવસે આશા સુદ ૧૩–૧૪ ની પૂરી ખીલેલી ચાંદનીના હશે. અને પ્રવા સીઓને મર્યાદિત સંખ્યામાં જ લઈ શકાશે. જે સભ્યોને આ પર્યટનમાં જોડાવા ઈચ્છા હોય તેમને સંઘના કાર્યાલયના સંપર્ક સાધવા વિનંતિ. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ.
મુંબઇ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ,, કાટ, મુંબઇ,