________________
૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧
-
,
સ્વ. ભૈરદાનજી શેઠિયા આ બિકાનેરના શેઠશ્રી ભૈરોંદાનજી શેઠિયાનું અવસાન તા-૨૦- ૮-૬૧ના રોજ થયું ત્યારે તેમની ઉમર ૫ વર્ષની હતી. શાસ્ત્રમાં - આનંદ જેવા શ્રાવકોની કથાઓ તો વાંચવા મળે છે, પણ જીવનમાં
આદર્શ શ્રાવક ' જ્યારે દુર્લભ થઈ ગયા છે ત્યારે આવા વિરલ શ્રાવકનું અવસાન ભલેને ૯૫ વર્ષ જેટલી દીર્યવયે થયું, પણ તેથી સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે એમાં સંદેહ નથી. તેમની સ્મશાનયાત્રાની ગોઠવણ કરવાની તેમના કુટુંબીજનેએ સમાજના આગેવાનોના આગ્રહથી સમાજને રજા આપી અને એક સાધુની પાલખી જે રીતે નીકળે છે તે રીતે, સન્માન સાથે તેમની પાલખી નીકળી એ તેમનું સમાજમાં જે સન્માન અને ગૌરવ હતું તેની સૂચના તે આપે જ છે. સાથે સાથે તેમની ધાર્મિક પુરુષરૂપે પ્રતિષ્ઠા એક શ્રાવકથી વિશેષ સાધુ જેટલી હતી તે પણ બતાવી આપે છે, તે ખરેખર ગૃહસ્થવેશે એક સાધુપુરુષ હતા એમાં શંકા નથી.
આજથી ૪૫ વર્ષ પૂર્વે, જ્યારે સ્થાનકવાસી સમાજ એક રીતે અજ્ઞાનઅંધકારમાં ગળાબૂડ હતો ત્યારે તેમણે તેમાં જ્ઞાનપ્રકાશ ફેલાવવાને પ્રયત્ન કર્યો. અને જૈન આગમના સારરૂપ અનેક નાના મોટા ગ્ર પ્રકાશિત કર્યા. તેની સંખ્યા ૧૫૦ જેટલી થવા જાય છે. પણ તે સૌમાં આઠ ભાગમાં બેલસંગ્રહને નામે તેમણે પોતાની સીધી દેખરેખ નીચે જે આગમ સાર તૈયાર કરાવીને છપાવ્યો છે તે તેમની આગમભકિતની પરાકાષ્ઠા છે. તેઓ માત્ર પૈસા ખરચીને જ કૃતાર્થ નથી થયા, પણ પંડિતોને પણ માર્ગદર્શન કરી શકે એ પ્રકારનું આગમજ્ઞાન પણ એમણે પિતાના દીર્ધકાળના અધ્યવસાય વડે સ્વયં પ્રાપ્ત કર્યું હતું.
જૈન સ્થાનકવાસી સાધુ અને શ્રાવકોમાં જ્ઞાનપ્રચાર થાય એ માટે તેમણે બિકાનેરમાં તે કાળે મળી શકતા હોષ્ઠ બ્રાહ્મણ અને જૈન પંડિતને પિતાની પાઠશાળામાં વસાવ્યા હતા, અને તે વખતે પણ તેઓ જે પગાર પંડિતેને આપતા તે તે કાળે પંડિતેને મળતા પગારમાં સારો ગણાત. આ પંડિતો માત્ર સ્થાનકવાસીને જ ભણાવતા એવું ન હતું, પણ તે પાઠશાળાને લાભ હરકોઈ જિજ્ઞાસુને મળત. આ પાઠશાળા સાથે પુસ્તકાલય પણ તેમણે વસાવ્યું હતું, તે આજે પણ બીજા સારા ગણાતા જન પુસ્તકાલયોની હરોળમાં બેસી શકે તેવું છે. ભારતીય દર્શનેનાં ઉપલબ્ધ સમગ્ર દુર્લભ પુસ્તકો પણ તેમણે મોટો ખર્ચ કરી વસાવ્યા હતા. પાલી ભાષાના પુસ્તકો તો જૈન પુસ્તકાલયોમાંથી માત્ર તેમના પુસ્તકાલયમાં જ છે-એ તેમની દીર્ઘદ્રષ્ટિ અને ઉદારદ્રષ્ટિનો નમૂનો છે.
બીજા ધનવાને તે પૈસા આપી વ્યવસ્થા બીજાને સાંપે છે, પણ શેઠજીએ તે પોતાના વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને પોતાની પાઠશાળામાં પિતાનું સ્થાન લીધું હતું. ભણનાર છાત્રોને નિવાસ
સ્થાન ઉપરાંત ભેજન આદિની પણ પૂરી સગવડ. આપી હતી. અને તેઓ જાતે જ એ બધી વ્યવસ્થા કરતા. તેમના મૃદુ, ધર્મભીરૂ અને સરલ સ્વભાવથી હરકોઈ પ્રભાવિત થતું. ' , ' , . ઢીંચણ સુધીનું ધોતીયું, કુરનું અને પાઘડીઆ તેમને સાદો વેશ, . અને મુનીમની જેમ ગાદી ઉપર. જયારે તેઓ પાઠશાળામાં બેઠાં હોય ત્યારે અજાણ્યાને ભાગ્યે જ ખબર પડે કે આ તે જ પુરુષ છે જેમણે છએક લાખનું ટ્રસ્ટ કરીને આ પારમાર્થિક સંસ્થાની સ્થાપના કરી છે. અને તેના પ્રાણ પણ બનીને બેઠા છે. : સ્થાનકવાસી કોન્ફરન્સે જયારે પુન: જૈન ટ્રેનિંગ કોલેજ સ્થાપવા વિચાર કર્યો, ત્યારે પિતાની પાઠશાળાની સમગ્ર સામગ્રીને લાભ એ કોલેજને મળે તેમાં તેઓ સંમત થયા. તેથી તે સંસ્થા ત્યાં જ સ્થાપવામાં આવી. અને મારા જેવા અનેક છાત્રોએ તેમની છત્ર- છાયામાં ધાર્મિક સંસ્કારો સાથે જ્ઞાનામૃતનું પણ પાન કર્યું. જે કોઈ
છાત્ર તેમના સંપર્કે માં આવ્યા છે તેઓ તેમને કદી પણ ભૂલી શકે તેમ છે જ નહિ.
આવા આત્માને સાચી શ્રદ્ધાંજલિ તો એ જ હોય કે તેમના ગુણોને આપણે આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. તેઓ. પતે તે શાંતિપૂર્વક સમાધિ-મરણને પામ્યા છે. અને તેમના આત્માએ. શાંતિલાભ કર્યોજ છે એમાં શંકાને સ્થાન નથી. એટલે તેમના 'આત્માની શાંતિ માટેની પ્રાર્થનાને બદલે આપણા આત્મામાં એવી શાંતિને લાભ આ જન્મમાં જ અંશત: પણ પામીએ તે તે જ ખરી શાંતિપ્રાર્થના ગણાશે.
દલસુખ માલવણિયા સમાજસેવક સ્વ. મગનલાલ મૂળચંદ શાહના દુઃખદ અવસાન અંગે
શેક પ્રસ્તાવ મુંબઈની ૩૫ જાહેર સંસ્થાઓ અને ટ્રસ્ટના ઉપક્રમે જૈન શ્વેતાંબર કોન્ફરન્સના કાર્યાલયમાં તા.૨૭-૯-૬૧ના રોજ શ્રી વાડીલાલ. ચત્રભૂજ ગાંધીના પ્રમુખપણા નીચે મળેલી જાહેર શોકસભાએ નીચે મુજબ શોકપ્રસ્તાવ પસાર કર્યો હતો : -
“આ જાહેર સભા મુંબઇના મશહુર વ્યાપારી, આગેવાન જૈન તથા જીવદયા–ગેરક્ષાના મહાન હિમાયતી શ્રી મગનલાલ મૂળચંદદ શાહ (મસર્સ લલ્લુભાઇ ગુલાબચંદની પેઢીવાળા)ના તા. ૧૭-૯-૬૧ ના રોજ મુંબઇ ખાતે નીપજેલા અકાળ અવસાન બદલ ઊંડી શોકની લાગણી પ્રદર્શિત કરે છે.
સદ્દગત શ્રી મગનલાલ મૂળચંદ શાહે તેમના જીવન દરમિયાન વિશેષ કરીને મુંબઈ. જીવદયા મંડળીની સ્થાપનાથી જીવનપર્યત જીવદયા, ગોરક્ષા, પ્રાણી કલ્યાણ અને માનવતાના પ્રશ્ન અંગે. કરેલી વિવિધ સેવાઓની આ સભા માનભરી નોંધ લે છે.. મુંબઈ જીવદયા મંડળીના સ્થાપક અને આત્મા સ્વ. દયાલંકાર શેઠ લલ્લુભાઇ દીપચંદ ઝવેરીની હયાતીમાં શ્રી મગનલાલ શાહે મંડળીની સ્થાપનાથી જ દેશભરમાં જીવદયા મંડળીના આશયો, ફેલાવવામાં તથા અહિંસાના વ્યાપક પ્રચાર અને કાર્યોમાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો અને શેઠ લલ્લુભાઈ ઝવેરીના અવસાન બાદ પિતે મંડળીના ઉપપ્રમુખ અને ટ્રસ્ટીના હોદ્દા પર રહી મંડળીનું સંચાલન સંભાળ્યું હતું.
તેવી જ રીતે સ્વ. મગનલાલ શાહે જૈન એસેસીએશન ઓફ ઇન્ડીયા, અભા. જૈન કોન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને અનેક સામાજિક, ધાર્મિક અને શિક્ષણવિષયક સંસ્થાઓને સાથ આપી સામાજિક, ધાર્મિક અને કેળવણીવિષયક પ્રશ્નના. ઉકેલમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો અને તન, મન અને ધનથી સહાયતા કરી હતી.
વ્યાપારી ક્ષેત્રે સ્વ. મગનલાલ શાહે મેસર્સ લલ્લુભાઇ ગુલાબ-- ચંદ ઝવેરીની પેઢીના ભાગીદાર તરીકે ભારતમાં અને યુરોપમાં,. અમેરિકામાં એક બુદ્ધિશાળી, સાહસિક અને પ્રમાણિક વ્યાપારીની. પ્રતિષ્ઠા મેળવી હતી, અને મોતી ઝવેરાત ધંધાની ખીલવણી અને તેનાં હિતો સાચવવામાં આગેવાનીભર્યો ભાગ લીધો હતો.
આવા એક કુશળ વેપારી, જીવદયાની હીલચાલના સ્તંભ અને જૈન સમાજ તથા માનવતાના મહાન સેવક શ્રી મગનલાલ મૂળચંદ શાહના અવસાનથી જૈન સમાજ અને જીવદયાની સંસ્થાઓએ એક કુશળ કાર્યકર્તા ગુમાવ્યો છે. આ સભા તેમની અનેકવિધ, સેવાઓને હાર્દિક અંજલિ આપે છે અને સદ્દગતના આત્માને શાન્તિ. માટે પ્રાર્થના કરે છે, તથા તેમનાં પત્ની અને કુટુમ્બીજને પુરા આવી પડેલ દુ:ખ પ્રત્યે હાર્દિક દિલસોજી પ્રદશિત કરે છે.”
સદ્દગતના વિશિષ્ટ વ્યકિતત્વનો પરિચય આપતા આ શક પ્રસ્તાન વને આપણે અનુમોદન કરીએ, અને તેમના પવિત્ર આત્માને શાશ્વત શાન્તિ ઇચ્છીએ ! !
- તંત્રી
જ દાન ધ
પાતાની
ધ હતું.