SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૦-૬૧ પ્રબુદ્ધ જીવન ધર્મની સફળતા કે નિષ્ફળતા ? (ગત પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન શ્રી સાધકજી કે જેમના પરિચય આ અંકમાં અન્યત્ર આપેલ પર્યુષણ વ્યાખ્યાન માળાને લગતી નોંધમાં કરાવવામાં આવેલ છે તેમણે ‘ધર્મની સફળતા કે નિષ્ફળતા ?” એ વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. તે વ્યાખ્યાનની વ્યાખ્યાતાએ પોતેજ તૈયાર કરી આપેલ હિંદી નોંધનો અનુવાદ નીચે આપવામાં આવે છે. તંત્રી) પરમ આનંદની પ્રાપ્તિ અર્થે જીવન અને સત્ય વચ્ચે સમતુલા સ્થાપવાનું કામ ધર્મ કરે છે. ધર્મ એક તરફ અને સત્ય બીજી તરફ રહી ન જાય, બન્ને વચ્ચે કોઈ અસંગતિ ન આવી જાય, એટલા માટે એ બે વચ્ચે સુસંવાદિતા ઉત્પન્ન કરવી એ ધર્મના ઉદ્દેશ છે. જગના ઈતિહાસમાં જીવન અને સત્ય વચ્ચે સમતુલા સ્થાપનારા કેટલાક મહાપુરૂષો થઇ ગયા છે. એમને પોતાના જીવનમાં સત્યના સાક્ષાત્કાર થયો હતો. એ મહાપુરૂષોના જીવનમાં અહિંસા, સત્ય, સ્નેહ, સહયોગ આદિ ગુણો પ્રગટયા હતા. ધર્મના સામાજિક સ્વરૂપના આ ગુણો પ્રતિનિધિ છે, આ ગુણો પ્રગટે એમાં જ ધર્મની સફળતા છે. ધર્મની સફળતાનું શ્રેય મહાપુરૂષોની એ ઉત્કટ સાધનાને ફાળે જાય છે કે જે સાધનાએ જીવન અને સત્ય વચ્ચેની આ સંવાદિતાને સિદ્ધ કરી આપી છે. આજે ધર્મ અને ધર્મના આધારે ચાલનારા અનેક સંપ્રદાયો પ્રવમાન છે. લાકમાનસ ઉપર એની પૂરી અસર છે. તેવા પ્રકારના સાધનાપરાયણ સંતોની શાશ્ર્વત પર પરા એ આ અસરનું મૂળ છે. આ પરપરાના પ્રવાહે ધર્મ અને અધ્યાત્મ-ચિન્હનને જીવન્ત રાખ્યા છે. આજે પણ જે કઈ સત્યનું દર્શન થાય છે તે એ મહાપુરૂષોની ભેટ છે. આમ છતાં પણ આટલી વાત સ્પષ્ટ છે કે ધર્મનાં મૂળ તત્વા જનસાધારણ સુધી પહોંચ્યા નથી, અને સંપૂર્ણ માનવસમાજમાં સત્ય અને અહિંસાની ધારા વહી શકી નથી. આ ઉણપનું કારણ ધર્મની અન્તગર્ત જ રહેલું છે, અને એ ધર્મની નિષ્ફળતા છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ આજે આપણને આશ્ચર્ય પમાડે એ રીતે ભૂલાઈ ગયું છે. ઈશ્વર, સૃષ્ટિ, સત્ય, મનુષ્યને ઉદ્દેશીને લખાએલા ગ્રંથો, દર્શના, અને વચનાને ધર્મ કરતાં પણ આપેલું વધારે મહત્વ એ આ ભૂલાઈ જવાનું કારણ છે. આ ગ્રંથો, દર્શના, કે વચનોને જ ધર્મના મુખ્ય આધાર માની લેવાથી ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ધૂંધળ થઈ ગયું છે. એ વાસ્તવિક સ્વરૂપને માનવ લગભગ ભૂલી ગયો છે. આત્મિક ગુણાની સાધનાને સ્થાને આજના સંપ્રદાયો એ ગ્રંથો દર્શના કે વચનોની રક્ષા કરવામાં પડી ગયા છે. એટલે માનવ માનવ વચ્ચે એકતા સાધવાને બદલે આજે ધર્મ એ એકતાને તોડવાનું—જુદા પાડવાનું— કામ કરનારો સાબિત થયો છે. આ એક વિચારણીય પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાંથી આપણે આપણને પેાતાને ઉગારવા છે, એટલુંજ નહિં પણ, સાથે સાથે ધર્મના એ વાસ્તવિક સ્વરૂપને બહાર આણવાના પ્રયત્નો પણ આપણે કરવાના છે. જ્યારે પ્રકાશ ફેલાશે ત્યારે અંધકાર આપેાઆપ દૂર થઈ જશે. આજે ધર્મના પ્રકાશ દેખાતા નથી, કારણકે જે શાસ્ત્ર, ગ્રંથ કે વચના મહાપુરૂષોને ઓળખવાનાં સાધન હતાં, અથવા તે ધર્મપ્રાપ્તિના ઉપાય હતાં, તેને જ આપણે મૂળભૂત ધર્મ માની બેઠાં છીએ, સાધન સાધ્ય બની જવાથી ગુણાને જે ધર્મ સ્વરૂપે પ્રચાર થવા જોઈતા હતા તેમાં અવરોધ આવી ગયો છે. યુદ્ધમાં સર્વપ્રથમ સત્યનું બલિદાન અપાઈ જાય છે. આ વાત આજે ધર્મને લાગુ પડે છે. ધર્મ અને સત્ય બન્ને સંપ્રદાયીક રૂપી અંધકારમાં વિલીન થઈ રહ્યાં છે. જે ધાર્મિક મહાપુરૂષના નામે સંપ્રદાય સ્થપાય છે, તેઓ પોતાનું કાર્ય પૂરુ કરી શકતા નથી. સંઘ્રદાયોના પ્રેરક કે સંસ્થાપકના આચારવિચાર કે વાણીમાં સત્યના ૧૧૧ સાક્ષાત્કારનો ધ્વનિ હોય છે. પણ જ્યાં સંપ્રદાય રચાય છે ત્યાં એં ધ્વનિ માત્ર પરોક્ષ રીતે રહે છે, એટલું જ નહિં પણ, તે ગૌણ સ્થાને મૂકાઈ જાય છે. આને લીધે કેટલીક વખત સંપ્રદાયની રક્ષાના હેતુથી સત્યની સર્વથા ઉપેક્ષા પણ થઈ જાય છે. આજે સંપ્રદાયો તેજોહીન દેખાય છે તેના મૂળમાં આ કારણ છે કે દૃષ્ટિ સત્ય તરફ નહિં, ' પણ સંપ્રદાયની રક્ષા તરફ અધિક ખેંચાએલી રહે છે. સંપ્રદાયવાદીઓને સત્યનું કથન, “આ અમારા ગુરુએ કહ્યું છે, અથવા શાસ્ત્ર કે આગમામાં આમ લખ્યું છે” એમ કહીને કરવું પડે છે. સંપ્રદાયોની દુર્બળતા આમાં છે. સાધુ, સન્ત, યતિ, મુનિ વગેરે ધર્મના વાસ્તવિક સ્વરૂપની સિદ્ધિ માટે વિશિષ્ટ પ્રકારની સાધનામાં પોતાનું જીવન વિતાવે છે. કોઈ સંસ્થા આશ્રયસ્થાનો એટલા માટે રચાવે છે કે સત્યની સિદ્ધિ અર્થે પ્રયત્ન કરતી વ્યકિતઓને સુવિધા રહે, અને સામાન્ય જનને એ લક્ષ્યની પ્રાપ્તિ તરફ આગળ વધવાની પ્રેરણા મળે. પણ આ સંસ્થાઓ જયારે જડ અને સ્થિર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે તેનો ઉદ્દેશ નિરર્થક થાય છે. પછી તે ધર્મનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું કે અંતિમ સત્યના સાક્ષાત્કાર કરવા એ ગૌણ થઈ જાય છે, ... અને સંસ્થાને ચિરસ્થાયી બનાવવી એ ધ્યેય બની જાય છે.. આજે આમ જ થઈ રહ્યુ છે. સંસ્થાના અનુયાયીઓની સંખ્યા વધારવી તે ધર્મના આદર્શ મનાય છે. આ સંખ્યાવૃદ્ધિની સાથે ગુણાન લાપ થવા એ અનિવાર્ય બની રહે છે. કેમકે ગુણવિકાસનું કામ તો જ થાય કે જો સાધનાની પાછળ નિરપેક્ષ ભાવ હોય. ધર્મના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવું અત્યંત આવશ્યક છે. જો સમાજમાં ધર્મનું વાસ્તવિક સ્વરૂપ પ્રત્યક્ષ થાય તો ‘લાક-ઐકય,’ કે ‘વિશ્વ-ઐકય’ ની ક્લ્પના સહેજે સાકાર રૂપ પામે. વિશ્વ ઐક્યની સ્થાપના માટે સત્તા કે બળ નિરર્થક પુરવાર થયાં છે. કેમકે સ્વાભાવિક એકતાનો સંબંધ માનવીના હૃદય સાથે છે. અને હ્રદયના સંબંધ મનુષ્યની આધ્યાત્મિક પ્રેરણાઓ સાથે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જે ધર્મ પોતાના જ ભેદ-પ્રભેદમાં ગુંચવાએલા છે, જે પોતાના અનુયાયીઓમાં એકતા આણવા અસમર્થ નિવડયો છે તે ધર્મ શું સાંસ્કૃતિક ચેતનાને જાગૃત કરી લોકઐકય નિમાર્ણ કરી શકશે? આ લાક-ઐક્ય સાધવા માટે તો ધર્મને નામે ચાલતા બધા સંપ્રદાયોને સંપૂર્ણત: ઓગાળી નાખવા જોઈશે. સામાજિક ગુણોનો વિકાસ-સાક્ષાત્કાર સંપ્રદાયોને દૂર ફેંકી દિધા વિના શક્ય નથી. અહિંસા, સત્ય, આદિ ગુણોનું સમાજમાં પ્રગટીકરણ-પ્રતિષ્ઠાપન-થવું જોઈએ. સમાજના દરેક વ્યવહાર સત્યના આધાર પર જ ચાલવા જોઈએ. આ કામ કેવળ પ્રચારથી નહિ થાય એમ આજસુધીના અનુભવ કહે છે. આ ગુણોને સામાજિક, આર્થિક, રાજનૈતિક, અદિ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત કરવા માટે મૌલિક ચિંતન કરવું પડશે અને આ સમજવું જોઈશે કે “ધનાધામ સમમેવ સેવ્વ, યઃ एकसेवी स नरो जघन्यः " સત્ય આપણું પરમ લક્ષ્ય છે. ધર્મસંસ્થાપકો અને મહાન સાધકોએ પોતપોતાના કામની આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ભૂમિકાઓ પ્રમાણે તેને ઉપલબ્ધ કર્યાં છે. ધર્મ સ્થિર, જડ, કે ભૂતકાળનાં મૂલ્યોનો વિકાસ નથી. તે ચિરનૂતન છે. તેનામાં સદૈવ પરિવર્તિત થવાની ક્ષમતા છે. તે પરિવર્તનશીલ રહીને જ સત્યને પહોંચવામાં સહાયક થઈ શકે છે. વિશ્વયની ભાવનાને પ્રગટ સ્વરૂપ આપવા માટે જીવન અને સત્ય વચ્ચે સુસંવાદિતા નિર્માણ કરી શકે તેવા ધર્મની સાધનામાં આપણે આપણી બધી શકિત ખર્ચવી જોઈશે, જેથી કરીને આ ભૌતિક ધરાતલને ધર્મ આત્મીયભાવથી સીચી શકે. અનુવાદક: મેનાબેન નરોત્તમદાસ મૂળ હિંદી : સાધકજી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy