________________
૧૧૦
પ્રબુદ્ધ જીવન
આગમન અને સતત હાજરીથી વ્યાખ્યાનમાળાને અપૂર્વ ગૌરવ પ્રાપ્ત થયું હતું.
આ વખતની વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં સંગીતની સપ્રમાણ પુરવણી કરવામાં આવી હતી. વ્યાખ્યાનસભાના પ્રારંભમાં મેટા ભાગે શ્રીમતી જ્યાબહેને અને વસુબહેને આનંદઘનજીનાં-આધ્યાત્મિક વિચારણાથી ભરેલાં-સ્તવના સંભળાવ્યાં હતાં. વ્યાખ્યાનમાળાના સત્ર દરમિયાન રજાના દિવસેામાંથી રવિવારના રોજ સભાના પ્રાર’ભમાં અને છેવટના ભાગમાં શ્રી પિનાકિન શાહે અને દક્ષેશ ધ્રુવે અનુક્રમે સુંદર પદો સંભળાવ્યાં હતાં. અને છેલ્લા દિવસની સંવત્સરી પર્વની સભાના પ્રારંભમાં સંગીત કલાકાર શ્રી અજિત શેઠે કવિવર ટાગોરનું જાણીતું પદ—“જીવન સુખાયેજાયે કરુણાઘારાય એષો—જીવન ઝરણ જ્યારે સુકાઈ જાય, કરુણાઘારાએ આવે”—પેાતાના મધુર કંઠથી વાજિંત્રની મદદપૂર્વક અત્યંત ભાવવાહી રીતે ગાઈ સંભળાવીને ોતાઓથી ચિકાર ભરેલી સભામાં ગાંભીર્ય, શાન્તિ અને ચિન્તન પ્રેરક પ્રશમરસનું વાતાવરણ પ્રસ્થાપિત કર્યું હતું. અંત ભાગમાં લગભગ પોણા કલાક સુધી બહેન ઈન્દુમતી ધાનકે એક પછી એક ભકિતપૂર્ણ ભજના સંભળાવીને આખી સભાને આનંદમુગ્ધ બનાવી હતી.
આ વ્યાખ્યાનમાળા દરમિયાન ઉઘરાવવામાં આવતા સંઘના ફાળામાં કુલ નોંધાયેલી રકમોના આંકડો આશરે રૂા. ૬,૦૦૦ સુધી પહોંચ્યા હતા અને શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલયના ફાળામાં આશરે રૂ।. ૧,૦૦૦) નોંધાયા હતા. આ બન્ને ફાળામાં હજુ રકમા નોંધવાનું કામ ચાલે છે અને આઠથી નવ હજાર સુધી પહોંચવાની આશા રહે છે.
આ રીતે આ વ્યાખ્યાનમાળાની સુખદ્‚ સુભગ પુર્ણાહૂતિ થઈ હતી. આ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવાની પ્રવૃત્તિ છેલ્લાં લગભગ ૩૦ વર્ષથી ચાલી રહી છે અને તેના બાહ્યાન્તર સ્વરૂપમાં, તેની શુદ્ધિમાં તેમજ સમૃદ્ધિમાં સતત વિકાસ થતો રહ્યો છે. એક વખત હીરાબાગની વ્યાખ્યાનશાળા અને ભાંગવાડી થીયેટર અનુક્રમે શરૂઆતના દિવસે અને છેવટના દિવસ માટે પૂરતાં થઈ પડતાં હતાં. આજે વ્હેવામ્સ્કી લાજ અને ભારતીય વિદ્યાભવન ટૂંકા પડે છે. પહેલાં માત્ર જૈન અને એમાં પણ શ્વે. મૂ. સમાજનાં ભાઈબહેનો આ વ્યાખ્યાનમાળામાં ભાગ લેતાં હતાં. આજે આ વ્યાખ્યાનમાળા મુંબઈ શહેરની સાર્વજનિક અને સર્વમાન્ય એવી એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ થઈ પડી છે અને તેમાં જૈના તેમજ જૈનેતરો સારી સંખ્યામાં ભાગ લે છે. દર વર્ષે પર્યુષણની દોઢ બે મહિના પહેલાંથી આ વ્યાખ્યાનમાળામાં કોણ કોણ વ્યાખ્યાતાઓ આવવાના છે એની મુછાવટ શરૂ થાય છે. વડોદરા, અમદાવાદ, ભાવનગર, વર્ષા, જબલપુર, દિલ્હી, કાશી, કલકત્તા જેવા દૂરદૂરના સ્થળેથી વ્યાખ્યાતાઓને બોલાવવામાં આવે છે. વ્યાખ્યાનમાળામાં અપાતાં વ્યાખ્યાન પૂર્વતૈયારી પૂર્વકનાં અને અનેક દિવસેાના મનન ચિન્તનના પરિણામરૂપ હોય છે. આ વ્યાખ્યાનમાળાના ૩૦ વર્ષના લાંબા સમયપટની સાક્ષી સમા મારા જેવા જે ભાગ્યશાળી ભાઈબહેન આજે હયાત હશે તેમને આ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા માટે ઉપસ્થિત થયેલા અનેક મહાનુભાવોનું સ્મરણ થયા વિના નહિ રહે. અહીં પૂજ્ય કિશોરલાલ મશરૂવાળા, ધર્માનંદ કોસાંબી, કેદારનાથજી, સ્વામી આનંદ, બાળાસાહેબ ખેર, મારારજી દેસાઈ, દાદા ધર્માધિકારી, સરલાદેવી સારાભાઈ, મગનભાઈ દેસાઈ, ઢેબરભાઈ, રવિશંકર મહારાજ આવી કઈ કઈ વ્યકિતઓ આવી ગઈ છે અને પુનિત વાણીધારા વરસાવી ગઈ છે, જેમાંની કેટલીક આજે હયાત નથી. પંડિત સુખલાલજી પ્રારંભથી તે આજ સુધી આ વ્યાખ્યાનમાળાના અધિષ્ઠાતા બનીને વ્યાખ્યાનમાળાને ગૌરવપ્રદાન કરતા રહ્યા છે અને કાકાસાહેબ કાલેલકરની પણ આ વ્યાખ્યાનમાળા ઉપર પ્રારભથી આજ સુધી સતત કૃપા વરસતી રહી છે. આવાં અનેક મીઠાં
તા. ૧-૧૦-૧
સ્મરણાથી ભરેલી આ પ્રવૃત્તિએ મારી જેવા અનેકને નવી નવી પ્રેરણા આપી છે અને જીવનમાં સતત પ્રકાશસંચાર કર્યો છે. પતિતપાવની ગંગા સમી ભાસતી આ વ્યાખ્યાનમાળાના ઉત્તરોત્તર થઈ રહેલા વિકાસના હું જ્યારે વિચાર કરૂ છું ત્યારે એક નાની કલિ-કામાંથી ઉત્તરોત્તર વિકસતા શતદલકમળ સાથે તેને સરખાવવાનું મન થાય છે. તેના સ્વરૂપમાં નથી કોઈ સાંપ્રદાયિક સંકીર્ણતા કે નથી કોઈ મત કે પક્ષનો પ્રચાર. રૂઢ વિચારણામાંથી માનવીમનને મુકત કરવું, કાળે કાળે પ્રગટ થતી નવી નવી વિચારધારાઓથી જિજ્ઞાસુ ભાઈ બહેનોને પરિચિત કરવા અને સતત પરિવર્તન પામતાં ઉર્ધ્વલક્ષી જીવનમૂલ્યોનું શ્રોતાઓને પ્રદાન કરવું—આ આશય પર્યુષણ વ્યાખ્યાનમાળા પાછળ રહેલા છે. એ આશયની જેટલી પરિપૂર્તિ થાય તેટલી આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની સફળતા સમજવી.
પ્રસ્તુત વ્યાખ્યાનમાળાની સમાલાચના કરતાં મનમાં આવા કાંઈ કાંઈ વિચારો—સ્મરણસંસ્કારો—સ્ફુરે છે અને આવી વ્યાખ્યાનમાળાના સંચાલનમાં એક નિમિત્ત બનવા બદલ ચિત્ત ઊંડો સંતોષ અનુભવે છે..
પરમાનંદ.
અન્યત્ર ચેાજાયલી પર્યુષણ વ્યાખ્યાનમાળા
અમદાવાદ ખાતે સ્થાનિક જૈન યુવક સંઘના ઉપક્રમે યોજાયેલી આઠ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે પ્રમાણે હતા : શ્રી. અમિતાબહેન મહેતા માનનીય ડૉ. જીવરાજ મહેતા માનનીય શ્રી માણેકલાલ શાહ ડા. હરિપ્રસાદ શાસ્ત્રી મહાસતી શ્રી. ધનકુંવરજી આચાર્ય શ્રી. આર. ડી. દેસાઈ શ્રી. કૃષ્ણશંકર શાસ્ત્રી ડા. ભાગીલાલ જે. સાંડેસરા
ભજના મંગલ પ્રવચન આપણાં પર્વો
વલભી-ગુજરાતનું એક સાંસ્કૃતિક કેન્દ્રઅણુવ્રત
વિજ્ઞાન અને સંસ્કૃતિ ધર્મ અને સમાજ
ગુજરાતી ભાષાની શકિત તથા તેને વિકાસ
શ્રી. બાબુભાઈ જશભાઈ પટેલ શ્રી. કેશવરામ કા. શાસ્ત્રી મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી ચૈતન્યપ્રસાદ મે. દીવાનજી
આયોજન
શેઠશ્રી અમૃતલાલ હરગોવિંદદાસ ગુજરાતનો સર્વાંગી વિકાસ આચાર્ય શ્રી એસ. વી. દેસાઈ આચાર્ય શ્રી એસ. આર. ભટ્ટ શ્રી હંસાબહેન મહેતા જગદ્દગુરૂ શ્રી શંકરાચાર્યજી
શ્રી રતનલાલ જોશી ડૉ. જગદીશચંદ્ર જૈન સૌ. પારસસણી મહેતા મુનિશ્રી ચંદનમલજી સ્વામી પ્રો. રજનીશ
પં. બેચરદાસ દોશી
આપણાં વિદ્યાપીઠો અમદાવાદનું શિલ્પસ્થાપત્ય પર્યુષણ
તૃષ્ણા
અહમ
યુવાનોનું કર્તવ્ય
ભારતીય જીવનના આદર્શ
શ્રી ભારત જૈન મહામંડળ તરફથી મુંબઈ ખાતે યોજાયેલ સાત દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ નીચે મુજબ હતા:-~~ જૈન, બૌદ્ધ ઔર નાથ સાધનામે સમન્વય
ૐા ધર્મવીર ભારતી
જીવન સાધનામે ભકતીકા સ્થાન જૈન ધર્મકી સંઘ વ્યવસ્થા ધાર્મિક ક્ષેત્રામે સ્રીઓંકા કાર્ય જીવનમે ધર્મકા સ્થાન જીવનસાધના ઔર ધર્મ ઈહ લાકના ધર્મ