________________
તા. ૧-૧૦-૬૧
પ્રબુદ્ધે જીવન
આ વખતની પષણ વ્યાખ્યાનમાળા
દર વર્ષ માફક આ વખતની તા. ૭મી સપટેમ્બરથી તા. ૧૪મી સપટેમ્બર સુધીની આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧-૯-’૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ એક વ્યાખ્યાનના ફેરફાર સિવાય સફળતાપૂર્વક પાર પડી હતી. તા. ૯-૯-'૬૧ ના રોજ અધ્યાપક શ્રી. દલસુખભાઈ માલવણિયાનું નક્કી કરાયેલું વ્યાખ્યાન તેમનું મુંબઈ આવવાનું અનિવાર્ય કારણસર અશકય બનવાથી, મુલતવી રાખવું પડયું હતું. તેમની જગ્યાએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ રચનાત્મક કાર્યકર શ્રી દુલેરાય માટલિયા એ દિવસેામાં મુંબઈ વસતા હોવાથી તેમના સુયોગ પ્રાપ્ત થયા હતા. મુંબઈની આ વ્યાખ્યાનમાળામાં તેમની ઉપસ્થિતિ પ્રથમ વારની હતી. પોતાના વ્યાખ્યાનમાં તેમણે ગામડાંને ઊંચે લેવાના પોતાના જીવનકાર્યને લગતાં અને એ કાર્ય કરતાં કરતાં પોતાને જે અનેક સામાજિક સંઘર્ષના સામના કરવા પડેલા તેને લગતાં અનેક રોચક અને પ્રેરક સ્મરણા સંભળાવ્યાં હતાં. આ ઉપરાંત, પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં જાણીતા સામાજીક કાર્યકર્તા શ્રી. પ્રભાબહેન શાંતિદાસ આસકરણ, બોમ્બે મ્યુનિપાલિટીના એજ્યુકેશન ઑફિસર ડૉ. શ્રીમતી મધુરીબહેન શાહ, જબલપુર ખાતે આવેલા મહાકોશલ વિદ્યાલયના દર્શનશાસ્ત્રના અધ્યાપક શ્રી રજનીશજી, જાણીતા સીનેમા અભિનેતા શ્રી પ્રેમનાથજી, સર્વ સેવાસંઘના કાર્યકર્તા અને ‘આચાર' માસિકના સંપાદક સાધકજી તથા શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી કાલેજના અર્થાપક અને ગુજરાતી સાહિત્યના જાણીતા ઉપાસક અને કવિ શ્રી સુન્દરજી ગા. બેટાઈ— આ વ્યાખ્યાતાઓની ઉપસ્થિતિ પણ પ્રસ્તુત વ્યાખ્યાનમાળામાં પ્રથમ વારની હતી. આમ કુલ ૧૬ વ્યાખ્યાતાઓમાં ૭ વ્યાખ્યાતાઓ શ્રોતાઓ માટે નવીન જ હતા. આ હકીકત દર વર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં વૈવિધ્ય અને નાવીન્યની બને તેટલી પુરવણી કરવાના કેવા આગ્રહ અને પ્રયત્ન સેવવામાં આવે છે તેની ઘોતક છે.
૧૦૯
બીજા વ્યાખ્યાતા જાણીતા અભિનેતા શ્રી પ્રેમનાથજી આ વ્યાખ્યાનમાળામાં કર્યાંથી એવા કોઈને સહજ પ્રશ્ન થવા સંભવ છે. સિનેમા વ્યવસાયની સમાજમાં જે ઊતરતી પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાના ધારણે તેના અભિનેતા વિષે અપરિચિત લોકો પ્રતિકૂળ કલ્પના કરે
તે સ્વાભાવિક છે. શ્રી પ્રેમનાથજી સાથે મારો બહુ થોડા સમયના પરિચય હતા, એમ છતાં એ પરિચય દરમિયાન તેમના વિષે મને જે કાંઈ જાણવા મળ્યું તેની મારા મન ઉપર બહુ સુન્દર છાપ પડેલી. તેઓ જન્મથી માંસાહારી હોવા છતાં સમયાન્તરે તેવા આહાર પ્રત્યે તેમના દિલમાં ઊંડી ધૃણા પેદા થવાને લીધે તેઓ કેટલાક સમયથી નિરામિષાહારી બન્યા છે અને આજે તે દેશ-પરદેશમાં નિરામિષાહારના બને તેટલા ફેલાવા કરવા એ બાબતને પેાતાના એક જીવનકાર્ય તરીકે તેમણે સ્વીકાર્યું છે. ઋષિકેશ બાજુએ વસતા સુપ્રસિદ્ધ યોગી સ્વામી શિવાનંદજીના તેઓ એક શ્રદ્ધાપૂર્ણ અનુયાયી છે અને તેના પરિણામે તેઓ અધ્યાત્મ અને એક પ્રકારની જીવનસાધના તરફ વળેલા છે. બે ત્રણ મહિના પહેલાં મુંબઈમાં ભારતીય વેજીટેરિયન કાગ્રેસની શાખાનું મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ શ્રી શ્રીપ્રકાશના હાથે ઉદ્દઘાટન કરવામાં આવેલું. તે શાખાનું પ્રમુખપદ સ્વીકારવાનું તેમણે કબૂલ્યું છે અને એ રીતે વેજીટેરિયૅનિઝમના આંદોલનને પોતાથી બને તેટલા વેગ આપવાની તેમણે તત્પરતા દાખવી છે. હિમાલયના તીર્થપ્રદેશમાં તેઓ અવારનવાર જાય છે અને કૈલાસમાં તેમણે મહિનાઓ સુધી રહીને એક ભાવનાત્મક ચિત્રપટ તૈયાર કર્યું છે. ચાલુ ચિત્રપટોમાં, સાંભળવા પ્રમાણે, કામ કરવાનું તેમણે હવે છેડી દીધું છે અને સદ્ભાવનાઓ અને માનવી જીવનના ઉચ્ચ આદર્શોના નિરુપણ સાથે સિનેમાની પ્રવૃત્તિને સાંકળવાના તેઓ મનોરથ સેવે છે. આધ્યાત્મિક સાહિત્યનું તેમના જીવનમાં સતત પરિશીલન ચાલે છે. આવી તેમની કેટલીક વિશેષતાઓથી આકર્ષાઈને તેમને આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં નિમંત્રવામાં આવ્યા હતા. અલબત્ત, તેમને જે અપેક્ષાપૂર્વક બોલાવવામાં આવ્યા હતા તે અપેક્ષાને પહોંચી વળે તેવું સુશ્લિષ્ઠ અને સ્વીકૃત વ્યાખ્યાનવિષયને પૂરો ન્યાય આપે એવું તેમનું વ્યાખ્યાન હોત તો તેમનું આવા પ્રસંગ ઉપરનું આગમન વધારે સાર્થક થયું લેખાત. પણ આ એક જુદી
બાબત છે.
વ્યાખ્યાનમાળામાં નિયત અન્ય વ્યાખ્યાતાઓએ ચિન્તનપૂર્વકનાં વિવેચને રજૂ કરીને પોતપોતાના વિષયોને પૂરો ન્યાય આપ્યો હતો અને એમાં પણ સણાસરા ખાતે આવેલી લાકભારતીના પ્રમુખ સંચાલક શ્રી મનુભાઈ પંચોલીએ લોકશાહીને લગતાં ઉત્તરોત્તર બે વ્યાખ્યાનો આપીને શ્રોતાઓને અત્યંત મુગ્ધ કર્યા હતા.
ઉપર જણાવેલ નવીન વકતાઓમાં શ્રોતાઓનું સવિશેષ ધ્યાન ખેંચે એવી બે વ્યકિતઓ શ્રી સાધકજી તથા શ્રી પ્રેમનાથજીના થોડો પરિચય આપવાનું જરૂરી લાગે છે. શ્રી સાધકજીએ તેરાપંથના આચાર્ય તુલસી પાસે બાર વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. એ દીક્ષા તેમણે આઠ વર્ષ સુધી પાળી હતી. એ દરમિયાન તેમને થયેલા અનેક વિષમ અનુભવો અને આચાર્ય તુલસી સાથે વધતી જતી અથડામણના પરિણામે જૈન દીક્ષાના આજથી આઠેક વર્ષ પહેલાં તેમણે ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ કેટલાક સમય બુદ્ધગયામાં શ્રી વિનોબાજીએ ઉઘાડેલા સમન્વય આશ્રમમાં તેઓ રહ્યા હતા અને પછી સર્વ સેવા સંઘના કાર્યમાં જોડાતાં તેઓ કાશી આવીને કેટલાએક સમયથી રહ્યા છે અને તે કામ સાથે તેઓ ધર્મ— ક્રાંતિલક્ષી ‘આચાર’ નામના માનસિકનું સંપાદન કરી રહ્યા છે. આ ‘આચાર ’ના આશય ધર્મતત્ત્વને આવરી લેતા સંપ્રદાયો અને સાંપ્રદાયિક સાધુસંસ્થા સામે જેહાદ ચલાવવાના અને તે બન્નેની સામાજિક પ્રતિષ્ઠા તેડવાના છે. સાધકજીની ઉંમર આશરે ૩૦ વર્ષની છે, અપરિણિત છે અને તેજસ્વી તેમનું વ્યકિતત્વ છે. મુહપત્તીને બાદ કરતા લગભગ જૈન સાધુને મળતા તેમને પાશાક છે. તેમનું વ્યાખ્યાન ધર્મની સફળતા કે નિષ્ફળતા? એ વિષય ઉપર હતું, જેના સંક્ષિપ્ત સાર આ અંકમાં અન્યત્ર આપવામાં આવ્યો છે.
છેલ્લા દિવસની ભારતીય વિદ્યાભવનના થીએટરમાં યોજાયેલી વ્યાખ્યાન સભામાં શ્રી મનુભાઈ પંચાલી તથા સ્વામી અખંડાનંદજીને સાંભળવા માટે સંખ્યાબંધ ભાઈબ્સેના તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયાં હતાં અને આખું થીએટર શ્રોતાઓથી ખીચાખીચ ભરાઈ ગયું હતું અને જગ્યાના અભાવે કેટલાંય ભાઈ-બહેનોએ બહાર ઊભાં ઊભાં તે વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. એ સભાનું દ્રશ્ય અત્યંત પ્રેરક અને રોમાંચક હતું અને આ વ્યાખ્યાનમાળા કેટલી બધી લોકપ્રિય છે તેનો એ સભા એક અચૂક પુરાવો હતો.
•
નાદુરસ્ત તબિયતના કારણે પંડિત સુખલાલજી ગયા વર્ષની વ્યાખ્યાનમાળામાં ભાગ લઈ શકયા નહોતા. આ વર્ષે આઠે દિવસ તેમણે વ્યાખ્યાન સભાઓનું પ્રમુખસ્થાન શાભાવ્યું અને જ્યારે જ્યારે જરૂર લાગી ત્યારે ત્યારે વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનાની વિચારપ્રેરક આલેાચના કરી હતી. વળી, તા. ૧૨–૯–૬૧ ના રોજ શ્રી સાધકજીના ‘ધર્મની સફળતા કે નિષ્ફળતા ' ? એ વિષય ઉપરના ભાષણની પરિપૂતિ રૂપ ‘સદ્ધ કદિ વન્ધ્ય હોઈ ન શકે' એ વિષય ઉપર તેમણે વ્યાખ્યાન આપ્યું હતું અને એ વ્યાખ્યાન એક સુશ્લિષ્ઠ નિબંધ જેવું સંગ્રથિત અને ઉદ્બાધક હતું. છેલ્લા દિવસે ઉપસંહાર રૂપે તેઓ જે કાંઈ બોલ્યા તે એક પ્રકારની ઋષિવાણી હતી. તેમના