SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ d-w ૧૦૮ તો બહુ ઊંચી કક્ષાના માનવીઓની આપણે વાત કરી. અને જેનેન્દ્રકુમાર સાથેની વાતચીતમાં શ્રી કૃષ્ણમૂર્તિ એક નિમિત્ત બની ગયા. પણ બીજી અનેક ગુરુપદઆરૂઢ વ્યકિતઓ એટલા ઊંચા સ્તરની હોતી નથી. તેવી વ્યકિતઓને શ્રી... જેનેન્દ્રકુમારનું કથન ઘણા મોટા ભાગે લાગુ પડે છે એમાં કોઈ શક નથી. % પ્રબુદ્ધ જીવન આ જ વિષયના અનુસંધાનમાં ભાઈશ્રી રતિલાલ મ. શાહ પ્રશ્ન કરે છે કે “તો પછી કોઈ ગુરુ થાય જ શું કામ? તો પછી ગુરુના શિખરે પહોંચવાનું કોઈ પસંદ જ કરે કેમ ? ” આના જવાબમાં જણાવવાનું કે અંગત મહત્ત્વાકાંક્ષા, વ્યકિતગત જીવનસાધના અને આસપાસના સંયોગો--આ ત્રણે અથવા તો તેમાંનું કોઈ પણ એક યા બે કારણ માણસને ઊંચા સ્થાને લઈ જાય છે, નેતા બનાવે છે, ગુરુપદ ઉપર સ્થાપિત કરે છે, અને તેની આસપાસ અનુયાયીઓનું માટું વર્તુળ પેદા કરે છે. આવી મોટી જવાબદારીના જેમ અનેક લાભો છે તેમ અનેક જોખમો પણ છે અને તે જવાબદારીને પહોંચી વળવાની, ટકાવી રાખવાની, તે તે સ્થાનના હાર્દમાં રહેલી કેટલીક મુશ્કેલીઓ, આફ્ત, મૂંઝવણા પણ હોય છે; પણ તે સ્થાનનું આકર્ષણ એટલું મોટું હોય છે કે તે સ્થાન ઉપર આરૂઢ માનવી તે બધું સહજપણે અને રાજીખુશીથી સ્વીકારે છે. રાજ્ય ચલાવવામાં પણ પાર વિનાની મુશ્કેલી હોવા છતાં માણસ રાજા યા પ્રધાન થવાનું પસંદ કરતા હતા કે નહિ? આ જ બાબત ધનાંકાંક્ષીને તેમજ સત્તાકાંક્ષી માનવીને લાગુ પડે છે. મહત્તા પ્રાપ્ત કરવી ઈષ્ટ હોય તો તે મહત્તા સાથે જ અનેક મૂંઝવણા જોડાયલી છે તેના સ્વીકાર કર્યે જ છૂટકો છે. શ્રી રતિલાલ મફાભાઈ શાહ પોતાના પત્રમાં, મારી ઉપરોકત નોંધમાં માનવી માત્રમાં રહેલ જાતીય આકર્ષણ અંગે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને જણાવે છે કે, “જૈનેન્દ્રકુમારે રજૂ કરેલ મહાપુરુષોમાં રહેલ જાતીય આકર્ષણનું મંતવ્ય એવા પુરુષા માટે આક્ષેપાત્મક જણાય છે. જગતે માની લીધેલા મેોટા પુરુષો માટે કદાચ એ સાચું હશે, પણ સાચે જ એવા ઉચ્ચ પદે પહોંચેલા માણસા માટે પણ આપણી જ વૃત્તિઓનું પ્રતિબિંબ પાડવું એ યોગ્ય ન્યાયમુકત લાગતું નથી. જો માનવી ગમે તેવા ઉચ્ચ સ્થાને પહોંચવા છતાં પણ જાતીય આકર્ષણથી મુકત ન જ બની શકે તે માનવીની અનેક ભવાની સાધનાનો અર્થ શાં? વિશ્વમાન્ય નૈષ્ઠિક બ્રહ્મચારીઓ પણ શું આથી મુકત નહિ જ બન્યા હોય? આ બાબત અંગે 'મેં મારી શંકાઓ મૂકી છે. આશા છે કે એ પર કંઈક પ્રકાશ પાડશે.” ક આના જવાબમાં જણાવવાનું કે, આ બાબતમાં શ્રી જૈનેન્દ્રકુમારનું વિધાન કેવળ એકાન્તગામી નથી. તેમણે એમ જણાવ્યું છે વળી ગમે તેટલા મેટા સ્થાન ઉપર માનવી સ્થિત હોય તા પણ જાતીય આકર્ષણથી તે ભાગ્યે જ સર્વથા મુકત હોઈ શકે છે.” આ વિધાનમાં અપવાદની સંભાવના અમુક અંશે સૂચિત છે જ. આમ છતાં પણ આ એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ છે, અને મોટા લેખાતા માણસો વિષે સ્વીકૃત માન્યતાને આ વિધાન એક પડકાર રૂપ છે. વળી, આ વિધાન બ્રહ્મચર્યના ખાસ દાવા કરતી અને તે કારણે સ્ત્રીસમાજ પ્રત્યે અનભિમુખ રહેતી અને ગુરુ જેવા મહત્ત્વના સ્થાન ઉપર આરૂઢ બનેલી વ્યકિતઓને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. આપણે જાણીએ તેમ જ માનીએ છીએ કે ઉર્ધ્વલક્ષી માનવી પોતાની જીવનચર્ચામાં અહિંસા અને બ્રહ્મચર્યના આદર્શને સતત સાકાર કરવા મથે છે. અને એમ છતાં અહિંસાની બાબતમાં ઊંડાણથી વિચારતાં એમ પણ માલમ પડે છે કે જીવનધારણ સાથે નાની કે માટી કોઈ ને કોઈ હિંસા જોડાયેલી છે અને તેથી માનવી જ્યાં સુધી દેહ ધારણ કરી રહ્યો છે ત્યાં સુધી . સંપૂર્ણ-નિરપવાદ-અહિંસક એવું જીવન તેના માટે શકય જ નથી. જૈન ધર્મશાસ્ત્રોમાં દેહધારણ માટે અત્યન્ત અનિવાર્ય એવી હિંસાને અહિંસાની કોટિમાં સમાવિષ્ટ કરવામાં આવી છે અને એ રીતે, કલ્પવામાં આવેલ પૂર્ણ પુરુષના જીવનને સર્વથા અહિંસક તરીકે વર્ણવવામાં આવ્યું છે. પણ આ કેવળ જુદી બાબત છે. આવી જ રીતે કામવાસનાના સંસ્કાર માનવીના આત્મા સાથે ભવભવથી સંકળાયેલા છે. માનવીદેહના પાયામાં જાતીયવૃત્તિ રહેલી છે. જાતીય આકર્ષણ માનવીચિત્તનો સહજધર્મ હોઈને તે કોઈ પાપ કે શરમાવનારી વસ્તુ નથી. આમ જાતીયવૃત્તિ અને તે સાથે સંબંધ ધરાવતી કામવાસના માનવીદેહ સાથે અને માનવી જીવનના સમગ્ર તા. ૧-૧૦-૧ ભૂતકાળ સાથે જકડાયેલી હોઈને માનવી દેહ અને ભૂતકાલીન સ્મરણનું જ્યાં સુધી અસ્તિત્વ છે ત્યાં સુધી તે કદિ ભૂંસાતી કે લોપાતી નથી. એટલે કે તેના સંપૂર્ણ ક્ષય સંભવતા નથી. તેના ઉદય કે ઉપશમ મા વિરામ એ બે જ સ્થિતિ કલ્પી શકાય છે. આ પ્રકા ૨ની વિચારણા ઉપર જૈનેન્દ્રકુમારનું ઉપરનું વિધાન રચાયેલું લાગે છે અને મને પણ એમાં ઘણુ' તથ્ય લાગે છે. આનું સમર્થન આપણ સર્વના આદરણીય પુરુષ ગાંધીજીના જીવનમાંથી મળે છે. તેમણે ગ્રહસ્થ જીવન દરમિયાન ઘણી નાની ઉમરે બ્રહ્મચર્યવ્રત ધારણ કર્યું હતું અને એમ છતાં પોતે કામવાસના ઉપર સંપૂર્ણ વિજ્ય મેળવ્યો છે કે નહિ, જાતીય વૃત્તિના પ્રભાવથી પોતે સંપૂર્ણ મુકત બન્યા છે કે નહિ તે વિષે તેમના દિલમાં જીવનના અંત ભાગ સુધી ચાલુ સંશય રહ્યા કર્યો હતા. આ બાબતમાં પૂરી પ્રતીતિ મેળવવા માટે તેમના જીવનના છેવટના તબક્કાના ટાણે નૌઆખલીની પદયાત્રા દરમિયાન પોતાની જાત ઉપર તેમણે જે પ્રયોગ કર્યો તે હવે તો એક બહુ જાણીતી ઘટના છે. આ હકીકત ઉપર જણાવેલી વિચારણાનું સવિશેષ સમર્થન કરે છે. આમ છે તે! પછી જેમને આપણે નૈષ્કિ બ્રહ્મચારીઓ તરીકે ઓળખીએ છીએ તેઓ શું જાતીય આકર્ષણથી મુકત થયા નહિ હાય એવા પ્રશ્ન કરવામાં આવે છે. આવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓનું જીવન સીધા જાતીય સંબંધથી મુકત-અલિપ્ત રહ્યું હશે એ સ્વીકારી તેમ જ કલ્પી શકાય છે, પણ તેઓ જાતીય આકર્ષણથી સર્વથા મુકત હતા એમ માની લેવાને કશું જ કારણ નથી, અને એમ છતાં તે આકર્ષણ ક્રમે ક્રમે જાણે કે નહિવત્ બની ગયું હોય, ઉપશમિત— બન્યું હોય અથવા તો તે આકર્ષણનું ભાગ્યે જ સ્ફુરણ થાય એવું તેમના જીવનમાં તે વૃત્તિનું ઉર્ધ્વીકરણ થયું. હાય એ સ્વીકારવાને કશું જ વાંધા નથી. જૈનેન્દ્રકુમાર સાથેની પ્રસ્તુત: ચર્ચા શ્રી જે. કૃષ્ણમૂર્તિના ઉલ્લેખથી શરૂ થઈ અને આગળ ચાલતાં જાતીય આકર્ષણનો પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો અને મેં તેમાં સહમતીને અમુક અંશે સૂર પુરાવ્યા, એથી આઘાત પામીને તેમ જ છ ંછેડાઈ જઈને મારા એક મિત્ર પેાતાના પત્રમાં જણાવે છે કે “શ્રી કૃષ્ણમૂર્તિના નામન પ્રથમ ઉલ્લેખ કરીને પછીથી નીચેના પેરામાં જાતીય આકર્ષણના પ્રશ્નને ચર્ચવા તે સંસ્કારભર્યું લાગતું નથી. શ્રી. જેનેન્દ્રકુમારના પેાતાનામાં વિકારી લાગણીઓ હશે, તેથી તેઓ એ પ્રકારના ચોક્કસ મત ભલે બાંધે અને આવું ‘sweepiug generalisation ' વિવેકવિહાણી વ્યાપ્તિ ભલે તારવે, પણ તમારી જેવા ચિન્તક અને વિચારક તેમના તેવા મત સાથે “આ વિચારણામાં મને ઘણુ તથ્ય લાગ્યું ” એમ લખીને મળતાપણું દાખવે ત્યારે સહેજે મને આશ્ચર્ય અને ગ્લાનિ થાય છે. ” આ મારા મિત્રને મારે એ જવાબ આપવાનો છે કે એક તે જૈનેન્દ્રકુમાર સાથે મારા મનનું મળતાપણું તેમને જણાવેલી બધી જ બાબતો અંગે માની લેવાની જરૂર નથી અને બીજું તે મારા મિત્રે જૈનેન્દ્રકુમારના આ બાબતને લગતા અમુક મંતવ્ય અંગે છ છેડાઈ જઈને તેમના વ્યકિતત્વ પરત્વે જે આક્ષેપ કર્યો છે તે યોગ્ય નથી. આ સંબંધમાં અમા ઉભયના પક્ષે વિશેષમાં ખુલાસારૂપ એ પણ જણાવવાનું કે પ્રસ્તુત નોંધમાં જાતીય આકર્ષણને લગતા ઉલ્લેખ ખરી રીતે કૃષ્ણમૂતિને અનુલક્ષીને કરવામાં આવ્યો નહોતો. સામાન્ય ગુરુપદારૂઢ વ્યકિતઓ જ એ વખતે અમારા ધ્યાન ઉપર હતી. આમ છતાં વાચક આ બાબતને કૃષ્ણમૂર્તિ સાથે જોડે તે સ્વાભાવિક છે. શ્રી કૃષ્ણમૂર્તિ વિષે શ્રી જૈનેન્દ્રકુમારને શું કહેવાનું છે તે હું જણાવવાની સ્થિતિમાં નથી. મારા પૂરતું હું જણાવી શકું કે શ્રી કૃષ્ણમૂર્તિ વ્યકિતગત રીતે ગમે તેટલા મહાન હોય તો પણ તેઓ જાતીય આકર્ષણથી સર્વથા મુકત છે એમ માની લેવાને કશું જ કારણ નથી. આમ છતાં, તેઓ સ્ત્રીઓ તેમ જ પુરુષો વચ્ચે સહજ ભાવે ફરતા હરતા હોઈને અને સ્રીસમાજથી સર્વથા વિમુખ રહેવાની તેમણે કોઈ ખાસ મર્યાદા સ્વીકારેલી નહિ હોઈને જે સંભાવના અન્ય ગુરુજના વિષે શ્રી જૈનેન્દ્રકુમારે કલ્પી છે અથવા તો નજરે નિહાળી છે તેવી સંભાવનાને શ્રી કૃષ્ણમૂર્તિ વિષે અવકાશ નથી એમ જરૂર કહી શકાય. આશા રાખું છું કે આટલા ખુલાસાથી મારા છંછેડાયેલા મિત્રનું, શ્રી રતિલાલ મફાભાઈ શાહ તેમ જ તેમની માફક વિચારતા અન્ય મિત્રાના મનનું સર્વાંશે નહિ તો મહદ્શે સમાધન થશે. પરમાનંદ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy