________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૧
.
'
એક યોનિમાંથી અન્ય યોનિમાં સંક્રમણ અને ભવભ્રમણ—આ માન્યતા * હિંદુ માનસમાં કંઈ કાળથી સીંચાતી રહી છે. . એ કારણે કર્મવશાત પિતાને આજે જે માનવદેહ મળ્યો છે તે ગતભવમાં કે આગામી ભવમાં ઈ પશુને દેહ પણ હોઈ શકે છે. આવી કલ્પનાને તેના ચિત્ત ઉપર સંસ્કાર જડાયેલું હોય છે.. આના પરિણામે ખ્રિસ્તીઓ, અને પાશ્ચાત્ય માનવી અને પશુને જેમ કેવળ અલગ ગણતા આવ્યા છે અને પશુઓ પ્રત્યે તેમને વર્તાવ કેવળ ઉપયોગ અને ઉપભેગને રહ્યો છે તે પાયાને કોઈ ભેદભાવ માનવી અને પશુ વચ્ચે હિન્દુ માન અને ભારતના વિચારઘડતરમાં આ હિન્દુ માનસનું જ પ્રભુત્વ આજ સુધી કાયમ રહેલું હોઈને હિન્દ્રમાનસને ભારતીય માનસ તરીકે ઓળખાવીએ તે–આ , ભારતીય માનસે કદિ ચિન્તવ્ય નથી. સમયાન્તરે ભારતના ક્ષેત્ર ઉપર
જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મને ઉદય થયો અને તે સાથે સજીવ આ સૃષ્ટિનું કોત્ર માનવી તથા પશુ સૃષ્ટિથી આગળ લંબાઈને વનસ્પતિ
સુધી અને તેથી પણ આગળ જઈને પૃથ્વી, જળ, તેજ તથા વાયુ સુધી લંબાયું અને આ બધા જીવમાં વિકસિત કે અવિકસિત દશામાં આત્મ તત્ત્વ રહેલું છે એવી માન્યતાને પ્રચાર તેમજ • સ્વીકાર થયો અને તેના પરિણામે અહિંસાનું–કરુણાનું—અનુકંપાનું ક્ષેત્ર પણ માનવી અને પશુ સૃષ્ટિને વટાવીને ઝીણામાં ઝીણા જીવજજુ સુધી અને ત્યાંથી આગળ ચાલીને વનસ્પતિ સુધી વિસ્તૃત બન્યું. આજના હિન્દુને–ભારતીયને–ખાનપાનને વ્યવહાર ગમે તે હોય, પણ તેની ભાવના જીવમાત્રનું ભલું ચિત્તવવાની રહી છે. તેની કરુણા ભૂતમાત્રને આવરી લે છે. . . માત્મવત્ સર્વભૂતેષુ યઃ સ્થિતિ : પુતિ સર્વ ભૂત પ્રાણીને જે પિતા સમાન જુએ છે તે જ સાચું એ છે. આ સૂત્ર તેના સમગ્ર ચિનાનને વરેલું છે. તેની પ્રાર્થના-જ્યારે પણ તે પ્રાર્થના કરે છે ત્યારે નીચે પ્રમાણે હોય છે: . सर्वेऽत्र सुखिनः सन्तु, सर्वे सन्तु निरप्भयाः। . सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग भवेत् ॥ આવો જ બીજો પ્રાર્થનાલૅક છે. सत्त्वेषु मैत्री, गुणिषु प्रेमोहूँ,
किलष्टेषु जीवेषु कृपापटत्वम् । મધ્યસ્થમા થvીતવૃત્ત,
- હા મHTSતુ વિદ્યા દેવ વળી હરિ સંવ નીવા, સર્વે જીવ ઉનનું
मित्ति मे सव्वभूऐसु, वेरं माझं न केणई ।। * એ પ્રકારની જૈન ઉકિત બહુ જાણીતી છે.
આ જ એક સુપ્રસિધ્ધ શ્લેક એક જૈન સ્તોત્રમાં જવામાં આવે છે, ' ફિવરનુ સર્વજ્ઞાતા,
જતિનિરસા મવસ્તુ મૂતાણા રોષા: પ્રથા નાશ,
સર્વત્ર કુવીમવતુ જો . આ શુભ ભાવના માત્ર માનવ સમાજ પૂરતી નહિ પણ સમસ્ત ભૂતગણને કલ્પનામાં સમાવીને ચિન્તવવામાં આવી છે, જ્યારે પાશ્ચાત્ય દષ્ટિ આપણે ઉપર જોયું તેમ માત્ર માનવ સમાજ પૂરતી જ સીમિત રહી છે. આ તફાવતનું પરિણામ પશુસૃષ્ટિ સાથેના તે તે સમાજના વ્યવહારમાં જુદું જુદું આવ્યું છે. યુરોપ આદિ પાશ્ચાત્ય દેશોએ પશુસૃષ્ટિ સાથે કેવળ ઉપયુકતતાની દ્રષ્ટિએ વ્યવહાર કર્યો છે. આ ઉપયુકતતા ખાનપાનને લગતી હોઈ શકે છે, વૈદકીય હોઈ શકે છે, ચાલુ વપરાશની ચીજોને લગતી હોઈ શકે છે,
વ્યાપારને લગતી હોઈ શકે છે, તેમજ મનોરંજનને લગતી હોઈ શકે છે. આવા કોઈ પણ હેતુ ખાતર એ પ્રજાએ ઉપયોગી જાનવરને પાળ્યા છે, અને એ જ હેતુ ધ્યાનમાં લઈને પશુઓને અપાર ઈજા પહોંચાડી છે, તેમજ તેમને અમાપ વધ પણ કર્યો છે. અને એમ કરતાં તેણે કશે આંચકો અનુભવ્યો નથી. આમ કરવું એ તેમની ઉપરના પોતાના અધિકારની બાબત છે એમ સમજીને આવી પ્રક્રિયાને તેણે તદ્દન વ્યાજબી લેખી છે.
ભારતમાં પણ પશુસૃષ્ટિ સાથે ઉપયુકતતાની દ્રષ્ટિએ કદિ કશે વ્યવહાર કરવામાં આવ્યું નથી, એમ કદિ કહી ન જ શકાય. આવો મેરે દેશ, ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને વલણવાળા લોકો, વળી પ્રજામાંના કેટલાક વર્ગો માંસાહારી, પાશવ પ્રકૃતિથી પ્રેરિત એ પ્રજાને ઘણો મોટો સમુદાય, વળી ધર્મના નામે યજ્ઞમાં તેમ જ દેવીઓ સમક્ષ કંઈ કંઈ સ્થળે ચાલતી પશુઓનાં બલિદાન આપવાની પ્રથા, માનવી સમાજની કેટલીયે જરૂરિયાતો માટે પશુઓને એક યા બીજી રીતે થત નિષ્ઠુર ઉપયોગ આ બધીંના કારણે ભારતમાં પણ પશુઓને પારવિનાને વધુ થતો રહ્યો છે અને તેમના ઉપર ભાતભાતનો ત્રાસ ગુજરતે રહ્યો છે. એમ છતાં સર્વ જીવ સાથે આમપમ્યની ભાવનાનાં બીજ ભારતીય માનસમાં પડેલાં હેઈને પશુ સાથેના તેના વ્યવહારમાં જેમ ઉપયુકતતાની વૃત્તિ જોવામાં આવે છે તેમજ તેમાં કરૂણાના અનુકંપાના એવા અંશે જોવામાં આવે છે કે જે અન્ય દેશોમાં ભાગ્યે જ નજરે પડે છે. દા. ત. નિરામિષાહારની દેશવ્યાપી પરંપરા. એક કાળે આપણા દેશમાં અન્ય દેશે માફક સર્વત્ર માંસાહાર વ્યાપેલે હતે. સમયાન્તરે ખેતીની શોધ થઈ અને અનાજનાં વાવેતર દેશભરમાં થવા લાગ્યા. પરિણામે માંસાહારમાંથી અન્નાહાર તરફ લોકો ઢળવા લાગ્યા. સાથે સાથે માનવી અને પશુમાં એક સરખા જીવ છે, એક જ આત્મતત્ત્વ છે, તેનામાં આપણાં જેવી ચેતના છેસુખદુ:ખનું સંવેદન છે, તે તેમને આપણા આહારને વિષય કેમ બનાવાય? આ પ્રશ્ન દેશના ચિન્તકો સમક્ષ રજુ થશે. માનવી માનસમાં રહેલી કરુણાવૃત્તિ પશુસૃષ્ટિ તરફ અભિમુખ બની, સતેજ થઈ. માંસના વિકલ્પમાં મળતાં અનાજ, કઠોળ, ફળ, શાક વડે જીવનનિર્વાહ શા માટે ન કરવો? આવી એક પ્રબળ વિચારધારા શરૂ થઈ. દેશના ઈતિહાસની રંગભૂમિ ઉપર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનું આગમન થયું. તે બન્નેએ આ દયાની-કરૂણાની ભાવનાને -ઉત્તેજન આપ્યું. જૈન ધર્મે નિરામિષઆહાર ઉપર ખૂબ ભાર મૂક્યો. વૈદિક વિચારસરણી ઉપર આ બન્ને ધર્મને ખૂબ પ્રભાવ પડયો અને તેના અનુયાયીઓમાં પણ નિરામિષઆહારને પ્રચાર થતો ચાલ્યો. - આ જ દ્રષ્ટિ લઈને કેટલાક એથી પણ આગળ ચાલ્યા. અને પોતાના ચાલુ જીવનને બને તેટલું અહિંસક એટલે કે હિંસામુકત બનાવવું એ પ્રકારની જીવનસાધના તરફ તેઓ ઢળ્યા. તેઓ નિરામિષાહારી તે હતા જ પણ એટલાથી તેમને સંતોષ ન થયું. તેઓ વનસ્પતિને પણ સજીવ માનતા હતા. તેથી તેને પણ સર્વથા નહિ તો શકય તેટલો ત્યાગ કરવા લાગ્યા, ખાનપાનમાં અહિંસાની દ્રષ્ટિએ સંયમ, તપશ્ચર્યા, ઉપવાસ આ બધી પ્રક્રિયાઓએ તેમના જીવનમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું.
આ ઉપરાંત ભારતીય જીવનમાં ગૌરક્ષા, પાંજરાપોળ, પારેવાને ચણ, કુતરાને રોટલા, કીડી માટે કીડીયારું પૂરવું, સર્પને પણ દૂધ પાવું-આવી અનેક પ્રવૃત્તિઓ આજે પણ જ્યાં ત્યાં જોવામાં આવે છે તે ભારતીય માનસમાં રહેલી પશુઓ પ્રત્યેની સમભાવની કરુણાની દ્યોતક છે. આ બધું ધ્યાનમાં લેતાં ભારતીય જીવન ઉપર અહિંસાના તત્વની અને તેના પરિણામ રૂપ પશુદયા અને નિરામિષાહારની અત્યંત ઘેરી છાપ પડેલી છે એ હકીકતને ઈનકાર થઈ શકે તેમ નથી. અને આ રીતે ભારતીય સંસ્કૃતિ અન્ય દેશની સંસ્કૃતિથી જુદી પડે છે, અને તેને અહિંસક એવા સાર્થક વિશેષણથી તારવવામાં આવે છે.
આમ જ્યારે ભારતીય સંસ્કૃતિને “અહિંસક’ શબ્દથી હું બીરદાવું છું ત્યારે વત્સલાબહેન તે સામે પડકાર કરે છે. અને પોતાના જવા