________________
તા. ૧-૧૦-૬૧
મિત્રાએ લેખો અથવા ચર્ચાપત્રો લખી મેાકલ્યા તેમના અને તેમાં શ્રી દલસુખભાઈ માલવણિયા તથા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કે જેમણે આ વિષય ઉપર પોતાના ચિત્તને કેન્દ્રિત કરીને ખરેખર ઉદ્બાધક એવી આલાચના લખી માકલી તે માટે તે બન્ને મિત્રાનો મારે ખાસ આભાર માનવા જોઈએ. શ્રી. વત્સલાબહેનનું ચર્ચાપત્ર આ આખી ચર્ચા અને વિચારવિનિમયનું નિમિત્ત બન્યું તે માટે તેમના વિષે પણ મારે આભારસૂચક ઉલ્લેખ કરવા જોઈએ. તેમના છેવટના જવાબમાં મેં પ્રસ્તુત વિષય ઉપર તાત્ત્વિક અને સારાસાર વિવેક દાખવતી આલાચનાની અપેક્ષા રાખી હતી. તેના બદલે તેમાં આગળની વાતનું પુનરાવર્તન અને આગળની હકિકતોનું પુન: રટણ જોઈને મને તેમજ પ્રસ્તુત ચર્ચામાં રસ ધરાવતા કેટલાક મિત્રોને ખૂબ નિરાશા ઉપજી છે. તેમાં ચર્ચવામાં આવેલા મુદૃાઓના જવાબ - આગળ ઉપર આપવામાં આવશે.
પ્રબુદ્ધ જીવન
પ્રસ્તુત ચર્ચાએ ઊભા કરેલા મુદ્દાઓ ઉપર આવું તે પહેલાં આ વિષય અંગે મારા ચિન્હનની જે તાત્ત્વિક ભૂમિકા છે તે પ્રથય રજુ કરૂ તો, ઉપસ્થિત કરવામાં આવેલા મુદ્દાઓનો જવાબ આપવાનું કાર્ય વધારે સરળ થશે. તેથી માનવી જીવનમાં અહિંસાના વિચાર કેમ ઉદ્ભવ્યો અને તેના વિકાસ પાશ્ચાત્ય દેશામાં તેમજ આપણે ત્યાં કેવી રીતે થયો તેને આપણે સૌથી
પ્રથમ વિચાર કરીએ.
અહિંસાવિષયક વિચારણાની ભૂમિકા
જીવસૃષ્ટિમાં નિમ્નકોટિના જન્તુઓથી માંડીને પંચેન્દ્રિય પશુ સુધીના જીવો અને માનવી વચ્ચે મોટો ફરક એ છે કે માનવીને વિચારકુશળ એવું વિકસિત મન પ્રાપ્ત થયું છે, અન્યના સુખ દુ:ખને સમજવા--કલ્પવાની તેનામાં કલ્પનાશકિત રહેલી છે, સારાસાર વિવેક કરતી તર્કશકિત—બુદ્ધિમત્તા તેનામાં છે, અને અન્યને સુખી જોઈને પ્રસન્ન થાય અને દુ:ખી જોઈને દ્રવીભૂત બને એવું સંવેદનશીલ હૃદય તેને પ્રાપ્ત થયું છે. આને લીધે માનવીમાં એ સમજણ સહજ છે કે પોતાને સુખ ગમે છે તેવી જ રીતે અન્ય માનવીને સુખ ગમે છે. પાતાને દુ:ખ ગમતું નથી, તેવી જ રીતે અન્ય માનવીને દુ:ખ ગમતું નથી; પાતે ઈચ્છે છે કે અન્ય માનવી પોતા સાથે એવી રીતે વર્તે છે કે જેથી પાતાના સુખમાં બાધા ન આવે અને પોતાને તેનાથી કોઈ દુ:ખ ઉત્પન્ન ન થાય. આ વિચારણા સાથે તેની બુદ્ધિ તેને કહે છે કે જે રીતે અન્ય માનવી પોતા સાથે વર્તે એમ પોતે ઈચ્છી રહ્યો છે તે મુજબ પેાતે પણ અન્યની સાથે વર્તવું ઘટે છે. બીજી રીતે કહીએ તેા અન્ય પેાતાને અનુકૂળ હોય એમ વર્તે અને પ્રતિકૂળ હોય એમ ન વર્તે એવી અપેક્ષા અન્ય પ્રત્યે તે અનુકૂળ વર્તાવ કરવા જોઈએ અને પ્રતિકૂળ વર્તાવ થઈ ન શકે એમ સહજપણે સૂચવે છે. વળી સમાજ સાથેનો ચાલુ અનુભવ તેને શિખવે છે કે સમાજમાં સામંજસ્ય કેળવવું હોય તે એક માનવીએ અન્ય કોઈ માનવીને પોતાના સ્વાર્થની ખાતર, પેાતાના લાભની ખાતર, કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવી ન જોઈએ. કોઈની પ્રાણહાનિ કરવી ન જોઈએ, કોઈને માનસિક ક્લેશ પેદા થાય એમ વર્તવું ન જોઈએ. આ ઉપરથી સહજ ફલિત થાય છે કે આવી સમજણ ઉપર જો માનવી માનવી વચ્ચેના, ભિન્નભિન્ન સમાજો વચ્ચેનો, જુદા જુદા રાષ્ટ્રો વચ્ચેન સંબંધ નિર્માણ થાય, કેળવાય તો કોઈના કોઈ સાથે સંઘર્ષ પેદા ન થાય, સર્વ કોઈ એકમેક સાથે સંપી જંપીને રહે. એમ થાય ત સર્વત્ર શાંતિ સ્થપાય અને પ્રેમનું સામ્રાજ્ય પેદા થાય. આ છે અહિંસાના સિધ્ધાન્તના પાયામાં રહેલી વિચારણા.
આ વિચારણા જ્યાં જ્યાં માનવી સમાજ અસ્તિત્વમાં આવ્યો છે ત્યાં ત્યાં પેદા થઈ છે, વિકસિત થઈ છે અને તે વિચારણાને કેન્દ્રમાં રાખીને માનવસમાજ આગળ વધતો રહ્યો. છે. આ વિચા
૧૦૫
રણાના પશ્ચિમના દેશમાં પણ વિકાસ થયો છે અને ભારત જેવા પૌર્વાત્ય દેશામાં પણ થયા છે. પશ્ચિમમાં અહિંસાની વિચારણાને ખ્રિસ્તી ધર્મની માન્યતામાંથી ચાલના મળી છે. ભારતમાં જેમાં વૈદિક, બૌદ્ધ, અને જૈન ધર્મના સમાવેશ થાય છે. એવા હિંદુ ધર્મ માંથી ચાલના મળી છે. એકમાંથી જેને આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના નામથી ઓળખીએ છીએ તેનો વિકાસ થયો છે. અન્યમાંથી ભારતીય સંસ્કૃતિનો વિકાસ થયા છે. એ બે વિચારધારા જે રીતે જુદી પડે છે તે રીતે ત્યાં વસતી પ્રજાના સમગ્ર જીવસૃષ્ટિ સાથેના વ્યવહારમાં અને તે પ્રત્યેના અભિગમમાં ચોક્કસ તફાવત પડયો છે.
હું નાનો હતો અને અંગ્રેજી અભ્યાસના મેં પ્રારંભ કર્યો ત્યારે અમને શિખવવામાં આવતી અંગ્રેજી પ્રાઈમરમાં કે એવા જ કોઈ અન્ય પાઠયપુસ્તકમાં એક વાકય આવતું હતું. તે વાકય હતું ‘Cow has no Soul’ ‘ગાયમાં આત્મા નથી.' આ વાક્ય મારી સમજમાં આવતું નહાતું, કારણ કે મારો ઉછેર એ પ્રકારની માન્યતામાં થયા હતા કે સર્વ સજીવ પ્રાણીમાં માનવી જેવા જ આત્મા છે અને તેથી ‘ ગાયમાં આત્મા નથી ’ એ વાકય કશા પણ અર્થ વિનાનું લાગતું હતું.
પણ આગળ જતાં આ દુનિયાની ઉત્પત્તિ અને રચના અંગે ખ્રિસ્તી ધર્મની માન્યતાની ખબર પડી ત્યારે ઉપરના વાકયનો અર્થ સમજાયે. ખ્રિસ્તી ધર્મ મુજબ ઈશ્વરે પહેલાં આ ચરાચર સૃષ્ટિ પેદા કરી અને પછી માનવીને પેદા કર્યો અને તેનામાં પોતાની પવિત્ર ચેતનાનો અંશ દાખલ કર્યો. આ રીતે માનવી એ ઈશ્વરનું ખાસ સર્જન—Special creationલેખાયો અને એ ઉપરથી એમ ફલિત કરવામાં આવ્યું કે આ પૃથ્વી ઉપરની સર્વ સંપત્તિ, ચરાચર જીવસૃષ્ટિ—આ બધું ઈશ્વરનું જે વિશિષ્ટ સર્જન છે તે માનવીના ઉપયોગ માટે છે. માનવી તેના સ્વામી છે અને પૃથ્વી તેની મિલ્કત છે. એમાં રહેલા જીવામાં કોઈ આત્મા જેવું તત્વ નથી અને જડદ્રવ્ય માફ્ક જ તેનો ઉપયોગ તથા ઉપભાગ થઈ શકે છે. સમયના વહેવા સાથે ખ્રિસ્તી ધર્મની આ માન્યતા વિષે જનતાની શ્રાદ્ધા ડગમગવા લાગી, સુપ્રસિદ્ધ વિજ્ઞાનશાસ્ત્રી ડાર્થીને પશુઓની ભિન્નભિન્ન કોટિઓ અને તેમાંથી ઉન્કાન્ત થયેલા માનવ પ્રાણીની કોટિ અંગે ઉત્ક્રાન્તિવાદના નવા સિદ્ધાંત જગત આગળ રજુ કરીને સૃષ્ટિના ઉદ્ભવ અને રચના અંગેની ખ્રિસ્તી ધર્મની માન્યતાને ખોટી પાડી, ઉથલાવી નાખી. આમ છતાં પણ માનવીથી ઈતર એવી પશુસૃષ્ટિને ઉપભાગ અને ઉપયોગનું સાધન માનતી એવી જે મૂળ દ્રષ્ટિ હતી તે ત્યાંની પ્રજામાં કાયમ રહી. આ લેખના પ્રાર’ભમાં જે અહિંસાની વિચારણા રજુ કરવામાં આવી છે તે વિચારણા ખ્રિસ્તી ધર્મના Ten Commandments માં સ્પષ્ટપણે જોવામાં આવે જ છે અને પછી પણ એ દશ આજ્ઞાઓ દ્રારા સુચવાયેલા નૈતિક ધોરણ ઉપર જ માનવીના સામાજિક આચારવ્યવહારનું પશ્ચિમના દેશામાં ઘડતર થતું રહ્યું છે, પણ એ બધું એટલે કે દાન, દયા, સેવા, વિશ્વબંધુત્વ, પ્રેમ, ઉદારતા, અહિંસા, શીલ વગેરે ખ્યાલ માનવસમાજ પુરતા સીમિત રહ્યા છે. પશુઓ વિષે દયા, અનુકંપાનાં દ્રષ્ટાંત ત્યાંના જીવનમાં છૂટાછવાયાં મળે છે, પણ સામાન્યત: પશુઓને ઉપયોગ તથા ઉપભાગના સાધન તરીકે જ લેખવામાં આવ્યા છે.
ભારતીય દ્રષ્ટિ અને તત્કલિત વિચારધારા આથી જુદી પડે છે. જેવા ફક પાશ્ચાત્ય સંસ્કૃતિ મુજબ પશુસૃષ્ટિ અને માનવસૃષ્ટિ વચ્ચે કલ્પવામાં આવ્યો છે તેવા કોઈ ફરકને ભારતીય દર્શનમાં સ્થાન નથી. જેવા આત્મા માનવીના શરીરમાં વાસ કરી રહ્યો છે તેવાજ આત્મા ગાય, ભેંસ, કીડી કે મંકોડીના શરીરમાં વાસ કરી રહ્યો છે. આ હિંદુ ધર્મમાં પાયાની માન્યતા રહી છે. આમ બનવાનું એક વિશેષ કારણ છે. કર્મના સિદ્ધાંત અને કર્મ મુજબ