________________
વખતે, ત્યારે મને એમાં ભગવાન
જ અનુભવ થાય છે. હાથ પકડું છું ત્યારે કોઈ છોકરાના હાથ કે કોઈ છેકરીના હાથ નથી લાગતા, પણ ભગવતસ્પર્શની જ પ્રતીતિ થાય છે. આ શબ્દને નહિ, અનુભવના વિષય છે. એની વ્યાખ્યા ન થઈ શકે.
૧૦૪
મારી આ જિંદગી તો જ્યાં સુધી આયુષ્ય હશે ત્યાં. સુધી ચાલશે. પરંતુ મને એવા ભાસ થાય છે કે ભારત દ્વારા વિશ્વાત્મા હરિની સેવા થાય એ એકમાત્ર પ્રવૃત્તિ હવે મારી છે. ભગવાન મારી પાસેથી આવી સેવા લઈ રહ્યા છે અને લેશે. ‘ભારત દ્વારા ’ એ શબ્દો પણ હું મમત્વભાવથી નથી કહેતા. એના અર્થ એટલા જ કે મારી શકિત એટલી જ છે, વધુ નહિ, ભારત સાથે મારા હવે આટલાં વર્ષાના પરિચય થયો. અહીંની બધી ભાષાઓના અધ્યયનમાં આંખા ક્ષીણ થઈ ગઈ. અહીંના સાહિત્યસાગરમાં પાણીમાં જેમ માછલી રહે તેમ હું રહ્યો છુ.
તો વિશ્વની સેવા હું આ જગ્યાએ જ રહીને કરીશ? મને વિશ્વાસ છે કે આજે વિજ્ઞાન એટલું આગળ વધી રહ્યુ છે કે વિશ્વની સેવા સારું વિશ્વભરમાં ધૂમવું નહીં પડે. બલ્કે એવી અવ્યકત, અસ્પષ્ટ ભાવના, મનમાં આવે છે કે જેમ એક જગ્યાએ બેઠાં બેઠાં જ બેલાસ્ટિક શો' ના ઉપયોગ કરવાની ક્ષમતા ઊભી થઈ છે તેમજ આપણે એવી આધ્યાત્મિક સાધના કરવી પડશે કે જેથી કોઈ ખૂણામાં બેઠા રહીને પણ ત્યાંથી સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકાય. એ સારું પૂર્ણ હૃદયશુદ્ધિ જોઈએ. પ્રભુ તમને અને મને આવી હૃદયશુદ્ધિ બક્ષો એ જ ભગવાનને પ્રાર્થના છે.
હાથ ઝાલીને તું અને ચલાવી રહ્યો છે.
હમણાં હું દુનિયાના એક ખુણામાં છું. ભારતનાયે એક ખૂણામાં છું; પરંતુ મને એવો ભાસ નથી થતો કે હું નિજસ્થાનથી દૂર છું. પોતાના સ્વજનાથી દૂર છું. એક ક્ષણ સારુંયેં આમ નથી થતું. બલ્કે માનવભાવ જ મારા મનમાં આવે છે. એમાં આ રાષ્ટ્રભેદ, ભાષાભેદ, પ્રાંતભેદ નથી રહેતા; પણ બધાં માનવા છે, એજ ભાવ રહે છે. બીજો એક ભાવ આવે છે, જે જતા નથી, તે એ કે આ સહુ ઈશ્વર છે અને ખાસ કરીને હાથ પકડીને ચાલતો હોઉં છું ત્યારે તા નીવાસીદાતી પનિયા ’મારો હાથ ઝાલીને તું મને ચલાવી રહ્યો છે એ જ એક ભાવ હોય છે અને કેટલીક ક્ષણ એવી હોય છે જ્યારે આંખા સર્વ સૃષ્ટિ ઈશ્વરમય ભાળે છે અને આ ભાવ ન હોય ત્યારે માનવભાવ તો હોય જ છે.
પ્રબુદ્ધ જીવન
. તમારો ખૂબ ઉપકાર છે કે તમે આટલા પ્રેમ' આ તુચ્છ દેહ પર વરસાવી રહ્યા છે. મારી ૬૬ વર્ષની ઉંમરમાં હું ઈશ્વરને એમ નથી કહી શકતા કે તે મને દુ:ખ દીધું છે. સર્વત્ર સુખ જ હું પામ્યો છું. જેટલા પ્રેમ પામ્યો એના એક અંશમાત્ર પણ હું નથી ચૂકાવી રહ્યો. પ્રાચીન પાસેથી, અર્વાચીન પાસેથી, દૂરનાઓ પાસેથી, નજીકનાઓ પાસેથી (શરીરની દ્રષ્ટિએ) આવી રીતે કન્યાકુમારીથી કાશ્મીર સુધી અને અહીં આસામ સુધી મને જે મળ્યું છે એનું વર્ણન થઈ શકે તેમ નથી. મને જે મળ્યું છે એ એટલું બધું પારાવાર છે કે હું એ ઋણ ચૂકવી રહ્યો છું એમ નથી લાગતું. માધવદેવે ગુરુને માટે જે લખ્યું છે, તે જ હું જનતા સારું કહ્યું છું નાહી અંગછીત પરે—પ્રણામ કર્યા સિવાય બીજું કોઇ સાધન નથી. તમને સહુને હું ભકિતભાવથી પ્રણામ કરું છું. જન્મદિને: હેન વાધુખુદી (માસામ) ૧૧-૯-૬૧
વને
A
કેટ કેટ (છંદ: મિશ્રવસંત)
ક્રિયામહિ હુંરત હોઉં ત્યારે કહેવાનું રહે ના કંઈ કાળને,
ને ડાબલા એની સવારીકેરા
ના સંભળાવે ઘડિયાળ યે મને.
ને કેવી ઓહ્ પળપળે મુજ કાન કોરે કાંટાપગી શી ઘડિયાળની નિત્ય કક હું તો પ્રમાદતણી કામળી ઓઢતી ત્યાં!
ગીતા પરીખ
તા ૧-૧૭-૧
કરુણાવિચાર વિરુદ્ધ ઉપયુકતતાવાદ ઉપસ હાર પ્રાસ્તાવિક
‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧–૩–૬૧ ના અંકમાં ‘ઘુમુક્ષિતઃ વિન ોનિ પાવું? એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખમાં માંસાહારને ઉત્તેજન આપવાના અને પરદેશી હુંડિયામણ વધારે ને વધારે મેળવવાના આશયથી પ્રેરાયલી, પશુઓની મેાટા પાયા ઉપર કતલ થઈ શકે અને તેના માંસની તેમજ મચ્છીની મોટા પ્રમાણમાં પરદેશોમાં નિકાસ થઈ શકે એ પ્રકારની-ભારત સરકારની આયોજન નીતિની મે ટીકા કરી હતી અને આર્થિક ભીંસના દબાણ નીચે આપણી સરકાર જડ પદાર્થો અને પશુઓ વચ્ચે કશા વિવેક કરવા માંગતી નથી એ પ્રકારના તે લેખમાં આપણી સરકાર ઉપર મેં આક્ષેપ કર્યો હતો. આ લેખ વાંચીને શ્રી વત્સલાબહેને મારી ઉપર એક ચર્ચાપત્ર મેાકલ્યું હતું અને તેમાં માંસ--મચ્છી આજે નહીં પણ હજારો વર્ષોથી ભારતના મોટા ભાગના લોકો ખાતા આવ્યા છે અને આજે પણ દેશના ઘણા મોટો ભાગ માંસાહારી છે, અને આ માંસાહારના વિરોધ કરતા જૈને માતી તથા રેશમના વેપાર કરે છે અને તે પણ એટલા જ હિંસક છે, વળી સરકાર વાંદરાની નિકાસ કરે છે તેમાં શું ખોટું કરે છે? કારણ કે તેના ઉપર વૈજ્ઞાનિક સંશાધનો થઈને લાકોને મરતા બચાવવાના અનેક ઉપાયો અને ઇ જેકશના શેાધાય છે અને તેથી વાંદરા અને માણસ વચ્ચે આપણે માણસને જ પસંદગી આપવી જોઈએ— આવી મતલબના કેટલાક વિચારો તેમણે રજુ કર્યા હતા. આ તેમનું ચર્ચાપત્ર કરુણા સામે ઉપયુકતતાનું જે સનાતન ઃ માનવીના જીવનમાં ચાલી રહ્યું છે તેનું જ સૂચન કરે છે એમ સમજીને ‘કરુણા વિચાર વિરુદ્ધ ઉપયુકતતાવાદ' એ મથાળા નીચે તા. ૧૬-૩-’૬૧ના શ્રી. વત્સલાબહેનનું પ્રસ્તુત ચર્ચાપત્ર પ્રગટ કર્યું હતું અને આ વિવાદાસ્પદ પ્રશ્નમાં રસ ધરાવતા અને તે ઉપર ચાલુ ચિન્તન કરતા કેટલાક મિત્રાને તેમજ પ્રબુદ્ધ જીવનના વાંચકોને પેાતાના વિચારો લખી મોકલવા મેં નિમંત્રણ આપ્યું હતું. આ નિમંત્રણને માન આપીને પૂજ્ય કાકાસાહેબ કાલેલકર, સ્વામી સત્યભકત, શ્રી દલસુખભાઈ માલવણિયા, મુનિશ્રી નથમલજી, મુનિશ્રી સન્તબાલજી, શ્રી રતિલાલ મફાભાઈ શાહ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી પ્રાણલાલ કાલીદાસ, શ્રી ભંવરમલ સિંધી, શ્રી અપ્પાસાહેબ પટવર્ધન, શ્રી ગૌરીશંકર ભટ્ટ તથા શ્રી લવણપ્રસાદ શાહ—આટલા મિત્રોએ માનવી જીવનની આ જટિલ સમસ્યાનો ઉકેલ શોધવા મથતા લેખા અથવા તો ચર્ચાપત્રે મારી ઉપર લખી મોકલ્યા હતા. આ સર્વે લેખા યા ચર્ચાપત્ર મે માસની પહેલી તારીખના પ્રબુદ્ધ જીવનથી આજ સુધીના અંકોમાં અનુક્રમે પ્રગટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૯૫૭ની સાલમાં મુંબઈ ખાતે ભરાયલી વિશ્વ વનસ્પત્યાહાર કોંગ્રેસનું ઉદ્ઘાટન કરતાં ભારતના રાષ્ટ્રપતિએ કરેલું પ્રવચન નિરામિષાહારના પ્રશ્ન ઉપર મહત્વપૂર્ણ પ્રકાશ પાડતું હોઈને તા. ૧-૮-’૬૧ ના પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરવામાં આવ્યું હતું. આ બધા લેખા અને ચર્ચાપત્ર પ્રગટ થયા બાદ શ્રી વત્સલાબહેને પેાતાના એક છેવટનો જવાબ લખી મોકલવા ઈચ્છા દર્શાવી અને તે મુજબ મળેલા જવાબ પણ છેલ્લા તા. ૧૬૯ ૬૧ ના પ્રબુદ્ધે જીવનમાં પ્રગટ કરવામાં આવેલ છે.
અંકમાં મે
હવે આ આખી ચર્ચાને સમેટી લેતાં ઉપસંહાર રૂપે ચર્ચા દરમિયાન ઉપસ્થિત થયેલા હિંસા—અહિંસાને લગતા અનેક મુદ્દાઓને આવરી લેતી સમાલાચના કરવાનું મારા ભાગે આવે છે. આ જવાબદારી ઘણી વિકટ અને મારી બુદ્ધિની આકરી કસોટી કરે તેવી લાગે છે. એમ છતાં જેનો પ્રારંભ કર્યો તેની યોગ્ય પૂર્ણાહુતિ મારે કરવી જ રહી. આ શરૂ કરૂં તે પહેલાં મારા નિમંત્રણને માન આપીને જે