SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૧ * કુમારી સુધાબેન રમણલાલ લાકડાવાળા બાલુભાઈ નાનાલાલ શાહ અનસૂયાબહેન બાલુભાઈ શાહ કુસુમચંદ્ર ડાહ્યાભાઈ શાહ જ્યોત્સ્નાબહેન કુસુમચંદ્ર શાહ નાનાલાલ હંસરાજ શાહ ૨૩ ૨૪ સૂરજબેન નાનાલાલ શાહ દામજીભાઈ વેલજી ૨૫ * ૨૬ ” ઉમરશીભાઈ ખીયશી વીરા * 車 * $ * ૧૮ ૧૯ 事 ૨૦ ૨૧ ૨૨ ** ૩૩ ૩૪ ૩૫ ૩૬ ૩૭ 35 39 3) ૨૭ ૨૮ ૨૯ * ૩૦ 您 ૩૧ ” મેાહનલાલ ખાનચંદ સપ્રુ * ૩૨ મેારારજી વાલજી כ' JA * ખેતશીભાઈ માલશી શાહ 3) કાનજીભાઈ કારશી શાહ માવજીભાઈ શિવરાજ વીરા ટેકરાંદલાલજી 22 33 ” ચંપાબેન વ્રજલાલ ” વિમળાબેન શાહ ', ૩૮ રમણીકલાલ મણિલાલ શાહ કાન્તિલાલ પ્રભુદાસ શાહ લખમશી નેણશી છેડા ઠાકોરભાઈ ઝવેરચંદ શાહ શાહ " ૩૯ જાસુદબહેન રમણીકલાલ શાહ 車 ४० ' બુદ્ધ જીવન ભગુભાઈ પોપટલાલ શાહ | અમારા પ્રવાસના પુષ્પાબહેન ભગુભાઈ શાહ સંચાલક અમારા પ્રવાસની આ પૂર્વભૂમિકા છે. હવે પછીના આ પ્રવા આ સનું વિગતવાર વર્ણન નહિ, પણ મુખ્ય મુખ્ય હકીકતોની લગભગ યાદી જેવું કાંઈક આપવાના આશય છે, જેથી અમારા એક માસના ભરચક પ્રવાસ દરમિયાન અમે શું શું જોયું તેની ઘુબુદ્ધ જીવનના વાંચકોને ઝાંખી થાય અને આવા પ્રવાસો આપણા જ્ઞાન અને અનુભવમાં કેટલી વૃદ્ધિ કરનાર બને છે તેનો તેમને કાંઈક ખ્યાલ આવે. પરમાનંદ (અપૂર્ણ) ડા.ઉમાકાન્ત શાહને સંધે આપેલી શુભભવદાય જૈન મૂર્તિ શાસ્ત્ર, જૈન ધર્મ અને પશ્ચિમ ભારતની શિલ્પ તેમ જ સ્થાપત્ય કળા ઉપર અમેરિકાની યુનિવર્સિટી ઑફ પેન્સીલવેનિયાના ઑરિયેન્ટલ (પૌર્વાત્ય) વિભાગમાં વ્યાખ્યાનો આપવા માટે વડોદરા યુનિવર્સિટીના પ્રાચ્ય વિદ્યામંદિરના ઉપનિયામક ડૅા. ઉમાકાન્ત શાહને અમેરિકાના એકસચેઈન્જ ઑફ પ્રફેસર્સ પ્રાગ્રામ (અધ્યાપકોની અદલાબદલીને લગતા કાર્યક્રમ) મુજબ હિન્દુસ્તાનમાંના યુનાઈટેડ સ્ટેટ્સ એજ્યુકેશનલ ફાઉન્ડેશન તરફથી નિમંત્રણ મળવાના પરિણામે તથા ફૂલબ્રાઈટ એન્ડ સ્મીથમન્ડ ફંડ તરફથી તેમના પ્રવાસખર્ચની જોગવાઈ થવાના પરિણામે તેઓ તા. ૫-૯-૬૧ ના રોજ અમેરિકા જવા માટે આગળના દિવસે મુંબઈ આવેલા. તે તકનો લાભ લઈને તા. ૪-૯-૬૧ ના રોજ શ્રી. મુંબઈ જૈન યુવક સંધની કાર્યવાહક સમિાત તરફથી તેમનું સંઘના કાર્યાલયમાં બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી. કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાએ ડૉ. ઉમાકાન્ત શાહને પરિચય આપતાં જણાવેલું કે, “૧૯૫૩ માં ૐ ઉમાકાન્ત શાહે “ જૈન મૂર્તિવિદ્યા ” ઉપર મહાનિબંધ લખી પી. એ. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરી છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી તેમને મ્યુઝયોલોજીના ડીપ્લોમા મળ્યો છે. ભારતનાં પ્રાચીન સ્થળે, પ્રતિમાઓ અને પ્રાચીન કળાના તેઓ ખાસ અભ્યાસી છે. ૧૯૫૪માં બનારસ યુનિવર્સિટીના ઉપક્રમે તેમણે ત્રણ વ્યાખ્યાના આપેલાં જે Studies in Jain Arts' ના નામે પ્રગટ આવ્યાં છે. તદુપરાંત ‘સુવર્ણ ભૂમિમે કાલકાચાર્ય' એ કરવામાં નામની ૧૦૧ એક હિન્દી પુસ્તિકા તેમના તરફથી બહાર પાડવામાં આવી છે. વળી મુંબઈ પ્રદેશ અવિભકત હતો તે દરમિયાન તેમણે તૈયાર કરેલું આકોટાની ધાતુપ્રતિમા અંગેનું એક અભ્યાસપૂર્ણ સચિત્ર પ્રકાશન મુંબઈ સરકાર તરફથી પ્રગટ કરવામાં આવ્યું છે. ભારતીય કળા, જૈન મૂર્તિ શાસ્ત્ર તેમ જ ગુજરાતના ઈતિહાસ અંગે તેમણે ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષામાં અનેક લેખો લખ્યા છે અને ત્રણે ભાષાના માસિકોમાં પ્રગટ થતા રહ્યાં છે." ત્યાર બાદ ૐ. ઉમાકાન્ત શાહને શુભવિદાય ઈચ્છતા સંઘના મંત્રી શ્રી. પરમાનંદ કાપડિયાએ સંઘ તરફ્થી બે વર્ષ પહેલાં યોજવામાં આવેલ વસન્ત વ્યાખ્યાનમાળામાં ડૉ. ઉમાકાન્ત શાહે રંગીન સ્લાઈડો સાથે જૈન મૂર્તિ, શિલ્પ અને સ્થાપત્ય ઉપર આપેલ વ્યાખ્યાનની સભ્યોને યાદ આપી હતી અને અમેરિકાના લોકોને દેખાડવા માટે જે ચિત્રો, ફોટોગ્રાફો અને સ્લાઈડોનો ઘણો મોટો સંગ્રહ તેઓ સાથે લઈ જઈ રહ્યા છે અને જે અહીં આપણને દેખાડવા માટે આજે તેમની પાસે વખત નથી તે, પેાતાનું કાર્ય —મીશન—સફળતાપૂર્વક પતાવીને આશરે છએક મહિના બાદ પાછા ફરે ત્યાર બાદ. સંઘના સભ્યોને તેઓ દેખાડે એવી તેમને વિનંતિ કરી હતી. સંઘના પ્રમુખ શ્રી. ખીમજીભાઈ ભૂજપુરિયાએ પુષ્પહારથી ડી, ઉમાકાન્ત શાહનું બહુમાન કર્યું હતું અને ૐ. ઉમાકાન્ત શાહે એ માટે સંઘનો આભાર માન્યો હતો અને પોતાના સંગ્રહ, તેઓ પાછા ફરે ત્યારે સંઘના સભ્યોને દેખાડવા વચન આપ્યું હતું. અલ્પાહાર બાદ સભા વિજિત કરવામાં આવી હતી. સઘના સભ્યાને અસીંચન માટે અનુરોધ જ્યારે પર્યુષણ આવે છે ત્યારે સંઘના સભ્યોને સંધના નિધિમાં પૂરવણી કરવા વિનંતિ કરવામાં આવે છે. આ મુજબ જ્યારે જૈના ના અમુક વિભાગનાં પર્યુષણ પૂરાં થયા છે, અને અન્ય વિભાગનાં પર્યુષણ શરૂ થયાં છે ત્યારે સંઘના સભ્યો અને શુભેચ્છકોનું સંઘની આર્થક જરૂરિયાતા તરફ ધ્યાન ખેંચવું જરૂરી લાગે છે. ‘પ્રબુદ્ધ જીવન'નું પાક્ષિક પ્રકાશન સંઘની એક મુખ્ય પ્રવૃત્તિ છે. સભ્યો તથા. ગ્રાહકોની સંખ્યા અતિ મર્યાદિત હોઈને અને આવક માટે પ્રારંભથી જાહેર ખબરનું અવલંબન નહિ લેવાના આગ્રહના કારણે પ્રબુદ્ધ જીવનના પ્રકાશન પાછળ દર વર્ષે આશરે રૂા. ૩૦૦૦ ની પૂરવણી . સંઘને કરવી પડે છે. સંઘના ચાલુ વહીવટ ા. ૨૦૦૦ની અપેક્ષા રાખે છે. સંઘ તરફથી ચાલતા શ્રી મણિલાલ મેાકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય પુસ્તકાલય માટે રૂા. ૨૫૦૦થી ૩૦૦૦ દર વર્ષે મેળવવાના રહે છે. વૈદ્યકીય રાહતની માંગ દિનપ્રતિદિન વધતી જાય છે અને તે પાછળ આશરે રૂ!. ૧૦૦૦ નો વ્યય થાય છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા પાછળ પણ આશરે રૂા. ૧૫૦૦ ના ખર્ચ થાય છે. આમ આશરે રૂા. ૧૦૦૦૦ ની પ્રાપ્તિ થાય તે સંઘની બધી પ્રવૃત્તિઓ નિશ્ચિતપણે ચલાવી શકાય એટલું જ નહિ પણ તેને વિકસાવવાનું પણ વિચારી શકાય. સંઘની બધી પ્રવૃત્તિઓ સાર્વજનિક પ્રકારની રહી છે. પ્રબુદ્ધ જીવન તથા પર્યુષણ વ્યાખ્યાનમાળા વિચારના ક્ષેત્રે વિશાળ ગુજરાતી સમાજની એક મહત્વની સેવા કરી રહેલ છે. સાર્વજનિક વાંચનાલય--પુસ્તકાલય તથા વૈદકિય રાહત પ્રવૃત્તિ સંઘના કાર્યાલય આસપાસ વસતા લોકો માટે આશીર્વાદરૂપ બની રહેલ છે. સંઘની આ બધી જરૂરિયાતો માટે સભ્યોને વ્યકિતગત રીતે પહોંચવાનું અશકય છે. સંઘની પ્રવૃત્તિઓ સતત ફાલતીફૂલતી રહે એ જોતા રહેવાની દરેક સભ્યની ફરજ છે. આ ફરજના અનુપાલન રૂપે સંઘના કાર્યાલય ઉપર શક્ય હોય તેટલા ઉદાર ફાળો મોકલી આપવા દરેક સભ્યને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે. જે કોઈ સભ્ય સંઘની કોઈ ચોક્કસ પ્રવૃત્તિને અનુલક્ષીને દાન માકલશે તે સભ્યનું તે દાન તે પ્રવૃત્તિ ખાતે જમે કરવામાં આવશે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ ૩... મંત્રીઓ મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy