________________
તા. ૧૬-૯-૬૧
અંગ્રેજી લિપિ ફરજિયાત દાખલ કરી હતી. સ્ત્રીઓના બુરખા ફરજિયાત કઢાવીને તેમને સમાજમાં આગળ કરી હતી. ફરિજયાત એણે જનતામાંથી વહેમ, અંધશ્રાદ્ધા, અને ધર્મને નામે ચાલતાં ધર્મીંગ બંધ કર્યાં હતાં. આજે તુર્કસ્તાન એક મગરૂર થવા જેવા દેશ છે, પણ તે સમયે આતાનુર્કનો જાન લેવાની પણ એને ધમકીઓ અપાઈ હતી. તો જનતાના હિત માટે શું સારૂં છે એ કોણ નક્કી કરે? જનતા? સરકાર ? જનતામાં પણ કયો વર્ગ? તે વિષે પણ બે મત હોય છે. કોઈ કહેશે કે, બહુમતિ કોમા, તો કોઈ કહેશે લઘુમતિ કોમેો. આથી કોઈ પણ દેશની ધાર્મિક, સામાજિક અને આર્થિક પ્રગતિ આણવી હોય તો એક વાર સરકાર ચૂંટવી જોઈએ અને પછી ચૂંટેલી સરકારના થોડા ઘણા કાયદા તો માન્ય રાખ્યે જ છુટકો ગમે કે ન ગમે.
પ્રબુદ્ધ જીવ ન
શ્રી. માલવણિયાને જાણીને આશ્ચર્ય થશે કે બંગાળમાં બ્રાહ્મણા માંસ ખાય છે, એટલુંજ નહિ પણ સૌભાગ્યવતી સ્ત્રીને રોજ માછલી ખાવી જ પડે છે—ભાવતી હોય કે ન ભાવતી હોય તો પણ. અને એ કહે છે તેમ બંગાળ વગેરે પ્રાન્તાનાં બ્રાહ્મણો પણ ગણ્યાગાંઠયા જ ખાતા હોય એમ માની લઈએ તો પણ બ્રાહ્મણેt કાંઈ કોઈ પ્રાંતના મોટો વર્ગ નથી. બ્રાહ્મણા બધે જ લગભગ માંસાહાર કરે છે અને આજે પણ ભારતની એંસી ટકા વસ્તી માંસાહારી જ છે. (જુઓ શ્રી. કાકાસાહેબનાં ઉપર ટાંકેલાં વાકયો ).
જૈનામાં કોઈક જ એવા હશે કે જેમણે માતી ને રેશમમાં થતી કાળુ માછલી અને કીડાની હિંસા માટે લાખ્ખોના ધંધા છેડી દીધા હશે, પણ મોટા ભાગના વેપારીઓએ હિંસા ખાતર આ ધંધા છેડયા નથી અને મોટા ભાગના વેપારીઓ હજી પણ આ ધંધામાંથી લાખ્ખાની કમાણી કરે છે અને આ હિંસા માંસાહાર કરતાં વધારે હિંસા છે. કેમકે આ બન્ને મેાજશેખ અને નિરંકુશ ઈન્દ્રિ યોના વૈભવની વસ્તુઓ છે, જે વગર શ્રીમંત સ્ત્રીઓ ખુશીથી ચલાવી શકે છે. વળી જેને અહિંસા પરમ ધર્મ છે અને ઓછી હિંસા શું ને વધારે હિંસા શું? હિંસા એટલે હિંસા જ, જે ધર્મી ઓ જં તુઓની હિ`સા ન થાય માટે પાણી ઉકાળીને પીએ કે લીલેાતરી સુકવીને ખાય કે મીઠું શેકીને ખાય તેમને માટે રેશમ અને મેતી જેવા પૈસા વધારવાના વ્યવસાયોમાંથી થતી હિંસા ધાર હિં'સા જ ગણાય.
વાંદરા પર પ્રયોગાન થવા જોઈએ એમ માનનારે કોઈપણ હિસાબે પોતાના કે પોતાના કુટુંબીજનો પર કોઈપણ પ્રકારની શસ્ત્રક્રિયા ન કરાવવી જોઈએ, કેમ કે આ શસ્ત્રક્રિયા વાંદરા પર સફળ થાય તો જ મનુષ્ય પર અજમાવાય છે. એક પેનિસિલિનનું કે ધનુર્વાનું ઇ ંજેકશન લેવાથી પણ શરીરમાં લાખ્ખો જંતુઓ મરી જાય છે. તો ઈજેકશનો, પ્રાણીઓનાં લોહી ને લીવર જેમાં આવતાં હાય એવી દવાઓ ને ટૈનિકો અહિં સકે ન જ લેવાં જોઈએ. તેમ છતાં પેાતાના કે પોતાના સ્વજનના જીવનનો પ્રશ્ન આવે છે ત્યારે વાંદરાં પરના પ્રયોગોનો પ્રખર વિરોધ કરનાર અહિંસાવાદી પણ શસ્ત્રક્રિયા કરવા કે કરાવવા તત્પર થઈ જાય છે. તે તેમણે એટલું યાદ રાખવું ઘટે કે આ બધી જ શત્રક્રિયા પ્રાણીઓ પર સફળ થયા પછી જ મનુષ્ય પર અજમાવાય છે. સીધી મનુષ્ય પર ડૅાકટર અજમાવે તો કોઈ પણ મનુષ્ય એ જોખમ ખેડવાને તૈયાર છે? નહિજ.
કીડી અને જંતુના કષ્ટને નિવારણ આપનાર જૈન મુનિઓને મેં મુંબઈની જાણીતી એક ગુજરાતી ઈસ્પિતાલમાં શસ્ત્રક્રિયા કરાવતા જોયા છે. શસ્ત્રક્રિયામાં જંતુવિનાશક દવાના બાલે બાટલા વપરાય છે. આ દવાથી શું લાખ્ખા જંતુઓના સંહાર નથી થતા? અને સેંકડો ઇજેકશનો શસ્ત્રક્રિયા પહેલાં અને પછી લેવાથી બીજા કેટલાં લાખ જંતુઓ મરી જાય છે. તેના કોઈએ અંદાજ કાઢ્યા છે? જૈન મુનિઓને આ બધું સ્વીકાર્ય છે?
૯૫
પૃથ્વી પરનાં કોઈ પણ સુધરેલા માંસાહારી દેશમાં પણ કોઈ ઘરડાં માબાપને ગોળીએ મારતું નથી. દલીલમાં અર્થહીન દલીલા કેટલી હદે પહોંચે છે તેનું શ્રી. માલવણિયાની આ દલીલ ઉદાહરણ છે. જ્યારે આજથી દોઢસો વર્ષ પર સતીની પ્રથા બંધ કરવાનું સમાજસુધારકો કહેતા ત્યારે લોકો કહેતા, “ સ્ત્રીને જો પતિ પાછળ બળી મરવાનું ફરજિયાત નહિ હોય તા બધી સ્ત્રીઓ પોતાના વરને ઝેર આપીને મારી નાખશે અને પછી ફરી પરણશે.” એના જેવી જ અર્થહીન આ દલીલ છે.
..
શ્રી. માલવણિયાએ મારી દલીલના ઉત્તરરૂપે એમ કહ્યું છે કે જૂની પૂરાણી સંસ્કૃતિઓ ટાંકવી એ નિરર્થક છે. ” કેમકે “આપણુ જીવન એટલે કે કટ્ટર બ્રાહ્મણનું જીવન પણ વેદસ્મૃતિને આધારે નથી ચાલતું” અને “એ જૂની પૂરાણી સ્મૃતિઓ ટાંકવી એ નિરર્થક છે અને આપણે કરેલા વિકાસના કાંટાને પાછા ફેરવવા જેવું છે.” ત્યારે લેખને અંતે એ પેાતે “મહાભારત પુરાણ આદિના અનેક મહર્ષિઓને ” કેમ ટાંકે છે? આપશી ને લાપશી ને પરાઈ તેં કુશ્કી.
આપણે આપણી સંસ્કૃતિ બાબતમાં ગૌરવથી કહીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વીભર પર આ એક જ સંસ્કૃતિ એવી છે કે જે વેદકાળના સમયથી અખંડ અતૂટ ચાલી આવી છે. વેદકાળ વિષે આપણે મગરૂર છીએ. કોઈપણ ઉચ્ચ સંસ્કૃતિનું ઉદાહરણ ટાંકવું હોય તો આપણે વેદકાળની સંસ્કૃતિનું ઉદાહરણ ટાંકીએ છીએ. હજી પણ બ્રાહ્મણા સંધ્યા કરે છે ત્યારે વેદના શ્લોકો બોલે છે. હજી પણ કોઈ લગ્ન થાય ત્યારે આપણે ગૌરવપૂર્વક છાપામાં પણ જાહેર કરીએ છીએ કે “ શુદ્ધ વૈદિક મંત્રોચ્ચારથી અને વિધિથી આ લગ્ન થયું.” તે પછી માંસાહાર માટે મેં વેદ ટાંક્યા ત્યારે બધા જ કેમ વૈદિક સંસ્કૃતિથી આજની સંસ્કૃતિ છૂટી પાડી નાખે છે? અને શ્રી. રતિલાલ મફાભાઈ શાહ વગેરે તેથી પહેલાંની જંગલી દશાને પણ આદર્શ માનવી જોઈએ વગેરે શા માટે લખે છે? આજે આપણે વૈદિક સંસ્કૃતિને લગભગ દરેક બાબતમાં આદર્શ સંસ્કૃતિ માનીએ છીએ. હું વેદના સમયના માંસાહારને બિલકુલ આદર્શ નથી ગણતી. માત્ર એટલું જ કહ્યું છું કે ભારત કોઈ પણ કાળે એક દેશ તરીકે શાકાહારી દેશ હતો જ નહિ, વેદના સમયથી હિન્દુઓ માંસાહાર કરતા આવ્યા છે.
'
આજે આપણે કેવા બનવું જોઈએ તે સવાલ જરૂર મહત્ત્વનો છે પરન્તુ શ્રી. રતિલાલ મફાભાઈ શાહ ભૂલી જાય છે કે આજે પણ આપણે દુર્ભાગ્યે “આપણી પ્રાચીન સંસ્કૃતિ ” નું પુછડું પક ડીને બેઠા છીએ અને “આપણી પ્રાચીન સંસ્કૃતિ " એટલે બીજી કોઈ નહિ પણ “વૈદિક સંસ્કૃતિ ”
"
વાંદરા પરનાં પ્રયોગોમાં એ વાંદરાને કલારાફાર્મ સુંઘાડીને તેમની અમુક ગ્રંથિઓ કાઢી નાખવામાં આવે છે તે કદાચ શ્રી. શાહને ખબર નહિ હોય.
શ્રી. રતિલાલ મફાભાઈ શાહ જ્યારે “મેાજશાખ અને નિર’કુશ ઈદ્રિયોના વિલાસ અને વાસનાઓ પોષવા મચ્છી જેવા નિર્દોષ પ્રાણીના ભાગ લેવા ” એમ કહે છે ત્યારે એ ભૂલી જાય છે કે મોતી માટે જીવતી મારવામાં આવતી કાળુ માછલી એક નિર્દોષ અબોલ પ્રાણી જ છે અને તે “મોજશોખ અને નિર’કુશ ઇન્દ્રિઓના વિલાસ” માટે જ મારવામાં આવે છે. માટે અહિંસાવાદીઓએ રેશમ અને માતી પહેરવાં બંધ કરવાં જોઈએ. તે જ વેપારીઓ આ બે શાખની વસ્તુઓનો વેપાર કરતાં બંધ થાય અને તો જ કોશેટાના કીડા અને કાળુ માછલીની ક્રૂર હત્યા અટકે.
મારી દલીલાના શ્રી. કાકાસાહેબ સિવાય કોઈએ બરોબર ઉત્તર નથી આપ્યો.” ઉપર્યુકતતાવાદ સ્વાર્થ છે; અહિંસા ઉત્તમ ધર્મ છે”