________________
૯૪.
પ્રભુ
ખરચીને આયાત કરેલું અનાજ કેટલું બગડે છે? અનાજ પૂરતું નથી જ. તો જેમ જમણવાર અને બગાડ વધારે તેમ વધારે ગરીબાના મ્હોંમાંથી આપણે અનાજ, દૂધ, વગેરે ઝુંટવી લઈએ છીએ. મનુષ્ય મનુષ્યને ભૂખે મારે એ આચારની હિંસા કહેવાય.
- - આપણી અહિંસક સંસ્કૃતિ છે એમ આપણે જોરશેારથી કહીએ છીએ. આપણી સંસ્કૃતિ અહિંસક છે? વર્ષોથી માતાનાં મંદિરોમાં નિર્દોષપાડા તથા બકરાંને વધ થાય છે. આ કાના લાભાથે? કાલી માતાની મૂર્તિ જુઓ તો તેના પગ નીચે લોહી નીગળતું પાડાનું ડોકું અને કવિચત પાડાની આંખમાં આંસુ હોય છે. આ અહિંસક સંસ્કૃતિ છે? કલકત્તાના કાલીમાતાના મંદિરમાં દરરોજ બાધા માનતાના અને પ્રાણાલિકા મુજબના કેટલાંયે . પાડાબકરાંના ભાગ લેવામાં આવે છે. માતા શું આપણી પાસે નિર્દોષ પ્રાણીઓના ભાગ માગે છે? સુધરેલા ગણાતા પૃથ્વીના કોઈ પણ દેશમાં આવી અમાનુષી પ્રથા ચાલુ નથી તેમજ યુરોપ અમેરિકામાં
કોઈ ધર્મમાં અત્યારે એવી માન્યતા નથી કે રોજ પાડા-બકરાંને વધ થાય તે જ માતા આપણા પર પ્રસન્ન થાય. એક ખોટા વ્હેમ
અને અંધશ્રદ્ધા પર ધર્મને નામે આ ધતીંગ ચાલે છે. બેએક વર્ષ પર અમે જયપુર ગયાં અને ત્યાંના આંબેરના મહેલમાં માતાના દર્શન કરવા ગયાં તો જોયું કે જયપુરના મહારાજા તરફથી ત્યાં રોજ એક બકરાના માતાને ભાગ ધરાવાય છે. તે સમયે અમારી નજર સામે
બકરાને લાકડાની પાટ પર મૂકીને ચીસો પાડતા એ નિર્દોષ પ્રાણીને ગળે છરી ફેરવીને તેને કાપી થાળીમાં મૂકી માતાને ધરવામાં આવ્યું હતું. મેં પૃથ્વીના પ્રવાસ કર્યો છે, પણ આવી અમાનુષી પ્રથા કોઈ પણ સુધરેલા ગણાતા માંસાહારી દેશમાં પણ નથી જોઈ. અલબત્ત, આ માંસ તો પૂજારીઓ જ ખાઈ જાય છે. આ પૂજારીઓ પવિત્ર બ્રાહ્મણો ગણાતા હોવા છતાં સો ટકા માંસાહારી હોય છે તે સહેજ, હું જૈન ભાઈઓને પૂછું છું કે આ અમાનુષી હત્યાના કેમ વિરોધ નથી કરતા? માત્ર એના પર ધર્મના સીક્કો લાગેલા છે એટલે જ? આ નિરર્થક હિંસા આચારની હિંસા જ કહેવાય.
આપણા ઈતિહાસ જુઓ. રજપૂતાની કારમી તરવારોથી થતા સંહાર જુઓ. આપણા હિન્દુ ધર્મ જુઓ. કયાંયે આપણને બીજા દેશા કરતાં વધારે અહિંસા જણાય છે? આપણે ત્યાં શું યુદ્ધો બીજા દેશો કરતાં ઓછાં થયાં છે? આપણે ત્યાં રાજાઓ શું યુદ્ધમાં ઓછા સંહાર કરતા? મહાભારત અને રામાયણના સમયથી યુદ્ધો થતાં આવ્યાં છે. લાખ્ખોના સંહાર થતો આવ્યો છે. મહાભારતમાં કાકા દાદાના દીકરાઓ પણ સંપીને રાજ ન કરી શકયા અને લેાહીની નદીઓ વહી તે રામાયણમાં એક સ્ત્રી ખાતર યુદ્ધ થયું ને લાખ્ખોને સંહાર થયો. સિદ્ધરાજ સાલંકી જેવા ગુજરાતના મહાન રાજાઓં પણ માત્ર રાણકદેવીના મેહને લઈને જૂનાગઢને બાર વર્ષ ઘેરા ઘાલ્યો ને હજારો સૈનિકો મૃત્યુ પામ્યા. રાજ્ય ખાતર, સત્તા ખાતર, શ્રી ખાતર અનેક યુદ્ધો રાજપૂતો લડયા છે અને અનેકોનો સંહાર કર્યો છે. એક કુમારપાળે માંસાહાર નહિ કર્યો હોય, પણ હજારો વર્ષોથી રાજપૂત ને રાજાઓ માંસાહાર કરતા આવ્યા છે અને કરે છે. મનના આનંદ ખાતર રાજાઓ નિર્દોષ પ્રાણીઓના શિકાર કરતા આવ્યા છે ને મૃગયા રમવા ગયા વગર રાજાને ચાલે જ નહિ. સસલાં, હરણ, શિયાળ, જેવાં નિર્દોષ પ્રાણીઓના મનોરંજન માટે સદીઓથી શિકાર થતા આવ્યો છે.
જ્યારે કોઈ દેશમાં પ્રચલિત નહોતી ત્યારે ભારતમાં આજથી દોઢસા વર્ષ પર જ સતીની ભયંકર પ્રથા પ્રચલિત હતી. ધર્મને નામે, શાસ્ત્રોને નામે, પતિની સ્વર્ગપ્રાપ્તિને નામે, હજારો સ્ત્રીઓને જીવતી પતિની ચિંતામાં હડસેલી દેવામાં આવતી. હજારો લાચાર કન્યાઓના મૂંગા શાપ ભારતના સમાજે વહાર્યા છે. આ ભયાનક પ્રથા એટલી તો હદ વટાવી ગઈ હતી કે અંગ્રેજ સરકારને કાય
જીવન
તા. ૧૬-૯-૬
દાથી બંધ કરવી પડી. તે જ સમયે ભારતમાં પુત્રપ્રાપ્તિને અર્થે ગંગાકિનારે કોઈની અથવા પાતાની સગી પુત્રીને મારીને ઈશ્વરને ભાગ ધરવાની પ્રથા હતી. વાચક આ નહિ માને, પણ આ હકીકત છે. અને અંગ્રેજ સરકાર તે સમયે પેાતાનું સામ્રાજ્ય સ્થાપવા આતુર હોવાથી જનતાના કોપ વહોરવા બીલકુલ તૈયાર ન હતી. છતાં આ પ્રથા પણ સતીની પ્રથાની પેઠે એટલી તેા હદ વટાવી ગઈ હતી કે અંગ્રેજ સરકારને ૧૮૭૧ માં કાયદાથી તે બંધ કરવી પડી. આમ નથી આપણી સંસ્કૃતિ સામાજિક દ્રષ્ટિએ અહિંસક, નથી ધાર્મિક દ્રષ્ટિએ અહિંસક,
માણસ માણસ પ્રત્યે આજે પણ હિંસક છે. આજે વેપારી વર્ગ દવાનાં કાળાં બજાર કરે છે. દવામાં ખોટી દવાઓ ભેળવીને વેચે છે. ગરીબ માણસ મૃત્યુપથારીએ પડેલા હોય અને દવા કાળા બજારમાંથી પૈસા ન હોવાથી ન લઈ શકે અને મૃત્યુ પામે અથવા તેને બદલે સસ્તી દવા લે અને તે ભેળસેળવાળી બનાવી નીકળે અને તેની હાનિથી તે માણસ મૃત્યુ પામે. તે બન્ને દાખલામાં હું પ્રાણીહિંસાથી પણ વધારે હિંસા ગણું અને તે હિંસાના દોષ તો તે વેપારીઓને જ માથે પડશે.
શ્રી માલવણિયા, સરકાર આપણું સાંભળે નહિ તો “એવા નકામા માણસાને ફરી ચૂંટીએ પણ નહિ” એમ કહે છે. તે હવે લોકશાહી અને આપણી લેાકસત્તાત્મક સરકાર એટલે શું તે જોઈએ. લોકશાહીમાં પ્રગતિ હમેશ ધીમી જ હોય, કેમકે એક નહિ પણ અનેક અભિપ્રાયોને માન આપવાનું છે. અનેક ધર્મો, સંપ્રદાયો, પંથ।, જ્ઞાતિઓ, પેટાજ્ઞાતિઓ, કોમા, સામાજિક મંડળા અને સામાજિક જૂથોને ખુશ રાખવાનાં છે. સરકાર ગમે તેવા લોકહિતના કાયદા કરે તેા પણ કોઈક સામાજિક કે ધાર્મિક જૂથ તા અવશ્ય એવું નીકળી આવશે કે જે એને વિરોધ કરશે. એવે વખતે ગમે તેવી બુદ્ધિમાન સરકાર પણ ગુંચવાઈ જશે. આજે દારૂબંધીના કાયદા લાકહિતાર્થે છે એમ કોઈ કહેશે તો તેને જાણીને આશ્ચર્ય થશે કે આખી કોમેાની કોમ અને સમાજના અમુક આખા વર્ગો એવા છે કે આ કાયદા માટે સરકારની સતત વિરૂદ્ધ બેલે છે. આજે ફરજિયાત કેળવણી અને બાળલગ્ન---પ્રતિબંધના કાયદા છે, પણ ગામડાંમાં ઊઘાડે છેગે આ બન્ને કાયદાના ભંગ થઈ રહ્યો છે. ત્યાં લાખ્ખો છોકરાં ભણ્યાં વગર રખડે છે અને દર વર્ષે હજારોની' સંખ્યામાં બાળલગ્નો થાય છે. આ બન્ને કાયદાનો ભંગ કરનાર વર્ગ આ લાકહિતના કાયદા કરવા માટે ખુલ્લે ખુલ્લું સરકાર વિરૂદ્ધ બાલશે. એટલે લાકશાહીમાં બધા જ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ વગેરેને માન્ય હાય એવા એક પણ કાયદો કે ઠરાવ સરકાર પસાર નહિ કરી શકે. એટલે શ્રી. માલવણિયા સરકારમાં “ નકામા માણસો કોને કહે છે તેની એ‘પોતાના વ્યકિતગત અભિપ્રાય પ્રમાણે વ્યાખ્યા આપી શકશે, પણ તે કાંઈ સમસ્ત ભારતના અભિપ્રાય નથી. દારૂનિષેધ અને ફરજિયાત કેળવણી તેમ જ બાળલગ્ન—પ્રતિબંધના કાયદા પસાર કરનારી સરકાર લાખ્ખો માણસાને “નકામી અને કાઢી નાખવા જેવી સરકાર ' લાગે છે તેનું શું?
37
આજે તુર્કસ્તાન યુરોપના એક મહાન દેશ છે. પ્રગતિમાન છે. ભણતર સો ટકા છે. કમાલ આતાનુર્ક જેવા મહાન સરમુખત્યારને લઈને તે આટલા આગળ આવ્યો છે. એ વાત ચોક્કસ છે કે આતાતુર્ક ન હોત તો ગીધની પેઠે ટાંપીને બેઠેલાં યુરોપનાં બળવાન રાજ્યો ક્યારનાં તુર્કસ્તાનને ગળી ગયાં હોત. આજે તુર્ક સ્તાન આતાતુર્કને પૂજે છે. પણ એ જીવતો હતો ત્યારે? થોડા માણસાના જ અપવાદ સિવાય સમસ્ત દેશ એની વિરૂદ્ધ હતા, કેમ કે એણે ધાર્મિક અને સામાજિક ક્રાંતિ આણવાની હામ ભીડી હતી. એના સમયના રૂઢિચુસ્ત અને પછાત તુર્કસ્તાનમાં એ લોકોને ફરજિયાત શાળાઓમાં ધકેલતા હતા. એણે તુકી ભાષા માટે