________________
તા. ૧-૯-૬૧
પ્રબુદ્ધ જીવન
પ્રેયસી તથા
હરક્યુલેસને જુવાની આવી અને પાતે સદ્ગુણી બનવું કે દુર્ગુણી તે એણે નક્કી કરવાનું હતું. એટલે જ્યાં નિરાંતે વિચાર થઇ શકે એવે એકાંત ઠેકાણે એ ગયા.
ડાલતે ચિત્તે તે આમ ખેડા હતા, ત્યાં તેણે એ પડછંદ સ્ત્રીઓને પોતા આગળ આવતી જોઇ. આ માળલી એક સજ્જન અને એને જોઇએ ત્યાં એના ઉપર હેત આવે ને માન ઉપજે એવી હતી, એનું લાવણ્ય નૈસગિČક ને સહજસિદ્ધ હતું, એની દેહયષ્ટિ સ્વચ્છ ને સુંદર હતી, એની દૃષ્ટિ નીચે ભોંય સામી હતી, એની ચાલ ને વન વિનયપૂર્ણુ હતાં ને એનાં વસ્ત્ર હિમાલય જેવાં ધેાળાં હતાં. એનામાં જે સ્વાભાવિક રૂપ ને પ્રમાણબદ્ધતા હતી તે ખીજીમાં ન મળે. એનુ શરીર તા ભાગવલાસને કારણે સુણી ગયું હતું, એનુ માઢુ રંગેલુ હતુ એટલે ખરી રીતે હતું તેના કરતાં વધારે રૂપાળું અને રતાશવાળુ ભાસતું હતુ ં અને રીતભાતમાં આડંબર કરીને પાતામાં અસાધારણ સૈા છે, એમ દેખાવ કરવાને એના પ્રયત્ન હતા. .એની આંખમાં અભિમાન હતુ. એના વસ્ત્ર આછાં હતાં, જેથી કરીને તેની સાંસરું એનુ રૂપ જોનારને કળાતુ હતું. એ ઘડીક પેાતાના શરીર સામું તે પછી ખીજા સામું જોતી; જાણે ખીજા પેાતા સામુ જુએ છે કે નહિ તે નક્કી કરવું ન હેાય. વળી વારે વારે એ પડછાયામાં પોતાની આકૃતિ પણ જોતી હતી.
એય સ્ત્રી પાસે આવી, તે પહેલી તે પેાતાની સામાન્ય શાન્ત ચાલે ચાલતી રહી, પણ બીજીને જાણે પહેલીના માઢા આગળ ન નીકળી જાવુ હાય તેમ એ હરફ્યુલેસ પાસે દોડી ગઇ અને તેને નીચે પ્રમાણે કહ્યું:
- પ્રિય હરક્યુલેસ, મને લાગે છે કે જીવનમાં કયે માગે ચાલવું તે વિષે તમારા મનમાં સંશય છે, એટલે જો તમે મારા મિત્ર બને તે મને અનુસરો તે હું તમને આરામ મળે એવે માગે લઇ જઇશ, જ્યાં સૌંસારની સર્વે મીઠી વસ્તુઓના તમે આસ્વાદ કરશે તે કાઇ જાતનું કષ્ટ નહિ પામી, તમારે લડાઇ કે દુનિયાના વ્યવહારમાં પડવુ' નહિ પડે, અને સવા "પ્રિયાના વિષય કેમ ભાગવવા એના જ વિચાર કરવાના રહેશે. એટલે પાંચ પકવાન ખાવાં, મધુર રસ પીવા, આંખે રમ્ય પદાર્થ જોવા, નાકે સુગન્ધુ લેવા, રૂપસુન્દરી સ્ત્રીઓના સમાગમ કરવા, સુવાળી સેજે સૂવું, મીઠી ની ંદર કરવી-આવાં આવાં સુખ ભોગવવાં તે લેશમાત્ર ચિન્તા ન કરવી.
વળી આ બધુ કમાવા સારુ થી તમારે તમારા શરીરથી કે મનથી સહેજ પણ પરિશ્રમ નહિ કરવા પડે, પણ ખીજાના પરિશ્રમથી જ આ સર્વ ભાગ તમે છૂટથી ભોગવશેા.
આ સાંભળીને હરક્યુલેસે એ સ્ત્રીને એનુ નામ પૂછ્યું, તે એ ખેલી, ‘મારા મિત્રો તે આળખાતા મને સુખવતી કહે છે, પણ શત્રુઓએ મને ભાગવતી નામ આપ્યુ છે, તે ભાગવતીને પનારે જે પડ્યા એના ભાગ લાગ્યા એમ કહીને એ મને વગેાવે છે.
એવામાં ખીજી સ્ત્રી આવી પહોંચી તે એણે હરક્યુલેસને આ પ્રમાણે કહ્યું:
હે હરક્યુલેસ, હું પણ તમને સહાયતા કરવા આવી છું. હું જાણું છું કે તમે દિવ્ય વંશના છે! તે જન્મથી જ તમારા સ્વભાવ ભલેા છે, એટલે મને આશા છે કે જો તમે મારા પરમધામને માર્ગે ચાલશે! તે તમે મેટાં મોટાં સાહસ તે પરાક્રમ કરો. પણ તમને મારા મિત્ર બનાવુ તે પહેલાં મારે કેટલીક ચેાખવટ કરી નાખવી જોઇએ. લાખ વાતની એક વાત તે એ કે પરિશ્રમ ને પુરુષપ્રયત્ન કર્યા વિના કોઇ ખરેખરી મૂલ્યવાન વસ્તુ માણસ પામતા નથી. સાચુ તથા ઊંચુ સુખ જોઇએ તે તેનુ દેવાએ ઠરાવેલું મૂલ્ય ચૂકવવુ જોઇએ એવા નિયમ છે. શ્વરની કૃપા જો તમારે જોઇએતા એની સેવા કરવાને ઉદ્યાગ તમારે કરવા જોઇએ. મિત્રાને પ્રેમ જોઈએ તે તમારે એના
૯૧
પ્રેયસી
*
ઉપર ઉપકાર કરવા જોઇએ. કાઇ નગરી તમને માન આપે એમ તમે ઇચ્છો તે તમારે એવુ કામ કરી આપવુ જોઇએ, અને દેશ સમસ્તથી તમારે વખણાવુ હાય તે ઉત્તમ પ્રકારની દેશસેવા તમારે કરવી જોઈએ. ખેતરમાં મેલ પાકે તે તમારા હાથ ધાન્યથી ભરાય એવી તમારી ઇચ્છા હાય ! તમારે સારી ખેડ કરવી જોઇએ ને ખેતરને પાણી પાવુ જોઇએ; ગાયેનાં ધણ રાખીને ધનવાન બનવા તમે ઇચ્છે તો ગાયાને રૂડી રીતે પાળવી જોઇએ; તમારા બાહુબળથી તમારે તમારા રાજ્યના વિસ્તાર કરવા હાય, શત્રુને જીતવા હેય ને મિત્રોના અંધ છોડાવવા હોય તો તમારે યુદ્ધના અનુભવી યાહ્વા આગળથી ધનુવિદ્યા શીખવી જોઇએ, અને શરીરને બળવાન બનાવવું હાયતા તમારે તમારા શરીરને તમારા મનને વશ રાખવુ જોઇએ અને કસવુ જોઇએ.’
એ આટલુ ખેલે છે ત્યાં તે ભાગવતી વચ્ચે ખેલી ઉઠી, ‘પ્રિય હરક્યુલેસ, તમે જુએ છે તે કે આ સ્ત્રી તમને કેવું લાંએ ને વિકટ માગે ચલાવવા ઇચ્છે છે? તમે મારી પાછળ આવે તે હું તમને સુખપ્રાપ્તિને ટૂંકા તે માથાકૂટ વિનાને માર્ગ બતાવું
આ સાંભળીને સદ્ગુણસુન્દરીએ કહ્યું, અરેરે, સુખસાધના કરવા જે કોઇ જાતનું કામ ન કરે એને કાજી સુખ આપી શકવાનું હતું ? સુખની તમને ભૂખ લાગે તે પહેલાં તે તમે ધરાઇ ગયા હશેા, ભૂખ લાગ્યા પહેલાં તમે ખાશે તે તૃષા લાગ્યા પહેલાં પીશે; અને તમને સ્વાદ આવે એવી રસાઇ થાય એટલા માટે તમારે કુશળ રસેયા રાખવા પડશે, અખંડ નિદ્રા આવે એટલા માટે તમારે ત્રણ મણની તળાઇ ઉપર સૂવુ પડશે, પલંગે ચડવા સારુ પશુ પગથિયાં રાખવા પડશે અને કાંઇ કામ તેા કર્યું હશે નહિ, જેથી કરીને ઊંધ આવી જાય. વિષયવાસના તૃપ્ત કરવા તમારે રાત્રે જાગવું પડશે ને દિવસે ઊંધ લેવી પડશે. આ ભાગવતી છે તે દેવી, પણ દેવાએ એને દિવ્યલેકમાંથી કાઢી મૂકી છે તે સજ્જન એવી તિરસ્કાર કરે છે. કાઇ યે એની પ્રશંસા કરતુ નથી, ને એણે પેાતાને હાથે કાંઇ પણ શુભ કામ કર્યું નથી. એના કાણુ વિશ્વાસ કરે? અને જે અનુસરે તે જુવાનીમાં અશકત ને વૃદ્ઘાવસ્થામાં મમતિ ખતે છે, તારુણ્યમાં તે આળસુ ને સુંવાળા બને છે અને ઘડપણમાં દુ:ખી થાય છે તથા પાતે કરેલા કામથી લાગે છે. જુવાનીમાં એ મા ઉડાવે છે ને ઘડપણ સારુ સતાપતા સંગ્રહ કરે છે.
‘પણ હું તેા દેવા તથા સજ્જનાના સંગ કરું છું અને દેવ કે માનવ મારી સહાયતા વિના કાંઇ સત્કમ કરી શકતા નથી. દેવા અને ઉત્તમ માણસા મને શ્રેષ્ટ માન આપે છે અને તે યાગ્ય છે. કેમકે હું કારીગરના મનગમતા સાથી છું, ગૃહપતિને વિશ્વાસપાત્ર રખવાળ છુ, તાકરાની માયાળુ મદદગાર છું', શાંતિની તથા યુદ્ધની કળામાં ઉપયોગી મિત્ર છું અને લેાકોને પ્રેમના ધનથી બાંધું છું.
મારા ભકતા જે ખાય પીએ તેમાં એને સાચા સ્વાદ આવે છે, કેમકે તે ભૂખ્યા થાય પછી જ ભેાજન કરે છે. એને ઊંધ પણ આળસુ ને નિષ્ક્રિયના કરતાં સારી આવે છે, જાગતા હાય ત્યારે તે ઝોલાં ખાતાં નથી અને ઊંધ કરવા સારુ થઈને વ્યકમ કરતાં તે ચૂકતા નથી. મારા તરુણેનાં વૃદ્ધો વખાણ કરે છે તે મારા વૃદ્ધોને તરુણે માન આપે છે. પોતે પહેલાં કરેલાં સત્ક્રમને વિચાર કરીને એ હર્ષ પામે છે અને ચાલુ કામમાં પણ એને મજા આવે છે. મારે પ્રતાપે તે દેવાનુ કૃપાપાત્ર, મિત્રોનું પ્રેમપાત્ર અને દેશનુ સમાનપત્ર અને છે અને જ્યારે એના આયુષ અવિધ પૂરા થાય છે ત્યારે માનરહિત વિસ્તરણના ખાડામાં એ નથી પડતા પણ માણસજાતની સ્તુતિમાં અનંત કાળ લગી ફૂલે ફાલે છે.
‘દિવ્યવ’શજ પ્રિય હરયુક્લેસ, સદાચાર તથા ઉદ્યાગથી તમે આમ પરમાનદની ઉચ્ચ ભૂમિકાએ પહોંચશે.'
દેસાઇ વાલજી ગેવિન્દજી
* પ્રાદિકસે લખેલા હરકયુલેસચરિત્રમાંથી ઝેનોફાને સુઋતુસ્મૃતિમાં કરેલા ઉતારા ઉપરથી.
*