SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ::: ., ' -' S 't. પ્રમુ છું જીવન તા. ૧-૯ દીવા - વિજ્ઞાનની એ રીતની સમસ્યા છે. દાકતરોના પણ પ્રયોગ છે. તે સાથે વાંદરા નિકાસને કે મોતી કે રેશમના વેપારને કશુ જ લેવાદેવા નથી. માણસને માણસાઈ તરફ દોરવા એ જ આજે આપણું તથા સરકારનું કર્તવ્ય છે. આ માત્ર આર્થિક દષ્ટિએ ન જોતાં દયાનું મૂલ્ય વધુ આંકવાની જરૂર છે. દયા એ જ ધર્મનું મૂળ છે. દયા એ જ સંસ્કૃતિ છે. દયામાં જ માનવતા રહેલી છે. * (હિંસાવિરોધક સંઘ,) ગૌરીશંકર ભટ્ટ : શ્રી વત્સલાબહેનના લેખ ઉપરથી મુખ્ય ત્રણ મુદ્દા ઉપસ્થિત થાય છે -(૧) ધર્મ અને ધર્મભાવના (૨) વેદ, સ્મૃતિઓ (૩) અને અર્થશાસ્ત્ર. ધર્મભાવના વિષે જોઈએ તો જણાશે કે તે હજાર વરસ ઉપરની વાત છે. તે ચાલુ જમાનાને બંધબેસતી કદાચ ન હોય. માંસાહાર વર્ણપ્રમાણે હતા. ક્ષત્રિય ખાસ કરીને માંસાહારી - હતા. માત્ર અમુક માણસો માંસાહારી હતા માટે માંસાહાર વ્યાજબી છે એમ ન લેખાય. અમેરિકા યુરપાદિ દેશમાં શાકા- હારી મંડળ થયાં છે ને માંસાહારને પુષ્કળ વિરોધ કરેલો છે. વૈજ્ઞાનિક રીતે પણ શોધખોળથી જણાયું છે કે શાકાહારી કરતાં ન માંસાહારીમાં રોગનું પ્રમાણ વધારે છે. A વિજ્ઞાને એક બીજી વાત પણ શોધી કાઢી છે કે વાંદરા વગેરે પશુના અંગે માણસોના અને સાથે મેળવી, જેડી લેવામાં આવે તે તે બરાબર કામ આપી શકતાં નથી ને એ માત્ર પ્રયોગની સ્થિતિમાં જ છે. ' મનુસ્મૃતિમાં માંસાહારનાં જુદાં જુદાં પ્રકરણ લખ્યાં હશે, તે પણ તે તે માત્ર રૂપક છે. મનુષ્યના સ્વભાવને પશુ ગણવેલ છે. કરી '' ભારત સરકાર આર્થિક રીતે કદાચ માંસાહારને ટેકે આપે, પણ તેથી વાઘ તૃણ ખાતા નથી તે નહિ જ ખાય. ''. તેથી ઊલટું હાથી ઘાસ ખાઈને પણ ભાતેલો રહે છે તે રહેશે. ભૂખ્યો શું પાપ ન કરે? મતલબ કે ભૂખે શું ન ખાય? એક સમય એવો હતો કે જગત માત્ર જંગલી હતું ને માણસમાં માનવતા ન હતી. હવે માનવતા આવતી જાય છે તે આજની નવી શેને માનવતાને ખાતર કેમ ન વાપરીએ? ઉત્તર-દક્ષિણ ધ્રુવ ઉપર ખોરાકની તાણ હોય છે ને તેથી તે લોકો કેવળ માંસાહારી જ છે; તે પણ આપણે જેમ દુષ્કાળ- પ્રસ્ત, રેલગ્રસ્ત બંગાળઆસામના ભાગમાં વિમાન માફત અનાજ વહેંચ્યું તેમ ઉત્તરધ્રુવમાં કેમ ન વહેંચીએ? માણસને તે એ સ્વભાવ જ છે કે જરાક ઢીલું દેખ્યું કે તે વસ્તુ તે પકડી લેશે. ઢીલું મૂકવું એ જ માણસની ખામી છે ને માણસાઈ–માનવતા–વિરૂદ્ધની વાત છે. જેને મોતી કે રેશમને વેપાર કરતા હશે તે તેમને સમજાવવાથી તે વેપાર તેઓ મૂકી દેશે. બ્રાહ્મણે માંસાહારી હશે તે તે પણ દયા ધર્મના પ્રચાર વડે કુરતાથી દૂર થઈ શકશે. ક્રૂરતામાં ઉમેરે કરશે તે દયા ધર્મ રહેશે જ નહિ. દયા ધર્મને ઇજારે માત્ર કંઈ જૈનોને જ નથી. દયા ધર્મ મૂળથી જ ચાલતે આવેલો . છે ને જ્યાં જ્યાં ક્ષતિઓ આવી છે ત્યાં ત્યાં બુદ્ધો, મહાવીરે, દયાનંદેએ બ્રેક લગાવી છે. તેથી ભારત સરકાર એકલી આર્થિક બાજુએ જોઈ દયાધર્મને મૂકે મૂકાવે તે પણ ઈચ્છવાજોગ નથી. ભૂખ્યો માણસ ગમે તે ખાશે, એ વાત ખરી, પણ ભૂખ ભૂખમાં ને ખાવા ખાવામાં પણ ફેર હોય છે. ' માંસાહારથી શરીર ટકે છે એ માનવું ભૂલભરેલું છે. જેમ જેમ માણસમાં સંસ્કાર ને માણસાઈ આવતાં ગયાં તેમ તેમ તેણે માનવતાને સ્વીકારી લીધી છે ને માંસાહાર છેડો છે. યુરોપમાં, અમેરિકામાં શાકાહારી મંડળો ને હટેલો થયા છે ને તે પશુહત્યાને નિવારવા માટે જ છે. હત્યા નાના જીવની કરીશું તે મોટા જીવની પણ કરતાં અચકાઈશું નહિં. અહિંસા " , તરફ જગતને દોરવું હોય તે માંસાહાર છેડવો પડશે. તેથી દ ડગલે ને પગલે થતાં ખૂનો અને આપઘાત અટકી પડશે. . આ મનુષ્યના હિતના પ્રયોગો છે. માણસનું જીવન જ નાં : ' . ' એક પ્રયોગશાળા છે, ને આફ્રિકા અને અમદાવાદમાં ગાંધીજીએ એ પ્રયોગો કરી બતાવેલા છે. ની અહિંસાની ભારતના મોટા ભાગના માણસે માંસાહારી છે એટલું જ નહિ દુનિયાના મોટા ભાગના માણસો પણ માંસાહારી છે. છતાં તેમને કોઈ પણ માણસને ધમ તેને આ બાબતમાં ઉત્તેજન આપતા નથી. દુનિયાના મોટા ભાગના લોકો ખ્રિસ્તી છે, તેઓ માંસાહારી છે, એટલું જ નહિ પણ, સામ્રાજ્ય જમાવવામાં માને છે ને કઈ કઈ ઠેકાણે તે આજે પણું તે માણસ સાથે પણ પશુ જે કર વર્તાવ રાખે છે. પિતાના દુશ્મનોને જડમૂળથી નાશ કરવા જાતજાતનાં શો બનાવે છે, છતાં ઇશુખ્રિસ્તને ઉપદેશ તે એક ગાલે તમાચો મારે તે બીજે ગાલ ધરવાને છે. મનુષ્ય પોતાની અંગત નબળાઈને કારણે પિતાને સાચો ધર્મ પાળી ન શકે માટે તે યોગ્ય કરે છે તેમ ન કહેવાય. બીજો નંબર કદાચ મુસ્લીમોને હશે. તેઓ પણ બકરી ઇદ અને રમજાન ઈદ જેવા ધર્મને દિવસે પણ પ્રાણીને વધ કરે છે, છતાં તેમના મકકા-હજના સ્થળે કોઈ પણ મુસલમાન હિંસા કરી શકતા નથી અને કુરાનના એક આયાત પણ એવો છે કે–તું તારા પેટમાં કોઈ પણ પ્રાણુની કબર કરીશ નહિ. તે પછીને નંબર બુદ્ધધર્મના અનુયાયીને હશે. આપણે બુદ્ધની અહિંસાની ખૂબ ખૂબ વાત ને કદર કરીએ છીએ પણ તેના અનુયાયીઓ પણ માંસાહારી છે. ૨,૫૦૦ વર્ષની બુદ્ધજયંતી ઉત્સવ વખતે ભારત સરકારે જે કાંઈ પણ ભાગ ભજવ્યો હોય તો તે તેની અહિંસાનાં કારણે જ ભજવેલ છે. - હવે ર લેખિકા કહે છે તે હિન્દુધર્મ, જેનાં શાસ્ત્રો ને સ્મૃતિઓમાં અનેક પરસ્પર વિરોધી વાતે ભરેલી છે. તેમાંના મોટા ભાગના ઉપદેશને કઈ અર્થ પણ નથી. દાખલા તરીકે, મહાભારત સિવાય બીજો કોઈ ઠેકાણે હજી સુધી આપણે પાંચ પતિવાળી દ્રૌપદી જેઈ નથી. જૈન ધર્મના પ્રભાવને તે લેખિકા કબૂલ કરે જ છે, ને તેના જ કારણે મોટા ભાગના લોકો માંસાહારી નથી તે તે જાણે છે, અને હવે દુનિયામાં માંસાહારને નહિ પણ વનસ્પત્યાહારને પ્રચાર થાય છે. એટલે દુનિયામાં જે કાંઈ ચાલે છે તે મનુષ્યકૃત નબળાઈ છે, તે વ્યાજબી નથી એમ વત્સલાબહેને સ્વીકારવું રહ્યું. તે જ પ્રમાણે રેશમ ને મેતીના કે તેવા કોઈ પણ ધંધામાં પાપ હોય–જીવહિંસા હોય,-જૈનોએ તે ધંધે ન કર જોઈએ-જૈન સાધુ અને શાસ્ત્ર તે ઉપદેશ આપે છે જ. જે આજના આપણું રાષ્ટ્રીય નેતાઓ અને બુદ્ધીજીવીઓને પસંદ નથી ને તે માટે પણ મોટી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ' - શ્રી કનૈયાલાલ મુનશી અનપ્રધાન હતા ત્યારે તેમણે ઘણાયે બરડા વળ્યા છે. ચેખાની અછતને વખતે તેમણે માછલાં ખાવાને પણ માંસાહી જે કાંઈ પણ જ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy