________________
૨જીસ્ટર ન. B ૪ર૬૯ વાર્ષિક લવાજમ રૂ!. ૪
પબુ જીવન
• પ્રબુદ્ધ જૈન 'નું નવસંસ્કરણુ વર્ષ ૨૩: અ ક
મુંબઇ, સપ્ટેમ્બર ૧, ૧૯૯૨, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ -
શ્રી મુખઇ, જૈન યુવક સધનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નવા પૈસા
તંત્રીઃ પરમાનદ કુંવરજી કાપડિયા
*
વિજ્ઞાન અને ધર્મ
ણુ ચાલતું
વિજ્ઞાન અને ધર્મ વચ્ચે કઇ કાળથી આવ્યું છે. વિજ્ઞાનની નવી નવી શેાધાએ ધમ સાથે જોડાયલી કંઇ કંઇ માન્યતાઓને ખાટી પાડી છે. ધર્મ, વિજ્ઞાન એ કેવળ પ્રત્યક્ષ સાથે સંબંધ ધરાવતી પરિમિત બુદ્ધિના ખેલ છે એમ કહીને, વિજ્ઞાનની અવજ્ઞા કરી છે. વિજ્ઞાને પ્રત્યક્ષસિદ્ધ નહિ એ બધું ગપગાળા છે એમ કહીને ધર્મની અવજ્ઞા કરી છે. ધમને દાવા રહ્યો છે કે તેની સર્વ માન્યતાઓ નિઃશંકપણે સાચી છે કારણ કે તે ઇશ્વરપ્રણીત અથવા સનપ્રણીત છે. વિજ્ઞાનને દાવા રહ્યો છે કે તેણે જે કંઇ પ્રત્યેાગ કરીને સિદ્ધ કર્યું છે તે જ માત્ર સાચું છે, બીજું બધુ' નરી કલ્પના છે. આમ ધમ અને વિજ્ઞાન એકમેક સાથે અથડાતા ચાલ્યા છે.
પણ આજે આ બન્ને ક્ષેત્રમાં આપણી સમજ ખૂબ વધી છે અને દરેક બાબતના ઉપરછલ્લી રીતે નહિ પણ ઊંડાણુથી વિચાર કરવાની અને વસ્તુતત્વને ગ્રહણ કરવાની આપણી તાકાત પણ વધી છે અને સારાસારવિવેકમુદ્ધિ પણ સારા પ્રમાણમાં વિકસી છે. આ વિચારવિકાસને આ વિવાદાસ્પદ વિષયને લાગુ પાડવામાં આવે તે સંભવ છે કે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સઘ્ધ હાવાનું-પરસ્પર વિરોધ હાવાનુ કોઇ કારણ ન રહે.
પહેલાના સમયમાં ધમ'સાહિત્યના નામ નીચે અનેક ખાખતા સંગ્રહાતી અને જુદા જુદા વિષયેાના શાસ્રાને ધમશાસ્ત્રનું સામાન્ય નામ આપવામાં આવતું. જ્ઞાનવિજ્ઞાન બધુ ધમ સાહિત્યમાં સંગ્રહાતું અને જુદા જુદા વિષયેાને લગતી માનવીની જિજ્ઞાસા ધસાહિત્યદ્વારા સતાષાતી. જૈન ધર્મના સાહિત્યના વિચાર કરીએ તે તેના ચાર ભાગ પાડવામાં આવ્યા હતા: દ્રવ્યાનુયોગ, ગણિતાનુયાગ, કથાનુયાગ અને ચરણકરાનુયાગ. દ્રવ્યાનુયાગમાં તત્વજ્ઞાન (Metaphysics), નીતિશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, માનસશાસ્ત્ર, જીવ-જીવશાસ્ત્ર વગેરેનો સમાવેશ થતા. ગણિતાનુયાગમાં ગણિત, ખગેાળ, જ્યોતિષ અને વિજ્ઞાનના અન્ય વિષયાના સમાવેશ થતે. કથાનુયાગમાં ઇતિહાસ અને પ્રાગ–ઐતિહાસિક એવા પુરાણા અને કથાસાહિત્યના સમાવેશ થતા અને ચરણકરણાનુયાગમાં ઇષ્ટ ઉપાસનાને લગતા અને સાધુના આચારને લગતા ક્રિયાકાંડાના સમાવેશ થતા. આવી જ રીતે અન્ય ધર્મ સાહિત્યના ભાગવિભાગ વિચારી શકાય છે.
આમ છતાં ઝીણવટથી વિચારતાં માલુમ પડશે કે ધર્મવિચારને આમાંના કેટલાય વિષય સાથે સીધા કાઇ સબંધ નથી. ધર્મવિચારને ખરા સબંધ છે માનવજીવનના ધડતર અને નિયમન સાથે. ચિન્તનના ક્ષેત્રે પાયાના જ્ઞેય વિષયે ત્રણ છે. જીવ, જગત્ અને ઇશ્વર. આ ત્રણેનું સ્વરૂપ અને પરસ્પરના સંબંધ~~આ અંગે ચેસ સમજુતી
અને તેમાંથી પરિણમતી ચોક્કસ માન્યતા ધર્મવિચારના પાયામાં હાવી જરૂરી છે. આ માન્યતાની ભૂમિકા ઉપર વ્યક્રિતના પાતાના ઉત્કૃષ શી રીતે સધાય, વ્યકિત દ્વારા સામાજિક ઉત્કર્ષ શી રીતે સષાય અને વ્યકિત અને સમાજ વચ્ચેના સ ંબંધ કેવી રીતે સંવાદી બન્યા રહે–આ ખાખતની સર્વાંગી વિચારણા અને તે વિચારણામાંથી સ્ફુરતા યમનિયમનું ગુણવ્રત-શિક્ષાવ્રતનું–એટલે કે આચારશાસ્ત્રનું નિર્માણ કરવું ધર્મતત્વનું આ કાય છે. આચારમૂલક આ ધવિચારને કોઇ પણ વૈજ્ઞાનિક માન્યતાના તથ્યાતથ્ય સાથે સંબંધ નથી. દા. ત. પૃથ્વી સપાટ હાય કે ગાળ હોય તેને અહિ'સા, સત્ય, આદિ આચારનિયમો સાથે કોઇ સંબંધ નથી. આવી જ રીતે વિશ્વની કલ્પના જૈન ધર્મની માન્યતા મુજબ ચૌદ રાજલોકની હ્રય કે આધુનિક ખગાળ અનુસાર અન્ય પ્રકારની હોય તેને પણ જીવનના ઉત્કર્ષ સાધવા માટે આવશ્યક એવા યમનિયમના અનુપાલન સાથે કાઇ સખ્ધ નથી. વિજ્ઞાનને મુખ્ય સબંધ ભૌતિક જગતના સ્વરૂપ સાથે, કુદરતના નિયમેાની ખેાજ સાથે, ભૌતિક જીવનના વિકાસક્રમ સાથે રહેલા છે. ધર્મના સબંધ જીવનના ધડતર સાથે, ચમનિયમના અનુપાલન સાથે, આચાર અને વ્યવહારની વિગતા સાથે છે. એકનું ક્ષેત્ર અન્યથી એટલુ બધુ અલગ અને સ્વતંત્ર છે કે એકની અન્ય સાથે અથડામણુ કેમ થાય એ એકાએક સમજણુમાં આવતું નથી.
હકીકત એમ છે કે પહેલાં જ્ઞાનવિજ્ઞાનની શાખાપ્રશાખા જુદી પાડવામાં આવી નહાતી, વિજ્ઞાન સાથે સીધા સબંધ ધરાવતી અનેક બાબતને લગતા શાસ્ત્રાને ધમશાસ્ત્રાના પેટાળમાં સમાવેશ કરવામાં આવતા હતા અને તેમાં જે કાંઇ નિરૂપણુ કરવામાં આવ્યું હાય, વિધાન કરવામાં આવ્યા હાય, સિદ્ધાંતા રજૂ થયા હોય તે સર્વને સજ્ઞકથિત તરીકે લેખવામાં આવતું હતુ. આજે આામાં કેટલાંયે વિધાના, કેટલાંયે સિદ્ધાંતે અદ્યતન વૈજ્ઞાનિક શાસ્રાના પરિણામે ખાટા ઠરતા માલુમ પડે છે. અહીં અહાળુ લેાકાના દિલમાં દ્વિધા પેદા થાય છે. આ બે પરસ્પરવિરાધી વિધાને ચા સિદ્ધાંતમાં કાને સાચા માનવા, કાને ખાટા માનવા ? એક ખાજુએ સ`કથિત વસ્તુને ખાટી કેમ કહેવાય? બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણના આધારે તારવવામાં આવેલા વૈજ્ઞાનિક સિદ્ધાન્તાને અને શાષાને પણ ખાટી કેમ કહેવાય? આ ધુચના નિકાલ તા જ આવે કે જો સર્વજ્ઞત્વને લગતી કલ્પનાનું સંશાધન કરવામાં આવે, અને તેને લગતા ભ્રમાથી મનને મુકત કરવામાં આવે.
પહેલાં તે વિજ્ઞાનવિષયને લગતાં ધર્મશાસ્ત્રમાં જે વિધાનો છે તે સર્વજ્ઞપ્રણીત છે. એમ માનવાને કશું કારણ નથી. તે તે કાળે ભિન્ન ભિન્નવિષયેાને લગતુ વૈજ્ઞાનિક