________________
પ્રબુદ્ધ જીવન
રાણકપુરનુ જૈન મંદિર
ઐદ્ધ અને જૈન ધર્મના આધ-સસ્થાપકોનાં જન્મસ્થાન બિહાર પ્રાંતમાં હતાં, પરંતુ ખાદ્ધ ધમને તેના મૂળ સ્થાનમાં જેટલી પ્રતિષ્ઠા મળી એટલી જ જૈન ધર્મને પશ્ચિમ ભારતમાં મળી છે. બિહાર એ કાળમાં ધમ, સંસ્કૃતિ અને વિદ્યાવૃદ્ધિનું મહત્ત્વનું કેન્દ્ર હતું; છતાં જૈન ધર્મના પ્રભાવ ત્યાં વિસ્તર્યાં નથી, નહિ તા પશ્ચિમ–ભારતમાં ગીરનાર, શત્રુજય, આખ્ખુ, કુંભારિયા અને રાણકપુર જેવાં સ્થાને બિહારમાં આવેલા તેનાથીએ પ્રાચીન મુકતાગિરિપત પરના પાર્શ્વનાથના ધામ કરતાં વધારે વૈભવ અને પ્રસિદ્ધિ ધરાવતાં થયાં ન હત.
સૈદ્ધ અને જૈનધમે બ્રાહ્મણુ સંપ્રદાયની પરંપરા રાખીને ગિરિશિખરો કે ગિરિકધરામાં તીર્થો સ્થાપ્યાં છે. એ રીતે બિહારમાં પાર્શ્વનાથના મંદિર વડે મુક્તાગિરિનું શિખર અને પશ્ચિમ ભારતમાં રાજસ્થાન અને ગુજરાત-સૈારાષ્ટ્રના ગિરિશિખરા જૈતાના દેવ–મદિરાથી શોભાયમાન અને આકર્ષક બન્યાં છે. મુસ્લીમ રાજ્યે ગુજરાતમાં સ્થપાયાં તે પહેલાં ગુજરાતના સેમપુરા શિલ્પીઓના જૂથ મેવાડ મારવાડ સુધી સાલકી યુગનું સ્થાપત્ય વિસ્તારી રહ્યા હતા. ચૈાદમા સૈકામાં રાણા કુંભાના સમયમાં મંદિર અને મહેલાનું સ્થાપત્ય બહુ વિકાસ પામ્યું હતું. ગુજરાતમાં સુસ્લીમ શાસનને લીધે દેવમંદિરો અને શિલ્પકામની પરંપરા તૂટવા માંડી હતી, પણ કારીગરાના પરિવારોને રાજસ્થાનમાં આશ્રય મળ્યે હતા તેથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રકારના દેવમંદિર રચાય .
મેવાડ અને મારવાડની હદ ઉપર જ્યાં અરવલ્લીની પશ્ચિમ પાંખના ડુંગરા. આવેલ છે અને નજીકમાં રાણા કુંભાને કમલમેરનાં ગઢ છે, ત્યાં સાડી ગામની પાસે એક સુંદર પહાડી ખીણુમાં રાણકપુરનુ મંદિર છે. તેના નિચાણુના ભાગમાં એક સુંદર નાની નદી વહે છે, આ સ્થાન પર પહોં ચવાને આજના પ્રવાસીઓ આબુની ઉત્તરે કાલના સ્ટેશને ઉતરીને વીસ કે પચીસ માઇલ સાઘ્વીની મેટરબસમાં બેસી ત્યાં પહોંચે છે. ખીજી રીતે પગરસ્તે અમદાવાદથી ૧૬૦ માઇલને અતરે તે આવેલું છે. ઘણાં વર્ષોં સુધી આ મંદિર ઘણું ભગ્ન દશામાં હતું, પરંતુ આણુ જી કલ્યાણજીની પેઢી વતી શેઠ કસ્તુરભાઇએ મંદિરેશના જીર્ણોદ્ધારનુ કામ હાથમાં લઇ નિષ્ણાત સામપુરા શિલ્પશાસ્ત્રીને તેનું સમારકામ સોંપ્યુ તેથી તેના ખુણેખુણે કરી વાર અસલનુ હોય એમ રચના અને ઘાટ પામ્યા છે. તે ઉપરાંત ત્યાં જનારા યાત્રીઓ માટે નજીકમાં આજની સગવડાવાળુ વિશ્રાન્તિભવન બાંધવામાં આવ્યું છે. તેથી ઘણાં જૈન કુટુ અને વ્યકિતએ શાંતિ માટે કે આરામ માટે ત્યાં જઇ ઠરાવેલ દિવસે સુધી રહી શકે છે અને રહેવા તથા જમવાની સગવડા બહુ જ કિફાયત દરથી મેળવી શકે છે. મુંબઇના રહેવાસીને પણ ગમી જાય એવુ એ મકાન છે. સારી રીતે જીર્ણોદ્ધાર થતાં એ સ્થાન ધણું રમણીય બન્યુ છે.
રાણકપુરનું મંદિર ઇ. સ. ચૈસા ચાલીશમાં ધરણુક નામના શ્રીમાને પુષ્કળ દ્રવ્ય ખેંચીને કરાવ્યુ હતુ. તેને એક શિલાલેખ ભાવનગરના સંગ્રહસ્થાનમાં છે.
મંદિરની બહારની બાજુએ ઊંચા કાટ જેવી દિવાલ બાંધી છે. પણ મંદિર ઊંચા પરથાર પર લીધું હાવાથી ઉપરના માળમધ શિખરને દેખાવ કાઇ . મહાલય જેવા લાગે છે. તેમાં ભાંતળથી મુખ્ય દ્વારમાં દાખલ થતાં ઊંચી પહાળી સીડી પરથી ઉપરની માંડણી પર પહોંચીએ છીએ ત્યારે કોઇ દેવતાઇ આવાસમાં ગયા હાઇએ એવુ લાગે છે. ૧૯૮ ફૂટ અને ૨૦૫ ફૂટ જેટલા ચારસઊંચા પરથાર પર તેની માંડણી થઇ છે. મધ્યસ્થ મુખ્યમંદિર ચામુખદ્રારવાળુ છે તેની મધ્યમાં ચાર દિશાને નીરખતી દ્વારસન્મુખ એવી આદિનાથની ચાર પ્રતિમા મેસાડી છે. આદિનાથ એટલે જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર ઋષભદેવજી છે,
અને
તા. ૧૬-૮-૬૧
આ મંદિરના ખરેાખર ઉપરના માળમાં પણ એજ પ્રમાણે ચોમુખ પ્રતિમા છે. ત્યાં ઉપર જવાને ચારેબાજુ ધાબા પર નાની સીડી મુકેલી છે.
મંદિરને ચારે ખૂણે ચાર ચાક છે. તે દરેકને ક્રૂરતાં વીસ ઘૂમટા બધા મળીને ચારસો વીસ થાંભલા પર ટેકાવેલ છે.
આ ઘૂમટા પૈકી, ચારે તરફના ખીજા ઉપમંદિરોના ઘૂમટા વચ્ચે મુખ્ય મંદિરને ઘૂમટ ધણા ઊંચે જાય છે અને તેની જ સામે આગળ જણાવ્યું તે પ્રવેશદ્વાર છે. ત્યાં વળી અંદરના ઘૂમટ ઉપર ખીજો ઘૂ'મટ છે અને તેને સેળ સ્તંભ છે. તેના આ ઊભા પટ ૩૪ ફૂટનો છે અને ખીજી ખાજીના ૨૧ ફૂટના છે.
આ ઘૂમટાની વચ્ચે ચારે ખૂણે ખૂલ્લા ચેક છે. તેનાથી અંદરના ભાગે અજવાળુ મળે છે.
ખૂણાના ઘૂમટાની નીચેના મંદિશ વચ્ચેનુ અંતર પશ્ચિ મનુ ૧૦૫ છે અને પૂર્વ બાજુનુ ૫ ફૂટ છે. તેની કરતા ખાર નાના ઘૂમટા અને દરેક બાજુએ ચાર નાનાં મંદિર છે. તેમજ સમગ્ર વિસ્તારમાં બૃહારની દિવાલને અડતી ભમતી એટલે પ્રતિમાવાળી નાની શિખરબંધ દેરીઓ છે.
આ બધા ચોક અને મંડપોથી રચાતી સ્તંભાવલીઓથી અંદર જે દૃશ્ય બને છે તેનું વણુન કે ચિત્ર પરથી પૂશ ખ્યાલ આવી શકશે નહિ, તેનાથી રચાતું દષ્ટિધાન (પરસ્પેકટીવ), ઘુમ્મટા અને સ્તંભો વચ્ચે બદલાતી છાયાપ્રકાશની રેશનક તેમજ ઉપર નીચે હવા, પ્રકાશ આપવાની ચેાજનાઓના મધે અનુભવ ત્યાં જઈ ઊભા રહેવાથી જ મળી શકે એમ છે.
જ્યાં ત્યાંથી નજરે પડતી તીર્થંકરાની નાની નાની દેરીએનુ દ ́ન પણ એક નવી જ ચિત્રલીલા ઊભી કરે છે. અદરના ભાગમાં ખાર શિખરા ઉપરાંત (૮૬) ક્ર્માંસી જેટલાં દેરી દેરાં જ્યાં ત્યાં જવાના તવાળા માર્ગે અંદરને અંદર રચેલા છે. વળી દરેક દેરા કે દેરીના અગ્રભાગે શિલ્પકલાના શણગાર આર લાગે છે.
આ મંદિરની સમગ્ર આકૃતિમાં તેની ઊંચી માંડણી અને મુખ્ય ઘુંમ્માની ઊંચાઇ હાવાથી તે બીજા જૈન મંદિરો કરતાં મન પર વધુ પ્રબળ છાપ પાડી શકે છે. ખેાટ લાગતી હાય તા એટલી જ કે આવા માટા સ્થાપત્ય-નિર્માણના બહારના ભાગમાં કોઇ પણ પ્રકારનું અલ'કરણુ થયુ નથી, જ્યારે ખીજાં બધાં નવાં જૂનાં સ્થાનામાં અંદર બહાર શિપવિસ્તાર કરવામાં મણા રાખવામાં આવી નથી.
આ મંદિરનાં અંગ ઉપાંગોની સંખ્યા અપાર છે. તેમાં કેટલાંક ઘણાં નાનાં છે તે કારણે તેમાં એકાગ્ર સ્થાપત્ય પ્રકટ થતુ નથી, પણ તેમાંની વિવિધતા અને વિગતેથી તે સ્થાન રમણીય બન્યું છે. મંદિરના તમામ તભામાં કાઇ એ એકસરખાં નથી. તેમ જ જે ખૂબીથી તે ગોઠવણુ થઇ છે અને ઘુમ્મટા તેમ જ સપાટ છતા સાથે મેળ કરવામાં આવ્યા છે, પ્રકાશ ઉપરથી લેવામાં આવ્યા છે એ બધું અદ્ભુત અસર પેદા કરે છે. આ મંદિરના મુખ્ય મંડપને મેઘનાદ મંડપ એવુ નામ શિલ્પમાં આપ્યું છે અને કહેવાય છે કે તેની નકલ અમાવાદની જુમ્મા મસ્જિદમાં ઉતારવામાં આવી છે, એટલુ જ નહી પણ, સ્તંભો વગેરેનુ ધેારણ ત્યાંની અસરવાળુ છે. ક્ગ્યુસને લખ્યું' છે કે ભારતમાં ખીજું કાઇ મંદિર આના જેટલી પ્રસન્નતા આપતુ તેણે જોયું નથી, તેમ જ અંદરના સ્તંભેાની સુરમ્ય રચનાના ખ્યાલ અન્યત્ર તેમને મળ્યા નથી.
એની રચનામાં રહેલી આવી વિશેષતાઓ ઉપરાંત તેનુ પ્રમાણ પણ વિચાર કરવા જેવુ છે. ૪૮,૦૦૦ ચોરસ ફ્રુટ ઉપર તે રચાયુ છે. યુરોપના મધ્ય યુગના સાધારણ કૅથીલ મંદિર જેટલે જ એ વિસ્તાર છે અને તેની માંડણીને વિચાર કરીએ તેા કાથી તે નાનુ નથી, એટલુ જ નહી પણ તેના ઉપરની સ્થાપત્ય અને શિલ્પની શાભામાં તે બધાં કરતાં ચડી જાય છે.
રવિશંકર મ. રાવળ
મુંબઇ જૈન યુવક સધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઇ,