SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૧ તમારુ ચિન્તન વિશ્વવ્યાપી બનો ! તમારી વાણી વિશ્વલક્ષી બનો ! તમારું વર્તન વિશ્વસંવાદી બને ! પ્રબુદ્ધ જીવન (આસામમાં આવેલા નાગાંવ ખાતે શ્રી વિનાખાજીએ તા. ૨૫-૪-૬૧ ના રોજ કરેલાં પ્રવચનનો અનુવાદ) હું જાણું છું કે આસામ પ્રાંતમાં આ જિલ્લા જાગૃત છે. તમારા વર્તમાન ઇતિહાસ આ વાતની સાક્ષી પૂરે છે. મને કહેવામાં આવ્યું છે કે ગાંધીજીએ ઉપાડેલા આંદાલતે વખતે આ જિલ્લાએ આગળ પડતો ભાગ ભજવ્યે હતા, પરંતુ જાગૃતિ શબ્દ અનેકવિધ અર્થોમાં વાપરી શકાય છે. સવારે ઉંધમાંથી જાગૃત થતાં જ એક મનુષ્યને પ્રથમ સિગારેટ યાદ આવે છે, તે એકનુ મન પ્રથમ ઇશ્વરસ્મરણ કરવા તરફ જાય છે. કોઇ ઉધતા માસ સીગારેટ પી શકે નહિ કે શ્વરસ્મરણ કરી શકે નહિં, એટલે એ બન્ને કાર્યો જાગૃત અવસ્થાનાં સૂચક છે. છતાં અન્નેની જાગૃતિમાં ભેદ છે, તેથી જ મેં કહ્યું કે ‘ જાગૃતિ' શબ્દના બણા અથ થઇ શકે છે. કોઇ જાગૃતિ સ્વાસાધક હોય, કોઇ પરમા સાધક હોય, તે કોઇ વિશ્વવ્યાપી હિતચિન્તક પણ હાય. પશુ આ યુગમાં સંકુચિત મનેાદશા ધરાવતી જાગૃતિ કામ નહિ લાગે. આજે દુનિયા બહુ નજીક આવી ગઇ છે. હુ શ્રેણી વાર કહી ચૂકયા છુ કે જે ચીજો ભૂતકાળમાં વિભાજનનું કામ કરતી હતી તે આ વિજ્ઞાનયુગમાં વિપરીત ઍટલે સંચેાજનનું કામ કરતી થઇ ગઇ છે. આપણી નજર સામે આજે નવી દુનિયા રચાઇ રહી છે. આજ એક સામાન્ય નિશાળે જતા બાળકને પણ ભગાળ જે જ્ઞાન છે તે અકબર જેવા મોટા બાદશાહને પશુ નહતુ. તેના દરબારમાં ઈગ્લાન્ડથી એક માણસ આવીને ઊભા રહ્યા ત્યારે જ તેણે જાણ્યું' કે ઈગ્લાન્ડ નામે કોઇ દેશ છે. જૂના વખતમાં આપણું જ્ઞાન મર્યાદિત હતું. આજે તે સેકડોગણુ વિસ્તૃત થયુ છે. એટલે હવે આ યુગમાં જો આપણે સંકુચિત માનસવાળા જ રહેવાનુ પસંદ કરશું તે ખતમ થઇ જવાનાં છીએ. આજના યુગ આપણને આવાહન આપે છે, “વિશ્વવ્યાપી બને અથવા નષ્ટ થાઓ.” કાઇ ત્રીને માર્ગ નથી. રશિયાને એક માણસ ૧૦ મિનિટમાં પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછો આવ્યો. અવકાશમાં ૧૦૦-૨૦૦ માઇલ ઉપર જઇને તેણે આ ચક્કર-લગાવ્યું. પૃથ્વીની પરીધિ ૨૪,૦૦૦ માઇલ છે. તે લગભગ ૨૫,૦૦૦ માઇલ ઘૂમી આવ્યેા. સમજો કે ગૌહતીથી કલકત્તાનું અંતર જે અંતર કાપતાં એરાપ્લેનમાં જઇએ તેા પણ બે કલાક થાય છે-તેણે એક મિનિટમાં કાપ્યુ’. આ અંતર કાપતાં ટ્રેનમાં જઇએ તો એ દિવસ લાગે. પહેલાં પગપાળા જતાં તેા ખે મહિના લાગતા. આમ બે મહિનાના એ દિવસ, એ દિવસના બે કલાક, અને બે ક્લાકની એક મિનિટ આને અર્થ શું? અને યાદ રાખજો કે આ તા હજી આકાશમાં ગતિ કરવાની માનવીની શરૂઆત છે. આવા વ્યાપક જમાનામાં કે જ્યારે બુદ્ધિ ક્યાંયે આગળ વધી ગઇ છે ત્યારે પણ આપણાં દિલ આપણે પહેલાંનાં જેવાં સંકુચિત રાખશું તે વિનાશ નિશ્ચિત છે. “હું નાગાંવ જિલ્લાને “અમે ગ્માસામી અમે હિંદુ” “અમે બ્રાહ્મણ આવા આવા ભેદે આજે નકામા છે. આવી માન્યતાએ આ કાળને અનુરૂપ છે જ નહિ. અહીં કેટલાકા એવુ માને છે કે બહારના વેપારીએ આવીને આસામમાં લૂંટ ચલાવે છે. પણ હું કહુ છુ કે જ્યાં આજે માણસ ચંદ્ર ઉપર જઇને વેપાર કરવાની વાતા કરે છે ત્યાં આ આસામ તે શા હિસાબમાં છે? માટે હવે આજે તે આપણે ७७ બધા ‘મૂમ' ‘વિશ્વવ્યાપી' ખને, ઊપનિષદ્ના આ શબ્દ છે કે ચો હૈ. મૂમા તમ્બુલમ્ । નાળ્યે ઝુલમતિ । '' દેહનું, જિલ્લાનું, પ્રાંતનુ, સૈાન્દર્યનું-તરેહ તરેહનુ અભિમાન હાઇ શકે છે, પણ એમાં કંઇ સાર નથી. સાયન્સ એટલું આગળ વધ્યુ છે કે તમે સૈાનું શું અભિમાન રાખશે। ? બનાવટી દાંત થયા, મરેલા મનુષ્યની આંખ બીજાને મૂકાય છે. તરેહ તરેહના પ્રયાગ। થઇ રહ્યા છે. સાયન્સની પ્રગતિ જોકને આશ્રય મૂઢ થવાય છે. આજનું સાયન્સ આપણા એવા સાંકડા અભિમાનને પોષવા દે તેમ નથી. જ્યારે “દે માતરમ્ ” શબ્દ પ્રથમ ઉચ્ચારાયા ત્યારે તે ‘સપ્તકાર્ટિકઠ પૂર્વી બંગાળને સ્પર્શતા હતે. પછી તેને દેશવ્યાપી અથ થયા. તે પછી “જય હિંદુ શબ્દ આવ્યા અને આજે તમે જુએ છે કે નાના બાળકો પણ “જય જગત્” ખેલતાં શીખ્યાં છે. મેં સાંભળ્યું કે ગયે વર્ષે અહી કેટલાંક તાકાને થયાં. મને એ જાણીને દુઃખ થયું કે આ તફાને ભાષા અંગે થયાં હતા. થોડા માણસો ઘાયલ થાય કે મરણ પામે તેનું મને દુઃખ નથી, કેમકે શરીર એક વખત નાશ પામવાનું જ છે. આત્મા અમર છે. પણ મને દુઃખ થયું તમારી આવી સકુંચિત મનોદશા જાણીને, કુદકે ને ભુસકે આગળ વધતા આ કાળમાં પણ માણુસ આવી ટૂંકી બુદ્ધિના હાઇ શકે છે. એ વિચારે મને ધણા આધાત લાગ્યા. એક કંજુસ હતા. તેણે પોતાના ઘરના બધા ખારીબારણા બંધ કરી દીધાં અને કહ્યું કે “આ અંદરની હવા મારી છે, તેને હું" બહાર નહિ જવા દઉં.” પરિણામ શું આવ્યુ? તેનુ ધર અંધારૂ થઇ ગયું અને થોડા વખતમાં હવા ઝેરી બની ગઇ. બહારના પ્રકાશ અને ખુલ્લી હવા અંદર પ્રવેશી શકયા નહિ. આપણે પણ આ પ્રમાણે જો હૃદયનાં દ્વાર બંધ કરી દેશું તે વિકાસ અટકી જશે અને એક નાનકડા વર્તુલમાં પુરાયેલાં ખની જશું. જો વિશ્વવ્યાપી ભાવના તજી દીધી અને “મારું ઘર ” “મારાં છેકરાં” એવી નાની દુનિયામાં સર્વસ્વ સમજી બેઠાં તા હાથે કરીને આપણે પેાતાને વામન બનાવી દઇશું. મને જુએ. મને રહેવાને દરરાજ નવુ ઘર મળે છે. મે મોટા ધનવાનને જોયાં છે. તેમનાં મુખ, કલકત્તા, દિલ્હી કે ખીજા એ પાંચ વધારે મકાના હશે, પણ મારે તા ૩૬૫ ધર છે. દરરાજનું એક નવુ. લાકે સારામાં સારું મકાન શોધીતે તેમાં મને રાખવા આતુર હાય છે. જો હું અહીં મૃત્યુ પામુ તે મને એમ ન લાગે કે હું પારકા પ્રદેશમાં મરણ પામ્યા. અરે, આસામને તે હું મારા ખાપની મિલ્કત માનું છું. કાણુ હતા મારા પિતા ! મારા પિતા હતા. અહીંના પ્રખ્યાત સંત શંકરદેવ. આવી ભાવના રહેતી હાવાથી મારા આનંદની કાઇ સીમા નથી. અહીં તાકાન થયાં, તેથી આસામના લોકને દુ:ખ થયું. હું કહુ છુ કે “ શા માટે દુઃખી થાઓ છે? આવી ઘટના તે દરેક ઇતિહાસમાં અને દરેક કામમાં બનતી જ રહી છે.” દૂષિત વાતાવરણ પેદા થયુ હોય તે થોડા દુષ્ટ બનાવા બની જાય. પણ દુ:ખ એ વાતનું છે કે આ જમાનામાં યુવાનાએ આવી સકુચિત મનેાશા દાખવી. આવી બુદ્ધિ તા જૂના વિચારના વૃદ્દો દાખવી શકે. જૂના જમાનાના વૃદ્ઘો આજના મહાન ગણાતા વૃદ્ધોને પણ સમજી શકતા નથી. પરશુરામ નારાયણને અવતાર હતા. રામચંદ્ર પણ નારાયણુના અવતાર હતા. પણ પરશુરામ નારાયણના બીજા અવતાર રામચંદ્રની શક્તિને પારખી શકયા નહિ. બન્ને નારાયણના અવતાર હતા. એક બુઢ્ઢા, એક જુવાન, એક જૂના જમાનાના, ખીજા નવા જમાનાના, તે પહેલા બીજાને ઓળખી શક્યા નહિ.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy