SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ • : - તા. ૧૬-૧-૧ ૨. પર્વરંગ (ખ) ૧૯૦૫ જેમ - હસ્તિનાપુર-ઇન્દ્રપ્રસ્થ(દિલ્લી)ને લગતું ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર છે તેમ મોક્ષદાયિકા પુરી દ્વારાવતી (દ્વારકા)ને લગતું ધર્મક્ષેત્ર • પ્રભાસક્ષેત્ર છે. એની ચતુઃસીમાના શ્લોક નીચે પ્રમાણે છે: ' પૂર્વ તપતો સ્વામી પશ્ચિમે માધવઃ સૂરઃ ૩ત્તરે સૂર્યપુત્રી રાક્ષને સરિતાંતિઃ | . . * [પૂર્વે તુલસીશ્યામ, પશ્ચિમે માધવરાય, ઉત્તરે સૂર્યપુત્રી એટલે ભદ્રા-ભાદર નદી ને દક્ષિણે સમુદ્ર.] '. આ પ્રભાસક્ષેત્રને ઉત્તર સીમાડે ભાદરનદીને કાંઠે આવેલા સૌરાષ્ટ્રની રસધાર’-પ્રસિદ્ધ જેતપુર ગામમાં સં. ૧૮૪૮ના માર્ગશીર્ષ શુદ ૧૫ ને રવિવાર (ડિસેમ્બર ૨, ૧૮૮૨) ને દિવસે મારો જન્મ. સંસ્કૃતમાં એક સુભાષિત છે, કે ते धन्याः ते महात्मानः तेषां लोके स्थितं यशः। શૈઃ નિવાનિ ચાનિ કે વા વીર્તિતાઃ || “ધન્ય તે, મહાત્મા છે, અને તેને જશ પૃથ્વી ઉપર ચિરસ્થાયી થાય, જેણે કાં ત કાવ્ય રચ્યાં હોય અથવા જેનું કવિઓએ કાવ્યમાં કીર્તન કર્યું હોય.” આમ મારા દાદા હેમચંદભાઈના પ્રપિતામહ નાનજી દેસાઈને વિષે એક દુહો કહે છે, કે ના કરમી નાન કરણે, ખોખરીએ હંસરાજ | ધ્રાફે દીઠે ધરમસી, માયાધર મેધરાજ || એકવાર દુકાળ પડ્યો હશે તેમાં ચાર જણે અન્નદાન કર્યું હશે એનાં નામઠામ આ દુહામાં નૈધ્યાં છે. તે ઉપરાંત નાનજી દેસાઈ વિષે ર પેલી કવિતાની એક પંક્તિ આમ છે: રેટર(રોટલાના) કોટ કરી લડે નાને. અને હેમચંદભાઈ પોતે દુકાળમાં ખંભે ભંભલી રાખીને પાણી પાતા એમ મારા પિતા કહેતા. હું સાતમે વર્ષે ભણવા બેઠે તે દિવસ મને સાંભરે છે, કેમ કે તે દિવસે મારે ઓઢવાની સોનેરી ભરત ને ફુમકાવાળી ટોપી મારા બાપુ (પિતાના મોટા ભાઈ] જીવરાજભાઈને ઘેરથી લઈ આવ્યા હતા.' પાંચમી અંગ્રેજી લગી હું જેતપુરમાં ભણ્યા. તેમાં બીજી પડીમાં મારા પરમઉપકારી મિત્ર હિમ્મતલાલ રામચંદ્ર દ્વિવેદી (૫છીથી સ્વામી આનન્દ) મારા ભેગા ભણતા. એથી અંગ્રેજીમાં કે અમારે મેકકૃત હોરેશિઅસ આ કાવ્ય શીખવાનું હતું. તેની આ બે કડી એક પારિતોષિકવિતરણના સમારંભમાં ભારે બોલવાની આવી હતી : To every man upon this earth Death cometh soon or late: And how can man die better Than facing fearful odds For the ashes of his father And the temples of his Gods; And for the tender mother Who dandled him to rest, And for the wife who nurses His baby at her breast, And for the holy maidens Who feed the eternal flame, To save them from false Sextus That wrought the deed of shame> ૧૯૦૪ માં એવું બન્યું કે કલકત્તાના એક કવિરાજ (વે) જે ભગાવે તેને ડાયરી મફત મેકલતા. એટલે ૧૯૦૫ની ડાયરી. મેં મગાવી ને લખી. તેમાં મેં ને બીજા બેપાંચ જણે કેટલામો નંબર પૂરાવ્યું, ને અમે રમત કઈ રમ્યા તે હું રોજ લખતા. આ ઉપરાંત લખેલી બીજી વાતમાં કાંઈ વિશિષ્ટતા છે એવુ કાંઈ નથી, પણ આજથી પ૫ વર્ષ પહેલાંનું વાતાવરણ સૌરાષ્ટ્રમાં કેવું હતુ તે બતાવવા સારુ તેમાંથી કેટલીક નીચે ઉતારી છે: ૧૮-૨-૧૮૦૫. અમારી ગાય (ગેરિયા)ને વાછડો અવતર્યો; એનું નામ લીલડે પાયું. [આ ગાય આપધાવી હતી. પહેલાં એને વાછડી આવી હતી, એનું નામ પિપટી હતું. ૭-૩-૧૯૦૫. “હેપેશિઅસ વેચાતી લીધી. [ચોપડી વેચાતી લેવી તે નવાઇની વાત હતી. મોટે ભાગે મોટા ભાઈઓ ને ઓળખીતાપાળખીતા જે ચોપડી ભણ્યા હોય તે જ અમે પણ ભણતા. ૧૮-૪-૧૮૦૫. અમારા પાડોશી તાજમાઈ વોરા ગુજરી ગયા, એ ભલા માણસ હતા. [અમારું ઘર વેરાવાડમાં હતું.]. ૧૦-૫-૧૯૦૫. ખડિયે પડીને તૂટી ગયો. ૧૩-૫-૧૯૦૫. વેકેશન. જૈનશાળાએ ગયો. ૫૦ દાખલા ગણ્યા; અંગ્રેજી શબ્દોના અર્થ અંબાલાલ સાકરલાલ દેસાઈના કાશમાંથી કાઢ્યા. ૧૬-૫-૧૯૦૫. સામાયિકને ચેાથો પાઠ કર્યો. ૨-૬-૧૯૦૫. મોરેનું સરકસ જોયું. ૩-૬-૧૯૦૫. જૈનશાળાના છોકરાઓને પેંડાગાંઠિયાનું જમણ. ૧૦–૬–૧૮૦૫. વાજસુરવાળા દરબારના કુંવર નાનભાઈ ગુજરી ગયા. ૧૮-૬-૧૯૦૫. “દયા” પાળી (એટલે એક ઠેકાણે બેસીને સામાયિક કરી. ૨૬-૬-૧૯૦૫. જીવરાજભાઈને દેહાન્ત. ૩૦-૬-૧૯૦૫. સુવાળું. ૩-૭-૧૯૦૫. તાવડા બેસાડ્યા. ૬-૭-૧૯૦૫. નવજાત [જીવરાજભાઇની ઉત્તરક્રિયાને અગે]. ૧૬-૭-૧૯૦૫, છોકરીઓનું જાગરણ. ૨૩-૮-૧૮૫ કર્ઝને રાજીનામું આપ્યું, એને ઠેકાણેમિંટો આવ્યો. ૨૪–૮–૧૯૦૫. શરીફશેડના ગુલમામદના વિવાહની મહેફિલ. ૨૬-૮-૧૯૦૫. પારિતોષિકવિતરણ. મનેઇનામમાં બે ચોપડી મળી. ૨૭-૮-૧૯૦૫. અઠાઈધર. વખાણ તથા ઢાળમાં ગયે. ૩-૮-૧૯૦૫, પડકમણું કર્યું. એક ઉપવાસ કર્યો. ૪–૮–૧૮૦૫. સંધનું જમણ. ૧૩–૧૦–૧૮૦૫. લીલાવતી નાટક જોયું. ૨૫–૧૦-૧૯૦૫, ભાભુ ઝમકુબાઇને દેહાન્ત. ૨૭-૧૦-૧૮૦૫. શારદાપૂજન કરવા પીઠડિયા દરબારશ્રી મૂળવાળાના જામદારખાનામાં. ૯-૧૧-૧૯૦૫. પ્રિન્સ ઑફ વેલ્સ મુંબઈ આવ્યો. ૧૨-૧૧-૧૯૦૫. ભાભુની દશા [દશાહ - ૧૩-૧૧-૧૯૦૫. ભાભુના દહાડા નિમિત્તે નવનાત. ૧૪-૧૧-૧૮૦૫. ભાભુને પવાડે. ૧૭–૧૧–૧૮૦૫. બાપુની વરસી. બ્રાહ્મણ જમાડ્યા.. ૨૦-૧૧-૧૯૦૫. ભાભુનો માસીસ [માસિક શ્રાદ્ધ]. ૨૦-૧૨૧૯૦૫. ગાય વસૂકી ગઈ, પીઠડિયા મેકલી. ૨૫-૧૨-૧૮૦૫. સ્વદેશી હિલચાલને લગતી સભા; મયારામ ઉધનું ભાષણ. આ ડાયરીને છેડે કોરા પાનામાં કરેલી ધઃ કર્ઝને બંગભંગ ઓકટોબરમાં કર્યો બંગાળી ને બીજી પણ ધખી ગયા. બ્રિટિશ માલને બહિષ્કાર; દેશી માલને. ઉપયોગ. અમદાવાદમાં નવી મિલો થઈ હિન્દુસ્તાનને થોડાં વર્ષમાં સ્વરાજ મળશે એમ કહે છે.” આ પછી “ભારતના મહાપુ દાદાભાઈ, ગોખલે, ફિરોજશાહ મહેતાને લગતી વિગત છે. તે પછી લખ્યું છે કે સુરેન્દ્રનાથ બેનરજીએ સરકાર વિરૂદ્ધ ભાષણ કર્યું એટલે એને રૂા. ૪૦૦ નો દંડ થયો, તે કલકત્તા હાઈકોર્ટે રદ કર્યો.” છેવટે એક સરનામું છે? કાસીભાઈ ઝવેરભાઈ મેનેજર, દેશભક્ત મંડળ, ગિરગામ, મુંબઈ. પ્રાઈસ લિસ્ટ મફત. (ક્રમશ: દેસાઈ વાલજી ગોવિદજી -
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy