________________
७७
પ્રબુદ્ધ જીવન
ગુજરાત
સર્વોય
દસમુ ગુજરાત સય સંમેલન ઇતિહાસના એવા તબકકે મળી રહ્યું છે કે જે દરેક વિચાર કરનાર નાગરિક માટે ઊંડા `ચિંતનના કાળ છે. આધુનિક વિજ્ઞાને જ્યારે પૃથ્વીને નાની બનાવી મૂકી છે, દુનિયાની નાની-મોટી તમામ સમસ્યા જ્યાં જાગતિક સમસ્યા બની રહે છે, અને જ્યારે એક માનવના કૃત્યની અસર ખીજા તમામ માનવેાના જીવન પર થઇ રહે છે ત્યારે આપણે આપણી તમામ પ્રવૃત્તિ વિશે અત્યંત સાવધાનીથી વિચારવુ જોઇએ અને આપણુ દરેક પગલું માનવતાના વિકાસને પોષક બની રહે તેવું મંડાવુ જોઇએ.
વિશ્વ આજે અનિશ્ચિયને આરે ઊભું છે, વિશ્વની શાંતિસેના સ્થાપવાના પ્રયાસો જગતના નવનીત સમા મહાપુરુષા કરી રહ્યા છે ત્યારે બીજી તરફ જગતને ખૂણે ખૂણે હિંસાની ચિનગારીએ પણ ઊડતી દેખાય છે એવે ટાણે આપણે આપણી પરિસ્થિતિનુ સમગ્ર આકલન .કરી વિશ્વશાંતિની દિશામાં ભલે નાનુ` છતાં નિશ્ચિત આચરણ કરવુ જોઇએ.
વિશ્વની આ પરિસ્થિતિની અસર દેશ અને ગુજરાત પર પણ પડે જ છે. જ્યારે દેશમાં એક તરફ ભૂદાન-ગ્રામદાન તથા ખીજા રચનાત્મક કાર્યક્રમ દ્વારા અહિંસાત્મક સાધતે વડે આર્થિક સમતા લાવવાના પ્રયાગ થઇ રહ્યા છે, જ્યારે વિકેન્દ્રીત રાજ્યસત્તા દ્વારા સામાન્ય ઉત્ક માટે સામાન્ય માનવીના પુરુપા વડે ચાલતુ લેાકસ્વરાજ્ય લાવવાના પ્રયત્ના થઇ રહ્યા છે, ત્યારે બીજી તરફ જાતિવાદ, સંપ્રદાયવાદ, ભાષાવાદ, રાજ્યવાદ ... અને ખીજા સંકીણું વિચારાને પરિણામે રાષ્ટ્રષ્ની એકતા જ જાણે કે ભયમાં મુકાઇ રહી છે. અને આ અનિષ્ટોનાં છાંટા ગુજરાત પર પણ ઊડયા વિના રહે નહીં. અત્યારે એવા કાળ આવી ગયા છે કે જ્યારે દેશને સમગ્ર પુરુષાથ રાષ્ટ્રની શકિતને વેરણ છેરણ કરનાર તમામ પ્રકારની સ કુચિતતાઓની સામે યેાજાવા જરૂરી છે.
રાષ્ટ્રીય એકતાના અથ આજની પરિસ્થિતિને જેમની તેમ ટકાવી રાખવી એવા હરગજ ન કરી શકાય. આજની પરિસ્થિ તિમાં ભેદના જે મૂળ છે. તેને નાબૂદ કરવાના સકલ્પમાં જ રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સમાયેલા છે. આપણને છિન્નભિન્ન કરનારું સૌથી ઝેરી કાઇ તત્વ હોય તે તે આપણી આર્થિક અસમાનતા છે. જ્યાં સુધી આપણા દેશમાં આજે પ્રવર્તે છે તેવા અમીરી– ગરીખીને ભેદ હોય ત્યાં સુધી રાષ્ટ્રની રચનાના કોઇ પણ કાર્ય - ક્રમ દેશના મોટા ભાગના ગરીબેને માટે પુરુષાર્થની પ્રેરણા દેનારા બની શકે નહીં.
આજના વાતાવરણમાં આપણી આ આર્થિક અસમાનતા વધતી જવાની અણુસાર છે. તેને રાકીને તેને બન્ને આપણે સમતાને પાયા નાખવા જોઇએ. સ્વામિત્વનાં મૂલ્યે! ફેરવ્યા સિવાય આર્થિક સમતાની વાતા એ ધૂળ ઉપર લીંપણ કરવા બરાબર છે. ભૂદાન અને ગ્રામદાનયજ્ઞે ભૂમિની બાબતમાં સ્વામિત્વવિસર્જનનું નવું મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે અને આર્થિક ક્રાંતિના આરભ કરીને સાચી દિશા આંકી આપી છે. ભૂમિના સ્વામી.
ત્ત્વના વિસર્જનની સાથે સાથે જ રાષ્ટ્રના અદનામાં અદના માનવને રાજગારી, આત્મવિશ્વાસ અને હોંશ આપે તેવા ઉદ્યાગાના વિકાસ એ આર્થિક સમતા માટેનું બીજું પગલુ' થશે, ખાદીગ્રામેાદ્યોગોએ અત્યારે લીધેલે ગ્રામસ્વરાજ્ય તરફના વળાંક અને ઉદ્યોગદાનના નામે તમામ મેાટા ઉદ્યોગેા પર મજૂરા, ખરીદદારા અને વ્યવસ્થાપકાની સહિયારી માલિકીના વિચારા અપાયાં છે તે દિશામાં આગળ વધવુ જરૂરી છે.
ગુજરાત રાજ્ય જ્યારે પંચાયતરાજની દિશામાં આગળ પગલાં માંડી રહ્યું છે ત્યારે તેનું સ્વાગત કરતાં તે પગલું પણ
તા. ૧-૮-૬૧
સ મેલનનુ
નિવેદન
રાષ્ટ્રીય એકતાને પોષક નીવડે તેવુ ખને તેની તરફ સમેલન સૈાનુ ધ્યાન ખેંચે છે. વિષમતા પર ઉભેલુ' પંચાયતરાજ પણ ગરીબ માણસના શોષણનું સાધન બની ન જાય તેની કાળજી રાખવી જોઇએ. વળી પંચાયતના સ્તર પર રાજનૈતિક પક્ષાની પ્રતિસ્પર્ધા પહોંચીને આપણા ગામડાના કંગાળ બનેલા દેહને પક્ષાપક્ષીના ઝેરથી સાવ ખતમ ન કરી મૂકે તેની પણ કાળજી રાખવી ટે, પંચાયતાની ચૂંટણીમાં બહુમતીને નામે આપણે ગામેગામ તાં ન પડવા દઇએ, પરંતુ તેને બદલે સર્વાનુમતી કે સસંમતિની પરંપરાને પુનર્જીવિત કરી ભારતની ભૂમિને છાજે તેવી નવીન લેાકશાહીનું નિર્માણ કરીએ.
રાષ્ટ્રીય એકતાની દ્રષ્ટિએ આગામી સામાન્ય ચૂંટણી પણ એક મહત્વની ઘટના બની રહેશે. તે સમયે આપણે આપણી સ્ કુચિતતાઓનું પ્રદર્શન ન કરીએ, પણ્ દેશની વિવિધતાઓમાં રહેલી દેશની એકતા જ ઊપસી આવે ને આપણી સંસ્કારિતા અને આપણા શાંતિપ્રેમ પ્રકટ થાય તે જોવુ જોઇએ. સર્વોદય સંમેલનના એવા નિશ્ચિત અભિપ્રાય છે કે ચૂંટણી અંગે કેટલીક આચારમર્યાદા નકકી થવી જોઇએ. ચૂંટણીમાં ભાગ લેનાર અને તેમાં સહાયભૂત થનારા તમામ પક્ષે તેમ જ વ્યક્તિએ પાતાની હારજીત કરતાં રાષ્ટ્રના ગારવને મુખ્ય માની તેવી આચારમર્યાદાઓનું ચુસ્તપણે પાલન કરવું' જોઇએ. જો કયાંય કાઇ પણ પક્ષે તે મોદાના ભગ ચાય તો લાગતાવળગતા પક્ષે પાતે જ તેને નિષેધ કરવા જોઇએ. ચૂંટણી દર મ્યાન મત આપનાર પ્રજાએ ચૂંટણી દરમ્યાન થતી ગેરરીતિઆના લાચાર સાક્ષી બની રહેવાને બદલે તેને ન સાંખી લેતાં તેના જાહેર નિષેધ કરવા જોઇએ. સર્વોદયપુરમમાં મળેલા દસમા અખિલ ભારત સર્વોય સ ંમેલને માર્ગદર્શન આપ્યા મુળ ગુજરાતમાં જ્યાં કર્યાંય યાગ્ય વાતાવરણું લાગતું હોય ત્યાં ‘મતદાર પરિષદો' ની સ્થાપના થાય તેને પણ પેત્સાહન આપવુ જોઇએ અને ચૂંટણી પૂરી થાય ત્યાર બાદ પણ ઠેર ઠેર ‘જાગરૂકતા સમિતિ' (વિજિલન્સ મિટી) કાર્ય કરતી થાય તેા પ્રયત્ન થવા જોઇએ.
ઇતિહાસને આવે તખકકે ગાંધીનું ગુજરાત પેાતાના સમ્યક્ આચાર દ્વારા રાષ્ટ્રીય એકતા અને વિશ્વશાંતિ માટેનું ઉદ્દાત્ત ઉદાહરણ પૂરું પાડશે. ગ્રામસ્વરાજ્યના આપણા આદેશમાં આ પ્રકારનું ઉદાહરણ પૂરું પાડવાની શકયતા છે. જરૂર છે તેને માટે જનતા અને લોકસેવાના વિધાયક પુરુષની, સમેલનને શ્રદ્ધા છે કે ગુજરાત આ પ્રકારને શાન્તિમય વિધાયક પુરુષાર્થ કરવામાં પાછી પાની નહિ કરે.
( વડાદરા, તા૦ ૧૩-૬-૬૧ ગુજરાત સધ્ય સંમેલનમાં રજૂ થયું. )
વિષયસૂચિ કરૂણા વિચાર વિરૂદ્ધ ઉપર્યુકતતાવાદ પ્રકીર્ણ નોંધ: મુંબઇ જૈન સ્થાનકવાસી સધ આયેાજિત જૈન કલિનિક, પૂનાનું દારૂણ જળસંકટ; ગુરૂશિખર ઉપર આરૂઢ થયેલ વ્યકિતવિશેષની દયાપાત્રતા, ભલે બહારથી સીમિત હૈ, પણ અંદરથી અસીમ બના, જૈન સમાજમાં ત્યાગ અને પરિગ્રહને મળતી સરખી પ્રતિષ્ઠા, Across Gang tri Glaciers ગુજરાતના ચૂંટણીવિષયક પ્રશ્નનો સુખદ નીકાલ. ગુજરાત સર્વોદય સ ંમેલનનુ નિવેદન અનેસ્ટ હેમીંગ વે
પૂનાના જળપ્રલયે નિપજાવેલી જૈન સમાજની ભયાનક દુર્દશા
પૃષ્ઠ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ ... ૬
પરમાનદ
સભ્ય સાચી
::
+
७०
91
મંત્રી ભારત જૈન મહામંડળ ૭૨,