________________
તા. ૧-૮-૨૧
પાંચ લાખ રૂપિયાનું દાન કર્યું એમ એ દાનની સ્તુતિ કરવામાં આવે છે ત્યારે પ્રસ્તુત દાનને જેટલુ મહેલ આપવામાં આવે છે - તેટલું જ મહત્વ એ પાંચ લાખની રકમને પણ આપવામાં આવે છે. એક પચાસ હજારના આસામી પચીસ હજાર રૂપિયાનું દાન જાહેર કરે અને એક કરોડના આસામી દશ લાખનું દાન જાહેર કરે તેા જૈન સમાજની દૃષ્ટિએ દશ લાખનુ દાન પેલા પચીસ હજારના દાન કરતાં વધારે મહત્ત્વનું લેખાય છે અને પ્રશંસાપાત્ર અને છે. આવી પરિસ્થિતિના સામાજિક દૃષ્ટિએ વિચાર કરતાં કાંઇક આવે નિયમ તારવી શકાય છે કે જ્યાં ત્યાગનું મહત્ત્વ છે ત્યાં જે ધનસપત્તિને ત્યાગ કરવાનું કરમાવવામાં આવેલ છે તે ધનસંપત્તિને પણ લગભગ એટલું જ મહત્વ આપવામાં આવે છે. આ એક જટ્ટિ ન સમજાય એવું વૈચિત્ર્ય'. આપણા સમાજમાં--ખાસ કરીને જૈન સમાજમાં કઇ કાળથી પ્રવ નજરે પડે છે. ઉપરના નિયમ અંગે ઉલટું દૃષ્ટાંત વિચારીએ અને દ્રવ્યત્યાગને બદલે મળમૂત્રના વિસર્જનના વિચાર કરીએ તો માલુમ પડે છે કે જેમ મળ-મૂત્રના વિસર્જનને કાષ્ટ મહત્વ આપતું નથી તેમ મળ-મૂત્રને પણ કોઇ મહત્વ આપતુ નથી,
ઉપર જણાવ્યું તે મુજબ જ્યાં ત્યાગ પ્રતિષ્ઠિત છે ત્યાં ત્યાજય પ્રતિષ્ઠિત કેમ બનતું હશે? વસ્તુત: જેને ત્યાગવા યેાગ્ય ગણ્યું હોય તેને સાધારણ રીતે કશું પણ મહત્વ મળવું ન જોઇએ. હકીકતમાં એમ છે કે જૈન સમાજ પરિગ્રહલક્ષી છે. પશ્રિહના પૂજક છે, અને આવે! સમાજ પેાતાના માપે ત્યાગીઓના ત્યાગને માપે છે અને એવા ત્યાગને ભારે આશ્ચય પૂર્વક નિહાળે છે. સાચા વૈરાગ્યપૂર્ણાંક ત્યાગ કરવામાં આવ્યા હાય એવી ત્યાગીની દૃષ્ટિ તે મલ-મૂત્રવિસર્જકની જેવી જ હોય છે. તેણે તે પોતાના પરિગ્રહને સ્વકીય આધ્યાત્મિક ઉત્કર્ષ માં સતત બાધક અને રોધક સમજીને, જેમ કાઇ નકામી વસ્તુને ફેંકી દીધા પછી માણસ તેના વિચાર સરખા કરતા હોતા નથી તેમ, પેાતાના પરિગ્રહભારતે ફેંકી દીધેલા હોય છે. તેના તે કદી વિચાર કરતા નથી કે સ્મરણુ કરતા નથી કે તેને કદી અનુભવ કરતા નથી.
તે પછી આવા ત્યાગી લેખાતા સાધુએ ધનને આટલી પ્રતિષ્ઠા કેમ આપતા હશે ? શ્રીમાને તે ધનવાનાના આટલા બધા આદર કેમ કરતા હશે? તેનુ કારણ એ છે કે તેમના ત્યાગ પાછળ વૈરાગ્યના જોઇએ તેટલા બળવાન ધક્કો હતા નથી, પરિગ્રહપૂજાના પૂર્વ સંસ્કા રા ની ૫ થી તે તદ્દન મુકત હાતા નથી, શ્રીમાનેાની આર્થિક મદ વડે ધર્મનાં અનેક કાર્યો સાધવાને તેમને મેહ હાય છે. તેમની પાસેથી પેતા માટે કેટલીક સગવડા મેળવવાના પણ તેમને લેભ હોય છે. આમ સમાજમાં સ્પા અને વર્ગની પૂજા પ્રતિષ્ઠા એકબીજાની પ્રેરણા અને અનુમોદન વડે પોષાતી રહે છે. આમ જૈન સમાજમાં પરિગ્રહ અને ત્યાગ વચ્ચે કઇ કાળથી અતુટ સહચારી ભાવ પ્રવરતા જોવામાં આવે છે. Across Gangotri Glaciers
(સચિત્ર પ્રકાશન : લેખક સંપાદકઃ સ્વામી પ્રોાધાનદ અને સ્વામી આન્; પ્રકાશક ઃ પેપ્યુલર બૂક ડીપા, લેમિન્ગ્ટન રોડ, મુંબઇ છ; કિંમત રૂા. ૮.)
હિમાલય આજકાલ ખાસ ભારતીય પ્રજા માટે નહિ પણ સારા વિશ્વની જનતા માટે એક અસાધારણ આકર્ષણના વિષય અનેલ છે. હિમાલય પૃથ્વીતલ ઉપરના અન્ય પર્વતાની સરખામણીમાં અજોડ છે. તેના જેટલા અન્ય કાઈ પહાડના વિસ્તાર નથી. દુનિયાનું ઉચ્ચતમ શિખર એવરેસ્ટ હિમાલયના પેટાળમાં આવેલુ છે. વળી હિમાલયમાં જેટલાં તીસ્થાના છે તેટલાં તીર્થ સ્થાના દુનિયામાં કાઇ પણ વિભાગમાં હોવાનુ જાણવામાં આવ્યુ નથી. હિન્દુ બાળક તા માતાના ધાવણ સાથે હિમાલયની ભવ્યતાનું પાન કરે છે અને બાળપણથી મોટી ઉમ્મર સુધી હિમાલયના દનને ઝંખે છે. હિમાલયને લગતું સાહિત્ય પણ આજે ખૂબ રસ અને રેશમાંચપૂર્વક વંચાય છે. આ રસ અને રેશમાંચને
પ્રબુદ્ધ જીવન
૬૯
અનેક રીતે` તૃપ્ત કરે ' એવું આ Acroes Gangotri Glaciers' નામનું તાજેતરમાં પ્રગટ થયેલું પ્રકાશન છે.
ગાંધીજીના એક અનુગામી અને સહકા કર્તા તરીકે સ્વામી આનંદને ગુજરાતના લેાકેા સારી પેઠે જાણે છે. ૧૯૪૭ના સપ્ટેમ્બર માસમાં ગંગાત્રી તીર્થની યાત્રા કરીને પાછા કરતાં અતિશય વરસાદના કારણે ઉત્તરકાશીમાં તેમને સાધુના કોઇ એક મઢમાં કેટલાક દિવસ રાકાઇ રહેવુ પડેલું. તેઓ ત્યાં રહ્યા હતા એ દરમિયાન તેમના જાણવામાં આવ્યું કે મામાં રહેતા કોઇ એક સાધુ નગ્ન-અધ નગ્ન એવા ખીજા અડધાએક ડઝન સાધુ સાથે માત્ર રૂા. ૩૯ની ખાદ્યસામગ્રી તથા બહુ જ ઓછી-લગભગ નહિ જેવી—સગવડ સાથે એ વર્ષ પહેલાં ગગાત્રીના હિમ પર્વતની કારે કારે અને આગળ જતાં કેવળ હિમ પ્રદેશની વચ્ચે લગભગ અગેાચર માર્ગે થને અને જ્વના પૂરા જોખમે આઠ દિવસમાં પગપાળા બદરીનાથ પહોંચ્યા હતા. ચાલુ યાત્રાપથ ઉપર પગપાળા વિચરતાં ગંગોત્રીથી બદરીનાથ પહોંચતાં આશરે એક મહિના થાય. ઉપરની હકીકત સાંભળતાં સ્વામી આનંદે તે સાધુ સાથે સંપર્ક સાધ્યો અને તેમને પુછ્યુ કે આ અપ્રતિમ સાહસને લગતી તેમણે કાંઇ નોંધ રાખી છે ખરી ? પ્રસ્તુત સાધુનુ નામ સ્વામી ખેાધાન જી. તેમણે એ પ્રવાસની કાચી નોંધ રાખેલી તે દેખાડી. આ નોંધને સ્વામી આન મારી અને અંગ્રેજી ભાષામાં ઉતારી તેનુ સુભગ પરિણામ તે આ સુન્દર સચિત્ર પુસ્તક છે.
સ્વામી પ્રમાધાનજી આજે આશરે ૫૭ વના સન્યાસી છે. શિયાલકોટની મરે કોલેજમાં તેઓ ભણેલા અને ૧૯૨૯ માં તત્વવિદ્યાને વિષય લઇને ગ્રેજ્યુએટ-સ્નાતક થયેલા. ૧૯૩૩માં તેમણે સંસારનો ત્યાગ કર્યા હતા અને જાણીતા વિજ્ઞાનશાસ્ત્રી સ્વામી જ્ઞાનાનદના તે શિષ્ય બન્યા હતાં. એ ત્રણ વર્ષ તેમણે ધાર્મિક પાઠશાળામાં કામ ક ત્યારબાદ વર્ષોથી તે ઉત્તર કાશીમાં રહે છે અને સંસ્કૃત ભાષા સાહિત્યનાં અધ્યયન તેમજ અધ્યાપનકામાં નિમગ્ન હાય છે. વ દરમિયાન તેઓ ગગેાત્રીમાં આશરે છ મહિના પસાર કરે છે. તેઓ શિવના અત્યંત ભાવિક ઉપાસક છે અને નિસર્ગના ભારે આશક છે.
સ્વામી આનંદની અપૂર્વ સાહિત્યશકિત અને અંગ્રેજી ભાષા ઉપરના તેમના પ્રભુત્વ વડે પ્રસ્તુત પ્રવાસવન સસ્કારાયલુ છે અને તેથી તે વાંચવુ શરૂ કર્યાં બાદ લગભગ એક બેઠકે આખું વર્ણન પૂરૂં કર્યાં સિવાય વાંચક માટે ખીજો કાઇ વિકલ્પ રહેતો નથી. આ પુસ્તકની બીજી વિશેષતા છે તેમાં હિમાલયના આ પ્રદેશને લગતા ૩૨ મનાહર ચિત્રાની. લખાણ અને ચિત્રા બન્ને દ્વારા હિમાલયનું આપણને એક ભવ્ય દર્શન પ્રાપ્ત થાય છે. આખા પુસ્તકના ઉઠાવ તેમજ કાગળ, છાપણી અને અંદરની ગાઠવણુ આ વીષયને લગતી અનુપમ સુરુચિની દ્યોતક છે. વાચનસામગ્રીનુ અલ્પ પ્રમાણુ વિચારતાં રૂ. ૮ ની કિંમત ઠીકઠીક ભારે લાગે તેવી છે, પણ આજે જ્યારે બધું જ મોંધુ છે અને દિનપ્રતિદિન વધારે માં થતુ જાય છે તે જોતાં આવુ સુરુચિપૂર્ણ અને ચિત્રસભર પુસ્તક માંઘું લેખાવું ન જોઇએ. હિમાલયના અનુરાગી ભકતાએ તે આ પુસ્તક વસાવવું જ જોઇએ. ગુજરાતના ચૂંટણીવિષયક પ્રશ્નને સુખદ નીકાલ
ન
દૈનિક પત્રો દ્વારા મળેલા સમાચાર મુજબ ગુજરાત રાજ્યના જે સભ્યો વિધાનસભામાં દશ વર્ષ સુધી ચાલુ હાય તે હવે આગામી ચૂંટણી માટે ઉમેદવારી કરી ન શકે એ પ્રકારના વિચારવામાં આવેલ નિયમને વળગી રહેવાના આગ્રહ છેાડી દેવામાં આવ્યે છે અને જેણે જેણે વિધાનસભા માટે ઉમેવારી કરી હશે તેમના નામ પોતાની ભલામણા સાથે પ્રાદેશિક ચૂટણી સમિતિ કેન્દ્રસ્થ ચૂંટણી સમિતિને મેકલી આપશે—આ રીતે વિધાનસભાની ઉમેદવારી કાણુ કરી શકે એ બાબત ઉપર ઊભા થયેલા ઝડાના અંત આવ્યે છે. આ ખાખતથી સવત્ર આનંદ થયા છે, અને હવે પછી આ ખાબત અંગે જવાબદાર વ્યકિત વચ્ચે કશી નવી અથડામણ નહિ થાય એવી આશા રાખવામાં આવે છે. પરમાનદ