SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર નં. B ૪૬૬ વિકિ લવાજમ રૂા. ૪ પ્રબુદ્ધ જીવન શ્રી સુખા, જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ: ૨૦ નયા પૈસા - પ્રમુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષ ૨૩: અક ૭ મુંબઇ, એગસ્ટ ૧, ૧૯૯૧, મ’ગળવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા કરૂણા—વિચાર વિરૂદ્ધ ઉપચુક્તતાવાંદ (૧૯પ૭ની સાલના નવેમ્બર માસની ૧૫ તથા ૧૬ તારીખે વિશ્વ વનસ્પત્યાહાર કોંગ્રેસનુ ૧૫મું અધિવેશન મુંબઈ ખાતે મળ્યું હતું. આ અધિવેશન પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે અગ્રેજીમાં એક ભવ્ય કોટિનું મંગળ પ્રવચન કરેલું અને તેને અનુવાદ તા. ૧૫-૧૧-૫૭ના પ્રભુધ્ધ જીવન'માં પ્રગઢ઼ કરવામાં આવ્યા હતા. કરૂણા-વિચાર વિરૂદ્ધ ઉપયુક્તતાવાદ” એ વિષય ઉપર કેટલાક સમયથી પ્રભુ જીવનમાં જે ચર્ચા વિચારણા પ્રગટ થઇ રહી છે તે ચર્ચા વિચારણામાં પૂરક થશે એમ સમજીને તે મંગળ પ્રવચનનો અનુવાદ નીચે પુન : પ્રગટ કરવામાં આવે છે. તત્રી) દૂર દૂરથી આવેલા આપ સન્નારીઓ અને સદ્દગૃહસ્થને હું હાર્દિક આવકાર આપું છું. વનસ્પત્યાહાર વિષે ઊંડી પ્રતીતિ ધરાવતા સજ્જતાના મોટા સમુદાય અહીં મારી સામે એકત્ર થયેલા જોઇને હુ આનંદ અનુભવું છું. વનસ્પત્યાહારની હીલચાલ યુરેાપમાં ધણા લાંખા સમયથી ચાલી રહી છે અને પોતાના ‘સત્યના પ્રયોગા' એ નામના પુસ્તકમાં મહાત્મા ગાંધીએ જુદા જુદા દૃષ્ટિબિંદુથી વનસ્પત્યાહારની ઉત્કૃષ્ટતા પુરવાર કરતા કેટલાંક પુસ્તકોના ઉલ્લેખ કર્યો છે. છેલ્લી સદીના છેલ્લા દશકા દરમિયાન પોતાના વિદ્યાથી જીવનના ગાળામાં વિલાયતની વેજીટેરિયન સેાસાયટીના પેતે એક સભ્ય હોવાનો પણ તે ઉલ્લેખ કરે છે. આ ઉપરથી યુરોપના જુદા જુદા દેશમાં આ સસ્થાનાં અધિવેશના ભરાતા રહ્યા હોય એમાં કશુ આશ્ચય પામવા જેવુ નથી. આ વેજીટેરિયન કૉન્ફરન્સનાં આજ સુધીનાં અધિવેશના અન્ય દેશમાં ભરાતાં રહ્યા છે. આજતુ અધિવેશન ભારતમાં ભરાઇ રહ્યું છે. અન્ય દેશની અપેક્ષાએ ભારતની કેટલીક લાક્ષણિકતાઓ છે જે તેની પોતાની આગવી છે. હું નથી ધારતા કે આ દુનિયા ઉપર એવા બીજો દેશ હાય કે જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો વનસ્પત્યાહારી હાય અને અનેક પેઢીથી પૂરેપૂરા નિરામિષ-આહારી હાય. તેમ બનવાનું કારણ એ છે કે માંસાહાર આધ્યત્મિક વિકાસને કદાચ માધક–હાનિકર્તા—ગણવામાં ન આવ્યે હોય તે પણ તેની સાથે માંસાહાર બધએસતા નથી એવી માન્યતા અમારે ત્યાં સદીઓથી ચાલતી આવી છે અને અમારાં ધર્મશાસ્રાએ આહારસબંધમાં અનેક આચારનિયમાનું વિધાન કર્યું છે. માત્ર સજીવ પ્રાણીઓ જ નહિ પણ વનસ્પતિને-ઝાડપાન, કળજુલને-પણ ઇજા ન પહોંચાડવી આ પ્રકારની અહિંસાની કલ્પના ઉપર એ આચારનિયમાનું ધડતર કરવામાં આવ્યું છે. અમારા પુરાણા જીવનવિજ્ઞાને અને ધમ શાસ્ત્રાએ જીવનને વિચાર જુદા જુદા ભાગલાઓમાં નથી કર્યો, પણ એક સમગ્ર સુગ્રથિત વસ્તુ રૂપે જીવનને નિહાળ્યું છે અને માનવીના ઉર્ધ્વલક્ષી વિકાસને સહાયક અને સવાદી અને એ રીતે માનવીની જુદી જુદી પ્રવૃત્તિઓનુ અનુસાન કર્યું છે. આમ હાવાથી ખીજા લેાકો જીવનના જે રીતે વિચાર કરતા સભળાય છે તે રીતે અમારે ત્યાં અમારી પ્રવૃત્તિઓ અંગે બેવડાં ધારણા કે કૃત્રિમ વિભાજને અસ્તિત્વ ધરાવતાં નથી. દાખલા તરીકે એવું સાધારણ રીતે ઘણે ઠેકાણે સભળાય છે કે માણસને ધર્મ એ તેની અંગત બાબત છે અને તેના રાજકારણ કે જાહેર જીવન સાથે તેના ધર્મને કરશે! સાધ નથી. એવી જ રીતે તેના ધર્મ અને તેની રાજદ્વારી ચયા એ એને પરસ્પર ભિન્ન ખાખતા તરીકે લેખવામાં આવે છે. પેાતે શુ ખાય છે, કેમ રહે છે અને પેાતાની ખીજી ખાનગી ખાખતાનુ કેવી રીતે સંચાલન કરે છે તેને તેની જાહેર પ્રવૃત્તિ સાથે કરશે. સબંધ હાતા નથી. અમે ખરી રીતે એમ માનીએ છીએ કે દરેક પ્રવૃત્તિના બીજી પ્રવૃત્તિએ ઉપર આધાત–પ્રત્યાધાત પડે જ છે અને પ્રવૃત્તિને કે તેનાં પરિણામેને આપણે જુદાં પાડી શકતા નથી. આ પાયા ઉપર જ ખારાકને અને સ્વસ્થ-અક્ષુબ્ધ કાર્ટિના મનના નિર્માણુને પરસ્પર સબંધ છે અને ખાનગી કે જાહેર કાર્યોમાં, આધ્યાત્મિક કે ભૌતિક પ્રવૃત્તિનાં સળ સંચાલનમાં આ પ્રકારના સ્વસ્થ મનના ચેગ આવશ્યક છે એમ અમારે ત્યાં માનવામાં આવે છે. જ્યારે હું આ કહી રહ્યા છું ત્યારે કાઇએ એમ સમજવાનું નથી કે અમારા દેશ અને અમારા લેક આ આદર્શી મુજખ જીવી રહ્યા છે. જો એમ હાત તે તે! અમારા દેશ અને અમારા લોકો આજે છે તે કરતાં કોઇ જુઠ્ઠા જ પ્રકારના હોત. અને એમ છતાં આમાંના કેટલાક આદર્શો એવા છે કે જેના અનુપાલનના આગ્રહે અમને એવી કસેટીએ અને આ તામાંથી ઉગાર્યાં છે કે જે પ્રકારની કસીટીઓ અને આફતામાંથી ખીજી પ્રજાને ભાગ્યે જ પસાર થવુ પડયું હોય. આ બધાં તત્વેનુ જે આપણે પૃથક્કરણ કરીએ તેા મે ઉપર જણાવ્યું તેમ અહિંસા જે તેના સક્રિય અને વિધાયક આકારમાં અન્ય જીવા વિષે પ્રેમ યા મૈત્રી છે અને જે તેના નિષેધાત્મક—નકારાત્મક-આકારમાં અન્ય જીવે વિષે સહિષ્ણુતા છે—આ પ્રકારની અહિંસા જ અમારા માટે પાયાનું તત્વ બની રહેલ છે. ખીજા શબ્દોમાં કહુ તા એક માજુએ અમે બીજાનું સક્રિય રીતે ભલુ કરવામાં માનીએ છીએ તેા ખીજી બાજુએ બીજા પેતાની રીતે જીવે, પોતાની રીતે વિચારે અને પોતાની રીતે અને મુકતપણે અન્ય સાથે વાણીવ્યવહાર કરે એમ અમે સ્વીકારીએ છીએ. આ સહિષ્ણુતા—આ ઉદારતાઅમારા લેાકેાની લાક્ષણિક શ્રદ્ધાનો વિષય છે, અમારી પ્રકૃતિ સાથે જડાયલું તત્ત્વ છે, અને ખરી રીતે અમારી સવ આધ્યા ત્મિક અને તાત્ત્વિક વિચારણાની તેમજ સાથે સાથે જુદા જુદા ધર્માંના વિકાસની તે જનની અનેલ છે, જ્યારે અમારે ત્યાં એક દાનિક વિચારસરણીએ યજ્ઞામાં પશુનાં ખલિદાન ઉપર ખૂબ ભાર મૂકયે ત્યારે અહિંસા ઉપર તાત્વિક ભાર મૂકતા ઔદ્દ ધર્મને અને અહિંસાના વિચારને જીવનની ઝીણામાં ઝીણી વિગત ઉપર લાગુ પાડવાના અને કેટલીક બાબતમાં આત્યન્તિક
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy