SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ 90 ર પ્રબુદ્ધ જીવન સ્વ. સર પુરુષાત્તમદાસ ઠાકારદાસ પ્રખ્યાત સાહિત્યકાર બર્નાર્ડ શૉને કોઇએ પૂછ્યું હતું કે સારા વેપારી કાને કહેવાય ? ત્યારે શાએ પાતાની લાક્ષણિક તમે જવાબ આપ્યા હતા કે 'સારા વેપારી એ કે જે ગલ્ફ રમતા હાય.' અગ્રગણ્ય શાહ સોદાગરનું ખરુદ જેમને ખાસ નવાજી શકાય એવા સરપુરુષાત્તમદાસ ગોલ્ફ રમતા હતા કે નહિ તેની મને ખબર નથી, પણ તે અવશ્ય વ્યાપાર, ઉદ્યાગ અને નાણાંકીય આલમના અગ્રણી હતા. તેમના અવસાનથી દેશે, તેમ જ ખાસ કરીને વેપારી આલમે એક વિરલ, અજોડ, અનુભવી અને નિષ્પક્ષ માદક ગુમાવ્યા છે. આ મેટ સહેલાઇથી પૂરી પડી શકે તેમ નથી તે નિર્વિવાદ છે. ૮૨ વર્ષની વયે થયેલા સર પુરુષાત્તમદાસના અવસાનને શેકનું કારણ લેખવું યોગ્ય ન ગણુાય. જીવનકાળ દરમિયાન તેમણે સતત નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું" હતુ અને તે કૃતકૃત્ય માનવી હતા. દેશની અનેકવિધ પ્રવૃત્તિમાં અને ખાસ કરીને વ્યાપાર અને ઉદ્યોગના ક્ષેત્રે તેમણે સક્રિય અને સભર ક્ાળા આપ્યું છે, જે વર્તમાન તથા ભાવિ પેઢી માટે પણ ઉપયેગી માગ દશ ન આપનારા નીવડશે. મેસસ નારણદાસ રાજારામની સુવિખ્યાત પેઢીના અગ્રગણ્ય સંચાલક તરીકે રૂના વેપારથી તેમણે પોતાની કારકિદી'ના શ્રીગણેશ કર્યા અને પેાતાની બુદ્ધિમત્તા, વ્યવહાર–કુશળતા અને આંજી નાંખે તેવી પ્રતિભાથી તેમ જ નીતિમત્તા અને ચારિત્ર્યના ભડાળથી રૂના વેપારમાં જ નહિ પણ સમગ્ર આર્થિક અને જાહેરજીવનમાં એક અનેખું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું. આવા પ્રતિભાસંપન્ન સરપુરુષાત્તમદાસનું નામ મારા હાઇસ્કૂલના અભ્યાસકાળથી હું સાંભળતા, ત્યારે આવી વ્યક્તિને સહેજે જોવા ઇચ્છા થતી, અમારા સિડનહામ કોલેજના વાર્ષિકાત્સવ વખતે તે ઇચ્છા · ફળીભૂત થઇ, જ્યારે મેં તેમને નજદીકથી જોયા અને સાંભળ્યા. અને ખૂબ આનંદ થયા કે વેપાર ઉદ્યોગની એક મહાન વ્યક્તિને જોઇ અને સાંભળી રહ્યો છું, ને તેમની જે છાપ મારા મન પર પહેલાં પડી હતી તે સાચી છે. તેમનું પ્રવચન એક માહેશ વેપારીને શૈલે તેવુ જ હતું. રૂના વેપારને સંગઠ્ઠિત, નિયમબદ્ધ અને વ્યવસ્થિત કરવામાં તેમણે તેમના આત્મા રેયો હતા એમ કહુ તે તે અતિશયાક્તિ નહિ કહેવાય. ઇસ્ટ ઇન્ડિયા કાટન એસેસીએશન લિ. કે જે રૂના વેપારની અગ્રગણ્ય સંસ્થા છે તેવુ બીજારે પણ સર પુરુષ।ત્તમદાસે કર્યું.. એટલુ જ નહિ, એનુ વૃક્ષસીચન પણ તેમના સખળ હાથે થયું. વર્ષો સુધી રૂ બજાર અને સર પુરુષાત્તમદાસ એક અવિભાજ્ય ગણાયા. અન્ય ખજારા જ્યારે અવ્યવસ્થિત હતા અને બાલ્યાવસ્થામાં હતા ત્યારે રૂ બજારને અનેક મુશ્કેલીમાંથી ઉગારનાર તેઓશ્રી જ હતા. સરકાર ભલે ભૂલી જાય, પણ વ્યાપારે વસતિ મી. રૂના વેપાર વેપારના રાજા ગણાય છે અને રૂ બજારના રાજા'નુ બિરૂદ લેાકાએ પ્રેમ અને આદરથી સર પૃષાત્તમદાસને નવાજ્યું તે યાગ્ય જ છે, કારણ કે ના વપારને તેમની અપ્રતમ વેપારી કુનેહના અને દીર્ઘ દૃષ્ટિના મહાન લાભ મળ્યો છે. 15) મે માત્ર ઇસ્ટ ઈંડિયા કેપ્ટન એસેસીએશન લિ. જેવી માતબર સંસ્થા સ્થાપીને તેઓ વિરમ્યા ન હતા. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કાભસ'ની સ્થાપનામાં પણ તેમના ભગીરથ પ્રયત્ન હતા. આ ઉપરાંત, મુંબઇની ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરની સ્થાપના પછી અનેક વષૅ સુધી તે તેની સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. પાતાની કુનેહને પરિણામે તેઓએ ઘણી વ્યાપારિક અને આદ્યાગિક કંપનીના સંચાલનમાં આગેવાનીભર્યાં ભાગ ભજભ્યેા હતેા અને અનેક અટપટી ગૂચા ઉકેલવામાં સર પુરૂષાત્તમદાસને યાદ કરવામાં આવતા હતા. તા. ૧૪-૭-૬૧ વીમા કંપનીએ અને એકા સાથે પણ તેઓ સંકળાયેલા હતા. અને રીઝવ એક ઓફ ઇન્ડિયાના ઘડતરમાં તેમના હિસ્સા મહત્વપૂર્ણ રહ્યા હતા અને રીઝવ એકે નાણા જગતમાં જે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું તેમાં સર પુરૂષોત્તમદાસના અનુભવનું પીઠબળ હતુ, વાસ્તવિક રીતે જોઇએ તે છેલ્લાં ૫૦ વર્ષીમાં આર્થિક જીવનનુ એક પણ પાસુ એવુ નહીં હાય કેજેના પર સર પુરૂષાત્તમદાસની છાપ અંકિત થઇ ન હાય. સફળ વેપારી તરીકેની કારકિદી અને વિરલ વ્યક્તિત્વ એ "સર પુરૂષાત્તમદાસની એક તસ્વીર. તેમના જાહેર જીવન ઉપર છેલ્લી નજર કરીએ તા બ્રિટિશ શાસન દરમિયાન આપણને જે આર્થિક પ્રશ્ના મૂંઝવતા હતા અને જે અગે જાહેરમાં કે સરકારી સંસ્થાઓમાં કે સરકારી તપાસપંચામાં કે વિધાનસભામાં ઉગ્ર ચર્ચા થતી હતી અને જ્યારે આપણા દેશનાં હિતા વિદેશી શાસનના હિતેા સાથે ટકરાતાં હતાં ત્યારે સર પુરૂષાત્તમદાસ અડગતાર્થી અને નીડરપણે દેશના હિતમાં જ જે સાચું હેાય તેને સાચી જગ્યાએ અવશ્ય કહેતાં હતા. તેમના જીવનનું આ પાસુ આપણને તેમના રાષ્ટ્રાભિમાનની ઝાંખી કરાવે છે. હાલમાં એક ચર્ચા એરણે ચઢી છે કે વેપારીઓએ રાજકારણમાં સક્રિય ભાગ લેવા જોઇએ કે નહિ (જાણે કે વેપારીએ અગાઉ લેતા નહિ) ત્યારે સર પુરૂષેાત્તમદાસનું નામ અવશ્ય આપણને યાદ આવે છે. આજે જે આયેાજિત આર્થિક વિકાસની અને આર્થિક આયેાજનની વાત થાય છે, તે આયેાજનની ભૂમિકા તે ઘણાં વર્ષો પહેલાં બધા હતી. મુંબઈ યાજના (Bombay plan) જે ભારતના વિકાસ માટે ૧૯૪૩ માં બહાર પાડવામાં આવી હતી, તેના બ્રડનારા ૮ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓમાં સર પુરૂષોત્તમદાસ મોખરે હતા. તેમની વિચારધારા રચનાત્મક અને સર્જના ત્મક હતી. ૧૯૨૬ માં ભારતીય ચલણુ અંગેના શાહીપંચમાં સભ્ય તરીકે તેઓ નિમાયા હતા ત્યારે પંચમાં કૂડિયામણુના દરની જે ઉગ્ર ચર્ચા થઇ હતી અને પંચે વધુમતીએ ૧ રૂપિયાની કિ ંમત ૧ શિલિંગ અને ૬ પેન્સ ધરાવવાની જે ભલામણ કરી હતી તેની સામે દેશના હિતને લક્ષમાં લઇ તેઓશ્રીએ પડકાર ફેંકયા હતા અને દાખલા દલીલ સહિત ૧ રૂપિયાની કિંમત ૧ શિલિંગ અને ૪ પેન્સ હેાવી જોઇએ એમ દર્શાવ્યું હતું. તેમના વ્યક્તિત્વની એક વિશિષ્ટતા એ હતી કે તે સ્વતંત્રપણે જે નિય લેતા તેને ચુસ્તપણે વળગી રહેતા ને પ્રલાભને! તથા સસ્તી લાકપ્રિયતાથી દૂર રહેતા. આવી રીતે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જે ભારે સટ્ટાખોરી અને કાળાંબજાર જામ્યા હતાં, તેની સામે પણ તેમણે આંગળી ઊંચી કરી હતી અને આવા વિધાતક વલણાને પડકાર્યા હતાં. તેવી જ રીતે રૂ બજારના પ્રમુખ તરીકે તેમણે વાયદાબજારપંચની દરમ્યાનગીરી સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યાં હતા. મે શરૂઆતમાં કહ્યું તેમ સર પુરૂષોત્તમદાસ સારા અને સફળ વેપારી હતા અને નૈતિક્તા અને માનવતાનાં ઉચ્ચ મૂલ્યે તેમના છત્રનના તાણાવાણામાં વાયાં હતાં. એક સારા ધનિક વેપારીની જેમ સર પુરુષોત્તમદાસે શિક્ષણ, સામાજિક કાય, તખીમી રાહત વગેરે બાબતે માં ઊંડા રસ લીધા હતા અને હાલમાં જ સશોધન કાર્ય માટે ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરને રૂા. ૫ લાખનું દાન કયુ' હતુ. આવી એક વેપારી આલમમાં દીવાદાંડી જેમ શાભતી વ્યકિત આપણી વચ્ચેથી વિલીન થઈ છે. તેમની યશસ્વી કારર્કિદીમાંથી ઘણાને અનેક ોધપાઠ · અવશ્ય મળશે. કાન્તિલાલ અરેડિયા મુંબઈ જૈન યુવક સત્ર માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩, મુદ્રણુસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાંટ, મુખ.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy