________________
.
તા. ૧૬-૭-૧
પ્રબુદ્ધ જીવન
પ્રકીર્ણ નોંધ
આગામી ચૂંટણી, કેંગ્રેસ અને કેમવાદ
કોમવાદની દષ્ટિએ આગામી ચૂંટણી એ કેંગ્રેસની એક ભારે આકરી કસોટી છે. આગામી ચૂંટણીઓ લડવામાં કામ- વાદને કશું સ્થાન નહિ હોય એમ કોગ્રેસ ખૂબ પોકારીને કહે છે, પણ કોમવાદને પૂર્વગ્રહ એટલો બધે વ્યાપક છે અને તેની જડ પ્રજાજીવનમાં એટલી બધી ઊંડી છે કે, ચૂંટણી જીતવાને મોહ ધરાવતા કોઈ પણ રાજકીય પક્ષથી કમી તત્વોની ઉપેક્ષા થઈ શકે તેમ છે જ નહિ. કેરલની ગઈ કાલ સુધી મુસ્લિમ લીગના આગેવાન સભ્ય શ્રી સી. એચ. મહમદ કયા કાંગ્રેસને સગવડ કરી આપવા ખાતર મુસ્લિમ લીગમાંથી એકાએક રાજીનામું આપે છે અને કોંગ્રેસના ટેકાથી વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટાય છે. આવા સગવડિયા રાજીનામાથી કોઈ છેતરાય તેમ નથી જ અને કેંગ્રેસ, પ્રજાસમાજવાદી પક્ષ અને મુસ્લિમ લીગને સહયોગ પહેલાં હતા એટલે જ આજે ચાલુ છે એ બાબતની કઈથી ના કહી શકાય તેમ છે જ નહિ. કેટલાક સમય પહેલાં શીડયુલ્ડ કાસ્ટના ધારા- સભ્યનું કન્વેન્શન રેલવેપ્રધાન શ્રી જગજીવનરામના પ્રમુખપણા નીચે ભરાયલું. તેનું ઉદ્ઘાટન મહાઅમાત્ય શ્રી નહેરુએ કરેલું. આ કવેશનના રૂપરંગ એક કોમી કન્વેન્શન જેવાં જ હતાં. થોડા , દિવસ પહેલાં નવી દિલ્હીમાં મુસ્લિમ ધારાસભ્યોનું કન્વેન્શન ભરાવાનું હતું ત્યારે તેને કોંગ્રેસ પ્રમુખ શ્રી સંજીવરાવ રેડ્ડીએ વિરોધ કરેલો. પણ આ કન્વેન્શનને વિરોધ કરવામાં આવશે તે કોંગ્રેસને અપાતા મુસ્લિમ મતે જોખમમાં મુકાશે--- આવી વાસ્તવિકતાનું ભાન કોંગ્રેસના આગેવાનોને કરાવવામાં આવ્યું અને પરિણામે તે વિરોધનું સ્થાન એ જ કન્વેન્શનના સીધા કે આડકતરા સમર્થને લીધું. ચૂંટણી માટે ઉમેદવારો નક્કી કરતાં કેંગ્રેસ માટે કેણુ ઉમેદવાર, ક્યા ક્ષેત્રમાંથી અને કયા સમુદાયના કેટલા મત મેળવી શકે તેમ છે- આ માપતાલની ચૂંટણી--સમિતિ ઉપેક્ષા કરી શકશે જ નહિ. કારણ કે સર્વત્ર મત્તા ઉપર આવવાની અપેક્ષા ધરાવતા પક્ષે બધેથી બને તેટલી બેઠકો મેળવવાને આગ્રહ રાખવો જે રહે અને આ આગ્રહ હોય તે નક્કી કરેલા સિદ્ધાંતે સાથે બાંધછોડ કર્યા સિવાય ચાલે જ નહિ. ઉમેદવારની યોગ્યતા તેની અંગત લાયકાત ઉપર બહુ ઓછી નક્કી થાય છે, પણ તેની મને ખેંચવાની તાકાત votes-potential ઉપર જ ઘણા મોટા ભાગે આધાર રાખે છે. જેને સમાજમાં માથાભારે માણસ તરીકે ઓળખવામાં આવતા હોય છે તેમને અથવા તે કોમી માનસ ધરાવતી વ્યક્તિઓને ઉમેદવાર તરીકે કોંગ્રેસ તરફથી જયાં ત્યાં પસંદગી મળેલી જોવામાં આવે છે તેનું ખરું કારણ આ છે.
ચૂંટણી પુરતી દેશની આવી જટિલ પરિસ્થિતિમાં કામવાદથી કેંગ્રેસ તે જ અલિપ્ત રહી શકે કે જે ચૂંટણીના પરિણામ વિષે કેગ્રેસ અનાગ્રહી બને, નિરપેક્ષ બને, એટલે કે, કોઈ પણ બેઠક જીતાય કે ન છતાય અને પરિણામે કોઈ પણ રાજ્યમાં કેંગ્રેસને બહુમતી મળે કે ન મળે અને સત્તા ઉપર અવાય કે ન અવાય. પણ ચૂંટણી લડવામાં કોઈ પણ કોમી માનસ ધરાવતી વ્યકિતને કેાંગ્રેસ હરગીજ પિતાને ઉમેદવાર નહિ બનાવે અને મત મેળવવા માટે કોઈ પણુ કોમી સમુદાય કે વર્તુળની કે પ્રેમ હરગીજ ખુશામત નહિ કરે–આ અડગ નિશ્ચય કોંગ્રેસ ધારણ કરે.
દેશની અધતન વાસ્તવિક પરિસ્થિતિ વિચારતાં ચૂંટણીને લગતા નિષ્ણાતને અભિપ્રાય છે કે કોમવાદ સાથે કશું પણ સંધાણું નહિ રાખવાની બાબતમાં ગ્રેસ મક્કમપણુ દાખવે તે તેને કોઈ કોઈ રાજ્યમાં બહુમતી મેળવવા માં જરૂર અગવડ ઊભી થવાને સંભવે છે, પણ પાર્લામેન્ટ પૂરતી તે, આવી મક્કમતા છતાં, કોગ્રેસને નક્કર બહુમતી મેળવવામાં જરા પણ વાંધો આવવા સંભવ છે જ નહિ. બધાં રાજ્યમાં બહુમતી મળે અને કોંગ્રેસ રાજ્ય સ્થપાય આ સતામહ, જે કોમવાદને સાચો સામનો કરવો હોય તે, કરે છે
પ્રશ્ન એ છે કે કોગ્રેસમાં આવી હિંમત છે ખરી? અને ભિન્ન ભિન્ન રાજ્યના કોંગ્રેસી આગેવાને પણ આ જોખમ ખેડવાને તૈયાર છે ખરા ? અને જવાબ ના
હોય તે આગામી ચૂંટણીમાં કોમી તને પંપાળ્યા સિવાય કોંગ્રેસ માટે બીજો વિકલ્પ છે જ નહિ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને હાર્દિક અભિનંદન
આપણા દેશમાં દેશ-પરદેશના સમાચારો ઑલ ઇન્ડિયા - રેડિયેને તેમજ અહીંના તથા પરદેશના વર્તમાનપત્રને પૂરા . પાડવાનું કામ વર્ષો સુધી રોઈટર અથવા રૂટર નામની અંગ્રેજ સમાચાર સંસ્થા એસસીએટેડ પ્રેસ ઓફ ઈન્ડિયાના નામથી કરતી હતી. છેલ્લાં ૧૨ વર્ષથી ઊભી કરવામાં આવેલી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા નામની સમાચાર સંસ્થાએ આ રેઈટર કંપનીની જવાબદારી લીધી છે અને ઉપર મુજબ સમાચાર પૂરા પાડવાનું કામ મોટા પાયા ઉપર કરી રહેલ છે. આ પ્રસ ટ્રસ્ટના સ્વ. દેવદાસ ગાંધી અમુક સમયે ચેરમેનપદ ઉપર હતા અને તેમના અવસાન સુધી એ પદ ઉપર ચાલુ રહ્યા હતા. તેમની કાર્યવાહી દરમિયાન આ સંસ્થાના વહીવટ અને કાર્ય અંગે પ્રેસ કમીશને ખૂબ ટીકાઓ કરેલી. આ પ્રેસ ટ્રસ્ટમાં એક યા બીજા વર્તમાનપત્ર સાથે સીધી રીતે જોડાયેલી વ્યક્તિએ સભ્ય તરીકે બીરાજતી હતી. ઉપર જણા વેલ ઉહાપોહના પરિણામે કોઈપણ વર્તમાનપત્ર સાથે સી ની રીતે જોડાયેલી ન હોય એવી અને જાહેર જીવનમાં આગળ પડતી બે સ્વતંત્ર વ્યક્તિઓને આ પ્રેસ ટ્રસ્ટમાં સામેલ કરવાનું ૧૯૫૫માં ઠરાવવામાં આવ્યું. આવી રીતે નીમાયેલ બે વ્યકિતઓમાં એક શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ હતા. આવા એક સભ્યની ચાલુ વર્ષના ચેરમેન તરીકે તાજેતરમાં નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થા રાષ્ટ્રીય છે, પણ તેનું કાર્યક્ષેત્ર આન્તરરાષ્ટ્રીય છે. કોઈ પણ પક્ષ અથવા સ્થાપિત હિતના પ્રભાવથી મુકત રહીને દેશમાં સ્થળે સ્થળે બનતી મહત્વની ઘટનાઓના સમાચાર દેશના તેમજ પરદેશના છાપાએને પુરા પાડવા એ આ સંસ્થાનું મુખ્ય કાર્યું છે. જયાં છાપાએ રાષ્ટ્રાનો જીવન ઘડી રહ્યા છે એવી આજની દુનિયામાં આ કાર્ય અતિ મહતવનું લેખાય છે. આવી સંસ્થાના ચેરમેન થવું એ ચેરમેન થનાર વ્યક્તિ માટે અતિ ગૌરવપ્રદ ઘટના લેખાય. આવું ગૌરવભર્યું સ્થાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહને મળવા બદલ તેઓ આપણ સર્વના હાર્દિક અભિનંદનના અધિકારી બને છે.
શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની આજ સુધીની જાહેર જીવનની કારકિદી અધિકાધિક ઉજજવળ બનતી રહી છે. સ્થાનકવાસી જૈન સમાજમાં–માત્ર મુબઈના નહિં પણ અખિલ હિ દના- : , તેમનું સ્થાન અને પ્રભુત્વ અનન્ય કોટિનું રહ્યું છે. સેલિસિટર તરીકે તેમની ઘણી મોટી પ્રતિષ્ઠા છે. જ્યારે મુંબઈ પ્રદેશની નવરચનાને પ્રશ્ન મધ્યવતી ધારાસભાની એરણ ઉપર ટીપાઈ રહ્યા હતા ત્યારે મુંબઈ પ્રદેશના ત્રણ એકમ કરવા અને મુંબઈનું અલગ એકમ બનાવવું એ અભિપ્રાયના સમર્થનમાં શ્રી ચીમનભાઈનાં પાર્લામેન્ટમાં થયેલાં પ્રવચને ઐતિહાસિક કોટિનાં લેખાય છે. છેલ્લી ભાર - તવ્યાપી ચુંટણીમાં અમુક અભિનિવેશ તેમની ઉમેદવારીની આડે આવ્યા ન હોત તો તેઓ આજે પાર્લામેન્ટમાં માત્ર સભ્ય જ નહિ પણ ઘણું આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેઓ પાર્લામેન્ટમાં હતા તે દરમિયાન ભારત સરકારે તેમને ભારતીય પ્રતિનિધિમંડળના એક સભ્ય તરીકે પહેલાં ન્યુ ઝીલેન્ડ મોકલ્યા હતા અને પછી એવા જ બીજા પ્રતિનિધિમંડળના સભ્ય બનાવીને તેમને સંયુકત રાસંસ્થામાં ભાગ લેવા માટે અમેરિકા મોકલ્યા હતા. શારીરિક અને કૌટુંબિક ભારે પ્રતિકૂળતા વચ્ચે તેઓ સમાજને અનેકવિધ સેવા આપી રહ્યા છે અને હજી પણ જેમ જેમ તેમને તક મળશે તેમ તેમ તેમના તરફથી અનેક મહાન કાર્યોની આશા રહે છે. તેમનામાં જે બુદ્ધિપ્રભા, આજનશક્તિ, વકતૃત્વ અને કલ્યાણનિકા છે તે અન્યત્રમાં ભાગ્યે જ જોવા મળે છે. તેમનું શરીર ચિરકાળ પર્યન્ત કાર્યક્ષમ રહે અને રાષ્ટ્રના નવઘડનરમાં તેમના તરફથી મહત્વનો ફાળો નોંધાય એવી તેમના વિષે આપણુ અંતરની પ્રાર્થના હો !
પરમાનંદ