SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ to પ્રબુદ્ધ જીવન મારી ઇચ્છા કરતાં ધણા વધારે લાંખા થઇ ગયેલ લેખ, પૂરા કરીશ. પ્રજાની ફરજ સ્પષ્ટ છે. અહિંસા એ જ ધમ છે એવી જેને પ્રતીતિ થઇ છે તેવાઓએ અહિંસાના પ્રચાર માટે સતત પ્રયત્નો કરવા.જ રહ્યા. પણ અહિંસાની સાચી પ્રતીતિ કેટલાને થઈ છે? અને એવી પ્રતીતિ થી હાય તેને આચરણમાં મૂકવાનું ખળ કેટલામાં છે? સામાજિક વ્યવહાર તરીકે, પરપરાનાં રીતરિવાજો મુજબ, સામાન્ય સમજણુથી, લેાકે સ્થુળ હિંસા કરતા નથી. પણ તેથી વિશેષ કાંઇક છે એવું કહેવાય નહિં. વર્તમાન જીવનમાં sanctity of life એ સિદ્ધાંત પ્રત્યેઆદર જોવામાં આવતા નથી. એટલું જ નહીં પણ ડૉ. રાજેન્દ્રબાબુએ કહ્યું છે તેમ, જેમ આપણે સભ્યતામાં પ્રગતિ કરતા રહ્યાં છીએ તેમ તેમ કાઇ પણ જીવની જિંદગી માટેને આપણા આદર ઉત્તરાત્તર ઘટતા જ ગયા છે. સામુદાયિક સંહારના શસ્રા પેદા કરીને માનવજાતને વિનાશને આરે લાવીને મૂકી છે. આવા સંહારમાં નથી ખેદ કે નથી શરમ, પણ તેને જરૂરી માનવા લાગ્યા છીએ. જીવનધારણ ઊંચુ લાવવાને નામે જીવનની જરૂરિયાત વધારી, સયંમને :ખીનજરૂરી માનતા થયા છીએ, સમગ્ર જીવનદૃષ્ટિ જુદી દિશામાં છે. જીવનના પ્રત્યેક અંગમાં અહિંસાને સ્થાન આપવાના ભગીરથ પ્રયત્ન ગાંધીજીએ કર્યાં, પ્રજાજીવનમાં કેટલે અંશે તે ઉતર્યો છે તે કહેવાની જરૂર નથી. અલબત્ત, આ જગતમાં અથવા કાઇ વ્યકિતના જીવનમાં હિંસા સર્વથા નાબુદ થાય એ શક્ય નથી. હિંસા–અહિંસા & સનાતન છે, પણ હિંસામાંથી અહિંસા તરફ પ્રગતિ કરીએ છીએ કે તેથી વિપરીત દિશામાં એ વિચારવાનું છે. જેમ સર્વથા હિંસા નાબુદ થવાની નથી તેમ અહિંસા પણ સર્વથા કોઇ દિવસ નાબુદ થવાની નથી, કાઇ સમયે હિંસાનું જોર વધે છે, કાષ્ટ સમયે અહિંસાનુ, વ્યકિતના જીવનમાં અહિંસાને જેટલુ સ્થાન છે અને અવકાશ છે તેટલા સભ્ય સમાજના જીવનમાં ન હોઇ શકે. પણ સમાજ છેવટે વ્યક્તિઓના જ અનેલા છે. સમગ્ર પ્રજાને અહિંસાના માર્ગે લઇ જવી એ અધિકારી વ્યકિત કરી શકે. તેને માટે પ્રજાને સાચુ માદન મળે, સાચી જીવનદૃષ્ટિ મળે, તેા જ . યાગ્ય વાતારણ ઉત્પન્ન થાય એ અરણ્યરૂદન લાગતુ હોય ત્યારે પણ નિરાશ થઈને બેસી ન રહેવાય. કદાચ એવા સજોગામાં જ પ્રયત્નની વધારે જરૂર રહે. સાચા હાઇ દિવસ નામ - સરકારમાં સાચી દૃષ્ટિ હાય તા આ દિશામાં ઘણી પ્રગતિ કરી શકે. એને અભાવ હાય તા વિપરીત દિશામાં જાય. એ ખરું છે કે જેવી પ્રજા એવી સરકાર. પણ એ પણ ખરું છે કે જેવી સરકાર તેવી પ્રજા, અહીં’ સરકારના અથ નેતા અને આગેવાને કાઇ અશાક કે કુમારપાળ યાગ્ય વાતાવરણ સ શકે. આ સરકારનું વલણુ આ દિશામાં નથી એમ ખેદ સાથે કહેવુ પડે. એમાં આપણે જ દોષ છે. અહિંસાના આચરણમાં જે નિર્ભયતા, ત્યાગ અને સાચી જીવનદૃષ્ટિ જોઇએ તે પ્રજામાં ન હેાય ત્યાં સુધી સરકારમાં કયાંથી આવ અને શ્રેષ્ટજતામાં ન હોય ત્યાં સુધી આમપ્રજામાં કયાંથી આવે? ચીમનલાલ ચકુભાઈ શાહ સર્વસેવાસંધના ઉદ્દભવ, ઉદ્દેશ અને પ્રવૃત્તિએ તા. ૫-૭-૬૧ બુધવારના રાજા સાંજના છ વાગ્યે શ્રી મુખઇ જૈન યુવક સંધના આશ્રય નીચે એક જાહેર સભા ખેલાવવામાં આવી હતી,. જે પ્રસંગે સ* સેવાસંધના પ્રમુખ કાર્યકર્તા અને ભૂદાન યજ્ઞ (હિંદી સાપ્તાહિક ) અને ભૂદાન (અંગ્રેજી સાપ્તાહિક)ના તંત્રી શ્રી સિદ્ધરાજ ઢઢ્ઢાએ સવ સેવાસધન પરિચય આપતાં જણાવ્યું હતું કે ‘રચનાત્મક પ્રવ્રુત્તિઓ કરતી જુદી જુદી સંસ્થાઓનુ એકીકરણ કરવાના હેતુથી ગાંધીજીએ ૧૯૪૮ના ફેબ્રુઆરી માસમાં વર્ધા ખાતે દેશ ભરના રચનાત્મક કાર્ય કર્તાનું એક સ ંમેલન ખેલાયુ હતુ, પણ કમનસીબે ગાંધીજી એ જ સાલના જાન્યુઆરી માસની તા ૧૬-૭–૧૧ આખરે આપણને છેડીને એકાએક ચાલી ગયા. ત્યારબાદ તેમણે ભરવા ધારેલું, સંમેલન ફેબ્રુઆરીને બદલે માર્ચ માસમાં ભરાયુ અને ગાંધીજીના સાથીએની સંયુકત વિચારમંત્રણાના પરિણામે ખાદી, નયી તાલીમ, ગેાસેવા, રાષ્ટ્રભાષા વગેરે અનેક પ્રવૃત્તિઆને આવરી લેતા એવા સર્વસેવાસંધના જન્મ થયા. તે સમયથી આજ સુધી પૂ. વિનોબાજીના સતત મા દર્શન નીચે આ સુંધ અનેક પ્રવૃત્તિ ચલાવી રહેલ છે, એટલું જ નહિ પણ, તે દ્વારા ભૂદાનનું ભવ્ય આંદોલન કેટલાંક વર્ષથી સમસ્ત ભારતના જીવનને અનેક રીતે પ્રભાવિત કરી રહ્યું છે અને તે આન્દોલન, માંથી સપત્તિદાન, શાન્તિસેના, સવેદય પાત્ર વગેરે વાન્તર પ્રવૃિત્તિઓને પણ જન્મ થયા છે. તદુપરાંત આ સંધ તરફથી ગાંધીજી અને વિનેાખાજીની વિચારણાને રજૂ કરતું વિપુલ સાહિત્ય તેમ જ ભારતની ભિન્ન ભિન્ન ભાષામાં સામયિકા પ્રગટ થઇ રહ્યાં છે. આવા વિવિધલક્ષી કાયને પહોંચી વળવા માટે દેશભરમાં આશરે ૨,૦૦૦ કાર્ય કર્તાએ કામ કરી રહ્યા છે. તે સાદું, કરકસરભર્યું જીવન જીવે છે, તે પણ તેમની કુટુ ંબનિર્વાહની ચિન્તા સર્વ સેવાસ ધે જ કરવી રહી. આ બધી પ્રવૃત્તિઓને તેમ જ જવાબદારીઓને પહેાંચી વળવા માટે સર્વસેવાસધને દર વર્ષે આશરે પચ્ચીસ લાખ રૂપિયાની જરૂર રહે છે. પહેલાં ગાંધી સ્મારક નિધિ પાસેથી સસેવાસ ંધને દર વર્ષે વીશ લાખની રકમ મળતી હતી. તે રકમ કેટલાક સમયથી લેવાનુ બંધ કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ કેવળ જનતા માટે-લાકા માટે-છે અને તેનું સ ંચાલન પણ કાએક સ ંચિત નિધિ કે સરકારી મદ ભારત નહિ, પણ આમજનતા તરફથી મળતી નાની મોટી આર્થિક સહાય મારફત થવુ જોઇએ એવા સવ સેવાસંધના આગ્રહ છે, અને આ ધારણામાં અને તેટલા મદદરૂપ થવાના મારે આપને અનુરેાધ છે. ” શ્રી સિદ્ધરાજ ઠ્ઠાની આ અપીલનું સમર્થન કરતાં સંઘના મંત્રી શ્રી પરમાનંદ કુંવરજી કાપડિઆએ જણાવ્યું હતું કે “૧૯૪૭માં આપણને આઝાદી મળ્યા ખાદ આપણે કેટલાક વખત એવી ભ્રમણામાં રહ્યા કે આપણુને મળવાનુ મળી ગયુ છે, અને આપણા માટે સુખના દિવસ શરૂ થયા છે અને હવે આપણે કંઇ કરવાનું રહેતુ નથી. જે કરવાનુ છે તે સરકાર કરશે અને આપણે ત્યાં હવે સુખ અને આબાદીને યુગ શરૂ થશે. આ ધેનમાંથી આપણે ઊંચે આવ્યા અને નરી વાસ્તવિકતાનું ભાન થતાં માલુમ પડયું કે આપણે ત્યાં સ્વરાજ્ય આવવા છતાં પરિસ્થિતિ વધારે ને વધારે વિષમ બનતી ચાલી છે, મોંધવારીની ભીંસ વધતી જાય છે અને આ દેશની બેકારી અને ગરીખીમાં કશા મહત્વના ફરક પડતો નથી. આ માટે આપણે સરકારને સતત દોષ દેતા રહ્યા અને સરકાર પાસેથી વધારે તે વધારે અપેક્ષા રાખતા થયા, પણ આપણા પેાતાના પક્ષે કાંઇ કરવાનું રહે છે. એ ખાબતને આપણે કદિ સંવચાર જ ન કર્યો, આપણે નિષ્ક્રિય બની બેઠા, આપણ્ શકિત દબાઇ ગઇ, અવરાઇ ગઇ. વિનાબાજીને અને સર્વસેવાસધના આશય આ સૂતેલી લેાકશકિતને જાગૃત અને સક્રિય બનાવવાના છે. રાજશકિતની વિધી નહિ પણ પૂરક એવી લેાકશકિતની જાગૃતિ થાય, અને પૂરેપૂરી સક્રિય અને સહયોગી બને, લાકા કેવળ રાજ્ય સામે ન જોતાં રહેતાં પેાતાની સામે જોતાં થાય, પેાતાનુ સ્વત્વ દાખવતાં થાય અને પેાતાના પ્રશ્ના પોતાની હૈયાસુઝથી ઉકેલતા થાય અને આ સમગ્ર પ્રક્રિયા અહિંસા અને પ્રેમની ભાવનાથી પ્રેરિત અને પ્રભાવિત હાય–આવુ લક્ષ્ય સર્વ સેવા સંધની બધી પ્રવૃત્તિ પાછળ રહેલુ મને દેખાય છે અને તેથી તેને બને તેટલા ટકા આપ તેમાં આપણુ, રાજ્યનું અને દેશનું કલ્યાણ રહેલુ છે એમ હું માનુ છું.” આમ જણાવીને સ સેવાસંધને શ્રી મુંબઈ જૈન યુવક સધનુ સમર્થાંન અને અનુમાદન રહેશે એવી શ્રી સિદ્ધરાજને તેમ જ મુંબઇના સ સેવાસ ંધના આ સભામાં ઉપસ્થિત થયેલા અગ્રગણ્ય કાર્યકર્તાઓને ખાત્રી આપવામાં આવી અને સિદ્ધરાજ ઢઢ્ઢાના આભાર માની સભા વિસર્જન કરવામાં આવી. B
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy