SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૧ પ્રબુદ્ધ જીવન ' નક્કી કરવાનું રહે છે કે જીવનમાં પિતે કેટલા પ્રમાણમાં હિંસા ઓછી કરશે અને અહિંસા વધારશે. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને પૂછેલ એક પ્રશ્ન અને તેને શ્રીમદે આપેલ જવાબ આ વસ્તુ સમજાવે છે. તે નીચે મુજબ છે: પ્રશ્ન: “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દે કે મારી નાખે? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ.” ઉત્તર : “સર્પ તમારે કડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જે તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય તે પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્ષને તમારે માર કેમ કેગ્ય હોય? જેણે આત્મહિત ઈચ્છયું તેણે તે ત્યાં પોતાના દેહને જતે કરવો એ જ યોગ્ય છે. કદાપિ આમહિત ઇચ્છયું ન હોય તેણે કેમ કરવું? તે તેને ઉત્તર એક જ અપાય કે તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું. અર્થાત્ સપને મારવો એવો ઉપદેશ ક્યાં કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તે મારવાને ઉપદેશ કરાય. તે તે અમને તમને સ્વપ્ન પણ ન હોય એ જ ઈચ્છા થગ્ય છે.” જેમ જેમ અહિંસાનું આચરણ વધતું જાય તેમ તેમ આવા કોયડાઓને ઉકેલ વ્યક્તિને પોતાને જ સુઝે છે. વાછડા પ્રકરણમાં, વાંદરા પ્રકરણમાં, હડકાયા કૂતરાના પ્રકરણમાં, બંગાળના કાળ પ્રસંગે. માંસાહારી ને માંસાહારની હીમાયત કરે. વામાં, આ પ્રશ્નની છણ્ણાવટ ગાંધીજીએ કરી છે. હિંસક આચરણને બચાવ ઉપયુક્તતાને નામે થઈ જ ન શકે. ઉપયુક્તતાની દલીલ સ્વાર્થની દલીલ છે. મારો જીવ બચાવ છે, માટે વાંદરાને મારવા પડે તેમાં કાંઈ ખોટું નથી એમાં નર્યો સ્વાર્થ છે. જીવનમાં ઉપયુક્તતાને લક્ષમાં રાખવી પડે છે. સર્વથા તેની ઉપેક્ષા શકય નથી, પણ તેની મર્યાદા બરાબર સમજવી જોઈએ. વાંદરા કરતાં માણસના જીવ વધારે ઊંચે છે, ઉપયોગી છે, માટે વાંદરાને મારવામાં દોષ નથી એવી માન્યતા અહિંસાની સાચી સમજણની ખામી ઉપર રચાયેલી છે. ખેતીવાડીનું રક્ષણ કરવા વાંદરાને મારવા પડે એ ૫ણુ અહિંસાને એક કોયડો છે. વાંદરાને ન મારવા પડે એવા ઉપાયે જવા બધા પ્રયત્નો કરવા જોઈએ. અનિવાર્ય હોય તે ઓછામાં ઓછી હિંસા કરવી જોઈએ અને તેમાં પણ અંતરમાં ખેદ હોય. એમાં રાચવું, એની અતિશયતા કરવી, એ બેટો માર્ગ છે. કરૂણું અને ઉપયુકતતા બેની સરખામણી જ ભૂલભરેલી છે. કરૂણ-દયા એ હૃદયની લાગણી છે; ઉપયુકતતા સ્વાર્થની જરૂરિયાત છે. રધુવંશમાં દિલીપસિંહ સંવાદ છે, ત્યાં આવી લીલું જોવા મળે છે. દિલીપરાજ જે ગાયનું રક્ષણ કરે છે તેને સિંહ મારવા આવે છે. રાજા કહે છે મને મારી નાખ પણ મારા ગુરુની ગાયને ન મારીશ, સિંહ કહે છે કે તું હઈશ તો આવી તે હજાર ગાયો તું તારા ગુરુને આપી શકીશ. તું રાજા છે, મહાન છે. પ્રજાને રક્ષક છે માટે ગાય જેવી અ૫ વસ્તુ મ.ટે તારે ભેગ આપવા તૈયાર થયે છે તેથી તું મને ભૂખ લાગે છે. અલપસ્ય હેતે બહુ હતુમિચ્છના વિચારમૂઢ: પ્રતિભાસિ મે ત્વમ . રાજા કહે છે “યશ શરીરે ભવ મે દયાળુ ! મારા યશને તે કાંઈક વિચાર કર !” તને માટે પિતાને પ્રાણ આપનાર મેઘરાજાની કથા સુવિદિત છે. કરૂણા–દયાના આચરણમાં ગણિતને અવકાશ નથી. શ્રીમદ્ રાજચંદ્રની એક જયંતી પ્રસંગે “દયા ધમ” વિષે બોલતા ગાંધીજીએ નીચે પ્રમાણે કહ્યું છે: માણસને મારો અને માંકડને મારવો–એ બેની વચ્ચે પસંદગી કરવી પડે એવાં પ્રસંગ આવે ત્યારે કેને માર ? માણસને મારીને માંકડને ઉગારવા એ ધર્મ હોય એવો પ્રસંગ પણું આવવો શકય છે. માંકડને મારીને માણસને ઉગાર એ ધમ હોય એવો પ્રસંગ પણ શકય છે. હું તો એ બંને જાતને પ્રસ ગમાંથી ઉગરી જવાને માર્ગ કહું છું. તે દયાધર્મ છે.” માંકડને સ્થાને બીજા કોઈ પણ પ્રાણીનું નામ અહી મૂકી શકાયું હોત. ઉપયુક્તતાની દલીલો કયાં જઈને અટકે તેને વિચાર કરીશું તે તેની ભયંકરતા જણાઈ આવશે. હિંસક કે નિરૂપાંગી પશુઓને સંહાર કરે અથવા માનવજીવન ટકાવવા મનુષ્યતર પ્રાણીઓને વધ કરે એ આવકારદાયક છે એમ માનીએ તે હિંસક અથવા નિરૂપગી મનુષ્યોને પણ સંહાર કરે એમાં ખેટું નથી એવો તર્ક થઇ શકે. સબળ નિબળને વધ કરે તેમાં બે ટુ નથી એમ પણ કહેવાય. અને આવી જ કોઈ ફીલસુફી” ઉપર સરમુખત્યારો, રંગભેદ સ્વીકારનારાઓ અને બીજી પ્રજાએ ઉપર રાજ કરતી પ્રજાએ, પિતાના વનને બચાવ કરે છે. માંસાહાર હજારો વર્ષોથી ભારતવર્ષમાં ચ આવે છે અને દુનિયામાં બધે છે, માટે તેને વિરોધ નિરર્થક છે અથવા વરતી વધતી જાય છે અને બધાને અનાજ પૂરું પડે તેમ નથી, માટે માંસાહાર જરૂર છે. આ બન્ને દલીલે ખોટી છે. અલબત્ત, જબરદસ્તી અથવા બળત્કારથી કોઈને માંસાહારને ત્યાગ કરાવી ન શકાય. પણ માંસાહારને બચાવ તે ન જ થાય. ભારતમાં માંસાહાર છે, છતાં ભારતનું વલણ માંસાહારનો ત્યાગ પ્રત્યે રહ્યું છે-ખાસ કરી હિન્દુઓમાં માંસાહાર કરનારાઓ પણ અમુક દિવસે માંસાહાર ન થાય, અમુક પ્રસંગોએ ને થાય, વિધવા થાય અથવા સંન્યાસી થાય તે ન થાય, અમુક પ્રાણિએનું માંસ ન ખવાય, આવી મર્યાદાઓ સ્વીકારે છે અને માંસાહાર તજવે એ ધર્મ છે એમ માને છે. ત્યામાં પ્રાણીઓના ભાગ અપાતા તે ઉત્તરોત્તર બંધ થયા છે એ તે વેદ અને સ્મૃતિઓના અભ્યાસીઓને પણ ખબર હોવી જોઈએ. આવા હિંસક યજ્ઞ સામે બળવા તરીકે જ જૈન અને બુદ્ધ ધર્મ અહિંસાને પ્રાધાન્ય આપ્યું અને ભારતવર્ષે મોટે ભાગે તે સ્વીકાર્યું , વધતી જતી પ્રજાને પહોંચી વળવા માંસાહાર જરૂર છે એ પણ ભૂલભરેલી દલીલ છે એવું ઘણું અભ્યાસીઓએ બતાવ્યું છે. ' વિશ્વ વનસ્પત્યાહાર પરિષદનાં મંગળ પ્રવચનમાં ડે. રાજેન્દ્રપ્રસાદે નીચે પ્રમાણે કહ્યું છે : - “વનપત્યાહારની વાતમાંથી અણુબ કે હાઈડ્રોજન બેબની વાત સુધી પહોંચવું એ કોઈને વધારે પડતું લાગશે, પણ આપ જે યથાર્થ રીતે વિચારશે તે માલુમ પડશે કે જે આપણે હાઇડ્રોજન બેથી બચવું હશે તે આખરે વનસ્પત્યાહારને સ્વીકાર્યા વિના ચાલશે નહિ. જીવનને સમગ્રપણે અને પરસ્પર અનુસંધાનમાં વિચાર કરીશુ તે વ્યકિતને ખોરાક અને અન્ય પ્રત્યેની તેની વર્તણુંક વચ્ચે રહેલા સંબધનું આપણને સાચું ભાન થયા વિના નહિ રહે અને એમ તબદ્ધ રીતે વિચાર કરતાં અને આમાં કશું તરંગીપણું છે જ નહિ-આ૫ણને એવા નિર્ણય ઉપર આવ્યા સિવાય છૂટક જ નથી કે હાઇડ્રોજન થી બચવું હોય તે તેને એક જ ઉપાય છે કે જે માનસમાંથી હાઇડ્રોજન બેંબ પેદા થયે છે તે માનસી બચવું અને તેવા માનસથી બચવાને એક માત્ર ઉપાય છે. સર્વ જીવો માટે, સર્વ આકારમાં અને સર્વ સાગમાં પ્રગટ થતી જીવનચેતના વિષે આદર કેળવો તે. આનું બીજ નામ છે વનસ્પત્યાહારને સમાદર.” સુવિદિત હકીક્ત છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસ માંસાહારી હતા, કાલીભક્ત હતા અને કાલી મદિરમાં પશુઓને વધુ થતું. પણ તેમની અહિંસા ઉત્તરોત્તર એટલી વધી કે અંતે ફૂલ ચુંટવામાં પણ તેમને દુઃખ થતું. કેટલાક જેને રેશમ અથવા મે.તીને વેપાર કરે છે, માટે માંસાહારને વિરોધ કરવાને તેમને કોઈ અધિકાર નથી એ દલીલ પણ વ્યાજબી નથી. અલબત્ત સાચે જૈન જે વ્યાપારમાં હિંસા હોય તે તજે અને જેમને ન કરવા જેવા ઘણા વેપારના વર્ણન વ્રત માં આવે છે. પણ અમુક હિંસા કરું છું માટે કોઈ હિંસાને વિરોધ હું કરી ન શકે એ બરાબર નથી. અલબત્ત તેમાં અભિમાન હોવું ને જોઈએ. પૂરી નમ્રતા હોવી જોઈએ, હવે સરકાર અને પ્રજાની ફરજ વિષે બે શબ્દો કહી, આ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy