________________
પ્રભુ જીવન
પિનાકપાણિ,– જુવાન અને બૂઢા
[દસ વરસ જેટલુ . જ્યાં હું વસ્યા તે કૌસાની ( જિ: આભેારા ) ના ૬,૫૦૦ ફીટ ઊંચા તરાતા પહાડની પાછળ દખણાદે કાસી (કૌસલ્યા) નદીને મથાળે ૮,૦૦૦ ફીટ ઊંચી અને દહેશત ઉપજાવે તેવી કરાળ ખીજી પર્વતમાળ ઊભી છે જે ભટકોટની કહેવાય છે. આ પર્વતમાળનાં એ ઊંચાં શિખરા આભારા જિલ્લાના આ ભાગનાં સાથી ઊંચાં શિખરે ગણાય છે. ભટકાટ શિખર સમુદ્ર સપાટીથી લગભગ ૮,૫૦૦ પુટ અને પિનાક આશરે ૯,૩૦૦ ફુટ ઊંચું છે. ખરું જોતાં પિનાકપાણિનાં શિખર એ ગણાય છે. એક નાનું જરા નીચાણે લગભગ ૭,૫૦૦ ઊંચાઇએ, અને તેની પાછળ બીજી મોઢું લગભગ ૯,૩૦૦ ફુટ ઊંચાઇએ. આ બેઉ શિખરે સ્થાનિક પહાડી વસ્તીમાં અનુક્રમે જુવાન પિના અને બૂઢા પિનાથ કહેવાય છે. પહાડી ખેલીમાં બૃહદ્દ કે ખુડ પિનાથ અગર તેા ડુલ * પિનાથ અને નાનું જીવાન પિનાથને નામે ઓળખાય છે. આ નાનું શિખર આખા પર્વતની અતિ સખત ખડી ચડાઇ એ ભાગ જેટલી ચડયા પછી પાછળ ઊભેલા મેટા પહાડની ડાકની માળાનુ માદળિયું છાતી પર લટકતુ હોય તેમ બેઠું છે.
આ બેઉ શિખરા પર શિવજીનાં મંદિર કે થાનક આવેલાં છે. દર ‘ચૌદશે અહીં પૂજા થાય, નીચેની ખીણ્ણાનુ ભાવિક લાક નૈવેદ ઝારવા કે બાધા-માનતા છેડાવવા આવે અને વરસમાં • કૈક મેળા પણ ભરાય. નીચલું શિખર પ્રમાણમાં આછું ઠંડુ, તેથી ત્યાંનું મંદિર પણ મોઢું; અને પૂજારી કે જાત્રાળુને રેકાવુ’ હાય તેા રહેવાય એવી માટી-પથરાની ચણેલ નાની ધર્મશાળાવાળુ છે. બૂઢા પિનાથનુ માટી ઊંચાઇને કારણે અતિ ઠંડું અને દેવીદેવતાના ટચુકડા થાનક જેવું જ છે, જાત્રુ પૂજારી કાઇ પણ અહીં આવે તે કલાક અરધા કલાક દરશન પૂજા નૈવેદ બાધામાનતાના વિધિ પૂરા કરી પાળે વળી નીકળે. રાત્રે તે કદિ પણ ભાગ્યે જ કોઇ ટકે —સિવાય કે કોઇ કમનસીબ ગાવા ભરવાડ કે રબારી વાવાઝોડા કે બરફના તેકાનમાં સપડાઇને અહી ચાકની આડશે જિયાત લપાને રાત કાઢ.
આ બેઉ થાનકની મારી મુલાકાતનું વર્ણન અગીઆર વસ અગાઉ મેં લખેલું તે ‘પ્રસ્થાન' માસિકમાં પ્રગટ થયું હતું. તેની છાપેલી નકલ મારા મિત્ર શ્રી પરમાનંદુભાઇના વાંચવામાં આવી. તેમને તે વન ગમ્યું, અને તેથી ઘણાં વર્ષ પહેલાં અન્યત્ર પ્રગટ થયેલ પ્રસ્તુત વધ્યું ન પ્રબુધ્ધ વન ' માં પુનઃ પ્રગટ કરવા તેમણે ઇચ્છા દર્શાવી. મે' મૂળ નકલમાં જૂજ કાપકૂપ અને ફેરફાર કરીને તે લખાણ તેમને આપ્યું.. આ રીતે ‘પ્રસ્થાન'ના તંત્રીના આભારપૂર્વક પ્રબુધ્ધજીવન' માં ‘ પિનાકપાણિ-જીવાન અને બૂઢા એ વણૅનલેખ પુનઃ પ્રગટ કરવાની અનુમતિ આપતાં મને આનંદ થાય છે, સ્વામી આનંદ]
૧.
કૈાસાનીથી વહેલી સવારે પાંચ વાગે નીકળી પહાડની પીઠે ઘીચ જંગલ રસ્તે એ માઇલ જેટલું ચાહ્યા પછી અર્ધાં માઇલના લાકડી જેવા સીધે ઉતાર ઊતરીને અમે કાસી નદીને કાંઠે પહોંચ્યા. ઉતરાણ એટલું ઊભુ` હતુ` કે ` જીવ મૂઠ્ઠીમાં તે પ્રાણ પગને પાંચે એકાગ્ર કરીને અકેક પગલું ઊતરવાનું. ડાખે જમશે કે નીચે જોવાય જ નહિ, તમ્મર આવે. રસ્તા પણ
×બુડ=દ્રા; * તુલ=સ્થૂલ, મેાટા
તા. ૧-૭-ય
શેના ? માંડ પગ ઠેરવી શકાય એવી પગદંડી. મારી જોડે મુંબઇના ખે,જુવાન મિત્રા હતા. કેટલીએ જગાએ અમારામાંનાં એકને એસીખેસીને ઊતરવુ પડ્યું.
આખર અતે હેમખેમ હેઠે પહોંચ્યા. કાસીના ઊગમ અમે ઊતર્યાં ત્યાંથી જરાક જ ઉપરવાડે હતા. નાના મોટા ખડક તે ગાળ પથરા કૂદતા એળગતા અમે કાંઠલી ગામે આવ્યા. ગામને પાદર ઉપરવાડેથી આવતા જળપ્રવાહાને વાળીને ગામલેાકે મૂકેલી એકથી વધુ જળચકકી અમે જોઇ. દરેક ગામે આ હાય જ, એને અહીં પનચકકી અથવા ધરટ' કહે છે.
ગામ સાંસરા થઇને હવે પિનાકનાથજીના પડ ચડવાને આરબ અહીંથી અમારે કરવાના હતા. ગામ એટલે એક ઉપર એક હારખધઊચાંનીચાં ધાની આંગણાંકળિયાંવાળી મજામેડી. પહાડાના ઢાળાવા પર વસેલાં ગામડાં આ તરફ બધાં આવાં જ હોય છે. કાંઠલી ગામ લગભગ આખું માાણુવસ્તીનું જ છે. બધા ગારપદું કરે ને પિનાકનાથને આશરે જીવે. થોડી થે।ડી જમીન સરકાર તરથી વર્ષાસનરૂપે ગારપદામાં મળી હોય તે ખેડે ખેડાવે. આસપાસ દસ દસ માઇલ ઘેરાવાના પહાડા અને ખીણામાંથી કાઇને કાઇ ૫-૧૦ ગામડિયા, જાત્રાળુ, જજમાન, છડા કે. બૈરાં છેકરાં સાથે, ચતુર્દશીને દિવસે પિનાકપાણિની પૂજામાનતા અર્થે આવે. તેમને આ ધા ગારાપાએ તે તેમના દીકરા પાતરા પૂજાપાઠ કરાવે. શિવજીને ભાગ ધરાવવાને બહાને જજમાનાનાં સીધુ સામાન આવ્યાં હોય તેની રસાઇ કરી જમે જમાડે અને ‘ બ્રહ્મભેાજ 'તુ પુણ્ય જમાનની ગાંઠે બંધાવે
આ ગારદેવતાઓ તે ભૂદેવા ધણાખરા અભણુ, અજ્ઞાન, ઉત્તરભ ુ ને આળસુ, ખીજી બધી વરણેાને શિવજીએ પોતાને દાન દેવા ને પોતાની સેવા કરવા સારુ જ સરજી છે એમ માનનારા, વર્ષાભિમાન એટલું કે પેાતાના સિવાય બીજા તમામની જાણે આભડછેટ તે નરત. ગામ અતિ ગંદુ, બૈરાં-બાળક, નાનાંમોટાં, પશુકૂતરાં, બધાં જ જાણે ઉકરડા વચ્ચે જીવતાં હોય. માખી મચ્છર તેા એટલાં કે લેાકાનાં ધરમેસરી, વાસણુસણુ ને બાળકાનાં કપડાં તથા માં પર જાણે કાળી ચાદર ઓઢાડી હાય ! એક ધરઆંગણે અમે મજૂરની તપાસઅર્થે ૧૦-૧૨ મિનિટ રોકાયા હશું', પણ એટલી વારમાં એ ઝેરી ર મારે પગે એવા કરડી ગયા કે તેનાં ઢીમાં છ દિવસ સુધી રહ્યાં !
હવે ઊભી લાકડી જેવું સીધું ચડાણુ ૩-૪ માઇલ સુધી લગાતાર અમારે ચડવાનું હતું, રસ્તે પાણી કયાંયે છાંટા નહિ મળે એમ અમને કહેવામાં આવ્યું. અમારા ભેામિયા દોલતસિ ંગે પાણીની એ ખગલમશકે! ભરી લીધી હતી. છ-૩૦ વાગે કાંઠેલી ગામને પાછળ મૂકીને અમે પૂરા ત્રણ કલાક ચડ, ગડ, ચાયાં કીધું ! ૭ ડિગ્રી જેટલી સીધાઇએ ચડવું પડયું હશે. રસ્તેાબસ્ત કશું ન મળે. પથરાનાંમોટાં ચટ્ટાના અને ચીડ (પાઇન) ના જંગલ વચ્ચે ભોમિયાને પગલે પગલુ મૂકી ચડવાનું, અધૂરામાં પૂરું આ ઋતુ પાન ઝાડાની પાનખર હતી. ચીડનાં પાન એટલે નરી સળી ૬-૭-૮ ઈચ લાંખી. આ સી સળીઓની આ દિવસે!માં આ તરફના પહાડામાં એટલી પથારીએ પડી હોય કે ૧૦૦ ચારસછુટ જગામાંથી માંડ ઊંચકાય એવડા ભારા ખાંધી શકાય. આ કમબખત સળીઓ ઉપર થત ચાલતાં ભલા પહાડીઓના પણ પગ લપસે ત્યાં અમારું શું ગજુ' ? 'ઠેરઠેર ભાંખાડિયે ચાલીને ચડયા અને ૧૦-૩૦ વાગે