________________
પ્રબુદ્ધ જીવન
અને શ્રી દયાળમાં વિશ્વાસ નહોતા, તેથી કોંગાના હિતનીદૃષ્ટિએ શ્રી દયાળે રાજીનામુ આપ્યુ તે સર્વથા યોગ્ય હતું અને તેમાં ભારતની ‘પ્રતિષ્ઠાને ખામી આવી હોય તેમ માનવાને કાઇ કારણ નથી.
(૪) ચેાથા `ખનાવ અલ્ઝરીઆને લગતા છે. ત્યાંના સેનાપતિઓએ ગેલની સામે બળવા કર્યાં અને માત્ર અલ્જીરીઆ માટે નહિ પણ ક્રાન્સ માટે અત્યંત કટોકટીની સ્થિતિ સ. સદ્દભાગ્યે આ બળવા સાત દિવસમાં ભાંગી પડયા. આમ થવાનુ કારણુ બળવાના પાયામાં રહેલી ખાટી હતી અને 'ગાલની ફ્રાન્સમાં ભારે પ્રતિષ્ટા જામેલી હતી. અલ્જીરીઆની પરિસ્થિતિ દક્ષિણ આફ્રિકાને કેટલેક દરજ્જો મળતી છે. ત્યાં દશ લાખ ફ્રેંચે વસેલા છે. તેમને ત્યાંથી ઉખેડી શકાય તેમ નથી અને આફ્રિકન સાથે મળી જવુ તેમને માટે સહેલુ નથી. આ રીતે અલ્જીરીઆની આઝાદીને પ્રશ્ન બહુ વિકટ છે.
વાત જ
(૫). પછીતે મહત્વતા બનાવ દક્ષિણ આફ્રિકા રીપબ્લિક’ થયું તેને લગતા છે. ઈંગ્લાંડ સાથેના તેના બંધારણીય સાંધાને આ રીતે અંત આવે છે. આ રીપબ્લિકને જન્મ બહુ અપશુકનિયાળ સંયેાગેામાં થયું છે. . તેની સામેના વિરોધના કારણે તેને બ્રિટિશ કામનવેલ્થમાંથી નીકળી જવું પડયુ છે, આમ છતાં બ્રિટન સાથેના તેના આર્થિક સંબંધ બહુ ગાઢ છે. આફ્રિકામાં દક્ષિણ આફ્રિકા સામે ઘણા મેટા વિરાધ છે અને ત્યાંના ઘણા દેશ તે સામે આર્થિક બહિષ્કાર જાહેર કરે એવા સંભવ છે. ત્યાંની અસ્વાભાવિક પરિસ્થિતિ લાંખે વખત ટકી શકે તેમ નથી અને પરિણામે યુરે પિયનાને સારા પ્રમાણમાં સહન કરવું પડે એમ લાગે છે.
(૧) એગાલામાં પાર્ટુગલે ભારે નિષ્ઠુર દમનનીતિ સ્વી
કારી છે. આ સામે કનેડીને વિરોધ જરૂર આવકારદાયક છે. જ્યારે બ્રિટનનું વલણ ખેદજનક છે. સામાન્ય ધારણ મુજબ નહેરુએ બહુ જ કડક ભાષામાં ચુગલને વખાડી નાંખ્યુ છે. બીજી દિશાએ પોર્ટુગલ અને સ્પેન સાથે સબંધો વધારવાના ઈંગ્લાંડના પ્રયત્ના તેની આજ સુધીની પર ંપરા સાથે અમેસતા તેમ જ શાભતા લાગતા નથી,
આજે આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે યુદ્ઘશસ્ત્રને લગતા ત્રંણુ મેટા પ્રશ્નો જગતનું ધ્યાન રાકી રહ્યા છે. (૧) નિઃશસ્ત્રીકરણું, (૨) અણુĂોંબ પ્રયાગ ઉપર સદન્તર પ્રતિબંધના સ્વીકાર, ( ૩ ) ન્યુકલીઅર વેપન્સ-અણુશસ્ત્રાના ઉત્પાદન ઉપર મર્યાદા. આ ત્રણે પ્રશ્નો એકમેક સાથે સ ંકળાયલા છે અને ત્રણેનુ કાઇ સુખદ નિરાકરણ વર્તમાનના ક્ષિતિજમાં દૃષ્ટિગોચર થતું નથી.
સૈાથી વધારે સ્ફોટક પરિસ્થિતિ લિનના પ્રશ્ન અગે છે. બીજા વિશ્વયુદ્ધના પરિણામે જર્મનીના બે વિભાગ થયા છે. પશ્ચિમ જમની સુરાપના પશ્ચિમી દેશે અને અમેરિકા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અને પૂર્વ જમ'ની રશિયાના પ્રભાવ નીચે સામ્યવાદી બની બેઠું છે. કમનસીએ જનીનુ પહેલાનું પાટનગર બર્લિન આ પૂર્વ જર્મનીના પ્રદેશની અંદર આવેલ છે. અને એમ છતાં બર્લિનને મેટા ભાગ પશ્ચિમ જમની સાથે જોડાયેલા છે. આ બર્લિન સાથેનેા વ્યવહાર પૂર્વ જર્મનીની અનુમતિ ઉપર આધારિત છે. બર્લિનની આ અસ્વાભાવિક પરિસ્થિતિના અને જર્મનીના વિભાજનતે ક્રુશ્ચેવ અંત લાવવા માંગે છે, પણ સામ્યવાદી અને અસામ્ય વાદી એ વિભાગે જોડાય કેમ અને જુદા તંત્રે ચાલુ રહે તે બિલનનું શું કરવું-આ એક દુર્ભેદ્ય સમસ્યા છે. યુરોપના પશ્ચિમના ઘેરો અને અમેરિકા હાલ જે છે તે સ્થિતિ ચાલુ
તા. ૧૭-૧
રાખવા માગે છે. ક્રુશ્ચેવ, જો પરસ્પર સમાધાનીપૂર્વક આ પ્રશ્નને -ઉકેલ લાવવામાં ન આવે તેા પૂર્વ જમની સાથે સ્વતંત્ર સધિ કરવા અને બલીનને તેમાં સમાવિષ્ટ કરવા માંગે છે, આ સમધમાં પશ્ચિમના દેશો પોતાના હક્કો અને પશ્ચિમ જમની સાથેની અનુષ્યધ જરા પણ હળવા કરવા માંગતા નથી. ક્રુશ્ચેવ આ બાબતમાં ધમકી આપ્યા કરે છે, એમ છતાં તે ધમકીને હજુ સુધી તેણે અમલી બનાવી નથી. (તાજેતરમાં આ સમસ્યાને છેવટને ઉકેલ લાવવા માટે ક્રુશ્ચેવે આ મી ડીસેમ્બર માસની છેલ્લી તારીખ છેવટની મુદ્દત તરીકે જાહેર કરી છે.) હવે પછી શુ થાય છે તે જોવાનું રહે છે.
આજ સુધી રશિયાને ધાકધમકીથી બધુ મળી રહ્યું છે. આજે ચાલી રહેલા ઠંડા યુદ્ધને તીવ્રતર બનાવવાની બધી ચાવી રશિયા પાસે છે એમ છતાં તેને આદ્યાગિક રીતે આગળ વધતુ છે અને એ માટે તેને વસ્તુતઃ યુદ્ધ ખપતુ નથી, આમ હોવા છતાં પણ રશિયા યુરોપ–અમેરિકાના માથે યુદ્ધની તલવાર સતત લટકતી રાખી શકે છે, કારણ કે તેની પાસે શસ્ત્રાસ્ત્ર અંગે અમેરિકા કરતાં પણ વધારે ચડિયાતી તાકાતનું પીછળ છે.
છેલ્લાં કેનેડી ધ્રૂવ મિલન અંગે અમેરિકાના ટેલિવિઝન ઉપર કેનેડીએ કરેલુ' નિવેદન સરળ, સ્પષ્ટ અને નવી ભાત પાડે તેવુ હતું. મેં કઈં આપ્યું નથી, મે કંઇ લીધુ. નથી. અમે એકમેકને સારી રીતે સમજ્યા છીએ.' આ. તેના ટૂંકા નિવેદનને સાર હતા.. જ્યાં એ દેશના પ્રમુખ સૂત્રધારા વચ્ચે-જ્યારે આઇઝનહાવર સત્તા ઉપર હતા ત્યારે-મડાગાંઠ પડી ગઈ હતી ત્યાં એ જ ખતે દેશના પ્રમુખ પુ! આ રીતે મળે અને દુનિયાના પ્રશ્નો. ઉપર વિસ્તારથી વિચારવિનિમય કરે એ આજના તંગદિલીભર્યું વાતાવરણમાં એક શુભ ચિહ્ન લેખાવુ જોઇએ.
આન્તરરાષ્ટ્રીય ક્ષેત્રે નહેરુની પ્રતિષ્ઠા હતી તે કરતાં વધી છે. ભારતે પેાતાની નીતિમાં કોઇ પણ પ્રકારે નમતું મૂકયુ નથી. એમ છતાં ભારત પ્રત્યે અમેરિકાના સદ્ભાવ વચ્ચેા છે અને અન્ય દેશ સાથેના સંપર્કામાં પણ સુધારા થયા છે.
રાષ્ટ્રીય ક્ષેત્રે વત માન પરિસ્થિતિ ચિન્તાજનક દેખાય છે. ચાર પાંચ કે આઠ મહિના પછી આવી રહેલી સામાન્ય ચૂંટણીની ઘેરી છાયા દરેક રાજકીય પક્ષ ઉપર પડી રહી છૅ, અને આને લગતી વ્યૂહ રચના ચેતરફ ગાઠવાઇ રહી છે. નહેરુએ થોડા દિવસ પહેલાં કબુલ કર્યુ` હતુ` કે ભાષાવાદના પરિણામ આવાં આવશે. તેની તેમને કલ્પના નહોતી. આમ નહેરુ કહી શકે છે, પણ તે દૂર સુધી જોઇ ન શકયા તેનાં પરિણામે દેશે તેા ભેગવવાનાં જ છે. આજની વણસતી જતી વસ્તુસ્થિતિ જોતાં આજે છે તે કરતાં પણ વધારે અંતરનાક પરિણામે આવવાને ભય રહે છે. ઉચ્ચ શિક્ષણમાં વરિષ્ટ અદાલતામાં ઉચ્ચકક્ષાના વહીવટીત’ત્રમાં પ્રાદેશિક ભાષા પ્રવેશ કરશે તેનુ પરિણામ અલગતાવાદાં આવશે અને રાષ્ટ્રની એકતા માટે ખતરનાક નીવડશે.
તાજેતરમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં શ્રી ડી. ડી. કલેને National Integration-રાષ્ટ્રીય સગઠન—ઉપર એક લેખ હતા. તેમાં આજના એક વર્ગના માનસનું પ્રતિબિંબ હતું. શ્રી, કન્નેના મત પ્રમાણે આપણા દેશમાં રાજકીય એકતા જેવી કોઇ વસ્તુ હતી જ નહિ. આ એકતાની ભાવના હજુ કેળવવાની છે. ભારતની કહેવાતી સાંસ્કૃતિક એકતા પણ ભ્રામક હતી. આવુ દેશની એકતામાં અશ્રદ્ધા ધરાવતું માનસ દેશમાં વધતુ જાય અને દેશને વિભાજન તરફ ધસડી જાય એવા ભય રહે છે.
આજે નહેરુનું વ્યકિતત્વ.. જોરદાર છે. કેન્દ્ર પાસે finance નું અ કારણને લગતી સત્તાઓનુ પણ ખૂબ જોર