________________
તા. ૧૬-૬-૬૧
અને સુંદર રીતે કાપકૂપ કરીને ધરતીમાં રૅપી હોય, અને તે પણુ બધુ માત્ર સાત જ દિવસમાં કે ગમે એટલા દિવસમાં, પેાતાની કાઇ ધૂન કે નશાની ઉશ્કેરણી કે ભરચક યાંત્રિક પ્રવૃત્તિના એચિંતા આવેશ હેઠળ એણે કરેલા હુકમથી થયુ હાય એમ આપણે માની શકીએ નહીં. પ્રાચીન હિન્દુ ચિંતકોએ યુગા સુધી વિસ્તરતા ક્રમિક વિકાસ સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરીને એમ સૂચવ્યું હતુ` કે અસ્તિત્વનાં નિમ્ન સ્વરૂપે પહેલાં પ્રગટયા અને ત્યાર પછીજ આત્માએ પૃથ્વી પર જીવન–વિકાસના કળશ રૂપે માનવને પ્રગટાળ્યા અને એવુ જ ભૌતિક સાયન્સની ધીરજભરી અને ઝીણવટભરી તપાસે સમથન કર્યુ છે. જો કે યુગચક્રના સતત પુનરાવર્તનના ખીજા હિંદુ ખ્યાલને ભૌતિક જુખાનીથી પુરવાર કરવાનું તે અશકય જ છે.
મૂળ એક બીજમાંથી નાનાવિધ જીવજાતિઓને વિકાસ
બીજી એક ચીજ પણ હવે એટલી જ નિશ્ચિત લાગે છે કે સમરત જીવનનું મૂળ ખીજ એક છે, એટલુ જ નહી પણ, સમસ્ત વિકાસની પદ્ધતિ એક છે અને રાતે રતે અમલમાં આવતી ધડતરની પાયાની યાજના પણ એક જ છે, જો કે ઉત્પન્ન થતાં પરિણામમાં કાઇ વાર આમ તેમ ફેરફારો થાય છૅ ખરા. ખીજની એકતાનું સત્ય તે। સાયન્સે ભૌતિક તપાસ દ્વારા હમણાં હમણાં જ બતાવ્યું છે; પણ હજારા વર્ષ પહેલાં ઉપનિષદાની મહાન સ્ફુરણાએ એ જ સિદ્ધાંત આપણને આ પ્રમાણે આપ્યા છે : ં વીગ વધુષા શત્તિયોગાત્– ખીજ એક જ છે પણ શક્તિના યોગથી અથવા પ્રક્રિયાથી વિશ્વના સ્વયંભૂ આત્મા એને અનેકરૂપ બનાવે છે.” પ્રકૃતિ પરિવતને (variations)ને લગતા મૂળ સામાન્ય ખ્યાલાથી શરૂઆત કરતી લાગે છે અને પછી ખૂબ જ ઝીણાં પરિણામાત્મક પરિવર્તનની કોઇ અસાધારણ સમૃદ્ધિ ઉપર પહોંચે છે. એને કારણે ઉપજાતિઓ (species)માં સતત સૂક્ષ્મ ભેદનું નિર્માણ થાય છે અને વ્યક્તિમાં અોડપણારૂપ પરિણામ સિદ્ધ કરવા માટેના ચકિત બનાવી દેનારા આગ્રહ પ્રગટ થાય છે. લગભગ એમ જ લાગે છે કે જાણે પ્રકૃતિ પોતાના સંવાદિતાયુક્ત ભૌતિક સર્જમાં ફરી ફરી એકનું એક જ ઊંડું સત્ય બતાવવા માગે છે કે મૂળમાં બધી વસ્તુ એક જ સત્ છે, પણ એ એક સતુ પોતાના નિઃસીમ નાનાવતું આગ્રહી છે, અને કઇ એવુ પણ સૂચન જણાય છે કે આ સનાતન એકત્વમાં કાઇ સનાતન અનેકવ રહેલું છે, નિઃસીમ સત્ સત્ત્વાના નિઃસીમ બહુત્વમાં પેાતાનુંજ પુનરાવર્તન કરે છે, તેમજ દરેક સત્ત્વ અજોડ છે અને છતાં દરેક એ એક જ છે. જો આપણું મન અસ્તિત્વની બાહ્ય હકીકતામાંથી મળતાં અતિભૌતિક સૂચના ઉપર નજર રાખતું હાય તે। આ બધું કઇ એક જ કલ્પના જેવું તે નહીં જ લાગે.
પ્રબુદ્ધ જીવન
વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઉત્ક્રાંતિના ક્રમ: ખૂટતી કડીએ.
એ ગમે તેમ તે, પણ હમણાં તે। સજીવ વસ્તુઓની નૈસગિક સંવાદિતાની પ્રચંડ જટિલતામાં આ વ્યવસ્થા દેખાય છે કે મૂળ બીજ એક, વિકસતી જતી પાયાની યોજના એક અને વિવિધતા અનેક; અને કાઇ ચઢતા ક્રમમાં, સૂક્ષ્મ પરંતુ ખૂબ જ સ્પષ્ટ પગથિયાં દ્વારા અણુધડ પરથી ગૂંચભર્યાં, ઓછા વ્યવસ્થિત પરથી વધુ વ્યવસ્થિત અને હલકા પ્રકાર ઉપરથી ઊંચા પ્રકાર પર એ વિવિધતાઓનું આગળ વધવું. જ્યારે આપણે આ જીવનવૃક્ષ જોઇએ છીએ ત્યારે આપણા મનમાં તરત જ પહેલા પ્રશ્ન એ થાય છે કે તર્કવર્ડ ઊભા કરાયેલા આ ક્રમ શુ વિશ્વના ઇતિહાસમાં આવિર્ભાવ પામેલા ખરેખરા ક્રમ છે અને પછી એના પરથી નૈસર્ગિક રીતે જ બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે
૩૯
જો એમ હાય તા, શું દરેક નવુ રૂપ એના નૈસર્ગિક પૂર્વગામી રૂપમાંથી પરિવર્તન (variation) વડે વિકાસ પામે છે કે પછી કોઇ અજ્ઞાત પ્રક્રિયા વડે તદ્દન નવા, સ્વતંત્ર અને અચાનક થનારા સર્જન રૂપે પ્રગટ થાય છે. આમાંના પહેલા વિકલ્પમાં આપણી પાસે ભૌતિક ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક ક્રમ ઉપસ્થિત થાય છે, અને બીજા વિકલ્પમાં શું હાઇ શકે તે ખરાખર જાણી શકાતુ નથી, પણ કદાચ આ પ્રમાણે હોય કે કોઇ અદૃશ્ય હિરણ્યગર્ભે (અથવા જગતસ્રષ્ટા એ પૃથ્વીના ઉત્ક્રાંતિના શરુઆતના અરસામાં આ બધુ વિકસાવ્યું હોય અને હવે સપૂર્ણ પણે કે લગભગ એ કામ બંધ કરી દીધું હોય અને તેથી હવે અહીં એવી જાતને કાઇ પણ ભાતિક વિકાસ નહી થતા હોય, પણ માત્ર અત્યાર અગાઉ જ સર્જાઇ ચૂકેલા પ્રકારોમાં કદાચ નવા સામથ્યની (capacityની) જ ઉત્ક્રાંતિ થતી હોય. સાયન્સ તે એમ જ કહે છે કે અહીં કાઇ તદ્દન નૈસાક અને યાંત્રિક અને અવિચ્છિન્ન ભૌતિક ઉત્ક્રાંતિ છે અને એમાં અલખત વિકાસશીલ પરિવર્તન (variation)ની ધણી ભિન્ન રેખાએ તેા છે, પણુ એ રેખામાં ક્યાં ય પણ ખાડા કે તૂટ નથી. એ સાચુ છે કે આમાં એક નહીં પણ અસંખ્ય ખૂટતી કડીએ (missing links) છે, જેમને ભૂતકાળના સમૃદ્ધમાં સમૃદ્ધ અવશેષ। પણ પૂરી શકે તેમ નથી અને તેથી કોઇ ઝડપી કૂદકાવડે થનારા વિકાસની શકયતાને આપણે એકાન્તપણે ઇન્કાર કરી શકીએ એમ નથી. આવા કૂદકો કાઇ ભરચક ચૈત્ય કે પ્રાણમય–ચૈત્ય (psychical or bio-psychic) તૈયારી વડે સિદ્ધ થયા હાય અને એના પરિગુામરૂપે કાઇ નવા પ્રકાર આવિર્ભાવ પામ્યા હાય, પણ એની પાતાની અને એની પહેલાનાં જીવન– સ્વરૂપોની વચમાં અમુક તૂટ-ન સમજાય એવી ખૂટતી કડી રહી ગઇ હેાય. માણસની ખાખતમાં તે ખાસ કરીને, એ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યેા તે વિષે અતિશય માંટી અનિશ્ચિતતા છે, કેમકે પ્રકૃતિનાં ખીજા સતાના કરતાં એ ખૂબજ જૂદે છે અને છતાં એમને ખૂબ જ મળતા આવે છે. તા પણ એવી તૂટાના-ખૂટતી કડીઓના-ખુલાસા થઇ શકે અને ભૌતિક દૃષ્ટિની આવી અવ્યવસ્થિતતાને દૂર કરી શકે એવી ધણી નકકર હકીકતા આપણને મળે છે. આથી ભૌતિક જગતમાં તા બધુ' કાય કાઇ મૂળભૂત ભૌતિક નિયમને આધારે જ થતુ હાય એ જ સૈાથી વધારે સ ંભવિત છે.
શું ઉત્ક્રાંતિ કેવળ ભૌતિક અને જીવનવૈજ્ઞાનિક જ છે?
પણ ધારા કે આપણે ક્રમિક નિર્માણુની પરંપરામાં ક્રાઇ અચૂક અને પ્રખર અવિચ્છિન્નતાને સ્વીકારી લઈએ તે પણ એ પ્રશ્ન ઊભા થાય છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પહેલી નજરે જેમ લાગે છે તેમ કેવળ ભૌતિક અને જીવનવૈજ્ઞાનિક (biological) છે ખરી કે. જો એ માત્ર એવી જ હોય તે આપણે જીવ–વગેર્ગોની આનુવંશિકતાના કડક સિદ્ધાંત ઉપરાંત આનુવંશિક પ્રગતિશીલ પરિવતનના નિયમને તેમ જ બધી જ માનસિક અને આધ્યાત્મિક ઘટનાઓના કોઇ કેવળ ભૌતિક, કારણને સ્વીકારવાં જ પડે, ખુદ્દ આનુવંશિકતાના અર્થ તે માત્ર આ જ છે: પહેલાંની પેઢીના જીવનમાંથી પછીની પેઢીમાં શારીરિક આકૃતિનું અને વનવૈજ્ઞાનિક લક્ષણાનુ સંક્રમણ (transmission). એ તે સ્પષ્ટ છે કે જાતિ કે ઉપજાતિની અંદર તે આનુવંશિક સ ંક્રમણનું આવી જાતનું સામાન્ય તત્ત્વ છે જ, તેથી તે જેવુ વૃક્ષ તેવું ખીજ અને જેવુ ખીજ તેવું વૃક્ષ થાય છે. અને એને લીધે જ સિદ્ધ બિલાડી કે ગેંડાને નહીં પણ સિંહને જ જન્મ આપે છે, માણસ ઉરાંગ— ઉટાંગને નહીં પણ માણસને જ જન્મ આપે છે. જો કે હમણાં જૂની ઉપપત્તિને ગુલાંટ ખવડાવી દેનારી એક વિચિત્ર અને