SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન પુનર્જન્મ,ઉત્ક્રાંતિ,આનુવંશિકતા [શ્રી અરવિન્દના પુસ્તક The Problem of Rebirth’—પુનર્જન્મની સમસ્યામાંના આ ત્રીો લેખ છે. આધુનિક સાયસની સિદ્િએથી પ્રભાવિત અનેલું' માનવનુ બુદ્ધિવાદી માનસ અંતરાત્મા, પુનર્જન્મ વગેરે જેવી અતિ જૈતિક ખાળતે સ્વીકારવાની આનાકાની કરે છે અને માને છે કે ભૌતિક સાયન્સે ઊભી કરેલી ઉત્ક્રાંતિ અથવા Evolitionની અને આનુવંશિકતા અથવા Heredity ની ઉપપત્તિ વડે તિ-જાતિ તેમ જ વ્યકિત-ગૃતિ વચ્ચેની શારીરિક અને માનસિક ભિન્નતાએ પૂરેપૂરી સમજાવી શકાશે. શ્રી. અરવિન્દ આ લેખમાં એ બે ઉપપત્તિઓનાં આંશિક સત્યને સ્વીકારે છે, પણ તેમાં રહેલી ઉણપો અને ખામીએ પ્રત્યે ધ્યાન ખેંચે છે અને બતાવે છે કે એવી જ્ઞાતિક ઉપપત્તિ વડે, જડતત્વ કરતાં તદ્દન જુદાં અને છતાં પણ એ જડત-સ્ત્રમાંથી જ પ્રગટ થનારા પ્રાણ, મન અને અંતરાત્માને કદી પણ પૂરેપૂરાં સમાવી શકાતાં નથી. અને આખરમાં તે બતાવે છે કે જગતના તેમ જ વ્યકિતના અનેકમુખી સત્યને સમજવા માટે ઉત્ક્રાંતિ, આનુવ ંશિકતા અને પુનર્જન્મ એ ત્રણેના સ્વીકાર અને સમન્વય અનિવાર્ય છે. અનુવાદક] (ગતાંકથી ચાલુ) ભૌતિક ક્ષેત્રમાં સાયન્સની સિદ્ધિએ ઉત્ક્રાંતિ અને આનુવંશિકતા (Evolution and Heredity) આજના ચિંતનને મોખરે વિરાજનારાં છે. સત્યા છે. તેમની શોધ ખૂબ જ અગત્યની છે અને કેટલાક મૂળભૂત પ્રશ્નો ઉપર સારા પ્રકાશ પાડે છે, અને હું ધારું છું કે આપણા સ્વરૂપ ઉપર તેજસ્વી અને કદી પણ નહાલવાનારા પ્રકાશ ફેંકનારાં સત્ય તરીકે આપણે તેમને સ્વીકારી લેવાનાં છે. તેઓ સ્થિર પ્રકાશવાળા દીવા તેા છે, પણ હજી સારી રીતે સારાયેલા નથી, માનવની બુદ્ધિ પહોંચે છે ત્યાં સુધી તે। એ સત્યાને આખરી સત્ય ગણી શકાય, અને એમ કહી શકાય કે આધુનિક સાયન્સે ઘડેલા આપણા માનસની દૃષ્ટિમાં તે જીવન વિષેના મૂળભૂત ખ્યાલ બની ગયાં છે. એ માનસ સાયન્સની ચોકસાઇ અને વિવિધતાભરી શોધથી અ ંજાઈ ગયું છે, પણ આખરે તે સાયન્સ હજી પણ મર્યાદિત ક્ષેત્રના અવલેાકનમાં અને સકુચિત તર્કબુદ્ધિમાં જ અટવાયા કરે છે. અલબત્ત, સાયન્સ - ોતાની જ રીતે એક મહાન દૃષ્ટા અને જાદૂગર તેા છે જ, અને એની પાસે સુક્ષ્મ દઈન અને વિરાટ દર્શન, નિકટનું દર્શન અને દૂરનું દર્શન પણ છે, તેમ જ તેની પાસે ઘણી વસ્તુઓ સમજાવવાની અને નવું સર્જવાની શક્તિ પણ છે. એણે વિશ્વને સર્જનારી મહાશક્તિની અનેક વચગાળની છૂપી પ્રક્રિયાઓને શોધી કાઢી છે અને આપણને અપાયેલી નવુ શાષવાની શક્તિના ઉપયાગ કરીને એ સાયન્સ મહાશક્તિએ નિપજાવેલાં આશ્ચય ઉપરાંત નવાં આશ્ચર્યો પણ સિદ્ધ કરી શકયુ છે. માનવ જો કે વિરાટમાં રહેલા અણુ છે અને પૃથ્વી પર છૂટથી હરીફરી શકતા હાવા છતાં ગુરુત્વાકČણુવડે ધરતી સાથે જકડાયેલા છે, તે પણ એણે જગજજનનીની સામે સાયન્સ દ્વારા સારા પ્રમાણમાં સફ્ળ પાસા ફેંકયા છે. પણ હજી આ બધી સિદ્ધિ માત્ર સૌથી નીચેના, ભૌતિક ક્ષેત્રમાં જ થોડી ઘણી ભ્રૂણતા સાથે પ્રાપ્ત થઇ છે. આંતર ક્ષેત્રમાં સાયન્સની મર્યાદિતતા મનના ક્ષેત્રની જેમ જ ચૈત્ય (psychic) અને આધ્યાત્મિક રહસ્યાની બાબતમાં સાયન્સની દષ્ટિ હજી અબૂઝ છે અને હાથ અસ્થિર છે. ભૌતિક ક્ષેત્રમાં આટલુ ચેકકસ અને અંગ એવુ એ આ ક્ષેત્રમાં તા, જેમ જેમ્સ કહે છે તેમ, માત્ર ‘જથ્થર જળહળતી ઝઝૂમતી અરતવ્યસ્તતા' જ જુએ છે. કદાચ આ વિધાન સાએ સે। ટકા સાચુ નહી હોય તે! પણુ સાયન્સની નજર કાઇ નવા જન્મેલા બાળક જેવી તેા છે જ. પેાતે જેતે હજી સમજાવી નથી શકતુ એવા ચેતનાના ચમત્કાર અને અદ્ભુત આકસ્મિક સંશ્લેષા સામે એ જ્યારે આવીને ઊભું રહે છે ત્યારે સાવચેતીભરી અશ્રદ્ધાની ઢાલ પાછળ ભરાઇને એ કલ્પનાની ભૂલેમાંથી પેાતાનું રક્ષણ કરે છે. પણ એ અશ્રદ્ધાને જ કારણે અપૂરતા અનુમાનની અસખ્ય ભૂલેામાં એ અટવાઇ જાય છે. તા. ૧૬-૬-૬% મન અને શરીરની ક્રિયાઓ વચ્ચે જે એને જૂજ દાખલાઓમાં કોઇ સુપરીક્ષિત અનુરૂપતાએ (correspondences) દેખાઇ હોય તા, જેમ ડૂબતા તરણ'ને પકડે તેમ એ તેમને સલામતીના પાટિયા તરીકે વળગે છે. જો શકય હાય તા દરેક અતિભૌતિક ઘટનાને કોઇ ભૌતિક હકીકત વડે સમજાવવાનુ એણે પણ લીધું છે; એની દૃષ્ટિએ તે। શારીરિક પરિણામના અથવા અનુવાદના રૂપની ન હોય એવી કોઇ પણ માનસિક પ્રક્રિયા હાવી જ ન જોઇએ. દઢતાથી ગ્રહી શકાય એવા નિશ્ચયાત્મક સત્યને જ તાર્કિકતાપૂર્વક ગ્રહણ કરવાને એને આ નિર્ધાર દેખીતી રીતે તે મકકમ લાગે છે, પણ ખરું જોતાં તે એ ઊલટા એને ખૂબ જ ડરપેક બનાવી દે છે અને ઝડપી સંશોધનની શકયતાને ખૂબ જ ઢીલીમર્યાતિ-કરી મૂકે છે. તે ઉપરાંત ભૌતિક સત્યને મનોવૈજ્ઞાનિક ક્ષેત્રમાં લાગુ પાડવાના એના પ્રયાસની અંદર પણ આ કારણે કોઇ અપૂરતાપણાને ભાવ પ્રવેશવા પામે છે અને જ્યારે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિની ઉપપત્તિને ભૌતિક સત્યના સલામત ક્ષેત્રની બહાર પરાણે લઇ જઇને તેમના વડે આપણા ચૈત્ય સ્વરૂપની સુક્ષ્મ, સંકુલ અને અશ્રાદ્ય ઘટનાઓને પ્રકાશિત કરવાની એ મહેનત કરે છે ત્યારે તે આ અપુરતાપ આપણુને ખૂબ જ ઉત્કટ બનતુ દેખાય છે. ઉત્ક્રાંતિવાદ: વિશ્વયોજનાની સૈાથી સારી સમજણ હું કહેવાની હિંમત કરી શકું છું કે હજી પણ અહીં તહી' કેટલીક એવી વ્યક્તિ છે જેમને ભાંતક ઉત્ક્રાંતિની ઉપપત્તિમાં છૂપો કે ખુલ્લેખુલ્લે અવિશ્વાસ છે. તે માટે છે કે બીજી કેટલીયે ઉપપત્તિઓની જેમ એ પણ એક દિવસ કાળની ખાઇમાં ધકેલાઇ જશે. આ તે કે!ઇ અપવાદરૂપ અને અતિરેકભરી અશ્રદ્! છે, પણ આ વાતના અહીં ઉલ્લેખ કરવાના હેતુ એ છે કે એના વડે આપણને સમજાય છે કે ઉત્ક્રાંતિવાદ ગમે એટલા કબૂલી લેવામાં આળ્યે હાય તે પણ એનુ વૈજ્ઞાનિક નિરૂપણુ, બીજી અનેક વાતેાની જેમ જ, હજી આખરી સિદ્ધાંત તરીકે પુરવાર થયું' નથી. આમ છતાં પણ એકદરે એની તરફેણમાં હકીકતા અને સૂચનાના એક ખૂબ મોટા સગ્રહ એકડા થયા છે અને તેથી આપણને એવા નિČય પર આવ્યા વિના છૂટકા થતા નથી કે આ અથવા એના જેવી જ કા ખીજી રીતે બધું બન્યુ હાવુ જોઇએ. સજીવ અસ્તિત્વની કાષ ઊડતી સમીક્ષાવડે પણ આપણને દેખાય છે કે જીવજાતિઓ અને ઉપતિએ (genus અને species) બેશક કાઇ આરેહક અને શાખા-પ્રશાખાત્મક ક્રમમાં ગે!ઠવાયેલી છે અને એને માટે ઉત્ક્રાંતિવાદ કરતાં વધારે ખાતરીજનક બીજી કોઇ પણ સમજણુ હાઇ શકે એમ માનવુ આપણે માટે કાણું છે. કંઇ નહીં તો યે એક ચીજ તા હવે બુદ્ધિની નજરે નિશ્ચિત લાગે છે કે કોઇ કાલાતીત સ્રષ્ટાએ આ બધા સૂર્યે અને તારામંડળોને નિ:સીમ અવકાશમાં સંપૂર્ણ પણે ધડાયેલાં અને સનાતન ણે ગાવાયેલાં ધકેલ્યાં હાય અને આ બધી અસંખ્ય જીવજાતિઓને તૈયાર રૂપે
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy