________________
22
૧૭૬
પ્રદ જીવન
વિભાગ, અને (૫) બિઝનેસ મેનેજમેન્ટ કાઉન્સિલ અને તાલીમ વિભાગ એમ પાંચ વિભાગે છે.
નાનાં એકમાને સેવાઓની સવલતાં આપવા માટે તેમ જ આધુનિક યંત્રો ચલાવવા અંગે કામદારાને તાલીમ આપવા માટે નાના ઉદ્યોગ સેવાસંસ્થા તરફથી રાજ્યમાં નીચે જણાવેલા વિસ્તરણું-કેન્દ્રોની રચના કરવામાં આવી હોવાનું શ્રી જીવરાજભાઇએ જણાવ્યુ હતું :
૧. નડિયાદમાં મશીનશાપ, સુતારીકામ, ધડવાનું કામ અને ભડ્ડીકામનું વિસ્તરણ કેન્દ્ર,
૨. સુરતમાં મશીનશેાપ, મિકેનિકલ ટેસ્ટીંગ કાઉન્ડ્રી અને રેતીની કસાટીનું વિસ્તરણ કેન્દ્ર
''
૩. ભાવનગરમાં મશીનોાપ, ભઠ્ઠીકામ, ક્રાંઉન્ડ્રી અને રેતીની કસેાટીનું વિસ્તરણ કેન્દ્ર
૪. સાવરકુંડલામાં ધડવાનુ ફૅાર્જિં ગ અને ભટ્ટીકામનુ વિસ્તરણ કેન્દ્ર
૫. જામનગરમાં વિદ્યુતથી ઢાળ ચઢાવવા (ઇલેકટ્રોપ્લેટિંગ)નુ વિસ્તરણ કેન્દ્ર.
તેમણે કહ્યું હતુ કે “ જુદા જુદા જિલ્લામાં વિવિધ વ્યવસાયાનાં નાના એકમોને સગવડ આપવા માટે નાના ઉદ્યોગ સેવાસંસ્થા તરફથી યોગ્ય સમમે આવાં વધારાનાં કેન્દ્રો સ્થાપવામાં આવશે અને તેને માટે ઉદ્યોગ ખાતા તરફથી આ સંસ્થા પર ખેતી દરખાસ્તા માકલવામાં આવી છે.”
ઔદ્યાગિક માહિતી-કેન્દ્ર
અંતમાં ડૉ. મહેતાએ કહ્યું હતું કે “ગુજરાતમાં નવા ઉદ્યોગ શરૂ કરવા માટે કેવા અવકાશ છે અને તે માટે શી શી સગવડો મળી શકે તેમ છે તે જાણવા નાના મેટા ઉદ્યોગપતિ તરફથી સરકારને ધણી પૂછપરછ કરવામાં આવે છે. ઉદ્યોગાને સરકાર કેવી સહાય આપવા માગે છે અને એના કેટલે અંશે અમલ કરવામાં આવ્યેા છે તેની વિગતા મેં અહીં રજૂ કરી છે. આ ઉપરાંત, ઉદ્યાગપતિને અને ખાસ કરીને નાના ઉદ્યાગપતિઓને, તેમના કાચા માલ, ખળતણુ, ત્યાદિની જરૂરિયાતા મેળવી આપવામાં મદદ કરવાની આવશ્યકતા છે. આથી અમદાવાદના વેપારી મહામંડળ સાથે ચર્ચાવિચારણા કરીને તેમની કચેરીમાં એક ઉદ્યાગ માહિતી ઇન્ડ સ્ટ્રીઅલ ઇન્ફર્મેશન સેન્ટર શરૂ કરવાની વવસ્થા કરવામાં આવી છે. આથી ઉદ્યાગપતિ અને ખીજા આ કેન્દ્ર પાસેથી જરૂરી માહિતી કે મદદ મેળવી શકશે. આ અંગેના સારા સરખા ખ રાજ્ય ઉપાડશે. મને આશા છે કે જોગવાઇ કરવામાં આવનાર આ સગવડતા ઉદ્યોગપતિ પૂરા લાભ લેશે, ’’
ડાઁ. જીવરાજે એમ પણ જણાવ્યું હતું કે “આ ઉપરાંત મધ્યસ્થ સરકારે જાહેર અને ખાનગી એમ બંને વિભાગેામાં વ્યવસ્થાકાર્યના ઉચ્ચ કક્ષાના કર્મચારીઓને તાલીમ આપવા માટે મે મધ્યસ્થ વ્યવસ્થાકાય' ‘સેન્ટ્રલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ'ની સ્થાપના કરવાની ચેાજના કરી છે. આમાંનુ એક ઇન્સ્ટીટયુટ કલકત્તામાં અને ખીજું અમદાવાદમાં સ્થપાશે એમ જણાય છે.” ડા. જીવરાજ મહેતા
વૃદ્ધાવસ્થાનું એક વિશ્લેષણ
“ વૃદ્ધ પુરુષાની સલાહ શિયાળાના સૂર્ય જેવી હાય છે; તે પ્રકાશ આપે છે પણ ગરમી આપતી નથી” આ વાક્યમાં ધણું સત્ય રહેલુ છે. ડપણુ સારી સલાહ આપી શકે છે; કારણકે તેની પાસે અનુભવ અને શાણપણ હોય છે. પણ એ શાણપણ એ લાકાનું હાય છે જેમનામાં ઊર્મિઓની ઉષ્ણતા પહેલાં જેવી આજે હવે રહી નથી.
જ્યારે કાઇ પણ ખાબત અંગે ઉત્કટ અનવાનું ઉગ્રત્વ અનુભવવાનું ખળ ખલાસ થઇ ગયુ હોય છે ત્યારે પોતાની જાત ઉપર સયમ્ મૂકવાનું કાઇ પણ વ્યક્તિ માટે બહુ સહેલુ અને છે. વૃદ્ધ પુરુષોની ફિલસુફી જુવાનીયા સ્વીકારે એવી આશા કાએ કદી રાખવી નહિ, તેમનુ લેાહી ગરમ હાય છે;
તા. ૧૧-૨૧
તેમની આશાએ તરવરાટથી ભરેલી હેાય છે. જે જેમ હાય તે તે પ્રકારે સ્વીકારી લેવાની વૃતિ તેમનામાં શીરીતે સભવે ?
અને વળી, એક જાણીતા નીતિશાસ્ત્રકારે કહ્યું હતું તેમ આ યુવાના એમ પણ જવાબ આપી શકે છે કે “ઘરડા સારી સલાહ આપી શકે છે, કારણ કે તેઓ ખોટા દાખલેા બેસાડવાનું સાહસ કરી શકતા નથી.” એ તે ખૂબ જ સાચું છે કે ધૃણા ઘરડા માણુસા પોતાના ભૂતકાળના એ સમયને ઝ ંખતા જ હાય છે કે જ્યારે તે પ્રેમ કરવાની, મહત્વાકાંક્ષા ચિતવવાની અને મેટી આશા સેવવાની તાકાત ધરાવતા હતા. તે પછી જે આજે પેાતામાં નહિ હોવાના કારણે ખિન્નતા અનુભવે છે તે અન્યમાં હાય તે કારણે તેમને આ વૃદ્ધોએ દોષિત શા માટે લેખવા જોઇએ? ઘરડા માણસાએ નમ્ર ભાવે સમજી લેવુ' ધટે કે તેમની ઘણીખરી સલાહ અસરકારક હાતી નથી, કામયાબ નીવડતી નથી, અને દરેક માનવી પોતાની રીતે રહેવા જીવવાના પૂરા હક્ક ધરાવે છે. દરેક પેઢીએ પેાતાના આગવા અનુભવ પ્રાપ્ત કરવા જ રહ્યા. કુદરતને આ કાનૂન છે. આમ છતાં પણ જો માનવજાતે ધીમે ધીમે સંગ્રહેલા સૈકાભરના ડહાપણની-શાણપણની તદ્દન ઉપેક્ષા કરવામાં આવશે તે. એ ભારે યાજનક લેખાશે. ખરી રીતે તે ધણીખરી સભ્યતાઆએ આની આવશ્યકતાને સ્વીકાર કર્યાં જ છે. વયેવૃદ્ધ. રાજકારણી પુરુષાએ, પુરાણ કાળમાં બન્યુ છે તેમ, વમાન કાળના રાજકીય વનમાં બહુ મહત્ત્વના ભાગ ભજવ્યેા છે.. નેસ્ટરને ગ્રીક સૈનિકા બહુ આદરથી સાંભળતા હતા. દેશના વૃદ્ધોને કોઇ મોટા અધિકારો પ્રાપ્ત કરવાની જરા પણ સત્તા લાલસા નથી અને માત્ર કવ્યબુદ્ધિને વશ થઇને જ આવી જવાબદારી તે સ્વીકારે તેમ છે એમ જ્યારે માલુમ પડે છે ત્યારે તેમને માટી માટી જવાખદારી સ્વીકારવાનું બહુ રાજીખુશીથી કહેવામાં આવે છે. શાણા વૃદ્ધ પુરુષ પછીની પેઢીને વિશ્વરૂપ બનવા માટે નહિ પણ મદદરૂપ બનવા માટે પોતાની જાતને જનતાની સેવામાં ધરતા હોય છે. તે ત્યારે જ રાજ્યના ભાર ઉપાડવા તૈયાર થાય છે કે જ્યારે આ ભાર અન્ય કોઇ ઉપાડી શકે તેમ નથી એમ તેમને માલુમ પડે છે.
કમનસીબે બધા વૃદ્ધ પુરુષે આપણે ધારીએ છીએ તેવા શાણા હોતા નથી. આપણે એવા કેસ માપિતા જાણ્યા છે જે પેાતે ખીલકુલ માણી ન શકે એવા ભાગ વિલાસને વળગી રહ્યા હોય છે. આપણે એવા વૃદ્ધ રાજપુરુષને જોયા છે કે જેમણે ઇર્ષ્યા અને મત્સર વડે પોતાના અન્તિમ દિવસાને વિષમય બનાવેલા હાય છે. ખરા શાણા માણસ એ છે કે જે જીવનના ઉત્તમ વર્ષો પેાતાના અંગત કે રાજ્યના વ્યવસાયને અપણુ કર્યાં બાદ અવશેષ જીવન નૈસર્ગિક અને સાંસ્કૃતિક આન દે માણવા પાછળ વ્યતીત કરવા ઇચ્છે છે.
વૃદ્ધાવસ્થામાં આધ્યાત્મિક જીવનના વિકાસ થવા ધટે છે. માનવીજીવનમાં પ્રેમના ઝુલે ઝુલવા માટે સમય હાય છે; મહ– ત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે સમય હાય છે; અને એકાન્ત અને શાન્તિ માણવા માટે સમય હોય છે. પચાસ વર્ષની ઉમ્મરે માનવી એક શ્યામલ રેખાને ઓળગે છે. તેને લાગે છે કે તેનામાં હજુ પણ એની એ જ તાકાત છે, એમ છતાં પણ, જે તે પહેલાં હતા તે હવે નથી. વૃદ્ધાવસ્થાના પ્રથમ સ્પર્શી જરા દુઃખદ હાય છે. વીસ વર્ષ બાદ, જો તે અે તા, ઉલટુ તે એક પ્રકાશરેખાને એળગે છે. એ વીસ વર્ષ દરમિયાન તેનુ જે સ્થાન હતુ તે સ્થાન ઉપર નવી પેઢીને આરૂઢ થતી તે કાંઇક અસહાયભાવે જોતા રહ્યા હોય છે. જે દિવસે। હવે પેાતાના નથી રહ્યા તે તરફ, એક તટસ્થ દૃષ્ટા માક, મીઠી નજર કરતા રહેવાનું સુખ-આનંદ તે માણી શકે છે. તેની શાન્ત અને સ્વસ્થ મુદ્રા, તેની આંખામાં ચમકતું સ્મિત તેનામાં સ્થિર થયેલા સમભાવને પ્રગટ કરે છે, જેમણે ચેાગ્ય વિકાસ સાધ્યેા છે તેમના માટે સરસ વૃાવસ્થા કોઇ એક નક્કર સુખદ વસ્તુ છે.
મૂળ અંગ્રેજી: આન્દ્રે પારો અનુવાદક: પરમાનદ ..
મુખર્જી જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનદ કુંવરજી કાપડિયા, ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રણુસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ.