________________
,
,
તા. ૧૬-૬-૧
પ્રબુદ્ધ જીવન,
૩૫
યુરેપને મળતાં સ્વતંત્ર ભાષાકીય રાજનુ જૂથ ઊભું થયું હોત. (જે ભારતની સાંસ્કૃતિક એકતાની આ કલ્પનામાં ખરેખર તથ્ય હોત તે પિન્દીચેરીમાં ફેંચની ર૦૦ વર્ષની હકુમતે પિન્દીચેરીને આસપાસના પ્રદેશ સાથે એકરૂપ ન બની શકે
એવું બનાવી શકી હોત ખરી?) અને યુરોપના સંયુકત રાજ્ય વિષે યુરોપિયને કયા પ્રકારની લાગણી ધરાવે છે? આપણે જોઈ શકીએ છીએ તે મુજબ તેઓ એટલે કે રશિયાની લોખંડી દિવાલની આ બાજુના બધા લોકો તાવિક રીતે આવી યુરોપીય એકતાના પક્ષકાર છે અને આવી એકતાને અસ્તિત્વમાં લાવવાની ઇચ્છતાના પક્ષમાં ખૂબ બેલે છે અને લખે છે, પણ આમાંને એક પણ દેશ પિતાની સાર્વભૌમ સત્તાને, યુરોપનું સંયુક્ત રૂ૫ ઊભું કરવા માટે, ભેગ આપવાને તૈયાર હોય એમ દેખાતું નથી. અરે નાનું સરખું લગ્ઝબર્ગ કે સ્વીટ્ઝર્લેન્ડ પણ આમાં અપવાદરૂપ નથી.
દેશના નાના સરખા શિક્ષિત વર્ગે રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, રાજકીય પક્ષોની સ્થાપના કરી, વાર્ષિક પરિષદ ભરી, ઠરાવ પસાર કર્યા (અને એ પણ બધું અંગ્રેજીમાં) અને એમ છતાં તેમના દિલમાં રહેલી અખિલ ભારતલક્ષી ભાવના લોકોના મોટા ભાગને સ્પર્શી જ નહોતી. લોકો આ સમય દરમિયાન પોતપોતાની જ્ઞાતિના સભ્ય તરીકે ચાલુ રહ્યા હતા, પોતપોતાના પ્રદેશના વતનીઓ તરીકે પિતાને ઓળખાવતા હતા, પિતપતાની પ્રાદેશિક ભાષામાં લખતા અને બોલતા એવા સંત કવિઓના અનુયાયીઓ હતા, અને પિતાના પ્રદેશમાં આવેલાં ધર્મસ્થાનકના યાત્રિક હતા. અલબત્ત, જેમ જેમ શિક્ષણ વધતું ગયું તેમ તેમ દેશની ભાષાઓમાં પ્રગટ થતા સામયિકના વાંચકોના દિલમાં આ અખિલ ભારતને લગતી લાગણી–ભાવના અંશતઃ પદા થતી રહી, પણ કુલ વસ્તીને આ એક બહુ જ નાને અ૫સદશ ભાગ રહ્યો હતેા. મહાત્મા ગાંધીએ અને તેમના સાથીઓએ શરૂ કરેલા આન્દોલનને ભારતના સર્વે વિભાગમાં વસતા લોકે તરફથી ઘણો મોટો ટેકો મળ્યા હતા, પણ, આ આન્દોલને ખરી રીતે અખિલ ભારતલક્ષી નહિ પણ અંગ્રેજવિરોધી હતાં. મહાત્મા ગાંધીના પ્રભાવશાળી વ્યકિતઅને નહિ કે ભારત-ઈન્ડિયા-ના નામે ઓળખાતી political entity-રાજકારણી ઘટક-ને ખ્યાલ લેકપનાને આટલી બધી ઉત્તેજિત કરી હતી.
આમ હોવાથી દેશના આગેવાને, જાણે કે કોમી અને પ્રાદેશિક વફાદારીઓ હમણાં હમણાં જ ઉપર ઉઠી આવી હોય અને કેટલાકના મત પ્રમાણે ભાષાકીય રાજની રચનાને જ આ દુઃસ્થિતિ આભારી હોય એવી રીતે જ્યારે બોલે છે, ત્યારે મને લાગે છે કે તેઓ ઈતિહાસને અને તે દ્વારા પ્રગટ થતી દેશની વાસ્તવિક સ્થિતિને બરાબર સમજ્યા નથી અને લોકોને ખરી પરિસ્થિતિ સમજાવી શક્યા નથી. લોકોને ઘણે મેટો સમુદાય પિતાના વલણમાં કદિ પણ “અખિલ ભારત લક્ષી નહોતો અને રાજકારણી હીલચાલ “અખિલ ભારત” લક્ષી લાગતી હતી તેનું કારણ એ હતું કે જેમણે ઇરાદાપૂર્વક “અખિલ ભારત” લક્ષી વલણ કેળવ્યું હતું તેવા થડા શિક્ષિત લોકો વડે આ રાજકારણી હીલચાલ પ્રભાવિત અને સંચાલિત હતી. દરેક પુખ્ત વયની વ્યકિતને નવા બંધારણે જે મતાધિકાર આપ્યો કે તરત જ “ અખિલ ભારત’ લક્ષી લાગણીયા ભાવનાનું ઉપરછલ્લાપણુ ખુલ્લું પડી ગયું. આપણી સામે જે કાર્ય છે તે તો આ “અખિલ ભારત લક્ષી ભાવનાને અથવા તે સંવેદનને ધીરજપૂર્વકના શિક્ષણ અને પ્રચાર વડે ઉછેરવા અને ખીલવવાને લગતું છે. તાજેતરમાં બનેલી
ઘણી ઘટનાઓ દા. ત. આસામના કરૂણ બનાવો, ભાષાકીય રાજ વચ્ચે સરહદી ઝધડાઓ, ગુલ્હાટી કમિશન સામે આંધમાં સર્વ પક્ષેને વિરોધ-આ બધું આગળ ધરીને હું એવો અભિપ્રાય રજૂ કરવા માગું છું કે નીચેની કક્ષાની વફાદારીઓનિષ્ઠાઓ. “અખિલ ભારત'લક્ષી ભાવના અને લાગણીઓ ઉપર, માત્ર અભણ લોકોની બાબતમાં નહિ પણ, રાજકારણી પુરુષો અને આગેવાનોની બાબતમાં પણ, અસાધારણ વર્ચસ ભગવતી રહી છે. તેથી, આપણા ધ્યાન ઉપર આ બાબત સચેટપણે આવવાની જરૂર છે કે “અખિલ ભારત’ લક્ષી નિષ્ઠાઓ અને લાગણીઓ હજુ હવે કેળવવાની છે. આજે એ છે જ નહિ. એમ નથી કે ૧૮૪૭ સુધી તે હતી અને ત્યાર બાદ ૧૩ વર્ષના ગાળા દરમિયાન પ્રાદેશિક અને જ્ઞાતિગત નિષ્ઠાએ જોર કરીને ઉપર આવી છે. એક વખત આ બાબત આપણું ધ્યાન ઉપર સચોટપણે આવે ત્યાર પછી જરૂરી નીતિને વિચાર થઈ શકે. સૌથી પહેલાં તે યુનિયન ગવર્મેન્ટ–કેન્દ્રસ્થ સરકારે-(એજ પ્રમાણે રાજ્યની સરકારોએ) આર્થિક મદદ, નવા ઉદ્યોગની સ્થાપના, સરહદી ઝગડાઓ વગેરેની બાબતમાં સંપૂર્ણ રીતે અને અન્ય સર્વને પ્રતીતિ થાય તે રીતે બધા રાજા પ્રત્યે તટસ્થ થવું ઘટે છે કે જેથી જુદા જુદા પ્રદેશમાં એકમેક વિષે ઈર્ષ્યા ચિંતવવાને કોઈ કારણ જ ન રહે. આની અંદર એક પ્રદેશની ભાષાને યુનીયનની-કેન્દ્રસ્થ સરકારની–ઓફિશિયલ લેંગ્વજસરકારપ્રમાણિત ભાષા-તરીકે સ્વીકારવા અંગે જરૂરી ધીરજને પણ સમાવિષ્ટ કરવાની રહેશે. જેવી હોય તેવી વસ્તુસ્થિતિ સાથે ગોઠવાઈને રહેતાં આપણે શીખવું જોઈએ અને વધારે ને વધારે વ્યાપક એવી વફાદારીઓ અને ભાવનાઓના વિકાસ માટે ધીરજપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. માત્ર સંકીર્ણ વાદોને ધુતકારી કાઢવાથી અને તે અંગે ઉપદેશ આપવાથી આપણે બહુ આગળ વધી નહિ શકીએ, અને ઘણી વખત જે ઉપરની સપાટીથી જરા નીચે ઊતરીને જોવામાં આવે તે, કોમવાદ અને ભાષાવાદને ધુતકારી નાંખનારા અને રાષ્ટ્રીય સંગઠ્ઠનને ઉપદેશ આપનારા આગેવાન પોતેજ જ્ઞાતિવાદ, પ્રાદેશિકવાદ વગેરેથી મુક્ત હોવાનું–પર હોવાનું–માલુમ પડતું નથી.
જે આપણે દુનિયાની આસપાસ નજર નાંખીએ તે ભારતમાં જે દશ્ય નજરે પડે છે તેવું જ દશ્ય શું સર્વત્ર જોવામાં નથી આવતું ? બેજિયમને અધીન એવા પહેલાના કોંગેની મૂળ જાતિઓની વફાદારીઓએ મેંગેના પ્રશ્નના ઉકેલને શું અશકય બનાવી દીધે નથી? નાતજાતના કશા વાડાઓ ન હોવા છતાં અને સર્વત્ર લગભગ એક જ ભાષા પ્રચલિત હોવા છતાં, પશ્ચિમ એશિથા અને ઉત્તર આફ્રિકાના લોકો માત્ર રાજકીય રીતે નહિ પણ બીજી ઘણી રીતે શું એકમેકથી વિભાજિત બનેલા નથી ? મધ્ય અને દક્ષિણ અમેરિકા સંબધે પણ એમ જ કહી શકાય તેમ છે. અંગ્રેજોએ ભારતને છર્યું ન હોત તે ગુજરાત, બંગાળા મહારાષ્ટ્ર અને આદ્મ સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યોમાં કદાચ ફેરવાઈ ચૂક્યા હોત અને દરેક રાજ્યના લોકોને, જેવી રીતે દુનિયામાં બીજા દેશોમાં બને છે તે રીતે, તે તે રાજ્યના આગેવાને પોતપોતાની અલગ એવી આ “માતૃભૂમિ પ્રત્યે વફાદાર બનવાને ઉપદેશ આપી રહ્યા હતા. આમ હોવાથી, પ્રાદેશિક અને અન્ય નીચેની કક્ષાઓની વફાદારીઓ અંગે એકાએક ભડકી ઊઠવાને કશું પણ કારણ નથી. આ વફાદારીએ એક રાતમાં કાંઈ વિસર્જિત કરી શકાય તેમ છે જ નહિ. લોકોના દિલમાં “અખિલ