SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ રજીસ્ટર ન. B ૪૨ વાર્ષિક લવાજમ રૂા. ૪ • પ્રબુદ્ધ જૈન'નું નવસ ́સ્કરણુ વર્ષ ૨૩: અ’કે ૪ મુંબઇ, જૂન ૧૬, ૧૯૬૧, શુક્રવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮ બુદ્ધ જીવન શ્રી મુખ, જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદકુંવરજી કાપડિયા મતભેદ પ્રગટે મતભેદ દેખાય કે જુદા પડવાનું ધારણ જો સ્વીકારીએ તે આ જગતમાં રહેવુ અશકય થઇ પડ઼ે. આ સૃષ્ટિમાં કોઇ એ વસ્તુ ખાદ્યરૂપે પણ એકસરખી નથી. વૃક્ષાનાં પાંદડાં ને ઘાસનાં તણખલાંઓ વચ્ચે પણ તફાવત છે. કરાડા માનવીમાં સરખી આકૃતિ મળવી દુર્લભ છે, તેા એકસરખી પ્રકૃતિ તા મળે જ કર્યાંથી ? માણસમાં સ્વતંત્ર રીતે વિચારવાની શકિત આવે કે મતભેદ દેખાય. જીવનમાં હજાર પ્રશ્નો વિચારવાના હોય છે, એ બધામાં એકસરખું દૃષ્ટિબિંદુ નિકટના સાથીઓનુ પણ ન હાય. આપણે આ સમજીએ તે બીજાના સ્વતંત્ર મતના આદર કરીએ તા નિત્ય જીવનના ઘણા વિખવાદ ઓછા થઈ જાય. સિદ્ધાંતના પ્રશ્ન હૈાય ત્યાં ગમે તેવા પ્રિયજનથી જુદા થતાં પણ ન અચકાવુ જોઇએ. દુનિયામાં સત્યને ભાગે કાઇ પણ સાધ જાળવવાયેાગ્ય હોઇ શકે નહિ; પરંતુ એવા પ્રસંગા કેટલા આવે? અને સત્યના એવા આગ્રહી આપણે હોઇએ તે તેની અસર સામી વ્યક્તિ ઉપર થયા વિના પણ રહે નહિ, સત્યના આગ્રહી ગુમાન કે ધડ રાખી શકે નહિ. એ તે! નમ્રતાથી પેાતાનું દૃષ્ટિબિંદુ બીજાને સમજાવે અને બીજાના વિચારા સમજવા ખુલ્લા દિલે પ્રયત્ન કરે. અને બાજુ પૂર્વગ્રહથી મુક્ત અને નમ્રતાયુક્ત સત્યના આગ્રહ હોય તે જુદા પડવા છતાં હૃદયના સબંધ તૂટે નહિ. ભિન્ન માગે પ્રય ણુ થાય તે ચે હૃદયના સાથ કાયમ રહે' અને જ્યારે પણ ભૂલ સમજાત્ર ત્યારે તે સ્વીકારતાં ને માગ બદલતાં તે અચકાય નહિ. પણ આવા દાખલા હુ જૂજ મને છે. આપણાં ધરમાં પતિ-પત્ની, પિતા પુત્ર, ભાઇભાઇ કે કુટુંબના ખીજા સભ્યા સાથે જે મતભેદ ઘરરાજ આપણને જોવા મળે છે તેને ઉચ્ચ સિદ્ધાંતા સાથે કોઇ સંબંધ છે ? જાહેર સસ્થામાં કે સામાજિક સંબંધોમાં ત્યારે નજીવા મતભેદમાં પણુ જલદ બની જવાના આપણા સ્વભાવની પાછળ ધણુ કરીને અહત્તિ કામ કરતી હાય છે. ખીજાનો જુદો મત સહન ન કરી શકનારના મનમાં વય, જ્ઞાન, શાણપણું કે માટાનું અભિમાન પડેલુ હોય છે અને તે નકાર સાંભળતાં જ ઘવાય છે. આ સ્થિતિ સારી નથી. દરેક સમજદાર વ્યક્તિને સ્વતંત્ર રીતે વિચારવાના અને ચોક્કસ અભિપ્રાય ધરાવવાના હકક છે એમ આપણે સ્વીકારી લેવુ જોઇએ. મતભેદ દેખાતાં જો આપણે આગ્રહી ન ખતીએ, ઉશ્કેરાઇએ નહિ તે સામા માણસ ઉપર સારી જ અસર થાય છે. આપણામાં પ્રેમ, નમ્રતા ને સહાનુભૂતિ દેખાય તેા સામે પણ તેનું પ્રતિબિંબ ઊઠે છે. આવી સ્થિતિમાં પૂર્વગ્રહની ગાંઠ છૂટી જાય છે અથવા ઢીલી બને છે અને સત્યને પ્રવેશવાના માર્ગ ખુલ્લા થાય છે. મતભેદ થાય ત્યાં ખીજાના મતને માન આપી આપણા અભિપ્રાય વિષે કરી વિચારવાની જો ટેવ પાડીએ તે તેનીચે સરી અસર થાય છે. આપણને પેાતાને તે તેથી લાભ જ થાય છે, પણ સામી વ્યક્તિ પણ પોતાના દૃઢ માનેલા અભિપ્રાય વિષે કરી વિચારવા પ્રેરાય છે. આવા પરસ્પરના મનેામંથનમાંથી ઘણી વાર સત્યનું અમૃત પ્રાપ્ત થઇ જાય છે. નજીવી બાબતામાં ઉદારભાવે નમતું મૂકવામાં આવે અથવા ખુલ્લા દિલની ચર્ચાથી એકબીજાનું મંતવ્ય સમજી લેવામાં આવે તે। આપણા જીવનવ્યવહારમાં પ્રેમ અને સહકારની ભાત્રના વધે. જ્યાં સિદ્ધાંતના સવાલ હેાય ત્યાં અડગ ઊભા રહીએ, પરંતુ સિદ્ધાંત અને સામાન્ય ખાખતા ભેદ સમજવા જેટલી આપણી વિવેકબુદ્ધિ તીવ્ર હાવી જ જો એ. કોઇ પણ સંયોગામાં નમ્રતા તા રાખવી જ જોઇએ; કારણ કે એ વિના સત્યદર્શન કદી થઇ શકતું નથી. જ્યાં મન ખાટાં થઇ ગયાં હૈાય ત્યાં સિદ્ધાંતને જ સવાલ કારણુભૂત હાયછે ખરા ? ધણી વાર નિરર્થક ચર્ચામાં પણ મતભેદ ઊભા થતાં આપણે રાષે ભરાઇએ છીએ અને એકબીજા માટે હીણું ખાલવા લાગીએ છીએ, ત્યાં સિદ્ધાંતનું નામ પણ લઈ શકાય એવુ હાય છે? દુનિયામાં જો પ્રેમની મીઠાશ પ્રસરાવવી હાય અને સહકારની ભાવના વિસ્તારવી હોય તેા નજીવા મતભેદા અને સિદ્ધાંતના સવાલે! વચ્ચેના ભેદ આપણે સમજવા જ જોઇશે; પહેલામાં આપણે ઉદારતા કેળવવી જોઇએ અને ખીજામાં નમ્રતા સાથેની દૃઢતા. આ ભેદ આપણે નહિ સમજીએ તે મતભેદ થતાં દૂર ખસવાની પ્રકૃતિ રાખીશુ તે આપણું સામાજિક જીવન છિન્નભિન થઇ જશે અને કાઇ મેાટાં કામ માટે સહકાર ફરવાની આપણી શકિત જ નહિ રહે. વધુ નહિ, એક દિવસ કે એક અઠવાડિયા માટે આ વિષે જાગૃત રહી વિચારવાના સંકલ્પ કરીએ. સવારથી સાંજ સુધી જ્યાં જ્યાં મતભેદને અનુભવ થયા હૈાય ત્યાં ત્યાં તેનાં શાં કારણા હતાં તેની તપાસ કરીએ. કારણેા વાજબી લાગે તેા તે પછી આપણે કેમ વર્યાં હતા તે યાદ કરીએ. મતભેદ ઊભા થતાં ર તે નહાતા ભરાયા? સામા પક્ષને સાંભળવાને આપણે ઇન્કાર તેા નહોતા કર્યાં? આપણું સત્ય સામા પક્ષને ગળે ઉતરે તે માટે આવશ્યક દલીલા તે નત્રતા આપણી પાસે હતાં ? આપણું સત્ય અભિમાનથી દુષિત થયેલું તેા નહાતુ ને ? આવી તપાસ કરીશું તે આપણતે ખાતરી થશે, કે મતભેદને પ્રસંગ ઊભે થતાં સત્યને મધુર બનાવવાથી ખીજાના હૃદય ઉપર તેની સારી અને ત્વરિત અસર થાય છે. (‘વિશ્વવાત્સલ્ય માંથી સાભાર ઉષ્કૃત્ શ્રી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy