SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૧ પ્રબુદ્ધ કારણે માણસ જે કામ કરે તેનું સમર્થન ન કરી શકાય. પોતાને અહિંસક કહેવરાવવા છતાં જે જૈના રેશમ કે મેાતીના વેપાર કરતા હોય તે ખરેખર અજ્ઞાની કે સ્વાથી છે પણ તેથી તેવાનુ દૃષ્ટાંત આપીને આપણે માંસના વેપારનુ સમર્થન ન કરી શકીએ એ કહેવાની જરૂર જ નથી, અને `નામાં રેશમ અને તેવી હિંસક ચીજોને વ્યાપાર તે શુ પણ વાપર પણ અંધ કરવાનાં આંદેલના આધુનિક કાળે થયાં છે તેની વત્સલામેનને કદાચ ખબર નથી. વત્સલામેનની પેાતાની દલીલ છે કે વાંદરા કરતા મનુષ્યનુ મહત્ત્વ વધારે છે, એ જ ન્યાયે કાઇ તેમને એમ પણ કહી શકે કે ગાયનું માંસ અને માછલીના મેાતીમાં કે રેશમના ઉત્પાદનમાં થતી હિંસા સરખી નથી. એટલે જેના માંસાશનના વિરાધ કરે છે તેટલા ખળથી રેશમ કે મેાતીને વિરોધ નથી કરતા તે તેમાં વત્સલામેનની દૃષ્ટિએ કાંઇ અનુચિત ન જ ગણાવુ જોઇએ. આ તા એક દલીલ ખાતર દલીલ છે. પણુ વસ્તુસ્થિતિ તેા એ છે કે જૈનેાના આચાર્યએ અને સાંખ્ય તેમ જ શાંતિદેવ જેવા ઔદ્ધ આચાર્યાએ અહિંસાના વિચાર ધણા જ સૂક્ષ્મતાથી કર્યાં છે અને તેમાં તેમણે ગૃહસ્થને નિરવધ ધંધા સ્વીકારવા ખાસ ભલામણા કરી છે અને હિંસક ધંધાના નિષેધ ઉપર ભાર આપ્યા છે, એટલે એ સાચું જ છે કે જૈતા માતીના વ્યાપાર કરે તે અનુચિત જ ગણાવુ જોઇએ. પણ તેમના એક દૂષણને કારણે તેઓ બીજું દૂષણ પણ સ્વીકારે એમ વત્સલામેનની દલીલ ઉપરથી ભાસ થાય છે તે વિષે તે તેમણે પુનર્વિચાર કરવા જ જોઇએ. જૈને રેશમને વેપાર કરતા હોય કે વાપરતા હાય છતાં માંસાશનના વિરોધ શા માટે ન કરે? એક દૂષણુ છે એટલે ખીજાતે પણ લાવવું ? કે જે છે તેને નિવારવા પ્રયત્ન કરવા ? હુ તે એમ જ કહીશ કે જૈના રેશમના વેપાર કરતા હાય તા તે છેાડી દે તે સારું' જ છે, પણ જો છેાડી ન જ શકે તે તેમણે માંસાશનનું સમર્થન પણ તે કારણે કરવુ જોઇએ—એ આવશ્યક નથી. એમ કરવામાં તે દૂષણેાની પરંપરા જ જીવનમાં દાખલ કરવી પડશે અને દૂષણના નિવારણુંને અવકાશ જ નહિ રહે. એટલે નવા દૂષણને દાખલ થવા ન દેવાના પ્રયત્ન જૈને અને ખીજા કરતા હોય તો તેમાં તે ખોટું શું કરે છે? દૂષણ તરફ્ ધૃણાભાવ થયે તેઓ ક્રમે કરી રેશમ કે મેાતી પણ છેડશે જ. (૩) વાંદરા પરદેશ માલવાનું અને તેના ઉપર મનુષ્ય હિતાર્થે પ્રયાગ કરવાનુ સમર્થન પણ વત્સલાખેને કર્યું છે. આ પ્રશ્ન ગભીર વિચારણા માગે છે અને વિસ્તારથી ચર્ચવા જેવા છે પણ અત્યારે તે બેચાર વાત કહેવી જ યાગ્ય છે. પ્રથમ તે એ કે આપણા દેશની વૈદ્યકપરંપરાના ઇતિહાસ તપાસતાં એમ જણાય છે કે પ્રાચીન ગ્રન્થામાં માંસ દ્વારા ચિકિત્સા અત્યંત પ્રચલિત હતી. પણ કાળક્રમે ભારતીય જીવનમાં જેમ જેમ અહિં સાના સૂક્ષ્મ-સૂક્ષ્મતર--સૂક્ષ્મતમ વિચાર થતે ગયા અને જીવનમાં એ અહિંસાના વિચારને ઉતારનારા મહાપુરુષે પાકતા ગયા તેમ સમાજ અને વ્યકિતના જીવનમાંથી વિવિધ ક્ષેત્રે જે હિંસા પ્રવત માન હતી તે ક્રમે કરી ઓછી થતી ગઇ છે અને પરિણામે ભારતમાં માંસચિકિત્સાને દલે કાૌષધિ જેવી નિરવધ ચિકિત્સાને પ્રયાગ શરૂ થયા હતા અને બૃહદ્ વિકાસ થયા છે અને આજે તા દેશી વૈધકમાં એ જ પ્રચલિત છે અને માંસના પ્રયોગ કોઇ જાણુતુ કે કરતું પણ નથી. તે વૈદ્યકના ગ્રન્થો જોવાથી સ્પષ્ટ થાય છે. પણ મધ્યકાળમાં દેશના દુર્ભાગ્યને કારણે જે જડતાનુ મેાજું ફરી વળ્યું તેને કારણે સર્વક્ષેત્રે બારમી તેરમી શતાબ્દી સુધી અગ્રગાની એવા ભારત સ્થિતિપાલક અને રૂઢિગ્રસ્ત બની ગયા. નવી શેાધ, નવેા જીવન વિચાર કરવાને બદલે જૂનાનીજ વ્યાખ્યા અને સમર્થન કરવા જેવી સ્થિતિસ્થા પકતાને પામ્યા. અને તેની જડતામાં ઉમેરા કર્યાં અગ્રેજી રાજ્યું, જેણે ભારતીય જનતાને વિદેશી વિચારાથી પરાજિત કરી અને તેના પોતીકા હીરને, નવા નવા ક્ષેત્રે નવુ નવુ કરવાની તમન્નાને સમાપ્ત કરી દીધી અને માત્ર અંગ્રેજી ભાષામાંથી લાવીને ભણેલાઓએ અભણાને પીરસવા માંડયુ. અને આથી સારાં પરિણામે ધણાં આવ્યાં, છતાં ભારતીય ભણેલા વિચારકાએ પોતાની સસ્કૃતિના મૂળીયાં ખાઇ નાખ્યાં અને તેથી તેઓ વિખૂટા પડી ગયા. આ દૈત્યમાંથી ટાંગાર કે ગાંધી જેવાએ સમગ્ર પ્રજાને જાગૃત કરવાના માત્ર ગ્રહણ કર્યાં પણ દીર્ધકાલીન જડતાને ખંખેરી નાખતાં હજી ઘણી વાર લાગશે. આથી જ જે દેશની કથામાં પારેવા માટે પેાતાના જાન આપી દેવા તૈયાર થનારા રાજા વવાયા હતા, કીડીને પણ કષ્ટ ન પહોંચે તે અર્થે ઝેરી તુમડી ખાઇ સહ મૃત્યુને ભેટનારા અનેક મહામાનવા જે દેશમાં પાકયા હતા અને જે દેશમાં મહાયાનની ભાવનાના ઉદય થયા અને જે દેશમાં મેાક્ષ કરતા પણ જંતુના કષ્ટના નિવારને મહત્ત્વ આપવામાં આવ્યું હતું, તે જ દેશના પ્રબુદ્ધ ગણાતા આજના માનવી એટલા બધા સ્વાથી થયેા છે કે તેને માનવતાના હિતાર્થે વાંદરાં કે ખીજા તેવા પ્રાણીઓને મારવામાં કાંઇ અનુચિત જણાતુ નથી અને જૈન તથા વૈષ્ણવા પણ લીવરમાંથી દવા બનાવવાના કારખાના ચલાવે છે. આ તે આપણા મહામાનવાના વારસે ધરાવવાને આપણી નાલાયકી જ સૂચવી જાય છે. આપણા સ્ત્રા'ને, આપણી કમજોરીને આપણે સ્વીકારીએ અને પછી ધવાતે હૈયે કાંઇક હિંસા કરીએ એ એક વાત છે પણ તેવી હિંસાનું પાછું સમર્થન કરીએ એ તા નરી સ્વાર્થાંધતા જ છે, અને સંસ્કૃતિને નર્યાં દ્રોહ જ છે. તા સીધુ બીજાની જેમ એમ જ કેમ નથી કહી દેવાતુ કે મનુષ્ય માટે જ સમગ્ર જડ-ચેતન જગતની સૃષ્ટિ છે. તેને ઉપભાગ મનુષ્ય ફાવે તેમ કરી શકે છે અને કરવા જોઇએ. આ પ્રમાણે કહેવાતું નથી અને છતાં આવી હિંસાનું આપણે સમર્થન કરીએ તે તે આપણે નથી પણી સંસ્ક્રુતિને વફાદાર કે નથી વિદેશી વિચારને, કેવળ વિચારતા ગોટાળેા જ છે. ૩૧ ભારત સમગ્ર વિશ્વને અહિંસાના માર્ગ દેખાડશે એવી આશા આખું વિશ્વ રાખી ખેડુ છે તે તેના એ અહિંસાના વારસાના કારણે, જેને જીવત' કર્યાં ગાંધીજીએ. પણ તેથી આ પેઢીની જે જવાબદારી છે તે બહુ જ મેટી છે. જૂના લેાકાએ જેમ પ્રત્યેક ક્ષેત્રે હિંસા-અહિંસાના વિચાર કર્યાં અને જીવનમાં યથાશય ઉતારવાના પણ પ્રયત્ન કર્યાં. તે આજે પણ આપણે આપણી સમસ્યાના ઉકેલ ધ્રુવતારક અહિંસાને સામે રાખીને કેમ ન કરીએ? નાની નાની હિંસા અને વિવિધ ક્ષેત્રે થતી હિંસા જ છેવટે જીવનમાં સમગ્ર ભાવે વ્યાપ્ત થઇ જાય છે અને અહિંસાને સ્થાને હિંસાની પ્રતિષ્ઠા થાય છે. પણ જો આપણે જાગૃત રહીએ અને એ અહિંસાના ધ્રુવતારાને કેન્દ્રમાં રાખીને જ જીવનની સમસ્યાના ઉકેલ લાવવું છે એમ એક વાર દૃઢ નિશ્ચય કરીએ-જેવી રીતે કે ગાંધીજી આ દૃષ્ટિથી પ્રેરાયા હતા—તા ૪૨ કરોડની આ વિરાટ જનતા શું ન કરી શકે? પણ તેમ કરવાને બલે વિદેશમાં જે રીતે ચાલી રહ્યું છે તેને જ અનુસરવુ હાય અને તેવુ જ સમ”ન કરવું હેાય તે પછી વાંદરાં તે શું ધરા માબાપાને પણ ગાળીએ મારીને સુખે રહેવાના માર્ગ સુધી સહજભાવે આપણે પહોંચી જશુ અને જો રાગીને જ સમાપ્ત કરીએ તેા વળી આ દવાદારૂની શોધની પણ શી
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy