SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૧ પ્રભુ જીવત કરુણાવિચાર વિદ્ધ ઉપયુક્તતાવાદ • પ્રબુદ્ધ જીવન ’માં માંસના વિશેષ પ્રચાર અંગે શ્રી પરમાનદભાઇએ ‘ ઘુમૂણિતઃ વિનતિ જવું' એ લેખ લખ્યા. તેના સમગ્રભાવે સૂર એ છે કે સરકારને કહેવાનો કશો અર્થ નથી, પણ લાકામાં કરુણાવૃત્તિને જાગૃત કરવા પ્રયત્ન કરીએ તે! કાંઇક થાય ખરું. અને તેમણે એ પણ સ્વીકાર્યું" છે કે આવી વિષમ પરિસ્થિતિમાં જ્યાં સુધી કરુણા જાગૃત થાય નહિ ત્યાં સુધી સરકારની પણ ફરજ છે કે તેણે માંસ માટેની પૂરી અદ્યતન સાધનેાની સગવડ કરવી આવશ્યક છે. અને વળી માંસનિરાધમાં કાયદો કાં કરી શકે નહિ. વળી તેમણે એ પણ જણાવ્યુ છે કે આપણા દેશમાં મોટા ભાગ માંસાહારી છે. હવે આ વિધાને વિષે વિચાર કરીએ. આપણી સરકાર લેાકસત્તાત્મક છે અને લેાકાએ જ બુદ્ધિમાન માણસાને–જે ચૂંટનારની દૃષ્ટિમાં લેાકહિત વધારે સમજે છે અને કરશે-રાજ્યસત્તા સોંપી છે. તા આપણા એ અખાધ હક્ક છે જ કે આપણને જે ઉચિત લાગતું હોય તે વિષે તેમને વારવાર કહીએ અને જો તે વિષે તેઓ બેદરકાર રહે તેા ફરી તેવા નકામા માણસોને ચૂંટીએ પણ નહિ. એટલે મને તે લાગે છે કે લેાકેા કરતાં સરકારને કહેવાથી જે કામ બહુ સરળતાથી પતે તેવું છે તેને લેાકાને કહેવા કરતા સરકારને જ કહેવું જોઇએ, જવાહરલાલજીએ ગાયના માંસને પરદેશ મેકલવાનુ બંધ કર્યું હતું તે કાં કરુણાત્તિથી નહિ કે ગાય તરફ તેમની વિશેષ ભક્તિ ઉભરાઇ આવી હતી તેથી નહિ, પણ ભારતના લોકમાનસને એળખીને અને તે પણ તે કાળે થતાં ઉગ્ર વિરાધને જોઇને. એ વિરાધ જરા ઢીલેા પડયા અને સરકાર સ્થિર થઇ એટલે પ્રજાને જાણ કર્યા વિના પાછુ એ ગામાંસ પરદેશ જવું શરૂ થયુ હાય તેમાં આપણા જેવાની મનેવૃત્તિએ જ બળ આપ્યુ છે. સરકાર તે વિષમ પરિસ્થિતિમાં જે ફાવે તે કરી શકે છે. આ મનેવૃત્તિ ખાસ કરીને જે ગાંધીજીની અહિંસામાં અને કરુણાત્તિમાં મ.તે છે તેમણે ત્યાગવી જ જોઇશે, અને સદૈવ સરકારને જાગૃત કરવી જ જોઇશે. અન્યથા આજે તે હજી ગાંધીજીના સીધા વારસા છે ત્યારે તેમને ગાંધીજીના નામની શરમ છે, પણ જો બીજા કાઇ રાજ્યકર્તા થશે તે તેમને કશી જ એવી શરમ નડવાની નથી, એ સ્થિતિમાં પછી કરુણાવૃત્તિ અને અહિંસાને શે। અવકાશ રહેશે? એટલે આ બાબતમાં સરકારને કાને સતત વિરોધી સૂરા પ્રબળપણે અથડાવા જ જોઇએ. તે જ તેની જાગૃતિ ટકી રહેશે. અન્યથા સરકારમાં આ બાબતમાં ઢીલુ વલણ રહે તે સ્વાભાવિક છે. અહિંસાના વિકાસ માનવમનમાં કેવળ કરુણાવૃત્તિથી થાય છે એમ પણ નથી, પણ કાયદાથી પણ થાય છે. ગુજરાતમાં જે અહિંસાના વિકાસ દેખાય છે તેને કેવળ કરુણાત્તિજ નહિ કહી શકાય. તેમાં મધ્યકાલીન રાજસત્તાએ ધણા માટા ભાગ ભજવ્યેા છે. રાજા કુમારપાળ જેવાએ જ્યારે અમારી વેષ કર્યો હશે, અગર મુગલ બાદશાહો અકબર જહાંગીર જેવાએ અમુક તિથિમાં હિંસાનિષેધનાં ફરમાન કાઢયા હશે ત્યારે તેને શુ બધી પ્રજાએ રાજી થઇને વધાવી લીધા હશે? એવુ કશુ જ માનવાને કારણ નથી. પણ તે ધેાષની પાછળની દંડશકિતને કારણે એક વાર હિંસા બંધ થઇ અને ત્યાર પછી ક્રમે કરી કુરણાવૃત્તિના જાગરણુથી ગુજરાતના લોકોમાં અહિંસાવૃત્તિ દૃઢ થઈ તે જ પ્રમાણે પ્રાચીન કાળમાં અશાક વિષે પણ કહી શકાય. તેણે ધર્મશાસસ્તામાં માંસાહાર લેાકા ક્રમે ક્રમે છેડે તે આદેશ આપ્યા છે ૨૯ અને પોતે પણ ઓછા કર્યાં છે, એવી સૂચના છે. તેમાં તેના એટલે કે એક રાજાના શાસનની મહત્તાને કારણે જે માંસાહાર આ થયું હશે તે શું માત્ર રાજ્યસત્તા વિનાના પુરુષના ઉપદેશથી થાય એમ છે ? આપણા પ્રત્યક્ષ અનુભવ છે કે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે ધરખમ પ્રયત્ન કર્યાં છતાં જ્યારે કાયદે। તેની સહાયમાં આવ્યું। ત્યારે અસ્પૃશ્યતા નિવારણને જે ગતિ મળી છે તે માત્ર ઉપદેશથી મળી નથી, ખીજાં બધાં પરિબળા કાયદાને સહાયક બને પણ કાયદાની શકિત એ આમ જનતા માટે સાથી ચડિયાતી છે અને પ્રજામાં જે વસ્તુને સ્થિર કરવી હુંય તેમાં ઉપદેશ કરતા કાયદો જ બળવાન ખતે છે. સામાજિક સુધારા વિષે પણ કાયદાથી જે થયું છે તે શુ' સાધારણ જનતાના મતને આધારે થયું છે કે અમુક પ્રભાવશાળી પુરુષાની દૃઢપ્રતીતિને કાયદાનુ રૂપ મળ્યું થયું છે? એટલે વસ્તુતઃ આપણને જો એમ લાગતું હાય કે કરુણાવૃત્તિ એ જીવનમાં એક આવશ્યક વૃત્તિ હાવી જોઈએ તેા પછી તદ્દનુરુપ કાયદા ઘડાવવા પ્રયત્ન કરવા જ જોઇએ અને સરકાર માંસાહારની પ્રવૃત્તિને ઉત્તેજન ન આપે તે જોવુ જ જોઇએ. અને આપતી હાય તે લેાકાના હૃદયપરિવર્તનની રાહ જોયા વિના જ સરકાર સમક્ષ વિરાધના સૂરા વહેતા મૂકવા જ જોઇએ. સરકારની એ ફરજ તે જરૂર છે કે જે માંસાહાર કરતા - હાય તેમના આરાગ્યને નુકસાન થાય એવું માંસ તેમને ન મળે અને તે માટે તે નિયમન કરે. પણ જો આપણે એટલે કે ભારત અહિંસાને માગે આગેકૂચ, ભલે પછી તે ધીમી હોય પણ એ જ માર્ગે આગળ વધવાનુ હોય અને નહિ કે હિંસાને માગે, તે પછી એવું તે કશું જ સરકારે ન કરવુ જોઇએ. જેનુ અંતિમ પરિણામ હિંસાના જ વિકાસમાં પરિણમે. આથી માંસાહારીએના આરાગ્યના રક્ષણ નિમિત્તે જે કરવુ હોય તેમાં વાંધા ન હેય, પણ તેમના તે આહારને ઉત્તેજન મળે તેવુ તા કશું જ કરવુ ન જ જોઇએ. અહિંસાના માર્ગીમાં મનુષ્ય માંસાહાર છેડે એ પણ એક સેાપાન છે જ. તેા પછી માંસને વ્યાપાર અને તે દ્વારા કમાણી કરી દેશને સમૃદ્ધ કરવાની વાત અહિંસાના માર્ગ જતા દેશે છેડવી જ જોઇએ. દેશ સમૃદ્ધ થાય એ આવશ્યક છે, પણ તેથી પણ વધારે આવશ્યક દેશ સંસ્કારી થાય એ છૅ. સમૃદ્ધિ લાવવી સહેલી છે પણ સંસ્કાર લાવવા સહેલા નથી. અને આ દેશમાં માંસ ન ખાવાના સંસ્કારના, અને તે સારા સંસ્કાર છે, તે તેને નાશ કરી આપણે સમૃદ્ધિ પ્રાપ્ત કરવી એ વસ્તુતઃ દેશને ખરબાદ કરવા જેવુ જ થશે. સંસ્કારને લેાપીને પ્રાપ્ત કરેલ સમૃદ્ધિ સમગ્ર પ્રજાજીવનને જ ભરખી લેશે એ કહેવાની ભાગ્યે જ જરૂર હાય. હું જ્યારે કાયદાનું સમર્થન કરૂં છું ત્યારે મેં એક સિદ્ધાન્તની જ વાત કરી છે, પણ તેના એવા અર્થ તે નથી જ કે સરકાર અત્યારે એકદમ કાયદે કરીને માંસાહાર બંધ કરે, પણ એ અથ તો જરૂર છે કે સરકાર અત્યારે માંસાહારને સમન ન આપે અને માંસાહારની વિશેષ સગવડ ઊભી ન કરે અને એવા કાયદેા પણ જરૂર કરી શકે જેથી પરદેશમાં માંસની નિકાસ બંધ થાય. એવા કાયદા પણ જરૂર કરી શકે અને કર્યાં પણ છે કે દૂધાળુ જાનવરની કતલ ન થાય, અને ક્રમે કરી માંસભાજન માટે કાઇ પણ જાનવરની કતલ ન થાય એવા કાયદા પણ કરી શકે. પણ આ બધુ તે જ થાય જો આપણા દેશની નિષ્કા અહિંસામાં છે અને હિ’સામાં નથી એનુ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy