SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૬૧ પ્રભુ દેવી ખાલાવ્યા વિના ન રહે. તેમનું આજનું જીવન એક દીક્ષિત સાધ્વી અથવા મીશીનરી જેવું છે. ગુજરાતનાં તે ખરેખર એક ગૌરવમૂર્તિ છે. તેમનામાં આપણને આદશ ગૃહિણી અને વત્સલ માતાનાં પુનિત દર્શન થાય છે. સર્વોદય આન્દોલન માટે આર્થિક મદદ : સર્વ સેવા સંઘની અપીલ અખિલ ભારત ચરખા સધના અધ્યક્ષ શ્રી નવકૃષ્ણ ચોધરી તરફથી મળેલ તા. ૫-૫-૬૧ પરિપત્ર નીચે પ્રગટ કરવામાં આવે છે: ગાંધીજીએ દેશની સામે સ્વરાજ્યની જે કલ્પના રજુ કરી હતી તેમાં મુખ્ય વિચાર એ હતા કે લેાકા સ્વયં પોતાના પગ ઉપર ઊભા રહેતા થાય તથા હિંસક સેના અથવા તેા કેન્દ્રિય રાજ્યસત્તાના આશ્રય લીધા સિવાય પરસ્પર પ્રેમ તથા સહકાર વડે બધું કામકાજ ચલાવે. લેકસ્વરાજ્યની તેમની આ કલ્પના પૂરી કરવા માટે તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ કોંગ્રેસને લેાક સેવા સંધમાં પરિણત થવાની સલાહ આપી હતી. અખિલ ભારત સવ સેવા સંધ આજે ઉત્તરાત્તર અધિક પ્રમાણુમાં ગાંધીજીની આ કલ્પનાની સમીપ જઇ રહ્યા છે.સવ સેવા સÛ સન્ત વિનેાખા દ્વારા ચલાવવામાં આવતા ભૂદાન-મૂલક ગ્રામદ્યોગપ્રધાન અહિંસક ક્રાન્તિના આંદેલનને અપનાવી લીધુ છે. તે સંધ હિંંસક શક્તિની વિધી અને દંડ-શક્તિથી નિરપેક્ષ એવી લાશક્તિ પેદા કરવાની દિશામાં આગળ પગલું' ભરી રહેલ છે. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ લગભગ બધી રચનાત્મક સંસ્થાઓ સર્વ સેવા સંધમાં સમાવિષ્ટ થઇ ગયેલી છે. “સવ સેવા સંધને મૂળ આધાર એ લાકસેવકે છે કે જેઓ દેશના ખૂણે ખૂણામાં સ્વતંત્ર લોકશક્તિ નિર્માણુના વિધાયક ક્રાન્તિકારી કામમાં જોડાઇ ગયેલા છે. પ્રાથમિક સર્વોદય મંડળ જિલ્લા સર્વોદય મંડળ તથા અખિલ ભારત સવ સેવા સંધનુ સંચાલન લાસેવકો દ્વારા થઇ રહેલ છે. સંધની પ્રવૃત્તિઓમાં ભૂદાન ગ્રામદાન–પ્રાપ્તિ અને તેની વ્યવસ્થા, શાન્તિસેનાનુ સંગર્જુન, નઇ તાલીમ, ખાદી-ગ્રામોદ્યોગ, ગોસેવા આદિ પ્રવૃત્તિઓને લાક– સ્વરાજ્યની દિશામાં વાળવી, તથા લાસ્વરાજ્ય માટે વ્યાપક લાકશિક્ષણતા કાર્યક્રમ અમલી બનાવવા-આ બે બાબત મુખ્ય સ્થાન ધરાવે છે. આ સર્વ પ્રવૃત્તિએપના સંચાલન માટે નથી સરકાર પાસેથી કોઇ પ્રકારની મદદ લેવામાં આવતી કે ન કાષ્ઠ કેન્દ્રિત નિધિ પાસેથી ભૂદાન આન્દોલનના આરંભમાં ગાંધી સ્મારક નિધિ પાસેથી સહાયતા લેવામાં આવતી હતી. એ પણ જનાધારના સંકલ્પ કર્યાં બાદ બંધ કરવામાં આવી છે. આ સમગ્ર કામ માટે દેશભરમાં હર સાલ લગભગ ત્રીશ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં સાદું જીવન ગાળતા હજારા કા કર્તાના ચેાગક્ષેમના ખર્ચ, પત્ર-પત્રિકા વગેરે પ્રકાશનને ખર્ચ, તથા સમગ્ર આન્દોલનના સંચાલન માટે થનારા તર ખર્ચ સામેલ થાય છે. “દેશની વિશાળતાને તથા કામની વ્યાપકતાને ધ્યાનમાં લેતાં આ ખર્ચ આવશ્યક છે. કોઈ મોટા લેાકેાના સહયોગ દ્વારા અથવા કાઇ કેન્દ્રિત નિધિના અવલંબન દ્વારા આ સ ખર્ચને પહોંચી વળવાનો યત્ન થઇ શકે તેમ છે. પણ સ સેવા સંધના એવા અનુભવ છે કે આ પ્રકારના આધાર ઉપર પ્રવૃત્તિઓ ચલાવવાથી લાકશક્તિનુ નિર્માણુ થઇ શકતુ નથી. લેાકસંમતિની દૃષ્ટિએ સર્વીય પાત્ર, સૂતાંજલિ વગેરે કાય ! સધે ચાલુ કરી જ દીધું છે. આ ઉપરાંત જીવન સંધે એવા પણ નિર્ણય કર્યો છે કે અમારી આવશ્યક તાની અધિકતમ કૃતિ સર્વસાધારણ લેાકેાના દાન દ્વારા કરવી. સંધને। આ વિચાર તેની આધારભૂત ની ત અને લક્ષ્યને અનુકૂળ છે. દેશનાં ગામ-ગામ અને નગર–નગરમાં લાખા લેાક એવા છે કે જેઓ સર્વોદય-આન્દોલનમાં પેાતાનું યેાગદાન કરવા ઇચ્છે છે. એવા લોકો માટે પ્રત્યક્ષ ચેાગદાનમા આ એક સારા અવસર છે. ૨૭. ચાલુ જૂન માસની ૧૫મી તારીખથી જુલાઇની ૩૧મી તારીખ સુધી દેશભરમાં સ* સેવા સધ માટે આર્થિક સહાયતા માગવાનું કાર્યાં હાથ ધરવામાં આવશે. દેશના સર્વ લેાકાને અમે અપીલ કરીએ છીએ કે પૂરા દિલથી આ કાર્ય માટે યથાશક્તિ સહાયતા આપે અને આ રીતે સર્વોય સમાજની કલ્પનાને સાકાર કરવામાં પેાતાનેા હાથ લખાવે.” આ અપીલને મારૂ સથા અનુમેાદન છે અને એમ છતાં કહેવાનુ પ્રાપ્ત થાય છે કે કાઇ પણુ આન્દોલનને ચલાવવા માટે અને સફળ—પરિણામી બનાવવા માટે બંધારણપૂવ કની સ`સ્થાની, સંખ્યાબંધ કા કર્તાની અને તેમને નિભાવવા માટે વિપુલનિધિતી જરૂર છે--આ પ્રકારની વાસ્તવિકતાનું સર્વ સેવા સંધના પ્રમુખને અને-પ્રસ્તુત અપીલને : વિનેબાજીનું સમર્થાંન છે એમ માની લઇને જણાવુ તા—સર્વોદય આંદોલનના પ્રમુખ સૂત્રધાર વિનેાખાજીને બહુ માઠું ભાન થયું છે અને તેથી નિધિવિષયક લક્ષ્યાંકને પહોંચી વળવાનું તેમના માટે અતિ મુશ્કેલ બન્યું છે. જ્યારે ભૂદાન આન્દોલનમાં ઘેડાવેગે પુર આવ્યું ત્યારે જળસંચય કરી લેવાનું વિચારાયું હોત તે। આવી મુઝવણુ તેના કાય કર્તાઓને અનુભવવાના વખત ન આવત. ખીજું સરકાર પાસેથી કશી આર્થિક સહાયતા ન લેવાન સવ સેવા સંધના આગ્રહ અમુક રીતે સમજાય છે, પણ કાઇ પણ કેન્દ્રિત નિધિ પાસેથી કશું પણ નહિ લેવાના આગ્રહને મમ સમજાતા જ નથી. આ બન્ને આગ્રહ જાળવવા જતાં પ્રત્યેક વર્ષ માટે ૩૦ લાખ રૂપિયા એકઠા કરવાનું અશકયવત્ લાગે છે. આ ખાખત અંગે સર્વ સેવા સંધના પ્રમુખ કાર્યકર્તાઓને પુનઃવિચાર કરવા અનુરોધ કરવામાં આવે છે. સ્વસ્થ સાહિત્યેાપાસક સુશીલના જીવનપરિચય ગુજરાતી સાહિત્યના આજીવન ઉપાસક શ્રી ભીમજીભાઇ સુશીલનું તા. ૧૫-૫-૬૧ ના રાજ ૭૩ વર્ષની ઉમ્મરે ભાવનગર ખાતે અવસાન થયું. તેમનું આખું નામ ભીમજીભાઈ હરજીવન પારેખ. ‘સુશીલ’એ લેખક તરીકેનું તેમનું ઉપનામ હતુ. તેમના મિત્રા,સ્વજને તેમને ભીમજીભાઇ યા સુશીલના નામથી સોધતા. તેમનો જન્મ ઇ.સ. ૧૮૮૮ના જાન્યુઆરી માસની ૧૮ મી તારીખે સૈારાષ્ટ્રમાં આવેલ લીંબડી મુકામે થયા હતા. જન્મે તેએ જૈન હતા. ગ્રંથ અને ગ્રંથકાર'માં તેમની જીવનકારકીદી અંગે જે વિગતા આપવામાં આવી છે મુજબ તેમણે લીંબડીની હાઇસ્કૂલમાં માત્ર અંગ્રેજી ચાર ધારણ સુધી જ અભ્યાસ કરેલે. ત્યાર ખાદ અમદાવાદની એક જૈન પાઠશાળામાં જૈન તત્વજ્ઞાનના અભ્યાસ માટે તેઓ દાખલ થયેલા અને તે દિશાએ જિજ્ઞાસા વધતાં કાશીની યોાવિજયજી જૈન પાઠશાળામાં દાખલ થઈને તેમણે પેાતાને અભ્યાસ આગળ વધારેલા અને સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ સાથે સાથે સંપાદિત કરેલું. આ દરમિયાન સ્વામી વિવેદાન દનાં વ્યાખ્યાનેાની તેમના ઉપર ભારે બળવાન અસર પડેલી અને સ્વામી રામતીર્થના ચરિત્રથી તેએ ખૂબ પ્રભાવિત બનેલા, આમાં પણ સ્વ. વિજયધ સૂરીએ તેમના જીવનઘડતરમાં સૈાથી વધારે મહત્વનો ભાગ ભજવ્યો હતા.
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy