SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૬-૧ નામા ઉત્પન્ન કરાવે છે. એ જ આત્મા, પુરુષ, મનુ, સાચી વ્યકિત છે. અહંભાવ તે શરીરી બનેલા માનસના વહી જતા પ્રવાહમાં પડતુ એનું વિકૃત પ્રતિબિંબ જ છે. પુનર્જન્મ કોના ? પ્રબુદ્ધ જીવન ત્યારે શુ એ આત્મા જ દેહી અને દેહાંતરધારી બને છે? પણ આત્મા તે અવિનાશી, અવ્યય, અજન્મા અને અમર છે. આત્મા જનમતે નથીઅને શરીરમાં અસ્તિત્વ ધારતા નથી; ઊલટુ, શરીર જ જન્મે છે. અને આત્મામાં અસ્તિત્વ ધારે છે. કેમકે આપણે કહીએ છીએ કે આત્મા તે! સર્વત્ર, બધાં જ શરીરામાં એક છે, પણ જેમ સર્વ॰ગત આકાશ જુદા જુદા પદાર્થો રૂપ બનતું લાગે છે અને અમુક અર્થમાં તેમનામાં રહેલું છે, તેવી જ રીતે આત્મા વસ્તુતઃ જુદાં જૂદાં શરીરેામાં પુરાઇ જતા નથી તેમ જ તેના ટુકડા પણ થઈ જતા નથી. ઊલટું, આ બધાં શરીરે આત્મામાં રહેલાં છે. જો કે એ પણ એક અવકાશના ખ્યાલના જ ભ્રમ છે અને આ શરીર તે એણે પાતે પેાતાની ચેતનામાં જન્માવેલાં પેાતાનાં જ પ્રતીકા અને ધડતર છે. જેને આપણે વ્યકિતગત અંતરાત્મા કહીએ છીએ તે પણ એણે ગ્રહેલા શરીર કરતાં નાતે નહીં પણ મોટા છે, એના કરતાં વધુ સૂક્ષ્મ છે અને તેથી જ એની સ્થૂલતાવડે એ સીમિત થયેલેા નથી. મરણ વખતે એ પોતાનુ શરીર છાડી દેતા નથી પણ તેને ફેંકી દે છે, એટલે જ કેાઇ દેહ છોડનારા મહાન આત્મા મરણને માટે જોરદાર ભાષામાં કહી દે છે કે મે શરીરને થૂંકી નાખ્યુ છે.” મૃત્યુની વેદના ત્યારે જે આપણને દેહાકૃતિમાં નિવાસ કરતુ લાગે છે તે શું છે? અંતરાત્માને પેાતાને નહી પશુ એનાં અંગેામાંનાં કેટલાંકને આચ્છાદિત કરનાર આ શરીરરૂપ આંશિક વસ્ત્રને જ્યારે અંતરાત્મા ફેંકી દે છે ત્યારે શરીરમાંથી જેને એ બહાર ખેંચી કાઢે છે તે શું છે? જેના બહાર નીકળવાવડે આ આંચકા લાગે છે, છૂટા પડવાની આ તીવ્ર તાણુ અને વેદના થાય છે અને આ ભીષણ સંધર્ષની લાગણી ઉત્પન્ન થાય છે તે શું છે? એ તે હૃદયગ્રંથિએ વડે અને શરીરના તંતુ એ તતુમાં વણાયેલી પ્રાણશકિત અને જ્ઞાનતંતુશકિતનાં દારડાં વડે શરીર સાથે જકડાયેલા સક્ષ્મ અથવા લિંગ દેહ છે. આને જ શરીરને માલિક બહાર ખેંચે છે અને પ્રાણસૂત્રેાનુ • ભીષણ રીતે તૂટવુ અથવા ઝડપી કે ધીમી રીતે ઢીલાં થવું અને જોડનારી શકિતનું પ્રયાણ થયું તે જ મૃત્યુની વેદના તેમ જ તેની મુશ્કેલીને ઊભી કરે છે. વ્યક્તિ અને વ્યકિતતા ત્યારે આપણે પ્રશ્નનું સ્વરૂપ બદલી નાખીએ અને એમ પૂછીએ કે જો આત્મા અક્ષર છે તે પછી ક્ષર વ્યક્તિતાને જે પ્રતિબિંબિત કરે છે અને સ્વીકારે છે. તે શું છે? વસ્તુતઃ આપણા આત્મા અક્ષર છે, સાચી વ્યક્તિ છે અને આ નિત્ય પલટાતી વ્યકિતતાને અધીશ છે અને વળી નિત્ય પલટાતા દેહાતે ગ્રહણ કરે છે; પણ ખરા . આત્મા તેા હંમેશ પોતાને ફેરફારથી પર રહેàા જાણે છે. ફેરફારને જુએ છે અને ભોગવે છે, પણ તેમાં લેપાતા નથી. આ ફેરફારાવી પોતે - લપાતા ન હોવાનું જાણતા હોવા છતાં એ શાનાવડે એ ફેરફારાને ભોગવે છે અને તેએ પોતાન! હોવાનું અનુભવે છે? મન અને અહંભાવ તા અવર પ્રકારનાં કરણા છે; સાચા માનવ પોતાનું કોઇ એનાથી વધારે તત્ત્વિક રૂપ પ્રગટ કરતા હોવા જોઇએ. જાણે કે પોતાની આગળ અને ફેરફારાની પાછળ, પાતે તેમનાથી પલટયા વિના તેમને ટેકવવા અને પ્રતિબિંબિત કરવા ખડુ કરતો હાવા જોઇએ. આ વધારે તાત્ત્વિક રૂપ મને મય સત્તા અથવા મનામય પુરુષ છે, જેને ઉપનિષદ મનોમય પ્રાળરારીરનેતા પ્રાણ અને શરીરને મતાભય નેતા કહે છે. મનના એક કારૂપે અહંભાવને એ જ ટેકવી રહ્યા છે અને આત્માના કાતીત તદેવત્વથી ( તાદાત્મ્યથી) જુદા એવા ૨૫ કાલાત્મક તદેવત્વતા ( તાદાત્મ્યના ) ખ્યાલ દૃઢ કરવાને આપણને એ જ સમથ બનાવી રહ્યા છે. પલટાતી વ્યક્તિતા કંઇ આ મનેામય વ્યક્તિ અથવા પુરુષ નથી; એ તે પ્રકૃતિના અનેકવિધ દ્રવ્યના સમુદાય છે, પ્રકૃતિનુ એક ધડતર છે અને પુરુષ તે નથી જ. અને એ અનેક થરવાળા ઘણા જ ગૂ ંચભર્યો સમુદાય છે; ત્યાં એક થર પાર્થિવ, એક થર જ્ઞાનત ંતુમય, એક થર મનેામય અને વળી એક આખરી થર અતિમાનસ વ્યક્તિતાને પણ છે; અને આ થરાની પેાતાની અંદર પણ દરેક થરના ખીજા પેટા થરા છે. જેને આપણે વ્યક્તિતા કહીએ છીએ તે અદ્ભુત સર્જનના વિશ્લેષણની તુલનામાં પૃથ્વીનાં પડેાની પરપરાનું વિશ્લેષણ તે એક સાવ સહેલી બાબત છે. શારીરિક જીવન કરી ધારણ કરતી વખતે મનેામય સત્તા પોતાના નવા પાર્થિવ અસ્તિત્વતે માટે એક નવી વ્યકિતતાને ઘડે છે; પાર્થિવ જગતના સામાન્ય અન-દ્રવ્ય, પ્રાણ-દ્રવ્ય અને મને દ્રવ્યમાંથી એ પેાતાનું ઉપાદાન ગ્રહણ કરે છે અને પાર્થિવ જીવન દરમ્યાન સતત તાજું ઉપાદાન લીધા કરે છે, વપરાયેલું છેડી દે છે અને એ રીતે પેાતાના શારીરિક, જ્ઞાનતંતુમય અને માનસિક દ્રવ્યને બદલ્યા કરે છે. પણ આ તો બધું બાહ્ય સપાટી પરતુ કાય છે; પાછળ તે છે પૂર્વના અનુભવરૂપી પાયા. સપાટી પરની ચેતનાને પૂર્વના સભાન ખાજો ત્રાસરૂપ કે અંતરાયરૂપ ન થાય પણ એ પેાતાના હાથમાં લીધેલુ કામ એકાગ્રતાથી કર્યાં કરે એટલા માટે એ અનુભવને પાર્થિવ સ્મૃતિથી અળગા રખાયેા છે. તે છતાં પણ પુર્વાનુભવના એ પાયે વ્યક્તિતાની દૃઢ આધારભૂમિ છે અને એ એટલું જ માત્ર નથી પણ એના ઉપરાંત એ આપણું ખરુ ભડાળ છે અને આપણી આસપાસની પરિસ્થિતિ સાથેના આપણા હાલના બાહ્ય સપાટી પરના વેપાર-વ્યવહાર ઉપરાંત અન્ય આન્તર ખાદ્ય કાર્યો માટે પણ આપણે એ ભંડાળમાંથી જોઇતી રકમ હંમેશ ઉપાડી શકીએ છીએ. એ વેપાર આપણા નકામાં ઉમેરે કરે છે અને હવે પછીના જીવનને માટે પાયામાં ફેરફાર કરે છે. વળી, આ બધું પણ પાછું ખાલ સપાટી પરનું જ છે. આપણા એક નાના અંશ જ આપણા પાર્થિવ અસ્તિત્વની શકિતઓમાં રહે છે અને કાર્યો કરે છે. જેમ પાર્થિવ વિશ્વની પાછળ ખીજા જગત છે અને આપણું જગત તે એ બધાંના આખરી પરિણામ રૂપ છે, તેમ આપણી. અદર પણ આપણા આત્મ-અસ્તિત્વનાં જગત છે અને તેએ જ આપણી સત્તાના આ બાહ્ય રૂપને બહાર કે કૅ છે. અવચેતના અને પરચેતના (the subconscient the superconscient) સમુદ્રો છે, જે આ નદીનાં મૂળ અને મુખ છે. આથી કાઇ દેહાંતરધારી અંતરાત્મારૂપે આપડુ પેાતાનુ વર્ણન આપવુ એ તે આપણા અસ્તિત્વના આશ્ચય તે ખૂબ જ સરળ બનાવી દેવા રૂપ થાય; એ તે પરમ જાદુગરના જાદુના ખૂબ જ સહેલા અને ખૂબ જ સ્થૂલ ઉકેલ આપવા રૂપ થાય. અહીં નવા માંપિંડમાં દાખલ થનારું કાષ્ઠ સુનિશ્ચિત ચૈત્ય સત્વ નથી, અહીં તે ખે વસ્તુ છે: એક્, દેહાંતરગ્રહણ અને ખીજ્જૂ, ચૈત્યાંતરગ્રહણ, અંતરાત્માના પુનઃ પ્રવેશ, કાઇ નવી ચૈત્ય વ્યકિતતાને પુનર્જન્મ. અને એની પાછળ છે વ્યકિત અથવા પુરુષ, અણુપલટાતુ સત્ત્વ, આ સંકુલ •ઉપાદાનને ઘડતા સ્વામી, આ આશ્ચર્ય મય યનનેા પ્રણેતા. પુનર્જન્મના કાયડ ને વિચાર કરવામાં આ જ આપણું આર્ભ-બિંદુ છે. આપણને પેાતાને કોઇ નવા માંસપિંડમાં પ્રવેશત અમુક કે અમુક વ્યક્તિતા ગણવી એ તે અજ્ઞાનમાં અથડાવા જેવુ છે અને જ્ઞાતિક મન અને ંદ્રિયેશની ભૂલને સમન આપવા ખરાખર છે. શરીર એક સગવડ છે, વ્યકિતતા એક સતત થતું ધડતર છે, જેના વિકાસને માટે કમ અને અનુભવ સાધના છે; પણ જેની ઇચ્છા અને જેના આને માટે આ અધુ છે તે આત્મા તેા શરીરથી ભિન્ન છે, કમ અને અનુભવથી ભિન્ન છે, તેમના વડે ઘડાતી વ્યકિતતાથી તે ભિન્ન છે. તેની તરફ દુર્લક્ષ કરવુ એ તે આપણી સત્તાના સમસ્ત રહસ્ય દુર્લક્ષ કરવા ખરાબર છે. તરફ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy