________________
રજીસ્ટર ન. B ૪૬ વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબુદ્ધ જીવન
- પ્રમુદ્ધ જૈન 'નુંનવસંસ્કરણુ વર્ષ ૨૩ અંક ૩
શ્રી સુખ”, જૈન યુવક સંઘનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ : ૨૦ નયા પૈસા
મુંબઇ, જૂન ૧, ૧૯૧, ગુરૂવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રી: પરમાન ંદ કુંવરજી કાપડિયા
દેહાન્તરધારી અન્તરાત્મા
[ શ્રી :અરવિન્દના અંગ્રેજી પુસ્તક 'The Problem of Rebirth'- પુનર્જન્મની સમસ્યામાંથી ખીજા લેખને અનુવાદ. અનુઃ શ્રી રજનીકાન્ત મેદી ]
માનવબુદ્ધિની મર્યાદિતતા
માનવચિંતન મોટા ભાગના મનુષ્યામાં પરીક્ષા કરાયા વિનાના ખ્યાલેાના કાષ્ટ અધકચરા અને અણુધડ સ્વીકારથી વિશેષ કશું હોતુ નથી; એ એક ઊધણુશી ચાકીદાર જેવુ છે અને જે કાઇ સારી રીતના વેશ ધરીને અથવા સમાય એવુ રૂપ ધારણ કરીને આવે અથવા કોઇ પરિચિત સત્તાશબ્દ (p.1ssword)ને મળતુ કઇ ખેલી શક્યું એને લાગે તેવાં સા કાઇને એ દરવાજામાં પેસવા દે છે, જે સૂક્ષ્મ બાબતે આપણા પાર્થિવ જીવન અને વાતાવરણની નક્કર હકીકતાથી દૂર છે તે ખાખતમાં તે ખાસ કરીને આમ બને છે. જે માણસા સાધારણુ ખાખતામાં સંભાળપૂર્વક અને ઝીણવટથી તર્ક કરતા હોય છે અને તેમાં ભૂલની સામે સાવધાની રાખવાને કોઇ આફ્રિક અથવા વ્યાવહારિક ફરજ સમજતા હોય છે તેવા માણુસા પણુ જ્યારે વધારે ઊંચી અને વધારે મુશ્કેલ બાબતેને હાથમાં લે છે ત્યારે તદ્દન જ એકાળજીભર્યાં સ્ખલનથી સતાષ માને છે. જ્યાં ચોક્કસાઇ અને સૂક્ષ્મ ચિંતનની સૈાથી વધારે જરૂર હાય છે ત્યાં જ તે અધીરા ખૂની જાય છે અને તેમની પાસેથી જે શ્રમની માગણી કરાય છે તેનાથી તે કંટાળે છે. મનુષ્યા ઈંદ્રિયગ્રાહ્ય વસ્તુને માટે સૂક્ષ્મ વિચાર કરી શકે છે, પણ સૂક્ષ્મ વસ્તુને માટે સૂક્ષ્મતાથી વિચારવુ એ તેમની બુદ્ધિની સ્થૂલતાને માટે એક અતિશય ભારી શ્રમનુ કારણ છે; એટલે જ, જેમ કેાઇ ચિતારા પોતાની ધારી અસર ન વ્યક્ત કરી શકે ત્યારે પેાતાના જ ચિત્ર ઉપર પીંછી ફેંકે છે તેમ સત્ય તરફ્ ઝાંસે કરીને આપણે સતાષ માનીએ છીએ. પરિણામે જે ધૂંધળાપણુ ક્રુલિત થાય છે તેને જ આપણે પૂરૂષનુ સત્ય ગણી લઇએ છીએ.
પુનર્જન્મની પ્રચલિત કલ્પના
ત્યારે, પુનર્જન્મ જેવી કાઇ બાબતમાં જો માણસે અણુધડપણે વિચાર કરે તે તેમાં નવાઇ જેવું કશું જ નથી. જે તેને સ્વીકારે છે તેઓ તેને કાં તેા કાપી રૂપી સીધી બનાવેલી કાઇ ઉપપત્તિ (theory) તરીકે અથવા તેા અણુધડ ધાર્મિક દુરાગ્રહ તરીકે જ ધણુંખરું ગણી લેતા હૈાય છે. અતરાત્મા નવા શરીરમાં ફરી જન્મે છે—આ અસ્પષ્ટ અને લગભગ અર્થહીન વિધાન તેમને માટે પૂરતું છે. પરંતુ અંતરાત્મા એટલે શું અને એના પુનર્જન્મને વળી શે! અથ ? એના અર્થ તેા દેહાંતર-ધારણ; અંતરાત્મા,–એ જે કંઇ હાય તે,-એક માંસપિંડમાંથી બહાર નીકળી જાય છે અને બીજા માંસપિંડમાં પેસે છે. આ તા તદ્દન
સહેલું લાગે છે; પેલી અરખી વાર્તામાં આવે છે ને કે જીન પેાતાની બાટલીમાંથી અહાર નીકળતું અને પાછું એમાં ભરાઇ જતુ, તેમ અથવા તે એક ખોળમાંથી તકિયાને ખેંચી કાઢીબીજી ખોળમાં તેને ગાખી દેવામાં આવે છે તેમ. અથવા અંતરાત્મા પેાતે જ માના પેટમાં પેાતાનુ શરીર ધડે છે અને પછી તેમાં પેસે છે, અથવા તે, આપણે કહી શકીએ કે, હાડમાંસનુ એક વસ્ત્ર કાઢી નાખી બીજું પહેરે છે. પણ જે આમ એક શરીરને છેડી દે છે અને ખીજામાં પ્રવેશે છે તે શું છે? શું તે સ્થૂલ દેહાકૃતિમાં પ્રવેશનારું બીજું કોઇ લિંગ શરીર અને સૂક્ષ્મરૂપ છે, કે જેને કદાચ પ્રાચીન કલ્પનામાં અંગૂઠાથી યે નાનાં પુરુષ કહ્યા છે? કે પછી તે દેહી બનનારું અર્થાત્ હાડમાંસના દ્રિયગ્રાહ્ય આકાર ધારણ કરનારું, પણ સ્વયં નિરાકાર અને અગ્રાહ્યું એવુ કશુક છે ?
બાહ્ય વ્યકિતતા (Personality)
સામાન્ય અને પ્રાકૃત કલ્પના અનુસાર તેા અંતરાત્મા બિલકુલ જનમતા જ નથી, પણ માત્ર કોઇ નવું શરીર જ જગતમાં જન્મે છે અને એ નવા શરીરમાં જે નિવાસ કરે છે. તે તા એની એ જ જૂની, અણુપલટાયેલી, પૂર્વનુ શરીર છેડી દેનારી વ્યકિતતા (personality) છે. જૉન રૅબિન્સન જ એક માંસાસ્કૃતિમાં નિવાસ કરતા હતા અને મરણુ સમયે એ એમાંથી બહાર નીકળી જાય છે; અને એ જાન રોબિન્સન જ આવતી કાલે અથવા કેટલાક સૈકા બાદ ખીચ્છ માંસાસ્કૃતિમાં દેહાંતરગ્રહણ કરશે અને ખીજા નામ સાથે અને ખીજી પરિસ્થિતિમાં પોતાના પાર્થિવ અનુભવેાને ક્રમ ફરી પાછે ચાલુ કરશે. આપણે એમ કહીએ કે, ઍકિલીઝને પુનર્જન્મ મેસિડેાનના રાજા ફિલિપના પુત્ર ઍલેકઝાંડર રૂપે થયા, એનુ ક્ષેત્ર પહેલાં કરતાં વધારે વિશાળ બન્યું તેમ જ પ્રારબ્ધ વધારે બળવાન બન્યું અને એ હેક્ટરને બદલે દરાયસા વિજેતા મન્યેા. પણ એ હજી ઍકિલીઝ જ છે, એની એ જ વ્યતિતા છે જે શ્રી જન્મી છે અને માત્ર એના શારીરિક સ'જોગે જ જુદા છે. દેહાંતરવાદની ઉપપત્તિમાં આજના યુરેાપીય તેમ આપણા સામાન્ય માનસને એની એ વ્યકિતતાનું આ સાતત્ય જ આકર્ષે છે. કેમકે જીવનના મેહવાળા માણસને માટે વ્યકિતતાને અર્થાત્ જેતે હું ‘હું' કહું છું તે આ મનેામય, જ્ઞાનતંતુમય અને શારીરિક સમુદાયને નાશ અથવા ય દુઃસહુ છે, અને એનું સાતત્ય તેમ જ એના શારીરિક પુનઃ પ્રાકટયની આશા એને માટે મોટુ આકર્ષણ છે. એના સ્વીકારમાં માત્ર એક જ વાંધા અંતરાયરૂપ અને છે; અને એ વાંધે છે. સ્મૃતિના ખુલ્લેખુલ્લા વિચ્છેદન.