SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૧ પ્રબુદ્ધ જીવન પણ જેમ કે, મુંબઈનું ગુજરાતી હિન્દુ સ્ત્રી મંડળ અથવા તા ભગિનીસમાજ, તેમ જ અમદાવાદની ગુજરાત વિદ્યાસભા આવી કોઇ કોઇ સંસ્થા આજે પણ વિધમાન છે, એટલુ જ નહિ પણ સતત વિકાસ પામતી રહી છે. તેવી જ રીતે જૈન મહિલા સમાજ પણ આ જ કાટિની સસ્થા છે. કે જેની પ્રવૃત્તિઓ ઉત્તરાત્તર વધતી રહી છે અને જેવુ કાર્યક્ષેત્ર વિશાળ અને વ્યાપક બનતુ રહ્યું છે. આમ બનવાનાં એ કારણેા છે. એક તે જૈન મહિલા સમાજને જૈન સમાજના આજ સુધી એકસરખા સોંગન ટકા મળતા રહ્યો છે. બીજું, તેને ઉત્તરાત્તર પ્રાણવાન કાર્યકર્તાએનાં જૂથ મળતાં રહ્યાં છે. તેના પ્રારંભકાળમાં સ્વ. મંગળાબહેન મોતીલાલ જૈન મહિલા સમાજના પ્રમુખ– સંચાલક અને પ્રેરક સૂત્રધાર હતાં. તેમને શ્રી ગુલાબહેન મકનજી મહેતા, પુષ્પાબહેન ઝવેરી, તારાખહેન સેાભાગચ ંદ દેસાઇ, ચંદનબહેન મેાતીચંદ કાપડિયા જેવા સહકાર્ય કર્તાઓ મળ્યા હતા. શ્રી મંગળાબહેન ગુજરાતી હિન્દુ સ્ત્રીમડળનાં પશુ વર્ષો સુધી મંત્રી હતાં. તેમણે મહિલા સમાજને આગળ લખ જવામાં અસાધારણ ફાળા આપ્યા હતા. ૧૯૪૦ માં તેએ સ્વર્ગે સીધાવ્યાં, એ દરમિયાન એમના જ કુટુમ્બનાં તારાબહેન માણેકલાલ પ્રેમચંદ જૈન મહિલા સમાજના પ્રમુખસ્થાને આવી ચૂકયાં હતાં. તેમને લીલાવતીબહેન દેવીદાસ અને મેનાબહેન નાત્તમદાસ જેવા પ્રાણવાન સહકા કર્તા મળ્યા. પાછળથી લીલાવતીબહેન કામદાર, જસુમતીબહેન કાપડિયા, ભાનુમતીબહેન દલાલ વગેરે તેમની સાથે જોડાયાં. તારાબહેન પ્રમુખસ્થાને આવ્યા બાદ સંસ્થાના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યા અને મહિલા સમાજનાં દ્વાર જૈનેતર બહેના માટે ખુલ્લાં મૂકાયાં. સમાજતી પ્રવૃત્તિઓના લાભ પણ નાતજાતના કશા પણ ભેદભાવ સિવાય બધી કામની બહેનાને મળવા લાગ્યા. આ ઉદાર પરંપરા આજે પણ પૂર્વવત્ ચાલુ જ છે. સમય જતાં દાદર ખાતે એક નવું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ત્યાં શરૂઆતમાં શીવણના વર્ગો અને પાછળથી બાલમંદિર ખેાલવામાં આવ્યું. ૧૯૪૨ની સાલમાં સમાજનું કાર્યાલય કાટમાં આવેલ માંગરાળ મેન્શનમાં ખસેડવામાં આવ્યું. ત્યારથી તે આજ સુધી આ સ્થળ જ સમાજની બધી પ્રવૃત્તિઓનું પ્રભવસ્થાન રહ્યું છે. સમયાન્તરે અહીં તેમ જ દાદરનાં કેન્દ્રમાં પુસ્તકાલયા ઉભાં કરવામાં આવ્યાં. આ પુસ્તકાલયેાના આજે પણ સારા લાભ લેવામાં આવે છે. આ ઉપરાંત નવા નવા ઉદ્યોગને લગતા વર્ગી ઉલ્લંડતાં રહ્યાં છે અને તે દ્વારા જરૂરિયાત ધરાવતી બહુના ખે પૈસા કમાઇ શકે છે. આજથી ૧૧ વર્ષી પહેલાં સમાજના મુખપત્ર તરીકે * વિકાસ” નામના માસિકની શરૂઆત કરવામાં આવેલી. તે પત્ર આજ સુધી નિયમિત રીતે પ્રગટ થઇ રહેલ છે અને તે દ્વારા સમાજના સભ્યાનું સંસ્કારધડતર કરવામાં આવે છે. આજના સમાજને પ્રભાવિત કરી રહેલા નવા વિચારપ્રવાહા ‘વિકાસ'ની લેખસામીમાં સારા પ્રમાણમાં પ્રતિબિંબિત થઈ રહેલ છે. આ ઉપરાંત દર વર્ષે સંસ્થાના વાર્ષિક દિન ઉજવણી નિમિત્ત જૈન કથાસાહિત્યમાંથી કોઇ પણ એક વસ્તુ લઇને તથા તેને નાટકના આકાર આપીને નૃત્યનાટિકા તૈયાર કરવામાં આવે છે, અને મુંબઇની જાહેર જનતા સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ રીતે આજ સુધીમાં સમડીવિહાર, આર્દ્રકુમાર, ચંદનખાળા, તરગવતી, શ્રદ્ધા દીપ, હૃદયની વીણા વાગી, અને પ્રેમ-સારભ–આમ આઠે નૃત્યનાટિકા જૈન મહિલા સમાજ તરફથી નિર્માણ કરવામાં આવી છે. સંગીત, નૃત્ય, અભિનય જેવી લલિતકલાગ્માને આ રીતે સારૂ' ઉત્તેજન મળી રહ્યું છે. આ નૃત્યનાટિકાઓ ારા જૈન કથાઓને ૧૯ બહાર લાવવામાં અને લાકપ્રિય બનાવવામાં જૈન મહિલા સમાજે નોંધપાત્ર ફાળે આપ્યા છે. સંસ્થાની મોટી મુંઝવણ પોતાનું મકાન હજી સુધી ઉભું' કરી શકાયું નથી તેને લગતી છે. ૧૯૪૭ની સાલ દરમિયાન આ હેતુથી ખારગેટના રસ્તા ઉપર આવેલું એક મકાન રૂા. ૧,૨૫,૦૦૦ માં ખરીદવામાં આવ્યુ હતુ. પણ ભાડાનિયમન કાયદાના કારણે એ મકાન ખાલી કરાવી શકાયું નહિ. સુવણૅ મહાત્સવના ઉદ્યાપનદ્રારા ઉપર જણાવ્યુ તે મુજબ સમાજને આશરે સવા લાખની રકમ પ્રાપ્ત થઇ છે. સ્વ. નાથાલાલ ડાહ્યાભાઈ પારેખ સ્મારકનિધિ તરફથી પોતાના હસ્તકની—મરીન લાઈન્સ સ્ટેશનની પાછળના ભાગમાં આવેલી વિશાળ જમીન જૈન મહિલા સમાજને ભેટ આપવાનું નક્કી થયું છે. આશા છે કે, આ પ્લાટ ઉપર જૈન મહિલા સમાજ પેાતાને જોઇતુ મકાન ઉભુ કરી શકશે અને એ રીતે પેાતાની પ્રવૃત્તિઓને મુક્ત મને વિકસાવવાની તક અને સગવડ સમાજના કાર્ય કર્તાઓને પ્રાપ્ત થશે. જૈન મંદિરમાં ભક્તિ ઉપાસના કરવા માટે આજથી ૭૦ વર્ષ પહેલાં મુખ/માં વસતા માંગરોળના કેટલાક જૈન તોાએ માંગરાળ જૈન સંગીત મડળી' એ નામની એક મંડળી ઉભી કરેલી. તેમાંથી સમયાન્તરે મુંબઇ માંગરાળ જૈન સભા અસ્તિત્વમાં આવી. આ સભાએ એ દિવસોમાં એક પ્રાથમિક કન્યાશાળા શરૂ કરેલી. તેમાંથી લાંબા સમયના ગાળે શકુન્તલા કાન્તિલાલ શ્ર્વરલાલ ગહસ હાઇસ્કૂલનું નિર્માણ થયું. બીજી બાજુએ એ જ મુખ માંગરાળ જૈન સભા તરફથી એક ધાર્મિક પાઠશાળા ચલાવવામાં આવતી હતી. તેમાંથી સમયના વહેવા સાથે આજથી પચાસ વ પહેલાં જૈન મહિલા સમાજને! જન્મ થયા. અને પછી તેા જેમ કોઇ એક નાના છેડમાંથી વૃક્ષ થાય અને વૃક્ષના વિસ્તાર વર્ષી સાથે વધતા જાય તેમ આ સંસ્થા પણ આજ સુધીમાં અનેક રીતે ફાલતી ઝુલતી રહી છે અને પ્રગતિનાં નવાં નવાં સીમાચિહને સર કરતી રહી છે. આજે મહિલા સમાજ ૧૫૦૦ જેટલા સભ્યો ધરાવે છે. તાજેતરમાં વળી સમાજ તરફથી આર રોડ બાજુએ એક નવું પ્રવૃત્તિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ' છે. સંસ્થાના વહીવટ પણ ચાખે અને વ્યવસ્થિત રીતે ચાલે છે, કાકર્તાએના એક જૂથ પાછળ બીજું જૂથ તૈયાર થઇ રહેલ છે. સમયની જરૂરિયાત પરખીને સંસ્થા નવી નવી પ્રવૃત્તિઓનુ આયેાજન કરતી રહી છે. સમાજની આ વિકાસકથા ધ્યાનમાં લેતાં તેણે હવે કાલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાયય ઉભું કરવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવાંની જરૂર છે. જૈન સમાજને લક્ષમાં લેતાં જૈન વિદ્યાર્થિનીઓ માટે આવા કન્યા છાત્રાલયની ખાસ આવશ્યકતા છે. જૈન વિદ્યાથી ઓ માટે હાલ મુંબઇમાં સારા પ્રમાણુમાં સગવડ છે, પણ જૈન વિદ્યાર્થિનીઓ માટે તેમના સત્કાર અને આચાર વિચાર જળવાય એવી--વ્યવસ્થિત આકારની અને માટા પાયાની કાઇ સગવડ નથી. અને આવા કાર્ય માટે જૈન મહિલા સમાજ સૌથી વધારે સુયોગ્ય સંસ્થા છે. તે આવા નિરધાર કરશે તે તે નિરધારને સફળ બનાવવામાં જૈન સમાજના તેને જરૂર જોતા સહકાર મળી રહેશે. આટલી સમાલાચના બાદ જૈન મહિલા સમાજનું તેના સુવ` મહાત્સવ પ્રસંગે હું અન્તઃકરણપૂર્વક અભિનન્દન કરૂ છું. આજ સુધીની તેની ઉજ્જવળ કારકીદીએ જૈન સમાજનુ ગૌરવ વધાયું છે અને ભાવિ માટે અનેક આશાએ લોકોના દિલમાં જન્માવી છે. જૈન મહિલા સમાજ અધિકાધિક ઐશ્ચયને કાર્ય શકિતને—પ્રાપ્ત કરતી રહે અને પોતાના વ્યાપક તેમ જ સધન કાર્ય દ્વારા જનકલ્યાણમાં સતત અભિવૃદ્ધિ કરતી રહે એવી અન્તરની શુભેચ્છા તેમ જ પ્રાથના છે. પરમાન દ
SR No.525946
Book TitlePrabuddha Jivan 1961 Year 22 Ank 17 to 24 and Year 23 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1961
Total Pages250
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy