________________
જિ
તા. ૧૬-૫-૬૧
પ્રભુ ઝું જીવન
-
૧૭
જોડાએલું. તે રડતું હતું –એ રડવાનો અવાજ ! પગને લાગત તેને સળવળાટ ! તેને સાફ કરી. રૂના પહેલમાં વીંટાળી મારી માતાએ મારી ગાદમાં ધર્યું.
નખશિખ જોઈ રહી તેને ! ક્યારની પિછાનું છું! તું મારું રુધિર અને માંસ છું ! મારા ઉલાસ, પ્રણય અને તલ્લીનતાની પ્રતિમા છું.
લાંબા કાળા વાળ, સૂજેલાં ઝીણું પોપચાં. થોડી વારે ખૂલતી-પાછી મીંચાતી પટપટતી શન્ય બદામ જેવી આંખે. કાળી કીકીઓ અને લાંબી લાંબી પાંપણ, તેની બંધ મુઠ્ઠીઓ, ફૂલપાંદડી શા નાન નખ દૂધ પીતાં યે નહોતું આવડતું તે શિખવાડવું પડયું. સ્તન પર હોઠ દબાવ્યા-ફરી તે દૂધભારથી કઠણ સ્તન છૂટી ગયા ત્યારે ગુસ્સે થતી હોય તેમ જાણે લાલ મુખે રડવા લાગતી. થોડા મહાવરાથી બચબચ ધાવતાં–લાંબા ઘૂંટડા પીતાં શીખી ગઈ. કોઈ વાર ધાવતાં ધાવતાં રમવા લાગતી-કોઈ વાર સૂઈ જતી. ફેસલાવી, મનાલી-ઢંઢોળી તેને દૂધ પાતી. ભાગ સાર–આ બિન્દુને ગ્રહણ કરી, વૃદ્ધિ પામ, બળવાન, તેજસ્વી અને મેધાવી બને.
શ્વાસ લેવાને, મા સિવાય અન્યના સ્પર્શને, પ્રકાશન, નહાતી વેળા પાણીમાં ડૂબવાને, કપડાંનાં આવરણને, પારણામાં અસહાય એકલાં સૂવાને--આવા હતા તારા પ્રથમ અનુભવે.
શરૂઆતમાં રડતી જ તે હવે સ્મિત કરવા લાગી. ખડ- ખડાટ હસવા લાગી. ઝીણું સાદે હુંકારા કરવા લાગી. પહેલાં પ્રકાશને લઈને આંખ મીંચી દેતી અને ઉધ્યા જ કરતી, તે હવે મારી સામે ટગમગ જોઈ રહેવા લાગી. પડછાયા, અજવાળ, ચકલીઓ, પાંદડાંથી, નિસ્તબ્ધ થવા લાગી. હાથ અને પગના અંગૂઠાને મોંમાં ઘાલી ચૂસવા લાગી. મારી આંગળીઓને પકડી ખેંચવા લાગી, તે હાથપગ હલાવવા લાગી, આળોટવા લાગી, ભાખાડિયાં ભરતી થઈ. ઊભી થઈ, ડગમગ પગલાં ભર્યા. બેખલા મેમાં દૂધિયા દાંત તૂટયા. દેડવા-ચાલવા લાગી. “મા” કહી બોલાવવા લાગી.
અમે તેને કલ્પના કહી બોલાવવા લાગ્યા. પણ તેનું એક જ નામ નહોતું-ગાવિન્દ જેવાં અનેક નામ બાળકનાં રોજ રોજ તેને માટે નવાં નવાં નામ મુખમાંથી નીકળી પડતાં. બાળકનું એક એક નામ તેનાં માવતરના હયાનું એક એક કાવ્ય.
કપનાને હું નવડાવતી, ખવડાવતી. તેની સાથે રમતી. સંતાકુકડી રમતાં ત્યારે પોતાની જ આંખો પિતાની હથેળીમાં દાબી દઈ તે સંતાઈ જતી. “કૂક' કહી મને પોકારતી. દા...દા...છની ખાંધે બેસી, તેમના મસ્તકને હથેળીઓથી થાબડતી. માથા પર માથે મેલી વહાલી થઈ જતી. અમે ગોળ- માટલું રમતાં ત્યારે કેડેથી ઊતરતી જ નહીં. પાવલાપુશ, ચાંદાપિળી અને અડકેદડકો રમવાની હોંશે ઘૂંટણને વળગી ઊભી રહેતી. તે નાચતી-ફુવારાનાં પાણી, વહેતાં ઝરણાં તેને નચાવતાં. સાગરતટે ઊછળતાં મોજાં નીચે તેને ભરાઈ જવું ગમતું કઈ વાર રિસાતી, જમીન પર સુઈ કજિયા કરતી. કોઈ વાર આખી રાત રડતી ત્યારે તેને ઊંચકી ફરતી, તેની પીઠ થાબડતી. પછી ગીત સાંભળતાં સાંભળતાં તેનું નાનું માથું મારા ખભા પર ઊંઘી જતું. ' “ આવ્યાં ત્યારે અમર થઈને રહો' એ એનું હાલરડું, પણ આજ ઘડીકમાં એ સર્વ અદશ્ય-અગોચર થયું. એ એની ફૂલપાંદડી શી આંગળીઓને સ્પર્શ, એ એને “મા-મમી”ને શબ્દ, એ તેની કાળી કીકીને ચમકાટ-તેના રાતા ગાલ-એ ૨૫! એ તેના વાળની સુવાસ ચાલી ગયાં, એ સર્વ અગોચર બિન્યાં. એ સ્પર્શ, એ શબ્દ, એ રુપ, એ સુવાને ઝંખે છે
આ મારા હાથ–આ મારા કાન–મારી આખે-આ નાક, નથી હવેનથી મળતાં તેને તલસાટ-ટળવળાટ એ વિરહ વેદના-એ દુઃખ-એ શાક–એ મૃત્યુ.
તારા જન્મ વખતની પીડામાં મારો આ દેહ એક પીંજર-- કારાવાસ જેવો લાગ્યું હતું–તેને છેડી નાસવા મન થયું હતું. પણ તેમાં પુરાએલી–બત્પાએલી હું છૂટી નહોતી શકી. તારા જન્મમાં તેમ તારા મૃત્યુમં–આ દેહબંધનનું ફરી ભાન થાય છે.
પહેલાં કાંઈ નહોતું. આ દેહમાં તારી અદષ્ટ ઊર્મિ કંઈક ઉદભવી. તું આવીશ એવો આભાસ થશો. કંઈક ઉદ્દભવી. તું આવીશ એવો આભાસ થયો-આશા બેઠી. પછી હળવું સ્પન્દન થયું. પછી સ્પન્દન વધતાં વધતાં પ્રસૂતિપીડા-તારો જન્મતું ગોચર બની. મારા દેહમાં હતી નાડથી જોડાએલી, તે અળગી થઈ. પછી તું વધતી ચાલી. અસ્પષ્ટ એ માંસપિંડ દિનપ્રતિદિન સુદઢ ને સુંદર બનતે ગયો. ત્યાં અચાનક શેષ પામી. ભસ્મ થઈ.
હવે રહું છું. રડું છું કેમ? કાંઈ નહોતું તેમાંથી સ્પન્દન થયું ત્યારે તે રડી નહાતી હું. પછી સ્પન્દનમાંથી પ્રસૂતિ પીડાહા, રહી હતી ત્યારે; પણ આંસુ શકન જ નથી હોતાં. પછી તારો જન્મ થયો ત્યારે હું રડી નહતી, દસ આંગળની તું સવા વર્ષ માં તે મારી કમ્મર સુધી લગભગ આવવા લાગી હતો, નિરાહારી તું તે દૂધ પીતી થઈ, પછી અન્ન ખાવા લાગી. માની હતી તું તે રડી-પછી હસી-બોલી, “મા” ત્યારે ય હું રડી નહોતી. પછી તારો પ્રાણુ ગયો, તને અગ્નિદાહ દીધેતું ભસ્મ બની. હવે હું રહું છું.
'કેટલા ફેરફાર થયા ? એ પહેલાં સ્પન્દન અને સવા વર્ષની બાળકીમાં શું સામ્ય હતું? આહ, કેવો ફેરફાર ? તરત જ જન્મેલી તને કોઈ ઉપાડી ગયું હતું અને એક વર્ષ પછી તને મને દેખાડી હોત તો હું તને પિછાની ના શકતે. એક વર્ષમાં આ દેહના તતુ માત્ર પરિવર્તન પામે છે. ગયા વર્ષનું આ દેહમાં કાંઈ ન મળે.
છતાં ય બધા ફેરફાર સહર્ષ આવકાર્યા, પણ આ છેલો ફેરફાર નથી ગ્રાહ્ય.
દરેક ફેરફારમાં ઇન્દ્રિયો વધારે સંતોષાયે જતી હતી, ઈન્દ્રિયોની ભોગની માત્રા વધતી જતી હતી. એ ભાગ હતા શબ્દમાં -રસ, રૂ૫, ગંધ, સ્પર્શમાં–એ સર્વની વધતી જતી અનુભૂતિમાં. એ અનુભૂતિ માત્ર મારા દેહમાં હતી. એ બાળાના વધતા દેહમાં મારા દેહને સંતોષ વધતું જ હતું. સંતોષ સાથે મનની લોલુપતા પણ વધતી હતી. સર્વ ફેરફાર કામ્ય હતે-ગ્રાહ્ય હતા,
હવે તું નથી ? ક્યાં નથી ? ગર્ભમાં રહેલી તું જન્મ પછી કઈ જુદી જ હતી, દિવસે દિવસે જુદી થતી જતી હતી. પછી તારો પ્રાણ ઊડી ગમે તે દેહ–એ શબને અગ્નિદાહ દીધે. તે ભસ્મ થશે. નરી આંખેથી પણ ન દેખાય તેવા શુક્રાણુમાંથી બનેલે એ દેહ એક મુઠ્ઠી ભસ્મ બન્યા. એ રૂપાન્તર-પરિવર્તન-- એ ફેરફાર-હા, એ રાસાયણિક ફેરફાર, ઘી, જત, કાજ " જે.
એ ભસ્મ નદીના પ્રવાહમાં ગઈ, સાગરમાં સમાઈ. આજે જે વર્ષોબિન્દ મારા પર પડે છે તેમાં તું નથી ? આ તારી કાયાની માટી, તે પરના તૃણમાં ઊગેલું ઝીણું ફૂલ, તે તું નથી? આ પીળકનું ગાન ! આ હવા ! આ તડકો ! આ ચાન્દની, પેલા માર્ગ પર ચાલે છે તે વટેમાર્ગુ તું જ છે, તું જ! તારી નાની બાથ કેવી વિશાળ બની ગઈ છે? પહેલાં તું મારી બાથમાં સમાતી હતી, પણ હવે હું તારી બાથમાં સમાઉં . નારી ચૂમી મારા અંગેઅંગને ભરે છે.
દરેક માતૃત્વમાં રહેલું વાત્સલ્ય-માતૃભાવ-એક મહાશકિતને અંશ ! પ્રથમ વિશેષ પ્રેમપાત્રમાં તે પરિમિત ! પણ કોઈ વાર તે પ્રેમપાત્ર ફૂટી જતાં એ માતૃસ્નેહનો અપરિમિત પ્રવાહ-વર્ષાકાલમાં ભાગીરથીના મહાપ્રવાહ જે આ મભૂમિ પર વિસ્તરે છે–અને સૂકાં અસ્થિને પણ પ્રાણવાન કરે છે. એક બાળકના મૃત્યુથી-એ પ્રેમપત્રના ફૂટી જવાથી–માતૃરહનો પ્રવાહ સુકાઈ ન ગયો, પણ તેની વિપુલતાનું દર્શન. થયું -ઝાંખી, થઈ,
આ બૃહદ્ આ વિરાટમાં તું છું ! જયારે તને તારા નાનકડા દેહમાં મર્યાદિત જોઉં છું અને વિલાપ કરું છું ત્યારે આકાશગંગા-મહાકાશના લય લક્ષ્ય તારાગણ નીચે એક ઝીણું કણ જેવી હું ફરી વિશાલ બનું છું અને તેને ભેટું છું, મારા બાળ !
લીના મંગળદાસ