________________
૧૬
પ્રબુદ્ધ જીવન
આવ્યું બચ્ચુ ન દીઠ્ઠુ. તેણે પાછુ જોયુ નહી. કળેળાટ કરતું ગાભરી પાંખે તે ઊડવું. ગયુ' ચેાથે માળ અને પડતું મૂકયુ, જમીન પર અળાઈ અફળાઈ છાતીને કાંકરીમાં ધસી–પાછું ઊડયું–પાછું પડયું, ચ્યું તેની સામે ધર્યું–માળામાં મૂક્યું, પણ માએ ન જ જોયુ તે તેની કારમી ચીસેા-છાલાયેલી છાતી !
અમારી પાળેલી રાની બિલ્લી—તેનાં બચ્ચાને રમાડતાં ઇજા થએલી-ચાર ચાર બચ્ચાંમાંથી એકે રહ્યું નહતું –
એ ધાતક કૃત્ય મારે હાથે! મા-પંખી હો કે પશુ હા તેનું ક્રૂન્દન !
એક મેટા હરિયાળા મેદાનમાં રમતાં હતાં જાણે. કિલ્લેાલતાં હતાં. ત્યાં અચાનક કોઈએ ઝપટ મારી. બધાં છટકી ગયાં, પણ હું ઝડપાઇ ગઇ, મારે રમવું હતું, પણ દાવ નહાતા દેવે!! મૃત્યુના આ અનુભવથી મારા દૂના ચૂરેચૂરા થઇ ગયા. તે દ્રુપ-એ મદમાતુ ખીલતુ ગુલાખ-મરડાઇ ગયું–મસળાઇ ગયું. ધૂળમાં ચગદાઈ ગયું .
મારું આત્મબળ ભાંગી પડતું હતું. આખું શરીર ધરતી– કમ્પના આંચકે ધ્રુસકાથી હચમચી જતું હતું, માટે સાદે રડી જવાતુ હતું. મારી માતાના હાથ ખરડે ફરતા હતા. તેના હાથમાં પાણીના પ્યાલા હતા, તેની આંખમાંથી આંસુ દૃઢતાં હતાં. અશ્રુ રૂબાએલા તેના કુંડમાંથી અવાજ નીકળતા નહોતા, પણ ખરડા પર ક્રૂરતા તેના હાથ ધ્રુસકા શમાવતા હતો. મારા તૂટી ગએલા ખિલૌના માટે આમ તેના અંકમાં માથું નાખી કેટલીવાર રડી હતી!
નિર્માણુ ! એ મૃત્યુ એ નિર્માણુ હતું ? એક જ ક્ષણે એક જ ઘટના ખને છે, ટિકામાંથી સરતી રેતી જેવી. એક ક્ષણે એક જ ઘટના-પણ તે ધટના અને છે અનેક કારણામાંથી, વળી એક જ ઘટનામાંથી અનેક ઘટના પરિણમે છે. એક ક્ષણુ ઝાડના થડ જેવી-કારણ જેવાં અનેક મૂળિયાં–પરિણામ જેવી અનેક શાખા. કાર-પરિણામ કોઇ વાર જાણી શકાય તેવાં, તે કાઇ વાર અજાણ. એ અજાણ તે નિર્માણ !
અમારા ખંડમાં પાછી ફરી-ના, હવે હવે એ મારી કલ્પના નથી—અમારી નહીં હવે. તેનાં રમકડાં-કપડાંની ઢીંગલી-બા...બા'; પેલા ગાલલાના કૂતરા તેના કૂ કૂ'; પેલી તેની રંગરંગીન લાકડાના મેાટા મણકાની લાંબી લાંખી માળા, અને તેનાં ઝખલાં. આ બધુ ફાટી જાય તેવું-તૂટી જાય તેવુ ધસાઈ જાય તેવું-ઝાંખુ પડી જાય તેવું. એ બધુ એમને એમ રહ્યું. નવાં જેવું તાજું –આખું–ર ગીરંગીન-ચળકતુ; અને તેની સાથે રમનારી તેને પહેરી કરનારી ગઇ. રહેશે એમ ધારેલુ, તેમાંથી રઘુ કાંઇ બીજું જ
એ અમારા ખંડમાંના, મારા ખંડમાં દીવેા ખળે છે, એ અન્ધારા આરડામાં જતાં પગ ઊપડતા નથી. ખીક લાગે છે? શેની ખીક? સામે મુખે કાને મળતાં ડરું છું? તે ઓરડામાં હશે ? તે મળવા હું આતુર કેમ નથી? ધસીને સામે જવાને બદલે પગ પાછા કેમ પડે છે ? જો મૃત્યુ પછી વરાળ વેા-મૂક અને સૂક્ષ્મ દેહ હાય તા તેનેા ભેટા આવકારપાત્ર કેમ નથી ? પહેલાંની કલ્પનાને હું જાણતી હતી, પણ આ નવું રૂપ અજાણુ છે. એ અજાણુ મને ડરાવે છે? જેતે માટે હું સદા ઝંખુ છું, જેના વિરહથી દીવાલે માથું પછાડવા મન થાય છે, તે ઓરડામાં હશે—એ નાના ફૂલ જેવી કાયા–એ વિચારથી પાછા ફરવા મન થાય છે? હું મારી જાતને જ ચાહુ છું –તેનાથી ય અધિક! નહી તે ડરૂ Û શાને ? કૅવે। સ્વાર્થ ભાવ !
મારા અભ્યાસખંડમાં ચાલી, સચિત્ર માસિકના, પવનમાં ફરકતા આ પાના પર એક યુવતીની છબિ કલ્પના પણ એક વખતે આવડી થઇ હાત એ કલ્પનાએ દલમાં નરાશાને ચિરાડા પાડયેા.
તા. ૧૫-૧
“સવા વર્ષમાં આવી શું અને ગઇ શું ? બહેતર તેનાથી ન હાત તે. દિલાસા દેનાર એક એલી ગયું', ‘Better to have loved and lost than naver to have loved at all':એ વાકય યાદ આવ્યુ. ખરે, ચાહ્યું હતું એ સાચું. ન ચાલ્યું હાત તે કરતાં જરૂર બહેતર! પણ ચાહીને ખાયુ એ વાત ખાટી. ખાટી, કારણ કે ચાહીને ખાઈ ના શકાય. ચાહેલુ તે રહે છે જ-તે ખાવાતુ નથી. ચાહના છે સમૃદ્ધિ-અમર, અખૂટ નિધિ.
કાઇ કહે, એક બાળક ગયું, માટે બીજું બાળક થવું જોઇએ. ખીજા બાળકથી માના હૈયાની ખેાટ પુરાય. ખરે સંખ્યામાં તૃપ્તિ? એ આકાંક્ષા એ જ મૃગજળ પાછળનાં કોંક્યું. અને ક્યાં છે એ ચેન? ઇન્દ્રિયા બધી લજામણી શી કાચાઇ ગઇ છે. કામના ત્યાગી ગઈ છે એને.
વળી, કાષ્ટ કહે, બહાર જઇએ-સિનેમા જોઇને, લેાકાને મળીને દુ:ખ વીસરાય.
આ ચિરાએલા ખરડાએલા ધા સાથે ક્યાં જાઉં? કાની સામે એ કપાઇ ગએલા અંગ સાથે ઊભી રહું? વિષં ભરેલ, સળગતું અણીઆળુ એ બાણુ-શૂળ જેવી એની વેદના, ઘવા ઇને ઝાડીમાં ભરાદ ખેડેલા કાઇ મૃગની જેમ હું એકાન્તમાં ભરાઇ બેઠી. મન બહારનાસતું-ભાગતુ કરતુ નહાતુ. વૃત્તિઓ અન્તર્મુખ ખની હતી.
બહુ લેકા દુનિયામાં દુ:ખી હતાં. બહુ રડતાં હતાં. રાતી દુનિયા શાકભારે ડૂબી હતી. મારા શાકમારાં દુ:ખ, મારા રુદનથી તેમાં મારે ભાર ન વધારું!
રખે મરેલાંના શાકમાં તેની યાદમાં જીવતાંની ઉપેક્ષા થઈ જાય ! જીવતાં કરતાં મરેલાંની છબિ ધરામાં વધારે જોવામાં આવે છે! શાક એ જ એક વ્યવસાય ન બને ! આ એ ભયસ્થાનું ભાન રાખવા હું મથતી હતી.
સૂર્ય આથમતાં તેના પ્રાણ ગયા હતા-આજ સૂર્ય કરી આથમ્યા. એક દિવસ ગયા ! શુક્રવાર આવ્યા–ગયા શુક્રવારે તે ગઇ હતી—સપ્તાહ થયા. માની ૨૧મી તારીખ થઇ-ક્રિના ગયા. ૧૯૪૬ના ફેબ્રુઆરીની ૨૧મી આવી, વર્ષ થયું. કલાકા અને દિવસે ! મહિના અને વર્ષ ! ગયાં ગયાં, આવીને ગયાં. છિદ્રમાંથી અન્ધકારને ભેદતા સૂર્યબિમ્બમાં ટ્વખાતાં હવાનાં રજકણ જેવાં હીરાકણુ જેવાં, એકએક, વળી અનેકસદા ગતિમાન--ચ ચલ ! ગયાં—ગયાં, આવી ને ગયાં. દરિયાકાંઠે અ ળાતાં માજા-ખારોં પાણી પર તરતાં શ્રી, ન હતાં-થાં-ગયાં, ન હતાં-થયાં-ગયાં, ન હતાં-થયાં–ગયાં.
પહેલાં તે તેય ન હતી. ત્યારે જીવનમાં કાંઈ ખામી નહાતી જણાતી. પછી તે આવી--સવા વર્ષ માટે-આવી ને ગ—પછી જીવન નિશે:ષ બની ગયું-સૂનુ અને ખાલી ખાલી.
કઇંક વર્ષ પહેલાં ગર્ભાધાનનાં ચિહ્નો જ્યારે જણાવા લાગ્યાં હતાં ત્યારે ખેચેની થતી કાઇ વાર. એ બેચેનીમાં કંટાળા નહેાતે, પણ ઊંડી તૃપ્તિના આસ્વાદ હતા. છતાં છેક પાંચ મહિના સુધી વારંવાર આશકા ઊઠતી-ગર્ભની હયાતીની પણુ, પછી ગભ સ્ફુરવા લાગ્યા કાઇ કાઇ વાર ત્યારે મનને ખાતરી થઇ. તે રવાના અથાગ સંતોષ ! પછી દિનપ્રતિદિન તે સ્પન્દન વધતું ચાલ્યું. ગČભાર વધતા ગયા, સ્તન દૂધે ભરાયાં. ઉરસનાં બિન્દુ ટપકવા લાગ્યાં. એ ધરાને માતૃત્વની તુષ્ટિ-એ આમેાદ વધતા ગયેા.
એ ગતે ધરી રહેલા બૃહદ્દ દેહ એક દહાડા પ્રસૂતિની વેદના અનુભવવા લાગ્યો. ભૂકમ્પની જેમ તર ંગે—આંચકા ઉઠતા હતા. આંચકા વચ્ચેનું અન્તર ધટતું ચાલ્યું—તીવ્રતા વધતી ગઇ. પછી એક સમ્રાસી પ્રચંડ મોજા જેવી પીડા શરીર પર ફરી વળી ને તત્ક્ષણુ પીડા શમી ગઇ. પગ પાસે એક નાનુ બાળ સૂતું હતું ગેટા જેવુÀાહી અને મામાં નાહેલુ, નાડથી