SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ L २०८ પ્રબુદ્ધ જીવન * નિરાધાર અશકત માતૃ આશ્રમ (રાજકાટ ખાતેની ‘શ્રી નિ`ળાબહેન રામજીભાઇ વીરાણી થડા સમય પહેલાં રાજકાટ 'જવાનુ બનતાં ઉપર જણાવેલ આશ્રમ જાતે નિહાળવાની તક મળી હતી. ભારતભરમાં કદાચ આ પ્રકારની ખીજી સંસ્થા નહિ હાય, તેથી તેની વિગતવાર નોંધ લેવાનું મન થાય છે. આ સંસ્થાના સ્થાપક અને મુખ્ય સંચાલક શ્રી, પ્રેમ વરબહેન દેસાઇ છે. આવી સ`સ્થાઓ ઘણીવાર પાતાની જાતની અથવા નિકટના સ્વજનની યાતનાના સાધારણીકરણમાંથી ઉદ્ભવ પામે છે. દા. ત. બાટાપરમાં આજે ક્ષયરોગની એક ધણી મેટી હાસ્પીટલ સંખ્યાબંધ ક્ષય રોગીઓની સારવાર કરી રહી છે. તેના સ્થાપક શ્રી કાન્તિલાલ મગનલાલ શાહ ાતે જ એક વખત ક્ષયરેગના ભાગ બનેલા. તેમાંથી યોગ્ય ઔષધોપચાર અને જરૂરી ખારાક તથા પથ વડે સાજા થયા બાદ તેમના દિલમાં વિચાર આવ્યો કે હું તે સાધનસંપન્ન હોને આ વ્યાધિમાંથી ચે આબ્યા, પણ આજે આપણા દેશમાં અનેક ભાઇ બહેના આ વ્યાધિના ભોગ બનેલા જોવામાં આવે છે, કેટલાકના વ્યાધિનું નિદાન ચાય છે પણ તેમની ચિકિત્સા માટે કાઇ સગવડ નથી, કેટલાક તે નિદાનના અભાવે ધસાતાં ઘસાતાં મૃત્યુના મુખમાં હોમાઇ જાય છે. આને શું કાંઇ ઉપાય થઇ ન શકે ? એ મનેમન્થનમાંથી આજે ૭૫૦ દર્દીઓની સારવાર કરતી એક વિશાળ હાસ્પીટલ ઉભી થઇ રાકી છે અને હજી પણ તેનેા વિસ્તાર વધતે જ જાય છે. પ્રસ્તુત માતૃ ભાશ્રમના ઉગમનો પરિચય આપણે તેના આદ્ય સ્થાપક શ્રી. પ્રેમ વર બહેન દેસાઇના નિવેદન દ્વારા જ મેળવીએ. રાજકાટના એક અગ્રગણ્ય જૈન નાગરિક શ્રી. મુળચંદ ભાઇ મોનજી દેશની હું પૌત્રી છુ, મારા પિતાશ્રીની હયાતીમાં જ મારાં માતુશ્રીના મગજની અસ્થિરતા શરૂ થઇ હતી. પેાતાની હયાતી સુધી તે તેમણે મારાં માતુશ્રીની પુરેપુરી સારવાર કરી, પશુ પછી તેમની ખીજી રીતે, પૂરતી સંભાળ લેવાનું શકય નહિ લાગતાં હું મારા માતુશ્રીને મારે ત્યાં જ લઇ આવી. અને મેં તેમની તેર વર્ષ સુધી સેવા કરી. મગજની અસ્થિરતાના કારણે તેઓ 'પરતંત્ર હતાં, એટલે તેમની ખાવાપીવા તથા નહાવાધોવા વગેરે બધી જાતની સારવાર મારે હાથે જ કરવી પડતી. તેમનુ અવસાન પણ મારે ત્યાંજ શાન્તિ અને સમાધિમાં થયું. આ સમય દરમિયાન મારા મનમાં એવા વિચાર। ધેાળાયા કરતા હતા કે સંતાને હેવા છતાં પણ તરછોડાયલી આવી વૃદ્ધ, અશકત, નિરાધાર માતાની તથા સંતાન વગરની–કેવળ પ્રભુને જ આધારે મૂકાયેલી–માતાની શું દશા થતી હશે ? આ વિચારેએ મારા મગજમાં આવી વૃદ્દાઓની સેવા કરવાનાં ખીજ રાખાં અને એ કાય'માં મેં મારા મનને પરગ્યુ, મારા મગજમાં ઘૂમી રહેલા વૃદ્ધ માતાએની સેવા કરવાના જે વિચારે। હતા તેને ભૂત સ્વરૂપ આપવા ૧૯૪૧ની સાલમાં એક નાની શી કાટડી ભાડે લઇ ત્રણ દુઃખી નિરાધાર, અશકત માતાને શોધીને મારી પોતાની અલ્પ પુંજીથી આ શુભ કામની મેં શરૂઆત કરી. આ ત્રણ માતા પૈકી એક કણબી, એક કડીઆ અને એક વણિક જ્ઞાતિની હતી. એક બહેન આવી વૃદ્ધ માતાની સેવા કરી રહેલ છે એવી ખબર પડતાં જાણીતા શ્રીમાન શેઠ રામજીભાઇ વીરાણીએ મને રૂબરૂ ખેલાવી મારા કાર્યોની હકીકતથી વાકેફ્ થયા, અને પોતે મારે ત્યાં આવ્યા અને આ નિરાધાર માતાની સ્થિતિ અને હાલત જોઇને તેમનુ દિલ દ્રવી ઉઠયું. તેમની આર્થિક મદદથી એક સારૂ સગવડતાવાળું મકાન ભાડે લીધુ' અને એ રીતે વધારે માતાઓને રાખવાની અનુકુળતા ઉભી થઇ. તેના નિભાવ ખર્ચ તા. ૧૬-૨-૬૦ * નિરાધાર અશકત સ્ત્રી વૃદ્ધ આશ્રમ'નો પરિચય. ) : માટે પણ મને તેમણે તત્કાળ નચિન્ત કરી દીધી, જનતા આ કા` તરફ આકર્ષાંતાં તે તરફથી પણ આર્થિક વહેણ વહેવુ શરૂ થયું. “અહિં મારે જણાવવું જોઇએ કે જેવી રીતે મને મારી માતુશ્રીની સેવાએ અન્ય માતાની સેવા કરવાની પ્રેરણા આપી તેવી રીતે પોતાની અપંગ પુત્રી નિમળાબહેન વિષેની તેમની મમતાએ તેમને આ સંસ્થા તરફ વધારે આકર્ષ્યા અને તે આકર્ષણના પરિણામે આ સંસ્થા માટે તેમણે આશરે પોણા લાખ રૂપીઆ ખેંચીને એક પાકુ અને જરૂરી સગવડા ધરાવતું મકાન બંધાવી આપ્યુ. તેમની ઉદારતાની કદર તરીકે આ સંસ્થા સાથે નિળાબહેનનું નામ જોડવામાં આવ્યું છે.” આ સાવજનિક અશકતાશ્રમે ચૌદ વર્ષ પુરાં કર્યાં છે. ૧૯૫૫ના રીપોર્ટ મુજબ આ સંસ્થાના પ્રારંભથી ૧૯૫૫ સુધી જીવનપુ ત રહીને ૪૩ માતાએ સ્વધામ સીધાવી હતી, અને એ ઉપરાંત લગભગ એક યા ીજી શારીરિક ઉપાધિથી પીડાતી ૪૦૦ માતાએ સસ્થામાં દાખલ થયેલી જે સમયાન્તરે સાજી થઇને પેાતાને ઘેર ગઇ હતી. આજે આ સંસ્થામાં આંધળાં, લુલાં, બન્ને પગે અપગ, પક્ષઘાતવાળા, બન્ને હાથે અપંગ તથા પથારીવશ તેમ જ અન્ય રીતે સંપૂર્ણ જરિત એવી ૫૦ માતાએ પોતાનું જીવન વીતાવી રહી છે. આ માતાઓને રહેવા ખાવાની બધી સગવડ તેમ જ માંદી માતાઆને વૈદ્યકીય ઉપચાર તથા દુધ-કુળ પુરા પાડવામાં આવે છે. આવી સંસ્થાની આજે ખૂબ જરૂર છે. કારણ કે કુટુ બની સંયુકત રચના લગભગ ભાંગી ગઈ છે, વૃદ્ધોને સભાળવા પાળવાની જવાબદારી કાણું લે એ સવાલ આજે વધારે તે વધારે ઉત્કટ બનતા જાય છે. આમાં પણ વૃદ્ધ, અપંગ, અને અસહાય બહેતેની નિરાધારતા અત્યન્ત દયાજનક હાય છે. વૃ પુરૂષોને લાજે શરમે પણ મોટી ઉમ્મરનાં કુટુંબીજને સંભાળે છે, પણ વૃદ્ધ સ્ત્રીએ તા સાધારણતઃ કુટુંબીજનાને અત્યન્ત ભારરૂપ લાગે છે અને તેમનુ અસ્તિત કેવળ અવગણનાને પાત્ર બની જાય છે. આવી બહેની આ આશ્રમમાં સર્વ પ્રકારે સંભાળ લેવાતી જોઇને, જેનું આ જગતમાં કાઇ નથી તેને કાઇક હાથ પકડનાર નીકળ્યુ છે એવુ સ ́વેદન દિલમાં ઉડી કરૂણાને જાગૃત કરે છે. જે કચડાતી રગદોળાતી વૃદ્ધ, અપંગ, અસહાય માતા ઉપેક્ષિત અને અવગણિત હાઇને મૃત્યુને માગી રહી હોય છે અને મૃત્યુ તરફ ધસી રહી હૈાય છે. તેને અહિ પ્રવેશ મળતાં તે કામ જુદી જ રાહત અનુભવે છે, તેના મૃતપ્રાય બનેલા પ્રાણ નવી ચેતના અનુભવે છે, અને સર્વ પ્રકારની સગવડ મળતાં તેની જ્વાદે૨ી સહજપણે ઠીક ઠીક લખાય છે; દરેકને પોતપોતાનાં ધમ' મુજબની કરણી કરવાની છૂટ હોય છે, કાષ્ઠ નવકાર ખેલે છે તે કાઇ રામનું નામ ઉચ્ચારે છે. કાઇ જયશ્રી કૃષ્ણ કહે છે તે કામ નમસ્તે કહીને આપણું અભિવાદન કરે છે. દરેકની મુદ્રા ઉપર જેના લીધે આ રચના નિર્માણ થજી શકી છે તેવાં પ્રેમકુવર બહેન અને રામજીભાઇ વીરાણી પ્રત્યે ઊંડી અહેશાનમંદીના ભાવ પ્રગટ થતા નજરે પડે છે. આ આશ્રમ જોતાં ગ્લાનિ અને પ્રસન્નતાને એક સાથે અનુભવ થાય છે; ત્યાં વસતી વૃદ્ધ માતાઓની અસહાયતા-પંગુતા જોઇને ગ્લાનિ અને તે માતાઓના દંડ તથા મનમાં નવું તેલ પૂરીને તેમની જીવનવાટને સતેજ કરવાનેાસ કારવાના—ચાલી રહેલા હાર્દિક પ્રયત્ન જોઇને પ્રસન્નતા, આવી એક વિરલ પ્રકારની પરભ માંડવા માટે વૃદ્ધ અનુભવી સેવાપરાયણ શ્રી. પ્રેમકુવર બહેન દેસા”ને અને જેમના દિલમાં ખાસ કરીને સ્ત્રીજાતિને માટે અખડ કરૂણા વહી રહી છે એવા વયોવૃદ્ધ સહૃદય શ્રી રામજીભાઈ વીરાણીને અનેક ધન્યવાદ! પાનદ મુંબઈ જૈન યુવક સંધ માટે મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુ ંવરજી કાપડિયા, ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. મુદ્રક્ષ્ણસ્થાન ·‘ ચંદ્ર પ્રિ. પ્રેસ, ૪૫૧ કાલબાદેવી રાડ, મુબઇ ૨, ટે. નં. ૨૯૩૦૩
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy