________________
આ પ્ર બુધિ જીવન
તા. ૧૬-૨-૬૦
ઘર્મવિચાર : ૨ -. , '
(ગતાંકથી અનુસધાન) " . " ' માનવીન પ્રાથમિક જીવનને સુસંસ્કૃત બનાવવા માટે અને ' વ્યકિતનાં સંપૂર્ણ વિકાસની સાથોસાથ સમાનતાને પણ સવગણ * અભ્યદય થાય એટલા માટે ધર્મની સ્થાપના થઈ હતી.
તે જુદા જુદા પ્રદેશના અને જુદા જમાનાના માનવીની ઉન્નતિ માટે ધર્મસંસ્થાપકે જમ્યા અને એમના પુરૂષાર્થના ફળરૂપે અનેક ધર્મોની સ્થાપના થઈ. જ્યાં સમાજના વિકાસનું પ્રમાણ ઓછું રહ્યું, ત્યાં ધમના સ્વરૂપમાં જ જાત-જાતના દેશે પ્રવેશી ગયા. અજ્ઞાન, અબુદ્ધિ, જડતા, ભ્રમ વગેરે માનવીના દેશે અને વિકૃતિઓને લઈને ધર્મોમાં પણ જાતજાતની વિકૃતિઓ આવી ગઈ. આમ છતાં આપણે એટલું જરૂર કહી શકીએ છીએ કે, બધા પ્રૌઢ ધર્મોમાં ભેદ અને દોષ હોવા છતાં એક પ્રકારની સવ સમાન ધામિકતા છે. જે માનવજાતને ઉનત બનાવે છે. અને એક બીજાની નજીક લાવે છે. ધર્મોનું મહત્ત્વ આ ધાર્મિકતાને કારણે જ છે. પરંતુ લેકે ધર્માભિમાનને કારણે અને પોતપોતાના કદાગ્રહના કારણે ભેદક ત પર વધારે ધ્યાન આપે છે. પરિણામે ધર્મ-ધમની વચ્ચે સંધર્ષ શરૂ થાય છે; અને ધર્મને નામે અધાર્મિક ઝઘડો શરૂ થાય છે.
1. ધર્મની, પ્રેરણા, ભલે કાઈ ઇન્દ્રિયાતીત નિગૂઢ તવમાંથી મળી " હોય, પરંતુ ધર્મનું સંગઠ્ઠન. એ તે માનવીની પતની કૃતિ છે.
એમાં ખામીઓ, દેજો અને વિકૃતિઓ જન્મે જ છે. એટલા માટે જ સમયે સમયે, ધમનું સંસ્કરણ, શુદ્ધીકરણ અને નવીનીકરણ. કરવું અનિવાર્ય થઇ પડે છે. આ બધું કરવાની હિંમત
જ્યારે ધમનુયાયીઓ અને ધર્માભિમાનીઓ દાખવી નથી શકતા, "ત્યારે દરેક જમાનામાં નવા નાના-મોટા ધમ-સંપ્રદાયો પેદા થાય " . છે, જેમને જૂના લોકેની સાથે સ ધમાં ઊતરવું પડે છે, અને ' પિતાનું બલિદાન પણ આપવું પડે છે. . આ રીતે ધર્મોની સંખ્યા ધર્મોના સંઘર્ષ અને ધર્મને નામે
થતા અત્યાચારને જોઇને દુનિયા કંટાળી જાય છે. અને કહે છે કે કાં તો આ ધમને સુધારે અથવા તો એ મને નામશેષ બનાવી દ્યો. (Mend them or end them.) - દુનિયામાં બે દેશ એવા છે, જેમણે ધર્મના આ સવાલને જવાબ આપવાનું બીડું ઉપાડયું છે: રશિયા અને ભારત. બન્નેની રાજ્યવ્યવસ્થા, બિનસાંપ્રદાયિક (Seeular) છે. રશિયાના સામ્યવાદના મનમાં બધા ધર્મો પ્રત્યે એકસરખો અનાદર અને તિરસકાર છે. એનાથી ઊલટું, ભારતમાં બધા ધર્મો પ્રત્યે તટસ્થવૃત્તિને એકસરખો આદર છે, તેથી ભારત બધા ધર્મોનો સમાનભાવે આદર કરે છે, અને પુરસ્કાર (પ્રચાર) કેઇન, કરતું નથી. '
હવે આપણા દેશ'આ સવાલને હલ કરવાનું કામ નવ- યુવકોએ પિતાના હાથમાં લીધું છે. તેઓનું કહેવું છે કે, આ ધર્મોને સુધારવા પ્રયત્ન અમે જિંદગીભર કરી જોયે; હવે અમને ખાત્રી થઇ ચુકી છે કે ધર્મને તો ખતમ જ કરવો જોઈએ. આ રીતે ધર્મોને ખતમ કરવાનો નિશ્ચય જેઓ કરી ચૂક્યા છે, એવા નવ યુવકોના આમંત્રણથી અમે અહીં આવ્યા અને અમારા વિચારે રજુ કર્યા યુવાનોમાં ઉત્સાહ હેાય છે, હિંમત પણ હોય છે. ત્યાગ કરવાની વાત આવતાં એમને ઉત્સાહ બમણો થઈ જાય છે; પરંતુ
એમનામાં ધીરજ (patience) નથી હોતી. જ્યાં મેટા મેટા ' ; સમાજસેવકે અને રાષ્ટ્રનેતાઓ સાંપ્રદાયિક ધર્મોથી કંટાળી ગયા
છે, ત્યાં ધમમાં સુધારો કરવાની વાત યુવાને કેવી રીતે કાને ધરે છે એમને તે ધર્મને ખતમ જ કરે છે. સાંપ્રદાયિક ધર્મોને આ કારણે જ અસલી ધાર્મિકતા દબાઈ જાય છે, એનું દર્શન કે
એને સાક્ષાત્કાર બહુ ઓછા લોકોને થાય છે. ધર્મોની આસપાસ એટલો જૂને કચરે અને એટલી ઝેરી ચીજો જામી ગયેલ છે કે ધર્મોની સફાઈ કરવાનું કામ પણ એક-બે જમાનાનું નહીં કેટલાય જમાનાનું છે. જૂના ધર્મોને સુધારવાને માટે જ્યારે નવા ધર્મની સ્થાપના થાય છે, ત્યારે જુનો ધર્મ પણ ચાલે છે, અને ને પણ ચાલે છે અને એકને સ્થાને બે ધમ થાય છે. આ બન્ને વચ્ચે લાંબા વખત સુધી સંધર્ષ ચાલે છે અને પછી ન. ધર્મ પણ જૂને બની જાય છે ત્યારે એમાં પણ રૂઢિઓ દાખલ થઈ જાય છે. મનુષ્યસહજ દોષ પ્રવેશી જાય છે. અને આ રીતે નવો ધમ પણ રીત-રિવાજની નીચે દબાઈ જાય છે. ના
તેથી નવયુવકની જેહાદ પ્રત્યે મારી પૂરી સહાનુભૂતિ છે. હું એમને કહું છું કે, જો તમારામાં હિંમત હોય, શકિત હોય, તે તમે બધા ય ધર્મોની વિરૂદ્ધમાં જેહાદ જગાવો; બધા ધર્મોને નાબૂદ કરો. એ માટે વખત પાકી ગયો છે. હવે જો આ ધર્મોને પાયામાં સાચી ધાર્મિકતા હશે તે બધા ધર્મોને બાળી નાખ્યા પછી, અગ્નિમાંથી જન્મતા “ફનિકસ' પક્ષીની જેમ, નવી ધામિકતા નવું રૂપ ધારણ કરીને પ્રગટ થયા વગર નહીં રહે. મને ધાર્મિકતા ઉપર શ્રદ્ધા છે. મારી એવી પણ શ્રદ્ધા છે કે ધાર્મિકતા અમર છે;, ધર્મોને છુંદી નાખવા છતાં ધાત્મિકતા મરતી નથી. જૂના ધર્મોનું ખાતર મળવાથી નવા ધમમાં વધારે રસ આવશે.
હવે હું તમને બે-ત્રણ સૂચન કરવા ઇચ્છું છું.
અત્યારનું રશિયા એક એવો દેશ છે કે, જ્યાં સામ્યવાદને કારણે ધર્મો પ્રત્યે એકસરખે તિરસ્કાર શીખવવામાં આવે છે. ત્યાંની સરકાર ધર્મનિરપેક્ષ છે, ધર્મવિરોધી પણ હશે. ભારતની સરકાર પણ ધર્મનિરપેક્ષ છે; પણ અહીં બધા ધર્મો પ્રત્યે એકસરખો આદર છે. અને ગાંધીજીએ અને ગાંધીજી જેવા કેટલાક લોકેએ દેશને બધા ધર્મોની સમાનતા દર્શાવી છે. કેટલાક લેકેની મહત્ત્વાકાંક્ષા બધા ધર્મોનું એક વિરાટ કુટુંબ રચવાની છે. જે બધા ધર્મોમાં કુટુંબભાવના, પરિવારવૃત્તિ જાગૃત થઈ તે ધર્મોમાંના ઘણાખરા દે આપમેળે જ દૂર થઈ જશે. પરિવાર એને કહે છે, જેમાં બંધાં માનવી એક-બીજાની ઉન્નતિ ઇચ્છતા હોય, એકબીજાના વિકાસમાં મંદદ કરતા હોય, એમાં ન આપ-લેના વાત હોય છે, ન સમજાવી દેવાની; પ્રેમના પ્રવાહમાં સે ન હેય, એ તે એકતરફી (એક દિશામાં) જ વહે છે. દેશમાં જે
સર્વધર્મ સમભાવ અને સવધમમમભાવની વાતે ચાલે છે, એને : તમે સ્વીકાર ભલે ન કરે, પણ એને સમજવાનો પ્રયત્ન તે કરો. કદાચ અનુભવને પરિણામે તમને એ રસ્તે વધારે કાર્યસાધક લગે.
તમને મારું એક બીજું આવાહન છે. તમે બધા ધર્મોના . નાશ કરવા નીકળ્યા છે. પરંતુ તમારા બધા પ્રચાર બહુ નજીકના એવા એકબીજાને સ્પર્શે એટલે મર્યાદિત છે; એક સંપ્રદાયને લઈને જ તમે સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા સાથીદરોમાં, અને તમારા શ્રોતાઓમાં પણું, ન. કેઈ ખ્રિસ્તી નજરે પડે છે, ન કોઈ મુસલમાન. અહીં બંગાળીઓ પણ બહુ ઓછી છે. શું તમારે સંદેશે તમે ખ્રિસ્તીઓ અને મુસલમાન સુધી પહોંચાડવાની હિમ્મત ધરાવે છે?
, તમારે એ ભૂલવું ન જોઈએ કે જુથબંધી (દલબંદી) ના આ દિવસમાં જયાં લગી ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મને માનવાવાળા લોકે પિતપતાના ધર્મોને છોડવા તૈયાર નથી અને ધાર્મિક જૂથબંધીમાં લાભ જુએ છે, ત્યાં સુધી બાકીના સંપ્રદાયને ધર્મનિરપેક્ષ બનાવવામાં તમે કેટલા : સફળ થશે એ વિશે મને શંકા છે. ધમ - સાંપ્રદાયિક અને જાતિવાદી ધર્મ -- ગમે તેટલા બગડી ગયા હશે, પણ ટુંકા સ્વાર્થમાં ફસાયેલી અત્યારની દુનિયા ધાર્મિક