________________
તા. ૧-૧૧-૨૦
પ્રબુદ્ધ જીવન
જેનું ઉદ્દઘાટન સ્વ. કસ્તૂરબાના હાથે થયું હતું. ૧૮૨૩માં ગાંધીજીને મંગળદાસ માર્કેટમાં ખાદી અને સ્વદેશીના પ્રચારાર્થે પિતાની પેઢી ઉપર તેમણે બોલાવેલા અને એ વખતે . ૨૫,૦૦૦ની રકમ તેમણે ગાંધીજીને અપર્ણ કરેલી. તેમના પિતાનું ૧૮૧૪ કે ૧૮૧૫ની સાલમાં અવસાન થયા બાદ મહેમની ઈચ્છા મુજબ ભાવનગર ખાતે સ્ટેશન પાસે જૈન યાત્રાળુઓ માટે તેમણે એક મોટી ધર્મશાળા બંધાવેલી અને શત્રુજ્ય ખાતે એક દેરીમાં પ્રતિષ્ઠા–મહોત્સવ કરેલો. મુંબઈની જાણીતી શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની કાર્યવાહી સાથે તેમને ગાઢ સંબંધ રહેશે અને તે સંસ્થાને રૂ. ૧૦,૦૦૦ની રકમ આપીને તેના પેટ્રન પણ તેઓ બનેલા તેમણે સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમને પણ . ૧૦,૦૦૦ ની રકમ કેટલાક વર્ષો પહેલાં આપેલી. હમણાં જ એક મિત્ર કાશી બાજુએ થઈને આવેલા ત્યાં જે સારનાથ બુદ્ધનું એક ભવ્ય, મંદિર વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં બંધાવવામાં આવેલું છે તે મંદિરના ફાળાની યાદીમાં શ્રી હીરાલાલ અમૃતલાલ શાહ તરફથી રૂા. ૫,૦૦૦ની રકમ મળ્યાની નોંધ લેવાનું તેઓ જણાવતા. હતા. તેઓ પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહેતા હોઈને કેટલીયે સખાવત અને મદદ તેમના હાથે થતી રહી હતી, જેની બહારની દુનિયાને કોઈ જાણ નથી. આમ તેમની ઉદારતા, સેવા અને સંસ્કારના અનેક ક્ષેત્રોને સારા પ્રમાણમાં સ્પર્શતી રહેલી અને અનેક વિદ્વાનોને તેમ જ સંચાલકોને ટેકારૂપ બનેલી.
ઉપર જણાવ્યું તેમ તેમને વ્યાપાર-ધંધે સારી રીતે ચાલતો હતો. એમ છતાં ૧૯૩૦માં જ્યારે સવિનય સત 1. અને લડતનાં મંડાણ મંડાયાં ત્યારે તેમના દિલમાં ઉગ્યું કે જ્યારે પરદેશી હકુમતને આ દેશમાંથી નાબુદ કરવા માટે આવું પ્રચંડ આંદોલન ઊભું થયું છે અને તે ખાતર આટલાં બધાં નાં કદન અપાઈ રહ્યાં છે ત્યારે પિતાથી હવે પરદેશી કાપડનો વ્યાપાર થઈ શકે જ નહિ અને એ વિચાર આવવા સાથે જ પિતાને જામે વ્ય પાર તેમણે સંકેલી લીધે. ત્યાર બાદ સ્વદેશી કાપડને વ્યાપાર શરૂ કરવા તેમણે શેડે પ્રયત્ન કરેલો, પણ વર્ષો સુધી વિલાયતી કાપડના એકધારા વ્યાપારથી ટેવાયલને આ વ્યાપાર સાથે મનની ઘડ બેડી નહિ અને સાત-આઠ વર્ષે તેમણે કઈ ખાસ વ્યાપારપ્રવૃત્તિ સિવાય ૧ - કર્યા. ૧૯૩૮માં તેમના બે દીકરા અમેરિકાથી ટેકસ્ટાઇલ એન્જિનિયરીંગ અને અન્ય વિષયોમાં નિષ્ણાત બનીને પાછા ફર્યા અને ૧૯૩૮ની સાલ દરમિયાન તેમણે વસંત વિજય ટેકસ્ટાઇલ :પ્રીન્ટીંગ મિલ્સ અને વસંત ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એન્જિનિયરીંગ વકર્સની વલી
ખા 1 સ્થાપના કરી. તત્કાળ ફાટી નીકળેલા બીજા વિશ્વધે તેમની આ રેગિક પ્રવૃત્તિને ઘણો વેગ આપ્યો. શ્રી હીરાલાલ શાહ વિદ્યાર્થીમાંથી વ્યાપારી બનેલા; હવે અનુકુળ સંયોગ પ્રાપ્ત થતાં તેઓ વ્યાપારીમાંથી એક કુશળ અને સફળ ઉદ્યોગપતિ બન્યા. સાથે સાથે મુંબઈની ઇન્ડિયન મરચન્ટસ ચેંબર અને ઓલ ઈન્ડિયા મેન્યુફેકચરર્સ એસેસીએશનની પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રસ લેતા જ હતા અને એ બને સંસ્થાએ.ની અનેક સમિતિઓમાં જોડાઈને દેશને પિતાની શકિત અને અનુભવને લાભ આપી રહ્યા હતા.
આ સાથે ઓલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સની પ્રવૃત્તિ તરફ પણ તેઓ વર્ષોથી આકર્ષાયેલા હતા. તે કોન્ફરન્સનું અધિવેશન ભારતના કોઈ પણ ખૂણે હોય ત્યાં તેઓ અચૂક જવાના જ. દરેક કોન્ફરન્સમાં તેમના બે ત્રણ નિબંધે રજૂ થયા જ હેય. તેઓ બાપ ર તથા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત એક
સંશોધક હતા. પુરાણ કથાઓનો આકાશના ગ્રહનક્ષત્રોના સ્થાન તથા ગતિઓ સાથે મેળ બેસાડતી એક મોટી થિયરી-વિચારસરણી–તેમણે ઉપજાવી કાઢી હતી અને જ્યારે દુનિયાના ગળે પિતાની આ થિયરી ઊતરશે. ત્યારે તેને ના પ્રકાશ મળશે અને આજના ધાર્મિક સાંપ્રદાયિક મતભેદેને મૂળ પાયો ખસી જતાં એની મેળે અનેક મતભેદેનું નિરાકરણ થઈ જશે એમ તેઓ માનતા હતા,
તેમને પ્રવાસને ખૂબ શેખ હતો. ભારતમાં તેમણે એ તરફ ખૂબ પ્રવાસ કર્યો હતો તેમજ યૂરોપ અમેરિકાને પણ તેઓ થોડાં વર્ષ પહેલાં પ્રવાસ કરી આવ્યા હતા. - છેલ્લાં બે વર્ષથી તેઓ ડાયાબીટીસ અને તેમાંથી થતી અનેક શારીરિક ઉપાધિઓથી પીડિત હતા. માંદગીના બીછાને પણ તેમને અભ્યાસ અને સંશોધનકાર્ય ચાલુ જ હતાં, માંદગી દરમિયાન તેમની ખગોળ અને પુરાણને લગતી , શેને એક સાથે રજૂ કરતા એક વિશાળ ચાટ–નકશા તૈયાર કર્યો હતો. અને તે વિષયમાં રસ ધરાવતો જે કઈ , સ્નેહી કે મિત્ર આવે તેને આ ચાટની વિગતે સમજાવવામાં તઓ શ્રમ કે સમયને ભૂલી જતા. સાથે સાથે પોતાનાં - માતુશ્રી તથા પિતાશ્રીના સ્મરણને સંકલિત કરતા જૈન
સમાજ માટેના જોડાજોડ બે આરોગ્ય નિવાસે ભાવનગર ખાતે તેઓ તૈનાર કરાવી રહ્યાં હતાં. તેને અંદાજ આશરે સવા . લાખ રૂપિયાનો વિચાગ છે. મૃત્યુ સમીપ જઈ રહેલા હોવા છતાં આ આરોગ્યનિવાસે તૈયાર થયેલાં જોવાની ઝંખના તેઓ . સેવી રહ્યા હતા, પણ કા ને એ ઇષ્ટ નહોતું. લાંબી માંદગીને પરિણામે ક્ષીણ થઈ રહેલી કાયાએ એ કટોબરની ૨૩ મી તારીખે સવારે સાડાનવ વાગે છે 4 સ ખેંચે અને એ રીતે અનેક ક્ષેત્રને સ્પર્શતી અને પોતાની માલિક પ્રતિભા વડે ઉજજવલ કરતી, સમૃદ્ધ બનાવતી એક તેજસ્વી કારકિદીને અન્ન આવ્યું.
સગપણથી તેઓ મારા બનેવી થાય, પણ એ ઉપરાંત અમે બાળવયથી ગાઢ મૈત્રી વડે સંધાયેલા હતા, અને એ મૈત્રી આજ સુધી અખંડિત અને જીવન્ત રહી હતી. આ રીતે વિચારતાં આજે જ્યારે હું તેમની અવસાનનેંધ લખી રહ્યો છું ત્યારે ; તેમની સાથેના અનેક પ્રસગેવાં મીઠાં સ્મરણો ચિત્તમાં ઉભરાય છે, હૃદયને રુંધે છે અને જાણે કે શરીરનું એક ચિરસાથી અંગ : ગુમાવ્યું હોય એવી વિકળતા હું અનુભવું છું. તેમને મારી ઉપર અપાર પ્રેમ હતો અને તેથી તેમની ખોટ મારા માટે. કદી પુરાવાની જ નથી.
તેઓ ઉચ્ચ કેટિના સજજન હતા. તેમના જીવનમાં સાદાઈ ભરી હતી અને વિદ્યાપ્રેમથી તેમનું આખું જીવન સભર બન્યું હતું. જે કઈ વિષય હાથમાં લે તેમાં બને તેટલા ઊંડા ઊતરવું એ તેમની ખાસિયત હતી. પુરાતત્ત્વ સંશોધન એ તેમની એક મુખ્ય પ્રવૃતિ હતી અને પોતે જે કાંઈ નવું શોધે તે અન્યને કહેવા સમજવાને તેમને ખૂબ શોખ હતો. તેમના . જીવનના અનેક પાસાઓને પરિચય અહીં આપવાનું શક્ય - નથી. સૌમ્ય અને વિરલ એરી તેમની અનોખી જીવનપ્રતિભા હતી,
તેઓ તેમની પાછળ સંપૂર્ણ અર્થમાં તેમનાં સહધર્મચારિણી એવાં તેમનાં પત્ની મેઘીબહેન, ત્રણ પુત્રો તથા બે પુત્રીઓ મૂકી ગયા છે. તેમના પ્રત્યે આપણી સહાનુભૂતિ છે, અને તેમના સુચરિત આત્માને શાશ્વત શાન્તિ પ્રાપ્ત થાય એવી આપણુ સવની પ્રાર્થના છે !
પરમાનંદ