________________
તા. ૧૬-૮-૬૦
• પ્રબુદ્ધ જીવન
એનું નામ તે શ્રાવક
''
ળ આવે.
ધરે,
? //
કચ્છમાં ભદ્રેશ્વર નામે સુન્દર નગર હતું. अस्तीह भद्रेश्वरनामधेयं पुरं वरं कच्छकृतैकशोभम् ।
૯ સર્વાનસૂરિઃ નાફૂરત ૨. I ત્યાં દેવાલયમાં દિવસ ને રાત ઘંટનાદ થાય તેથી કળિકાળને પેટમાં દુખતું. नक्तंदिवं दैवतमन्दिरेषु घंटारवात् अतिरमुष्य चासीत् ॥ २.३ ।।
ત્યાંના તરુણ એવા હૃષ્ટપુષ્ટ ને રૂપાળા હતા કે જાણે શિવજીને હાર ખવરાવવા સારુ કામદેવે બહુરૂપ ન ધારણ કર્યા હોય. महेश्वरस्यैकजयाय कामः चकार रूपाणि सहस्रशोपि । यत्राभुताकारविशेषभाजां दंभेन रंगत्तरुणवजानाम् ॥ २.६ ।।
ત્યાંની કિન્નરકંઠી તરુણીઓ અજવાળી રાતે મધ જેવા મીઠા રાસડા લેતી, તે સાંભળવા ચન્દ્રમાને મૃગલો પૃથ્વી ઉપર ચાલ્યો આવે, અને ચન્દ્રમાં એને તેડવા આવે પણ એને કેમે યે પાછા વળવાનું મન ન થાય, निशासु सौधोपरिसंस्थितानां मृगीदृशां यत्र च चारुगानम् । .. आकर्णयन्तं स्वमृगं सुधांशुः याताय कृच्छ्रात् त्वरयांबभूव ॥ २.८ ।।
ભદ્રેશ્વરમાં શ્રીમાળી વણિક રહેતા હતા, જે કહેતા કે જગદઆ શ્રીદેવીના હૈયાના હારથી અમારી ઉત્પત્તિ થઈ છે. તેમાં મુખ્ય જગડુ [જગ–દેવ ?] હતા, જે પરદેશ સાથે વેપાર ખેડીને બહુ ધન કમાણુ હતા. એણે મોટા સંઘના સંઘપતિ થઈને શત્રુંજય તથા રૈવતક(ગિરનાર)ની યાત્રા કરી હતી. સંધપતિના હાથી, ઘોડા તથા રથને લીધે આકાશમાં એટલી રજ ઉડે કે તેથી કરીને સ્વર્ગગાને કાંઠે ગારો ગારો થઈ જાય અને એ ગારામાં સૂર્યનારાયણના રથને એના ઘોડા માંડ માંડ ખેંચી શકે. तथा च धुनदीतीरे संघर्ज पंकतां रजः। યથાત્ર મન અરવાઃ રથે કદુર કર્થવન ૬.૨૮ ||
જગડુજીએ દેવાલય ગણાવ્યાં, એટલું જ નહિ પણ મસીદેય ચણાવી, કેમકે જેમ બીજા સો તેમ મુસલમાન પણ એના ગ્રાહક હતા, मसीतिं कारयामास षीमलीसंशिताम् असौ। भद्रेश्वरपुरे म्लेच्छलक्ष्मीकास्णतः खलु ॥ ६.६४ ।।
ગામે ગામે ને નગરે નગરે એણે અમૃત જેવા મીઠા પાણીની સો સે વાવ કરાવી. રાતરાઃ રામ રામ રામે જે પુરે ! सुधास्वादुजला वापीः जगडूः क्षितिभूषणम् ।। ६.६५ ॥
સંવત્ ૧૩૧૨ માં દેવસૂરિ જગડુજીને કહે, “દેવના પ્રિય, માણસ આગળ પૈસે હોય તો સમાજની રક્ષા કરવાનો ભાર એણે ઉપાડો ઘટે. હવે પછી વસમી વેળા આવવાની છે, તેમાં જેને સારુ થઈને ભગવાન મહાવીરે સર્વસ્વનો ત્યાગ કર્યો તે સર્વે જીવોની સેવા કરવાને દુર્લભ અવસર મળે તેમ છે. આ તેરસ બારમું વર્ષ વીતે તે પછી ત્રણ વર્ષને દુષ્કાળ પડશે. द्वीन्द्राग्निचन्द्रवर्षेषु व्यतीतेष्वथ विक्रमात् । સુમિર્ક સર્વરો, મારિ વર્ષેત્રયાવ િ ૬.૬૮ .
‘એટલે તમારા ચતુર વાણોતરોને ઠેકઠેકાણે મોકલીને દેશની કણપીઠેમાં મળે એટલું અનાજ માત્ર વેચાતું લઈને તેને સંગ્રહ કરો.” प्रेष्याखिलेषु देशेषु विदग्धानात्मपूरूषान् । सर्वेषामपि धान्यानां त्वं तैः कारय संग्रहम् ॥ ६-६९ ॥
' “અને દુકાળ આવે એટલે આ ધાન્યભંડાર લોકોને ચરણે ધરે, એને જીવિતદાન આપે તથા ક્ષીરસમુદ્રના તરંગ જેવી ઉજળી કીર્તિ કમાઓ.’ क्षीरोदवीचिविमलं त्वं अर्जय यशोभरम् । समग्रजगतीलोकसंजीवननिदानतः ॥६-७० ॥
આ પ્રમાણે જગડુજીએ પ્રચંડ કણસંગ્રહ કર્યો, તથા દુકાળ પડશે એટલે દુખિયા લોકોને તેનું દાન કરવા માંડયું. प्रचक्रमे कणान् दातुं अयं सोलतनूभः । दुर्भिक्षपीड्यमानायै जनतायै कृपानिधिः ६-७४।।
બે વર્ષ પછી ગુજરાતના રાજા વીસલદેવે જગડુજીને પિતાની સભામાં તેડાવ્યા, અને કહે, “મને અનાજ આપે, કેમ કે મેં સાંભળ્યું છે કે તમારી પાસે હજી અનાજના સાત કોઠાર ભર્યા છે.” सप्तात्र कणकौष्टीकःशतानि तव निश्चितम् । श्रुत्वा मया त्वं आहूतः सांप्रत कणकाक्षिणा ।। ६-८४ ।।
જગડુજી કહે, “મહારાજ, મારી આગળ અનાજની એક કણી પણ નથી.” કે નાથ ન સત્ર મમ સ્થાને જણાઃ હું / ૬-૮૬ ! .
‘જો મારી આ વાત માન્યામાં ન આવે તે કોઠારમાં તામ્રપત્ર પડયાં છે તે જુઓ.’ मद्वाक्ये यदि संदेहः कणकोष्ठेषु तेष्वपि। इष्टकान्तःस्थसत्ताम्रपत्रवर्णान् विलोकय ।। ६-८६॥
વિસલદેવે જોયું તો પત્રાં ઉપર આમ લખ્યું હતું? जगडूः कल्पयामास रंकाथै हि कणानमून् ।। ६-८८॥
જગડુએ દરિદ્રનારાયણની સેવા અર્થે આ અનાજ દેવાનો સંકલ્પ કર્યો છે. જે | ‘એટલે, મહારાજ,” જગડુજી કહે, “જે દુષ્કાળની પીડાથી કોઈ માણસ મરે તે મને પાપ લાગે.' તત બ્રિયન્ત રે જનઃ કુર્મિક્ષહિતાઃ ||૬૮મા.
એમ કહીને એણે વીસલદેવને ગરીબોને દેવા સારુ ૮,૦૦૦ મૂડા ધાન્ય આપ્યું. ददौ अष्टसहस्राणि स तस्मै कणमूटकान् । બીમાાનૈય%ોટર ત્રિા વીરત્વમશ્રિતઃ ૬-૬ના
આવી જ રીતે સિબ્ધ, ઉજજયિની, દિહી, વારાણસી તથા સ્કલ્પિલ=]ના રાજાઓને પણ એણે સહાયતા કરી, અને એક બાર દાનશાળા ઉઘાડી. द्वादशाभ्यधिक दानशालाशतम् उदारधी । जगडूः सुकृताधारो जगज्जीवातुरातनोत् ॥६-१३०।।
વળી એણે લાડવામાં સેનૈયા સંતાડીને રાતવેળાએ, મરે પણ ભાગે નહિ એવા લોકોને ધરે તે પહોંચાડ્યા. स्वर्णदीनारसंयुक्तान् लज्जापिंडान् स कोटिशः । निशायां अर्पयामास कुलीनाय जनाय च ॥६-१३।।
આમ એણે ૪,૮૮,૦૦૦ મૂડા અનાજ અને અઢાર કરેડ રૂપિયાનું દુકાળમાં દાન કર્યું. नवनवतिसहस्रयुतान् नवलक्षान् धान्यमूटकानां सः। મારોટઃ થંભ્યોવૃત્ત દુ:સમયે || ૬-૨૨૨ .
- દેસાઇ વાલજી ગોવિંદજી # આ ગ્રન્થ મને મારા વાંકાનેરનિવાસી સ્વર્ગસ્થ મિત્ર શ્રી પિપટલાલ પૂંજાભાઈ શાહ પાસેથી મળ્યો હતો.
pl• I/૧૮RIL