SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ #comme... Ambe ૧૮૦ શકાય. અપંગ અને વિકલ બનેલા લેાકાને આવા કાઇ અવલંબનની અપેક્ષા છે. એ બાબતની આપણને તેમણે ખાત્રી કરાવી આપી છે અને તેઓ શિસ્ત અધીન રહીને કામ કરી શકે છે, અને આવી સ્થિતિના ભાગ બનેલા માણસે જલ્દિ થકી જવાની અને બીજી નબળાઇઓની સામાન્ય જનતા જે કલ્પના કરે છે તેવી કાઇ નબળાઋએ કે કામ અંગેની અક્ષમતા તેમનામાં નથી એ પણ તેમણે પુરવાર કરી આપ્યું છે. તે પછી આ પ્રયાસમાં સહકાર આપવાની અને અમારી સંસ્થાને માગદશન અને કામ પૂરૂ’ પાડવાની ફરજ ઉદ્યોગપતિઓને શિરે આવીને ઉભી રહે છે. જો ઇજનેરી કામ સાથે અને ખીજી ટેક્નીકલ કારીગીરી સાથે સંકળાયલા યુવાના દેખરેખ રાખવાના અને તાલીમ આપવાના કાર્યમાં અમને મદદરૂપ થશે તે તેમને અન્તઃકરણપૂર્વક આવકારવામાં આવશે. આને લગતુ અર્થશાસ્ત્ર અને ગણિત દેશભરમાં વ્યાપી રહેલું ભીખારીપણુ' જોઇને માતૃભૂમિને ચાહતા આપણે સવ` ઊંડી શરમ અનુભવીએ છીએ. માને કે ન માટે, મુંબઇ પ્રદેશમાં ભિક્ષુકાને લગતા કાયદે છે જે ભિક્ષાને એક ફેજદારી ગુન્હા ગણે છે. આ કાયદા નીચે ભીખારીઓને ભીખ માગવાના ગુન્હા માટે પકડવામાં આવે છે અને બેગસ` હેમ’ (ભિક્ષુકાને રાખવાનુ મકાન)માં ભીખના ગુન્હા માટે અમુક મુદ્દત સુધી રહેવાની તેમને શિક્ષા કરવામાં આવે છે. તેમને ખવરાવવામાં આવે છે, રહેવા કરવાની સગવડ આપવામાં આવે છે. અને ત્યાં કોઇ પણ નાના ઉદ્યોગ શિખવવામાં આવે છે અને તે મુદ્દત પૂરી થયે કેદની મુદ્દત દરમિયાન તેમની કમાણી રૂપે એકઠી થયેલી થાડી રકમ તેમને આપીને જાહેર રસ્તા ઉપર રઝળતા મૂકવામાં આવે છે. કાષ્ટ પણ ઉત્પાદનની પ્રવૃત્તિ ઉભી કરી શકે એટલી મુડીના અભાવે તેમ જ પોતે જે ચીજો તૈયાર કરે તેને નિકાલ કરવા માટે જરૂરી વેચાણુ-સ પર્ધાના અભાવે તેમની પાસે ભીખ માગવા સિવાય બીજે કાષ્ઠ વિકલ્પ રહેતા નથી. પરિણામે તેમને ફરીથી પકડવામાં આવે છે અને એ રીતે પકડવાનુ અને છૂટવાનું આ વર્તુલ ચાલ્યા કરે છે. ઉપર વવી એવી – જે જ્યારે આવે ત્યારે જોડાઇ શકે એ પ્રકારની – વર્ક શો, ખાસ કરીને અપંગ માણસા પૂરતી, આ ગુંચવણભરી સમસ્યાના વ્યવહારૂ અને અસરકારક ઉકેલ લાવી શકે તેમ છે એમ કાઇને પણ લાગ્યા વિના નહિ રહે. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૬ મેળવવા માટે આધારલાયક સાધના આજે સુલભ નથી. ૧૯૪૭ના જુલાઇ માસથી ૧૯૫૮ના ડીસેમ્બર માસ સુધીમાં ૧૩૪૧૨ બાળકો મુંબઇ ખાતે મહાલક્ષ્મી પાસે આવેલા ચીલ્ડ્રન્સ એથ્નપીડીક હાસ્પીટલ ( પોલીને લગતી હાસ્પીટલ ) માં નોંધાયાં હતાં. અને માત્ર એક જ સસ્થામાં આટલાં બધાં બાળકો નોંધાય તે કાઇને પણ ચોંકાવે તેવી હકીકત લેખાવી જોઇએ. આજનાં બાળકા આવતી કાલના કિશારો છે. અને પરમ દિવસના પુખ્ત વય ધરાવતા નાગરિકો છે. તેમને જીવનમાંથી શું મળશે ? ધ્યાદાન કે માનભેર જીવવાની તક ? આ ૧૩૦૦૦ બાળા તા ભિક્ષા નહિ માગતા એવા વર્ગના છે. તેમને સારૂં શિક્ષણ અને તાલીમ આપવામાં આવે તો તે જરૂર કરવેરા ભરનારા બની શકે અને રાષ્ટ્રના અતત્ત્વને પરિપુષ્ટ કરી શકે. શારીરિક પ ́ગુતા એટલે કે હાડકાને લગતી વિકલતા કાં તે જન્મથી હાય છે અથવા તેા પેલી કેરેબ્રલ પાલ્સી કે હાડકા અને સાંધાના ક્ષય જેવા વ્યાધિને લીધે હોય છે અથવા તા શહેરી જીવન કે યોદ્યોગ અંગેના અકસ્માતને લીધે આવી વિકલતા પેદા થાય છે. આ વિકલતાની અસર માત્ર શરીરના અવયવાને જ સ્પર્શતી હૈાય છે, પણ તેથી તેના મગજને કશું નુકસાન થયેલુ હોતું નથી, તેમ જ તેની જોવા યા સાંભળવાની શકિતને પણ તેથી કશી હાનિ થયેલી હાતી નથી, માત્ર ખાલપશુમાં જ આવી વિકલતા આવે એવું કાંઇ નથી. જીવનની કેાંઇ પણ કક્ષાએ અને કાઇ પણ ડિએ માનવી આવી કાઇ, વિકલતાના ભોગ બની શકે છે. પેલું લોકપ્રિય ભજન કેટલું" સાચી રીતે . જણાવે છે કે “ભવિષ્ય આપણી દૃષ્ટિના વિષય નથી, કવે સેરા સેરા, જે થવાનું હશે તે થવાનું છે.” આ ઢબની વર્કશોપ વિકલ બનેલા માનવસમાજનું પ્રદર્શન કરવા માટેનું એક ઘટક છે. તેમજ પાંગળા લેખાતા આદમીઓની શક્તિઓને શોધી કાઢવાની એક પ્રયોગશાળા છે. આવી વક શાપેા સ્થળ સ્થળે જો ઉભી કરવામાં આવે અને તેના કાય પ્રદેશને સતત વિસ્તૃત કરવામાં આવે તે તેથી આપણા દેશને ત્રણ પ્રકારના લાભ થવા સંભવ છે, અને તે એ રીતે કે, પાંગળા લેાકાને ઠેકાણે પાડવામાં આવી સસ્થાઓ ચોક્કસપણે મદદરૂપ થઇ શકે તેમ છે. એ ઉપરાંત, ભીખારીએઑના પ્રશ્નના ઉકેલ શેાધવામાં આવી સંસ્થા માદક બની શકે તેમ છે, અને વિવેકશૂન્ય રીતે જે ઢગલાબધુ નાણુ ચેરીટીયાના નામે રસ્તા ઉપર વેરવામાં આવે છે તે રકમને સદુપયેાગના રસ્તે વહેતી કરવામાં આવી સંસ્થા વ્યવહારૂ મા` દાખવી શકે તેમ છે. એક હજાર ભાણુસા જો દર મહિને એક એક રૂપિયા આપે તે તેમાંથી દર મહિને રૂા. ૮૦થી કાંઈક વધારે મહેનતાણું બાર માણસને આપી શકાય અને તે દ્વારા તે બાર માણસો રવમાનભર્યુ જીવન જીવવા ભાગ્યશાળી બને. આ પત્રના વાંચનારાઓને તેમ જ જાહેર જનતાને બહુધા ભારતમાં આ વિકલ અવયવવાળા માનવીઓના પ્રશ્નની ગંભીરતા અને વ્યાપકતાના પૂરા ખ્યાલ હેવા સંભવ નથી કારણ કે આને લગતા સાચા અને હકીકતો ઉપર રચાયલા એવા કાઇ આંકડાએ “કાઇ પણ પ્રજાને પેાતાની માનવ-તાકાતને વેડફી નાખવી પરવડે નહિ”—આ વિધાન કોઇ રમ્ય શબ્દરચના નથી; તે પાછળ પ્રેરક સૂચન રહેલું છે. માનવીની તાકાત એટલે મગજની તાકાત છે અને એ મગજની તાકાતનું સંપત્તિની તાકાતમાં રૂપાન્તર થઇ શકે છે. એ હકીકત આપણે બધા જાણીએ છીએ અને તે વિષે આપણુ સત્ર એકમત છીએ કે હિંદના મુખ્ય પ્રશ્ન એકારીને છે. આ પ્રશ્નના ઉકેલ માટે મોટા પાયાનું આયેાજન કરવામાં ધ્માવે છે. આ આયેાજનમાં શું આ વિકલ માનવીઓના સમાવેશ કરવામાં આવ્યા છે. ખરા? પ્રજાના તેઓ એક અંગભૂત ઘટક - હાછંને, આયોજનની કાઇ પણ યોજનામાં સમાવિષ્ટ બનવાને તેમને શું' અધિકાર નથી ? વિકલ માનવીઓને જીવનમાં પુનઃ સ્થિર કરવાનેા અથ તેમની વૈદ્યકીય સભાળ કે દરકાર લેવી એટલા જ માત્ર તેા નથી. જીવનનાં પુનઃ સ્થિરીકરણનો ખરો અર્થ એ છે કે તેમને જીવનના પ્રવાહમાં પૂરેપૂરા ગતિમાન કરવા અને સશકત માણસે ને રાજ્ય તેમ જ સમાજ તરફથી જે સુખ સગવડા, આનંદનાં સાધનો અને અધિકારો મળે છે તે સર્વ કાંઇ આ વિકલ પાંગળા માનવીઆને પણ પૂરાં પાડવાં. ધી ફેલાશીપ એક્ ધી ફીઝીકલી હેન્ડીકેપ્ડ (એફ.પી.એફ્.) અને તેણે ઉભી કરેલી આ સંસ્થા ધી શેલ્ટર્ડ વર્કશોપ આ હેતુ સિદ્ધ કરવા માટે ભૂમિકા પૂરી પાડે છે. A task without a vision is drudgery. A vision, without a task is a dream. A task with a vision is a victory. દર્શીન વિનાનુ કામ એ વે માત્ર છે. કામ વિનાનું દર્શીન એ કેવળ કલ્પના છે, દન પ્રયાજિત કામ એ જીવનની સાચી સફળતા છે, મૂળ અંગ્રેજી : મીસીસ કૃતિમા ઇસ્માઈલ અનુવાદકઃ પ્રેમાનંદ
SR No.525945
Book TitlePrabuddha Jivan 1960 Year 21 Ank 17 to 24 and Year 22 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1960
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy