________________
પ્રબુદ્ધ
૨૩૮
સિ મહાબળેશ્વરમાં રોકાયા અને તેમને જોવા લાયક બધાં સ્થળા દેખાડવામાં આવ્યાં, સાતમા દિવસે પૂના આવ્યાં અને ત્યાં રીટ્રેઝ હોટેલમાં ઉતર્યાં. ત્યાં પણ સ્વ. મહાદેવભાઇ તથા સ્વ. કસ્તુરબાની સમાધિ, પાવતી, ખડકવાસલાનુ સરેાવર અને નેશનલ ડીફેન્સ એકેડેમી આટલાં સ્થળા દેખાડવામાં આવ્યાં અને આઠમે દિવસે રાત્રે બધાં મુંબઈ પાછા ફર્યાં. સંધ મારફત યોજાયલાં અનેક પટનામાં આ પટન સૌથી વધારે આનંદદાયી અને લાંબી મુદતનું “ હતું . આ પટનમાં વ્યક્તિ દીઠ શ. ૬૬-૦૦ ના ખ આવ્યા હતા.
વૈદ્યકીય રાહત તથા માવજતનાં સાધના
સંધ તરફથી વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઇબહેનને દવા તથા ઇન્જેકશને આપવામાં આવે છે. આ રાહત જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયું છે અને એમ છતાં અતિશય જરૂરિયાત ધરાવતી જૈનેતર વ્યક્તિને પણ બનતી મદદ આપવામાં આવે છે. આ રાહત પાછળ ગત વર્ષમાં રૂા. ૧૫-૫૬ ના ખર્ચ કરવામાં આવ્યા છે.
3 સંધમાં માંદાની માવજતનાં સાધને સારા પ્રમાણમાં વસાવવામાં આવ્યાં છે અને તેને કશા પણ નાતજાતના કે ધર્મના ભેદંભાવ સિવાય આસપાસ વસતા લેાકાને લાભ આપવામાં આવે
છે અને તેના લાભ પણ ચાલુ બહુ સારા પ્રમાણમાં લેવાય છે. સંઘની આર્થિક પરિસ્થિતિ
સંધની વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. તેની આર્થિક પરિસ્થિતિ સંબંધમાં જણાવવાનુ કે તેને લગતી વિગતા આ સાથે સાંકળવામાં આવી છે જેને સંક્ષેપમાં સાર એ છે કે સંધને ગત વર્ષીમાં ખર્ચ રૂ।. ૩૩૯૧-૬૧ માં થયેા છે, આવક શ. ૧૧૯૮૯-૮૭ની થઇ છે અને સરવાળે શ. ૮૫૯૮–૨૬ના વધારા રહે છે તેમાંથી પ્રમુદ્ધ જીવનની રૂ।. ૩૧૭૧–૪૧ની ખોટ બાદ જતાં ૫. ૫૪૨૬-૮૫ ચોકખેા વધારા રહ્યો તે જનરલ કુંડ ખાતે લઇ ગયા.
આગામી વર્ષ માટે જે અંદાજપત્ર રજુ કરવામાં આવનાર છે. તે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઓછામાં ઓછા રૂા;૪૦૦૦-૦૦, ભેટના આવશે એ ધેારણુ ઉપર ધવામાં આવ્યું છે અને સધનું આર્થિક સમધારણ જાળવવુ હાય તે! સંધ માટે રૂા ૧૦૦૦-૦૦ અને વાચનાલય-પુસ્તકાલય માટે રૂા. ૩૦૦૦-૦૦ મેળવવા જરૂરી છે. આ તરફ સંધના સભ્યોનું ખાસ ધ્યાન ખેંચવામાં આવે છે.
સંઘના નામપરિવર્તનના પ્રશ્ન
સંધના નામપરિવત નના પ્રશ્ન જૈન સમાજમાં આજે રી પ્રમાણમાં ચર્ચાઇ રહ્યો છે, આ સંબંધમાં અહિં એટલી સ્પષ્ટતા કરવાની જરૂર છે કે આવા કાઈ ઠરાવ સંધની કાર્ય વાર્તાફ મિયુકે તિએ હજી સુધી પસાર કર્યાં નથી. આ ચર્ચા સ ંધના મંત્રી શ્રી.
પુમાન દભાઈએ સોંધના મંત્રી તરીકે નહિ પણ પોતાની વ્યકિતગત સ્થિતિમાં ઉપસ્થિત - કરી છે. આ પોતાને વિચાર તેમણે ગત વર્ષની વાર્ષિક સભામાં રજુ કર્યાં હતા, તેમ જ તા. ૩૧-૧૦-૫૮ ના રાજ મળેલી સંધની કાર્યવાહક સમિતિમાં આ પ્રશ્ન અનૌપચારિક રીતે ચર્ચાયા હતા અને તે સબધે વિચારાની સારી આપલે થઈ હતી. ત્યાર બાદ એક અંગત વિચારણા તરીકે પ્રબુદ્ધ જીવનના તા. ૧-૧૨-૧૮ ના અંકમાં તેમણે પેાતાની સહીથી એક લેખ પ્રગટ કર્યાં હતા જેને સાર એ હતા કે તેમના મત .: પ્રમાણે સધના છેલ્લાં ત્રીશ વર્ષ દરમિયાન ઉત્તરાત્તર થઇ રહેલા વૈચારિક વિકાસ ધ્યાનમાં લેતાં અને સંધમાં હવે તા જૈનેતરા હું પણ જોડાઈ શકે છે અને સંધની બધી પ્રવૃત્તિએ કેવળ ખીનસાંપ્રદાયિક રૂપની હાઇને આજે સ ંધનું સ્વરૂપ છે તેને, તેનુ ત્રીશ વર્ષ પહેલાં પાડેલું નામ યથાર્થ રીતે રજુ કરતું નથી. તેથી કોઇ
જીવન
સ'પ્રદાયનુ" સૂચન ન થાય અને ઉમ્મરનાં કાં સૂચવે એવુ ધનું નામપરિવતન કરવું દૃષ્ટિએ તેમણે પ્રમુદ્ધ માનવ સંધ' એવુ નામ અને આવા ફેરફાર કરવાથી જૈન તેમ જ જૈનેત ખીનકેમી માનસ ધરાવતી શકિતશાળી વ્યકિત " સ વાને આકર્ષાશે એવી આશા તેમણે વ્યકત કરી હતી.
આ વિચારણા સામે વિરોધમાં રજુ કરવામાં આવતી િ સરણી આ મુજબની છે: આ સ’ધ પ્રારભથી આજ સુધી જૈન સમા સાથે ગાઢપણે સંકળાયેલા છે અને જૈન સમાજના ટેકાથી આટલે બધા આગળ આવેલ છે, તેથી ‘જૈન' શબ્દને પરિત્યાગ યાગ્ય નથી; જૈન શબ્દને વિશાળ અર્થમાં ગ્રહણ કરવામાં આવે તે સ ંઘનું નામ અને તેની આજની પ્રવૃત્તિઓ વચ્ચે વિસતિ લાગવાપણું રહેતુ નથી; આવા ફેરફારથી સમાજને સાથ ગુમાવવાનુ રહેશે અને બીજો કાઇ નવા સાથે મળવાની આશા પાયા વિનાની છે અને તેથી લાભને બદલે નુકસાન થવાના વધારે સ ંભવ છે; જુના નામનુ ઘણું મહત્ત્વ છે અને તે નામ સાથે સંસ્થાની ગુડવીલ જોડાયલી છે ઇત્યાદિ. આ પ્રકારના વિરોધનું દૃષ્ટિબિન્દુ પણ એટલું જ વિચારવા જેવું છે. આ સંબંધમાં શ્રી. પરમાન દભાઇએ પણુ પેાતાના ઉપર જણાવેલ લેખમાં સ્પષ્ટ કર્યું છે કે નામપરિવ"ન અમુક એક સસ્થાના અસ્તિત્વ અને ઇતિહાસની દૃષ્ટિએ એવ મહત્વની બાબત છે કે જેને ઉતાવળે યા તા કેવળ મઁહુમતીન જોરે નિણ ય લેવા ન ધરે. આ ઉપરથી આ પ્રશ્નમાં રસ લે સભ્યો તેમ જ અન્ય શુભેચ્છકાને એટલું સ્પષ્ટ થશે કે નામપરિવતનને પ્રશ્ન હજું માત્ર ચર્ચાની એરણ ઉપર ટીપાઇ રહ્યો છે. તે સંબંધમાં કોઇ નિષ્ણુ ય લેવાયે। નથી અને ઉપર જણાવ્યું તેમ ઉતાવળે કે કેવળ બહુમતીના જોરે નિય લેવામાં આવનાર નથી. ઉપસ હાર
→
પ્રવૃત્તિવિષયક વર્ષ દરમિયાન સંસ્થાની કાર્યવાહક સમિતિની ૬૩ સભા મળી હતી અને કાર્યવાહક સમિતિના સભ્યોએ સંધના કામાં સારા રસ દાખવ્યેા હતેા. આગળનાં વર્ષોં કરતાં પ્રસ્તુત વર્ષ દરમિયાન સંધ ધણા વધારે સક્રિય રહ્યો છે અને વ્યાખ્યાનસભાઓ તેમ જ અન્ય સમેલના પણ વધારે પ્રમાણમાં યોજાયા છે. સમાજનું વૈચારિક પરિવર્તન તેમ જ ઉધ્વીકરણ કરવું અને સાંસ્કૃતિક દૃષ્ટિ કેળવવી એ સંધની પ્રવૃત્તિનું હંમેશાં મુખ્ય ધ્યેય રહ્યું છે અને તે દિશાએ ચાલી રહેલી સધની કાર્યવાહીનો વિચાર કરતાં સંધની સાથે સરખાવી શકાય એવી સંસ્થાએ મુંબઈ શહેરમાં બહું એછી જોવા મળે તેમ છે. સધને હવે જરૂર છે. પાતાનુ મકાન ઉભું કરવાની કે જ્યાં સંબદ્વારા ચાલતુ અને એક નાના ઓરડામાં રૂંધાઇ · રહેલું વાચનાલય-પુસ્તકાલય મુકત ભાવે વિકસાવી શકાય, અને જેના સભાગૃહમાં અનેક પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચલાવી શકાય અને જેની સગવડ દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારની સેવાપ્રવૃત્તિઓ યોજી શકાય. આ નવા લક્ષ્ય ઉપર પેાતાની શક્તિ અને લાગવગ કેંદ્રિત કરવા સંધના સભ્યાને અમારી નમ્ર પ્રાથના છે.
૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩,
} મંત્રી, મુબઈ જૈન યુવક સંઘ
સઘના સભ્યાને પ્રાર્થના
ચાલુ. 'સાલ સંવત ૨૦૧૫ ની સાલનું સધનું વાર્ષિક લવાજમ હજી ઘણા સભ્યાનું વસુલ આવ્યું નથી, જે સભ્યાનુ લવાજમ બાકી છે તેમને નમ્ર છતાં આગ્રહભરી પ્રાથના છે કે દરેક સભ્યે પોતપાતાનુ લવાજમ વિના વિલ`એસ.ધના કાર્યાલય ઉપર મોકલી આપવા કૃપા કરવી. આમ કરીને તે અમારા વહીવટી કાય તે સરળ બનાવી શકશે. મત્રીઓ, મુખઈ જૈન યુવક સંઘ.